Last Update : 17-Dec-2011,Saturday
 
સુરતના ૯ તાલુકાની ૫૪૧ પૈકી ૯૬ ગ્રામ પંચાયત સમરસ બની
 
૧૪ ગ્રા.પં. મહિલા સમરસ ઃ આજે ઉમેદવારી ખેંચવાનો અંતિમ દિવસ
બારડોલી, શુક્રવાર
સુરત જિલ્લાના ૯ તાલુકાની ૫૪૧ ગ્રામપંચાયતમાં સરપંચ અને વોર્ડના સભ્યની ચૂંટણી તા. ૨૯ ડિસેમ્બરના રોજ યોજાનાર છે. જેમાં ગતરોજ ઉમેદવારી કરવાના અંતિમ દિવસે ૫૪૧માંથી ૯૬ ગ્રામપંચાયતો સમરસ બની છે. જેમાં ૧૪ ગ્રામપંચાયત મહિલા સમરસ બની છે. આવતીકાલે શનિવારે ઉમેદવારીપત્રો પરત ખેંચવાના અંતિમ સમયે ચિત્ર સ્પષ્ટ થશે.
ગુજરાત રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ૧૦ હજારથી વધુ ગ્રામપંચાયતોમાં સરપંચ અને વોર્ડના સભ્યની સામાન્ય ચૂંટણી તા. ૨૯ ડિસેમ્બરે યોજવાની જાહેરાત થઇ છે. રાજય સરકાર દ્વારા ચૂંટણી બિનહરીફ બની સમરસ જાહેર થાય તો ગામના વિકાસ માટે અનુદાન (ગ્રાંટ) આપવાની યોજના જાહેર કરવામાં આવેલી હોય ગામની ચૂંટણી સમરસ બને તો ગામના આગેવાનો, વડીલો અને અધિકારીઓ પણ સતત પ્રયત્નશીલ બન્યાં હતાં. ગતરોજ ગુરૃવારે ઉમેદવારી કરવાના અંતિમ દિવસે ગામના વડીલો, રાજકીય અગ્રણીઓ અને અધિકારીઓની મહેનત ફળતા ઘણી ગ્રામપંચાયતો સરપંચ ્અને વોર્ડના સભ્ય સાથે બિનહરીફ બની ગઇ હતી. ઉપરાંત હજુ આવતીકાલે શનિવારે ઉમેદવારીપત્રો પરત ખેંચવાની અવધિ સમરસ થવાની શકયતા જણાય છે.
સુરત જિલ્લામાં ૯ તાલુકાની ૫૪૧ ગ્રામપંચાયતોની ચૂંટણી જાહેર થઇ છે. શિયાળાની શરૃ થયેલી ગુલાબી ઠંડીમાં પણ ૫૪૧ ગામમાં ચૂંટણીથી રાજકીય માહોલમાં ગરમાટો આવી ગયો છે. ગતરોજ ગુરૃવારે ઉમેદવારી કરવાના અંતિમ સમયે ૫૪૧માંથી ૯૫ ગ્રામપંચાયતો સમરસ (બિનહરીફ) બની છે. જેમાં પણ ૧૪ ગ્રામપંચાયતમાં મહિલા સમરસ એટલે કે, સરપંચ અને વોર્ડના તમામ સભ્યો મહિલા છે. મહિલા સમરસ થાય તો ગામ વિકાસની અલગ યોજના રાજય સરકારે જાહેર કરેલી છે. બારડોલી તાલુકા ભાજપ પ્રમુક જીતુભાઇ પટેલના ગામ બામણી મહિલા સમરસ બનતાં સરપંચ અને ૭ વોર્ડ સભ્ય મળી કુલ ૮ મહિલા બામણી ગ્રામપંચાયતનો વહીવટ આગામી ૫ વર્ષ માટે સંભાળશે. તે જ રીતે કામરેજ તાલુકામાં ૫૯માંથી ૧૩ ગ્રામપંચાયત સમરસ બની છે. જેમાં ૧ મહિલા સમરસ બની છે. ભાજપ અગ્રણી ગુણવંતભાઇ દેસાઇના ગામ ઓવિયાણ ખાતે સરપંચ અને ૭ વોર્ડ મળી ૮ મહિલા ગામનો વહીવટ સંભાળશે.
જિલ્લામાં જંગલ વિસ્તારની આદિવાસી પટ્ટીના ગામોમાં ચૂંટણીઓ થશે જે રાજકીય રીતે કોંગ્રેસ કે ભાજપ કોને ફાયદો અને નુકસાન પહોંચાડશે તેની રાજકીય સમીક્ષા વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઇ શરૃ થઇ છે. ગુજરાતની પૂર્વ પટ્ટીના જંગલ વિસ્તારમાં આદિવાસીમાં સુરત અને તાપી જિલ્લામાં કોંગ્રેસનું પ્રભુત્વ છે. જેમાં માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં ભાજપનું પ્રભુત્વ હોવા છતાં ૯૬ ગ્રામપંચાયતમાંથી માત્ર ૭ સમરસ બની છે. ગ્રામપંચાયતોની ચૂંટણી સમરસ બને તે માટે રાજકીય આગેવાનો અને વહીવટીતંત્ર દ્વારા એડીચોટીનું જોર લગાવી દેવામાં આવ્યું છે છથાં પણ હાલના તબક્કે સુરત જિલ્લામાં માત્ર ૧૭ થી ૨૦ ટકા જ ગ્રામપંચાયતો સમરસ બની છે.
સુરત જિલ્લામાં તાલુકા પ્રમાણે સમરસ બનેલા ગામોની યાદી નીચે મુજબ છે.
બારડોલી તાલુકો ઃ મોટી ફળોદ, કરચકા, ઉતારા, બામણી, રાજપરલુંભા, ખડછીત્રા, બમરોલી, હરિપુરા, ઉમરાખ, ખરવાસા, ઇશનપોર, ભુવાસણ, નસુરા, વધાવા, સાંકરી, ખોજ, માંગરોલીયા, રામપરા, વાઘેચા, અકોટી, નિઝર, પથરાડીયા, નિણત, નવી કીકવાડ.
કામરેજ તાલુકો ઃ પાસોદરા, શેખપુર, ધાતવા, કોળીભરથાણા, સેવણી, ખાનપુર, ડુંગર, વિહાણ, ઓવિયાણ, સેગવા, લાડવી, સીમાડી, ધારૃઠા.
પલસાણા તાલુકો ઃ વાંકાનેડા, તરાજ, ઇટાળવા, માખીંગા, કણાવ, ભુતપોર, અમલસાડી, સિયોદ, પારડીપાતા, નિયોલ, સેઢાવ, ચલથાણ, મલેકપોર, ખરભાસી, એરથાણ, તલોદરા, તાતીઝઘડા, કરારા.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ફ્રાન્સના પૂર્વ પ્રમુખ જેકસ શિરાક ભ્રષ્ટાચારના કેસમાં દોષિત સાબિત
અમેરિકાના સંરક્ષણ બિલને પ્રતિનિધિ સભાની આખરે મંજુરી
વડાપ્રધાન મોસ્કોની ત્રણ દિવસની મુલાકાતે
સ્પાઇકી હેરસ્ટાઇલ ધર્મ વિરૃધ્ધ હોઇ પોલીસે યુવકોનું મુંડન કર્યું
સીરિયામાં બળવાખોર જૂથે સેનાના ૨૭ જવાનોને ઠાર કર્યા ઃ અગ્રણી નેતા
FCCB ઃ ૩૫ કંપની ઉપર રૃા. ૪,૦૦૦ કરોડનો વધારાનો બોજ
સોનાના ભાવો વધુ રૃ.૭૮૦ તથા ચાંદીના વધુ રૃ.૨૦૭૫ તૂટયા
સૌથી વિકસિત ૧૦ નાણાં બજારમાં ભારતનું નામ જોવાય મળતું નથી
૨૦૧૩માં સરકારની કરવેરાની વસુલાતમાં રૃા. ૨૫,૦૦૦ કરોડની ખાધ પડશે
મોઘવારી કી ઐસી કી તૈસી... પુરવઠા કરતાં હીરાની માગ બમણી
યુવરાજ સિંહની તબિયત વિશે જાણી દીપિકા પદુકોણે તેનાં ખબરઅંતર પૂછ્યા
અમિતાભની આગામી ફિલ્મ કે.બી.સી.ના સ્પર્ધકોની કહાણી પરથી પ્રેરિત હોવાની ચર્ચા
'બિગ બોસ'ના એપિસોડમાં વિદ્યા બાલને પહેરેલી લાલ સાડીના રૃ.૯૦ હજાર ઉપજશે
પ્રિયંકા ચોપરા અત્યારે તેનાં મિત્રો સાથે માત્ર સંગીતની જ વાતો કરે છે
પ્રેક્ટિસ મેચમાં ભારતીય બોલરોનો કંગાળ દેખાવઃચેરમેન ઇલેવને ૩૯૮ રન ખડક્યા
ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો માટે ભારત સામેની શ્રેણી પહેલા કેમ્પનું આયોજન
પ્રથમ ટેસ્ટમાં સાઉથ આફ્રિકા સામે શ્રીલંકા ૧૮૦માં ખખડયું
પોઝિટીવ ડોપ ટેસ્ટ બદલ પાંચ ભારતીય એથ્લીટ પર પ્રતિબંધ

રણજી ટ્રોફીમાં તમિલનાડુના ૬૯૮ સામે ગુજરાતના ૪ વિકેટે ૨૯૩ રન

ખેડૂતોની જમીન ખાલસા કરી ઉદ્યોગોને ખેરાતમાં અપાય છે
'સેક્સ એજ્યુકેશન' શરૃ કરનારી શાળા સામે તવાઈ
ઉદવાડાની કુમાર છાત્રાલય ભીષણ આગમાં સ્વાહા ઃ વિદ્યાર્થીઓ બચી ગયા
ઉના અને તાલાલા પંથકમાં ઝેરી મધમાખીઓનો આતંક, ૨૨ લોકો પર કરેલો હુમલો
તલાટી સહિત પાંચ શખ્સોની ધરપકડ
સોનામાં રૃા.૧૦૦૦નો કડાકો ઃ બિસ્કીટના ભાવોમાં રૃા.૧૨૫૦૦નું ગાબડું પડયું
દેશને અત્યારે લોકપાલની નહીં પરંતુ જલ્લાદની જરૃર ઃ ઠાકરે
પવારને તમાચો મારનારનો સાભાન ભૂલ્યો હોવાનો દાવો
અમિતાભ બચ્ચને ઉશ્કેરણી કરી હોવાનો વધુ એક 'સાક્ષી'નો આરોપ
નાગરિકોના ઓળખપત્રની નવી કેન્દ્રીય યોજના 'આધાર કાર્ડ'માં આડખીલીરૃપ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved