Last Update : 17-Dec-2011,Saturday
 
સેલવાસમાં રિલાયન્સ કંપનીના મેનેજરની હત્યાનો ભેદ ઉકેલાયો

 

પ્રેમીએ પરિણીત પ્રેમિકાને પામવા તેના પતિની સોપારી આપી હતી
રિલાયન્સ કંપનીમાં જ અલ્હાબાદ ફરજ બજાવતા પ્રેમી મેનેજર વિવેક શ્રીવાસ્ત અને બે શાર્પશુટર ઝબ્બેઃ વિનોદ મિશ્રાને ઠાર કરાયો હતો
વિનોદની પત્ની સરિતા મિશ્રાના મોબાઇલ કોલ ડિટેઇલ આધારે સફળતા
વાપી,શુક્રવાર
સંઘપ્રદેશ સેલવાસમાં ચકચારી બનેલા રિલાયન્સ કંપનીના માર્કેટિંગ મેનેજરની હત્યા પ્રકરણમાં પોલીસે મેનેજરની પત્નીના મોબાઈલ ફોનની કોલની ડિટેઈલના આધારે ગુનાનો ભેદ ઉકેલી મેનેજરની હત્યાની સોપારી આપનાર અલ્હાબાદની રિલાયન્સ કંપનીના મેનેજર અને બે શાર્પશૂટર મળી ત્રણની ધરપકડ કરી છે. મૃતકની પત્નીના પ્રેમીએ પ્રણયફાગમાં આડખીલીરૃપ બનેલા પરિણીત પ્રેમિકાના પતિનું કાયમના માટે કાસળ કાઢી નાંખવા આખો પ્લાન બનાવ્યો હતો. અલ્હાબાદથી પકડાયેલા આરોપી વિવેક શ્રીવાસ્તવને કોર્ટમાં રજુ કરી પોલીસે ૧૨ દિવસના રિમાન્ડ મેળવાયા છે. જયારે બે શાર્પશૂટરોને સેલવાસ પોલીસ દિલ્હીથી ધરપકડ કરી સેલવાસ આવવા રવાના થઈ છે.
સેલવાસના પ્રમુખદર્શન એપાર્ટમેન્ટ નજીક તા.૩૦મી નવેમ્બરના રોજ મોડી સાંજે ખરડપાડા ગામે આવેલી રિલાયન્સ કંપનીમાં માર્કેટિંગ મેનેજર તરીકે ફરજ બજાવતા વિનોદ મિશ્રા (ઉ.વ.૪૫)ની બે ગોળી મારી હત્યા કર્યાની ઘટના બાદ પંથકમાં ભારે ચકચાર મચી હતી. આ ઘટના પોલીસ વિભાગ માટે પણ પડકારરૃપ સાબિત થઈ રહી હતી. સેલવાસ પોલીસ મથકના પીએસઆઈ રાઠોડ અને ક્રાઈમબ્રાન્ચના પીએસઆઈ કે.બી. મહાજને તપાસનો દોર શરૃ કરી ઘટના સ્થળ નજીક રહેતા રહીશો, વિનોદ મિશ્રાના પરિવારના સભ્યો અને કંપનીના અધિકારી સહિત કર્મચારીઓના નિવેદનો લીધા હતા. પરંતુ પોલીસને હત્યાની એકપણ કડી હાથ નહીં લાગતા મુંઝવણમાં મુકાઈ હતી.
સઘન તપાસ દરમિયાન પોલીસ અધિકારીએ મૃતક વિનોદ મિશ્રાની પત્ની સરિતા મિશ્રાની પણ પૂછપરછ કર્યા બાદ તેના મોબાઈલ નંબરના આધારે કોલ ડીટેઇલની તપાસ કરી હતી. જેમાં મૃતકની પત્ની સરિતા મિશ્રાએ અલ્હાબાદ ખાતે રિલાયન્સ કંપનીમાં ફરજ બજાવતા વિવેક શ્રીવાસ્તવ વચ્ચે વારંવાર વાતચીત કરી હોવાનું બહાર આવતા પોલીસે શંકાના આધારે વિવેક શ્રીવાસ્તવની શોધખોળ આદરી હતી. સેલવાસ પોલીસની એક ટીમે અલહાબાદ પહોંચી વિવેક શ્રીવાસ્તવની ધરપકડ કરી હતી. વિવેક શ્રીવાસ્ત અને મૃતક વિનોદ મિશ્રાની પત્ની સરિતા વચ્ચે પ્રેમસંબધ હતો. જેમાં વિનોદ મિશ્રા અડખીલીરૃપ બનતા પ્રેમિક સરિતાને પામવા માટે તેના પ્રેમી વિવેક શ્રીવાસ્તવે વિનોદની હત્યા કરવા માટે સોપારી આપી હતી. આ કેસમાં દિલ્હીના નોયડા અને ફિરોઝાબાદથી પીએસઆઈ કે.બી.મહાજન અને ટીમ શાર્પશૂટર સુગ્રીવ અને મનીષની ધરપકડ કરી સેલવાસ આવવા નીકળ્યા છે. આજે સંઘપ્રદેશના નવા ડીઆઈજી રાજેશ ખુરાનાએ પત્રકાર પરિષદમાં ઉપરોકત માહિતી આપી હતી.
જોકે, વિવેક શ્રીવાસ્તવે વિનોદ મિશ્રાની હત્યા માટે શાર્પશૂટરો સાથે કેટલા રૃપિયામાં સોદો નક્કી કર્યો તે અંગે કોઈ ફોડ પાડયો નથી. બંને શૂટરો કોઈ અન્ય ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે અંગેની માહિતી બહાર આવી શકી નથી. પોલીસે વિવેક શ્રીવાસ્તવને આજે સેલવાસ કોર્ટમાં રજુ કરી તા. ૨૬મી એટલે કે ૧૨ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

૮ વર્ષથી સરિતા અને વિનોદ વચ્ચે પ્રેમસંબંધ
સેલવાસની રિલાયન્સ કંપનીના મેનજરની હત્યાનો ગુનાનો ભેદ ઉકેલાયા બાદ અનેક ચોકાવનારી માહિતી બહાર આવી છે. મૃતક વિનોદ મિશ્રા લગભગ ૮-૯ વર્ષ પહેલા અલ્હાબાદ ખાતે રિલાયન્સ કંપનીમાં ફરજ બજાવતો હતો ત્યારે સાથે કામ કરતા આરોપી વિવેક શ્રીવાસ્તવના પરિચયમાં આવ્યો હતો. બાદમાં વિવેકનો વિનોદ િંમશ્રાની પત્ની સરિતા સાથે ઘરોબો થતાં આ સંબંધ પ્રણયફાગમાં પરિણમ્યો હતો. આ અગેની વિનોદ મિશ્રાને જાણ થતાં પતિ-પત્ની વચ્ચે અવાર-નવાર ઝઘડો પણ થતો હતો. છેલ્લા ઘણા લાંબા સમયથી પ્રણયફાગમાં આડખીલીરૃપ બનતા પ્રેમિકાના પતિનું કાયમ માટે કાસળ કાઢી નાંખવા વિવેક શ્રીવાસ્તવે આખો પ્લાન ઘડી શાર્પશૂટર મારફતે હત્યાને અંજામ આપ્યો હતો.

બાઇક પર પાછળ બેઠેલા શૂટરે ગોળી મારી હતી
દિલ્હીના નોયડા અને ફિરોઝાબાદથી ઝડપાયેલા શાર્પશૂટર સુગ્રીવ અને મનીષા તા. ૩૦મી ના રોજ સેલવાસમાં મોડી સાંજે મોટર સાયકલ ઉપર આવ્યા હતા. સેલવાસના પ્રમુખ દર્શન એપાર્ટમેન્ટ નજીક કારમાં બેઠેલા વિનોદ મિશ્રા પર બાઈકની પાછળ બેઠેલા સુગ્રીવે દેશી તમંચામાંથી બેરાઉન્ડ ગોળીબાર કરી ભાગી છૂટયા હતા. બંને આરોપીઓને પોલીસ સેલવાસ લાવ્યા બાદ તેઓ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે અંગે માહિતી બહાર આવી શકશે.

 

 
 
 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ફ્રાન્સના પૂર્વ પ્રમુખ જેકસ શિરાક ભ્રષ્ટાચારના કેસમાં દોષિત સાબિત
અમેરિકાના સંરક્ષણ બિલને પ્રતિનિધિ સભાની આખરે મંજુરી
વડાપ્રધાન મોસ્કોની ત્રણ દિવસની મુલાકાતે
સ્પાઇકી હેરસ્ટાઇલ ધર્મ વિરૃધ્ધ હોઇ પોલીસે યુવકોનું મુંડન કર્યું
સીરિયામાં બળવાખોર જૂથે સેનાના ૨૭ જવાનોને ઠાર કર્યા ઃ અગ્રણી નેતા
FCCB ઃ ૩૫ કંપની ઉપર રૃા. ૪,૦૦૦ કરોડનો વધારાનો બોજ
સોનાના ભાવો વધુ રૃ.૭૮૦ તથા ચાંદીના વધુ રૃ.૨૦૭૫ તૂટયા
સૌથી વિકસિત ૧૦ નાણાં બજારમાં ભારતનું નામ જોવાય મળતું નથી
૨૦૧૩માં સરકારની કરવેરાની વસુલાતમાં રૃા. ૨૫,૦૦૦ કરોડની ખાધ પડશે
મોઘવારી કી ઐસી કી તૈસી... પુરવઠા કરતાં હીરાની માગ બમણી
યુવરાજ સિંહની તબિયત વિશે જાણી દીપિકા પદુકોણે તેનાં ખબરઅંતર પૂછ્યા
અમિતાભની આગામી ફિલ્મ કે.બી.સી.ના સ્પર્ધકોની કહાણી પરથી પ્રેરિત હોવાની ચર્ચા
'બિગ બોસ'ના એપિસોડમાં વિદ્યા બાલને પહેરેલી લાલ સાડીના રૃ.૯૦ હજાર ઉપજશે
પ્રિયંકા ચોપરા અત્યારે તેનાં મિત્રો સાથે માત્ર સંગીતની જ વાતો કરે છે
પ્રેક્ટિસ મેચમાં ભારતીય બોલરોનો કંગાળ દેખાવઃચેરમેન ઇલેવને ૩૯૮ રન ખડક્યા
ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો માટે ભારત સામેની શ્રેણી પહેલા કેમ્પનું આયોજન
પ્રથમ ટેસ્ટમાં સાઉથ આફ્રિકા સામે શ્રીલંકા ૧૮૦માં ખખડયું
પોઝિટીવ ડોપ ટેસ્ટ બદલ પાંચ ભારતીય એથ્લીટ પર પ્રતિબંધ

રણજી ટ્રોફીમાં તમિલનાડુના ૬૯૮ સામે ગુજરાતના ૪ વિકેટે ૨૯૩ રન

ખેડૂતોની જમીન ખાલસા કરી ઉદ્યોગોને ખેરાતમાં અપાય છે
'સેક્સ એજ્યુકેશન' શરૃ કરનારી શાળા સામે તવાઈ
ઉદવાડાની કુમાર છાત્રાલય ભીષણ આગમાં સ્વાહા ઃ વિદ્યાર્થીઓ બચી ગયા
ઉના અને તાલાલા પંથકમાં ઝેરી મધમાખીઓનો આતંક, ૨૨ લોકો પર કરેલો હુમલો
તલાટી સહિત પાંચ શખ્સોની ધરપકડ
સોનામાં રૃા.૧૦૦૦નો કડાકો ઃ બિસ્કીટના ભાવોમાં રૃા.૧૨૫૦૦નું ગાબડું પડયું
દેશને અત્યારે લોકપાલની નહીં પરંતુ જલ્લાદની જરૃર ઃ ઠાકરે
પવારને તમાચો મારનારનો સાભાન ભૂલ્યો હોવાનો દાવો
અમિતાભ બચ્ચને ઉશ્કેરણી કરી હોવાનો વધુ એક 'સાક્ષી'નો આરોપ
નાગરિકોના ઓળખપત્રની નવી કેન્દ્રીય યોજના 'આધાર કાર્ડ'માં આડખીલીરૃપ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved