Last Update : 18-Dec-2011,Sunday
 
નવા સપ્તાહમાં નિફ્ટી ૪૭૫૫થી ૪૫૩૩, સેન્સેક્ષ ૧૫૭૯૯થી ૧૫૧૬૬ વચ્ચે ફંગોળાશે
 
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, શનિવાર
અન્ન મોંઘવારીનો આંક ગત અઠવાડિયે ૪.૩૪ ટકાની ચાર વર્ષની નીચી સપાટીએ ખાબકી જાય, આઇઆઇપી વૃદ્ધિ ૫.૧ ટકા નેગેટીવ જાહેર થાય અને એડવાન્સ ટેક્ષના આંકડા પણ સાધારણથી નબળા જાહેર થાય છતાં માસિક ફુગાવાના ૯.૧૧ ટકાના આંક તેમજ રૃપિયા સામે ડોલરના ફૂંફાળા ૫૪.૩૦ની ઉંચી સપાટી બતાવી જાય ત્યારે આ પ્રમુખ બે નેગેટીવ પરિબળોએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને હજુ ફુગાવાનું જોખમ જણાય ત્યારે પ્રમુખ દરોમાં ઘટાડો કરવાની અપેક્ષીત ઉતાવળ નહીં બતાવી પ્રમુખ દરો યથાવત રાખવામાં આવે છતાં શેરબજારો કડડભૂસ થઇ જાય ત્યારે પ્રવર્તમાન પરિસ્થિતિ સૂચવે છે, કે હવે મરેલા બજારને ગમે તેટલું મોંઘુંદાટ ઇન્જેક્શન આ તબક્કે આપવાનો કોઇ અર્થ નથી, મરેલું બજાર પુનઃ જીવંત બનવાની હાલના સમયે નહિવત શક્યતાએ પ્રમુખ દરોમાં ઘટાડો વ્યર્થ જશે. એ જાણી ગયેલી રિઝર્વ બેંકે બજારો કે ઉદ્યોગોની પરવા કર્યા વિના છોને પાછલા દિવસોમાં ઓવરહીટ બનેલા અર્થતંત્ર અને સટ્ટાથી ફાટફાટ થયેલા બજારોની ગરમી નીકળી જાય. ફુગાવાનો સરકારી આંક તો ઘટતા ઘટયો છે, પરંતુ હવે ચીજવસ્તુઓના ભાવો વાસ્તવિક નીચી સપાટીએ લાવી શકાય અને આમઆદમીનો સરકાર પ્રત્યેનો રોષ શક્ય બને એટલો આગામી ચૂંટણીઓ પૂર્વે ઠારી શકાય.
તેજીમાં નેગેટીવ પરિબળોને અવગણી તેજીના અતિરેક બાદ હવે મંદીમાં પોઝિટીવ પરિબળો બાજુએ મૂકી મંદી વકરશે!
તેજી...તેજી... તેજીના પાછલા વર્ષોના તોફાનમાં નેગેટીવ પરિબળો પછી એ પ્રમુખ દરોમાં સતત વધારાનું હોય કે મોંઘવારીનું હોય કે પછી ક્રુડ ઓઇલના ફાટફાટ થયેલા ભાવ ૧૪૩ ડોલરની રેકોર્ડ ઊંચાઇ પહોંચી ગયા હોય દરેક બજારો આ નેગેટીવ પરિબળોને અવગણીને તેજીના અતિરેકમાં આંધળી દોટ મૂકી હતી. બજારોના ટ્રેન્ડના ભૂતકાળ- ઇતિહાસને વાગોળનારાઓ કહેતા કે સોના-ચાંદીના ભાવોમાં તેજી હોય તો શેરબજારોમાં મંદી હોય અને એ જ રીતે શેરબજારોમાં તેજી હોય તો સોના-ચાંદીમાં મંદી હોય. પરંતુ છેલ્લા ચાર વર્ષમાં જોવાયેલા ટ્રેન્ડ ઇતિહાસને ભૂંસીને નવો ઇતિહાસ રચાયો છે. જેથી ઐતિહાસિક ટ્રેન્ડને વળગી રહેનારાઓ પણ વૈશ્વિક મોરચે બન્ને બજારોમાં હવે મંદીના ટ્રેન્ડથી ભયભીત બન્યા છે, અલબત આ વખતે શેરબજારોમાં મંદીનો અજગર અનેક રોકાણકારોને પણ ભરખી ગયો હોઇ ફરી શેરબજારોને હવે અનેક ઇન્વેસ્ટરો દૂરથી રામ-રામ કરી લાંબોસમય આ બજારથી વિમુખ થઇ જવાની શક્યતા વધુ છે, ત્યારે મંદીવાળાઓને ભાવતું પીરસવામાં આવી રહ્યું હોઇ વર્તમાન સંજોગોમાં સારા કારણો- પરિબળોને અવગણી બજારોમાં મંદી વકરતી જોવાય એવી પૂરી શક્યતા છે.
કરે છે જે દિવસ ને રાત લીલા લહેર દુનિયામાં, ફક્ત એ લોક વર્તાવે છે કાળો કેર દુનિયામાં
બજારના અત્યારે બાર વાગ્યા છે, ત્યારે ઘણા ઇન્વેસ્ટરોને પણ પોતે રોકાણકાર બની રહ્યા એ ભૂલ કરી કે હજુ ઘટાડે એવરેજ કરીને ભૂલ તો નથી કરી રહ્યાને એવો ડર ગત સપ્તાહના અંતે શેરોમાં ઓલરાઉન્ડ વેચવાલીના હેમરીંગે બેસાડી દઇ ખરીદી કરતા અટકાવી, જે પોર્ટફોલીયોમાં પડયું છે, એ સઘળું તળીયાના ભાવોએ ખાલી કરવાના ફફડાટમાં લાવી દીધા છે. સામાન્ય રીતે હંમેશા આવું જ બનતું હોય છે કે ગામને એ હવે ફફડાટમાં લાવી દો કે હવે તો બજાર શૂન્ય થઇ જવાનું છે, અને એ શેરો ફેંકવા માંડે ત્યારે આ ઉંચા ભાવની ખરીદીના શેરો બરકત વિરાણી બેફામની પંક્તિમાં કહીએ તો દિવસને રાત દુનિયામાં લીલા લહેર કરનારા અને ફક્ત કાળો કેર વર્તાવી દુનિયામાં અંધેરી ફેલાવનારા અને પછી જૂની ખંડેર દુનિયામાં નવા મહેલો ચણનારાઓ પડાવવા બજારમાં આવી પહોંચશે.
સેબીનો નવો ફતવો ઃ મંદીવાળાઓ માટે લાલજાજમ ઃ માર્જીનની રકમ ટી + ૧માં ભરો અથવા ૧૦૦ ટકા પેનલ્ટી
એફઆઇઆઇ- હેજ ફંડોને ભાવતું પીરસવા પંકાયેલી સરકાર સાથે મંદીવાળાઓને હંમેશા લાલજાજમ મંદીમા બિછાવવા ટેવાયેલા આપણા બજારના નિયામક તંત્ર સેબીએ પણ હવે જાણે કે તેજીના દરવાજા બંધ કરી દઇને કોઇને લીવરેજ ન મળે અને વર્તમાન મંદીના હેમરીંગમાં મંદીવાળાઓનો જ હાથ ઉપર રહે એવું પગલું લઇને અનેકના હાથ બાંધી દીધા છે. માર્જીન મનીની ચૂકવણી માટેનો નવો કડક ફતવો બહાર પાડીને સેબીએ બ્રોકરોને ગ્રાહકના માર્જીનના ચેક ટ્રેડીંગ બાદના બે દિવસમાં જમા કરાવવાની મુદત ઘટાડીને ટ્રેડીંગ દિવસના તુરત અથવા બીજા દિવસે (ટી+૧) જમા નહીં થવાના સંજોગોમાં બ્રોકરોને માર્જીનની રકમ જેટલી ૧૦૦ ટકા પેનલ્ટી અને એક દિવસ ટ્રેડીંગ સસ્પેન્શનનો કાયદો લાગુ કરીને હવે બજારને ટૂંકાગાળામાં કોઇ હિસાબે બેઠું નહીં થવાની દિશામાં આકરાં પગલાં લેવાયા છે. જેની નકારાત્મક અસર હજુ બજારોને આફ્ટરશોક આપતું રહેશે. ટ્રેડીંગ દિવસે ગ્રાહકની પાસેથી નીકળતી માર્જીનની રકમ ટ્રેડીંગના દિવસે અથવા એ પછીના દિવસે જમા કરવાના આ ગત સપ્તાહમાં આ નવા સર્ક્યુલરને એનએસઇએ ૧૫, ડિસેમ્બર, ૨૦૧૧થી જ લાગુ કરતા મંદીવાળાઓનું હેમરીંગ વધ્યું હતું, અને એના પરિણામે જ માર્જીન પેટે ગીરો શેરોની મોટાપાયે ડીલીવરી બજારમાં ઉતરી આવી હતી.
ફેબુ્રઆરી સુધી બજારમાં તેજીના મંડાણ થવા મુશ્કેલ ઃ હવે નો સમય અનેકને અકળાવી દેશે!
ઘરઆંગણે નેગેટીવ પરિબળો પૈકી આર્થિક પરિબળોમાં અત્યારે ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ ૫.૧ ટકા નેગેટીવ બન્યા સાથે ફુગાવાનો માસિક આંક ૯.૧૧ ટકાની ઉંચી સપાટીએ પ્રવર્તી રહ્યાના પ્રમુખ બે પરિબળ સાથે ડોલર રૃા. ૫૪.૩૦ની સપાટી આંબી જઇ રૃા. ૫૨.૭૦ની સપાટીએ રહેતા ક્રુડ આયાત બિલમાં વૃદ્ધિ સાથે સરકારનો ફ્યુલ સબસીડી બોજ રૃા. ૫૫૦૦૦ કરોડ વધી ગયો હોવાથી અને સરકારે પાછલા બજેટમાં અંદાજને ગણતરીમાં નહીં લઇ ડીસઇન્વેસ્ટમેન્ટ થકી રૃા. ૪૫૦૦૦ કરોડ ઉભા કરવાના અને સબસીડી બોજ હળવો કરવાની ગણતરી કરી હતી. જે ડીસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્યાંક પાર નહીં પડતા અને ઉપરથી ડોલરના ઉછાળા થકી નવો બોજ આવી પડયો છે, ત્યારે ખાધની પરિસ્થિતિ વકરવાનું મોટું જોખમ હોવા સાથે યુરોપના દેશોની કથળેલી આર્થિક હાલતે નિકાસ લક્ષ્યાંક પણ પાર પડવું મુશ્કેલ હોવાના સરકારના એકરારે હવે આગામી બજેટ સુધી બજારમાં મોટી તેજીના મંડાણ થવા ખૂબ મુશ્કેલ છે. સેબી સાથે સલાહમાં એનએસઇએ માર્જીનના નવા કડક ટી+૧ ધોરણો લાગુ કરતા બ્રોકરો માટે આ કડક કાયદાને વર્તમાન બજાર પરિસ્થિતિમાં અનુસરવું મુશ્કેલ બનનાર હોવાથી ટ્રેડીંગ વોલ્યુમમાં ધરખમ ઘટાડો થઇ જવાની અને બજાર લાંબો સમય નિષ્ક્રિયતામાં સરી પડવાની શક્યતા વધુ છે.
ઠેકડાં મારતાં નહીં ઃ પ્રમુખ દરો યથાવત રાખ્યાં ને સેન્સેક્ષ ૩૪૫ તૂટયો! ઘટાડયા હોત તો કેટલો તુટત!
ઉદ્યોગોને અકળાવી મૂકતી બેંકોના ઊંચા ધિરાણ દરોની વર્તમાન પરિસ્થિતિએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ હાલ તુરંત પ્રમુખ દરો વધારતા અટકાવી યથાવત રાખ્યા છે, અને આગામી દિવસોમાં આ દરોમાં ઘટાડા તરફી પગલાંનો સંકેત જરૃર આપ્યો છે. પરંતુ તેજીમાં તેજીના પાછલા દિવસોના દોરમાં નેગેટીવ પરિબળોને અવગણીને ભડકો બતાવનારૃ બજાર હવે રિઝર્વ બેંક પોઝિટીવ મનાતા ઘટાડાના પગલાં જાન્યુઆરીના ધિરાણ નીતિની નવી સમીક્ષા સમયે અથવા એ પૂર્વે અધવચ્ચે એકાએક આપી દે તો પણ હરખાતાં નહીં કે ઠેકડાં મારતા નહીં! રિઝર્વ બેંકે ગઇકાલે પ્રમુખ દરો વધારવાનું અટકાવી માત્ર યથાવત રાખ્યા તો બજાર-સેન્સેક્ષ ૩૪૫ પોઇન્ટ તૂટી ગયો અને શેરોમાં ઢગલો વેચવાલી નીકળી પડી. જો રિઝર્વ બેંકે પ્રમુખ દરોમાં ઘટાડો કર્યો હોત તો શું થાત? જેથી આવા કોઇ પગલાં આવી જાય તો મંદી પૂરતી થઇ પૂરી થઇ માનીને ઠેકડાં મારતા નહીં.
વૈશ્વિક મંદીમાંથી આ વખતે ભારત-ચીન બાકાત નહીં રહે ઃ આઇએમએફની ચેતવણીમાં વજુદ છે
વર્ષ ૨૦૦૮ની યુરોપ- યુએસની નાણા કટોકટીમાં ભારત અને ચીન આંચકા પચાવી સ્થાનિક ગ્રાહક માંગના અર્થતંત્રના જોરે ઝડપી રીકવરી થવામાં સફળ રહ્યા હતા, પરંતુ આ વખતે યુરોપના દેશોનું સંકટ ઘેરાતું જતું હોવા સાથે ભારત અને ચીન અસહ્ય મોંઘવારીના ખપ્પરમાં હોમાયા હોઇ ઉંચા ધિરાણ બોજ તળે ઉદ્યોગો દબાયા છે, અને ભારતમાં રાજકીય અસ્થિરતા- અનિશ્ચિતતાના માહોલમાં આર્થિક સુધારાઓ ચૂંટણીઓની તૈયારીમાં અભરાઇ પર મૂકાઇ રહ્યા છે ત્યારે આઇએમએફની પણ આ વખતે મંદીમાંથી ભારત-ચીન બાકાત નહીં રહેવાની ચેતવણી નજર અંદાજ કરવા જેવી નથી. જેથી નવા રોકાણમાં હાલ તુરંત સાવચેત બની રહી ફ્રન્ટલાઇન- શેરોમાં ઘટાડે ટૂકડે ટુકડે રોકાણનો વ્યુહ અપનાવવો હિતાવહ છે. રાજકીય પરિસ્થિતિ વધુ ડહોળાવાના સંજોગોમાં ફરી લોકસભા ચૂંટણીનું સંકટ આવી પડવાના જોખમે બજાર લાંબો સમય અકળાવી મૂકનારા નિષ્ક્રિયતાના ઝોનમાં સરી પડશે.
નિફ્ટી ઉપરમાં ૪૭૫૫થી નીચામાં ૪૫૩૩ ઃ સેન્સેક્ષ ૨૫૭૯૯થી ૧૫૧૬૬ વચ્ચે ફંગોળાશે
ડિસેમ્બરનો અંત નજીક આવી રહ્યો ત્યારે હવે પોર્ટફોલીયો ફેરબદલી સાથે વેલ્યુએશનની ગેમમાં બજાર ફ્રન્ટલાઇન શેરો પ્રેરિત ઇન્ડેક્ષ બેઝડ ટૂંકાગાળાની ફૂંફાળાની ચાલ બતાવી શકે છે, પરંતુ આ ઉછાળા ટકવા મુશ્કેલ બનશે. આગામી સપ્તાહમાં સેન્સેક્ષ ઉપરમાં ૧૫૭૯૯થી નીચામાં ૧૫૧૬૬ વચ્ચે ફંગોળાવાની અને નિફ્ટી ઉપરમાં ૪૭૫૫થી નીચામાં ૪૫૩૩ વચ્ચે ફંગોળાવાની શક્યતા રહેશે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સાયના સુપર સિરિઝ ફાઇનલ્સમાં ટાઇટલથી હવે એક વિજયની જરૃર
ઇજાગ્રસ્ત ઇશાંત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં નહીં રમે
બીજી ટેસ્ટમાં પાકિસ્તાન સામે બાંગ્લાદેશના પાંચ વિકેટે ૨૩૪
સાઉથ આફ્રિકાએ શ્રીલંકાને પ્રથમ ટેસ્ટમાં ઇનિંગ,૮૧ રનથી હરાવ્યું

ગુજરાતની રણજી ટીમમાં ૧૬ ખેલાડીઓને પસંદ કરાતા વિવાદ

નવા સપ્તાહમાં નિફ્ટી ૪૭૫૫થી ૪૫૩૩, સેન્સેક્ષ ૧૫૭૯૯થી ૧૫૧૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આંચકા પચાવી ફરી ઉછાળોઃ બિસ્કીટ બે દિવસમાં રૃ.૧૫ હજાર તૂટયા પછી રૃ.૨૫૦૦ વધ્યા!
ડોલરના ભાવો વધતાં હાર્ડવેર માલો મોંઘા બનવાની બતાવાતી શક્યતા
ફ્યુચર એન્ડ ઓપ્શન સ્ટ્રેટેજીસ
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ
સની દેઓલ અને અમીષા પટેલ ૧૦ વર્ષ બાદ સાથે કામ કરશે
જેક્વેલિન ફર્નાન્ડીસ અંગપ્રદર્શન કરે તે પ્રેમી સાજિદ ખાનને પસંદ નથી
અભિષેક અને ઐશ્વર્યાની નવજાત પુત્રીના નામની શોધ હજી ચાલુ
પ્રિયંકા ચોપરાને કારણે અનુરાગ બાસુની ફિલ્મનું શૂટિંગ ધીમી ગતિએ ચાલે છે
મહારાષ્ટ્રમાં કુપોષણને કારણે દરરોજ ૬૫ બાળકનાં મૃત્યુ
અણ્ણા હઝારે સાથે ઉપવાસમાં બેસવા હજારથી વધુ સમર્થકો તૈયાર
આજે બાણગંગામાં શ્રીરામ અને ગંગાની ૧૦૮ દીવાની આરતી
ચિદમ્બરમે ટેલિકોમ કંપનીઓને ગેરકાયદે ફાયદો લેવા દીધોઃ સ્વામી
દાઉદ વિષેના સવાલોના જવાબ ઈન્ટરપોલે ટાળ્યા
ઇશરત અને જાવેદનો હવાલો Dy.SP અમીન અને બારોટે લીધો હતો
સિનિયર ડૉક્ટરોનો મ્યુનિસિપલ હોસ્પિટલો, કોલેજ છોડવા નિર્ણય
કેલિકોના ત્રણ કામદારોના ખાતામાં કોઈ રોકડા નાણાં જમા કરાવી ગયું!
બે ભાઈઓનાં વર્ષોથી બંધ મકાન બારોબાર વેચાઇ ગયાં
સાત મુસાફરો બોર્ડિંગ પાસ સાથે એરપોર્ટમાં ઘૂસ્યાઃ સુરક્ષામાં ચેડાં
ફ્રાન્સના પૂર્વ પ્રમુખ જેકસ શિરાક ભ્રષ્ટાચારના કેસમાં દોષિત સાબિત
અમેરિકાના સંરક્ષણ બિલને પ્રતિનિધિ સભાની આખરે મંજુરી
વડાપ્રધાન મોસ્કોની ત્રણ દિવસની મુલાકાતે
સ્પાઇકી હેરસ્ટાઇલ ધર્મ વિરૃધ્ધ હોઇ પોલીસે યુવકોનું મુંડન કર્યું
સીરિયામાં બળવાખોર જૂથે સેનાના ૨૭ જવાનોને ઠાર કર્યા ઃ અગ્રણી નેતા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved