Last Update : 17-Dec-2011,Saturday
 
બોટાદ વ્યાજબી ભાવના દુકાનદારો દ્વારા જુના કમિશન અને ઓનલાઇન પરમીટ અંગે કલેક્ટરને રજૂઆત કરાઇ
 
 
બોટાદ, તા.૧૬
પંડીત દિનદયાળ ગ્રાહક ભંડારના સંચાલકોને ૧૯૮૭ના જુના કમિશન અમલમાં રાખવા તેમજ ઓનલાઇન પરમીટ આપવાની પધ્ધતિનો વિરોધ કરી બોટાદ વ્યાજબી ભાવના દુકાનદારો દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઇ છે.
અધુરી એન્ટ્રીઓ થતા જથ્થો અપુરતો આવી રહ્યો છે જેથી મેન્યુઅલી જથ્થો ફાળવવા માંગણી
પંડિત દિનદયાળ ગ્રાહક ભંડારના સંચાલકોને હાલમાં જે કમિશનના દર અમલમાં છે તે ૧૯૮૭ના જુના છે. સરકાર નવા બારકોટેડ રેશનકાર્ડને લગતી ઓનલાઇન પધ્ધતિ અમલ કરવા માંગે છે ત્યારે દુકાનદારોની રોજીરોટીનો સવાલ ઉભો થયો છે.
આજથી ૨૪ વર્ષ પહેલા એટલે કે ૧૯૮૭માં દુકાનદારોને કમિશનના દર નક્કી કરેલ. જે ટકાવારીમાં સુધારો કરી હાલની મોંઘવારીને ધ્યાનમાં લઇને આ કમિશનના દર ૪૦ ટકા કરવા માંગણી કરાઇ છે. જેનાથી અન્ય ખર્ચાઓ જેવા કે અનાજ-કેરોસીન ખાંડ માટેનું નાણાકિય રોકાણ, ગોડાઉનથી દુકાનના સ્થળ સુધી લાવવાનું પરિવહન ખર્ચ, મજુરી ખર્ચ, દુકાનભાડું, સ્ટેશનરી ખર્ચ, તોલાટનો પગાર, વિજળી ખર્ચ, વિતરણઘાટી જેવા તમામ ખર્ચાઓ બાદ કરતા વ્યાજબી ભાવના દુકાનદારોને ૧૦ થી ૧૩ જેટલી રકમનું મહેનતાણા તરીકે વધે. આ કમિશન તદ્દન નજીવું હોવાથી તાજેતરમાં બોટાદ તાલુકામાંથી ૬ દુકાનદારોએ રાજીનામા આપેલ. પરંતુ સરકાર તરફથી સ્વીકારવામાં આવેલ નહી. કમિશન અંગેની માંગણી સ્વીકારવામાં નહી આવે તો આગળ જતા જલદ કાર્યક્રમો આપવાની બોટાદ તાલુકા વ્યાજબી ભાવના દુકાનદારોને ફરજ પડશે. આ અંગે સરકારમાં રજુઆત પણ કરવામાં આવેલ છે.
આ ઉપરાંત હાલમાં સરકાર તરફથી વ્યાજબી ભાવના દુકાનદારોને આપવામાં આવતી પરમીટ ઓનલાઇન આપવાનું નક્કી કરવામાં આવેલ છે. પરંતુ ઓનલાઇન ડેટા એન્ટ્રી નાખવાનું કામ કરનારી એજન્સી દ્વારા પૂર્ણ ચોકસાઇ રીતે ડેટા એન્ટ્રીનું કામ નહી કરાતા અધુરી ડેટા એન્ટ્રી કરવામાં આવતાં ઓનલાઇન મુજબ નવા ભરાયેલા ફોર્મ મુજબનો વિતરણ માટેનો અનાજ કેરોસીનનો જથ્થો અપુરતો આવતા દુકાનદારો દ્વારા ઓનલાઇન પરમીટનો વિરોધ કરી મેન્યુઅલ પધ્ધતિ પ્રમાણે જના કાર્ડ મુજબનો જથ્થો ફાળવાની માંગણી કરેલ છે. તેમજ જ્યાં સુધી નવા બારકોટેડ રેશનકાર્ડ લોકોને આપવામાં ન આવે ત્યાં સુધી મેન્યુઅલ અને જુના કાર્ડ મુજબ જથ્થા ફાળવાની માંગમી કરવામાં આવેલ છે. આ અંગે કલેક્ટરને એસોસીએસન દ્વારા લેખીત રજૂઆત બોટાદ તાલુકા વ્યાજબી ભાવના દુકાનદારો દ્વારા કરવામાં આવેલ છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ફ્રાન્સના પૂર્વ પ્રમુખ જેકસ શિરાક ભ્રષ્ટાચારના કેસમાં દોષિત સાબિત
અમેરિકાના સંરક્ષણ બિલને પ્રતિનિધિ સભાની આખરે મંજુરી
વડાપ્રધાન મોસ્કોની ત્રણ દિવસની મુલાકાતે
સ્પાઇકી હેરસ્ટાઇલ ધર્મ વિરૃધ્ધ હોઇ પોલીસે યુવકોનું મુંડન કર્યું
સીરિયામાં બળવાખોર જૂથે સેનાના ૨૭ જવાનોને ઠાર કર્યા ઃ અગ્રણી નેતા
FCCB ઃ ૩૫ કંપની ઉપર રૃા. ૪,૦૦૦ કરોડનો વધારાનો બોજ
સોનાના ભાવો વધુ રૃ.૭૮૦ તથા ચાંદીના વધુ રૃ.૨૦૭૫ તૂટયા
સૌથી વિકસિત ૧૦ નાણાં બજારમાં ભારતનું નામ જોવાય મળતું નથી
૨૦૧૩માં સરકારની કરવેરાની વસુલાતમાં રૃા. ૨૫,૦૦૦ કરોડની ખાધ પડશે
મોઘવારી કી ઐસી કી તૈસી... પુરવઠા કરતાં હીરાની માગ બમણી
યુવરાજ સિંહની તબિયત વિશે જાણી દીપિકા પદુકોણે તેનાં ખબરઅંતર પૂછ્યા
અમિતાભની આગામી ફિલ્મ કે.બી.સી.ના સ્પર્ધકોની કહાણી પરથી પ્રેરિત હોવાની ચર્ચા
'બિગ બોસ'ના એપિસોડમાં વિદ્યા બાલને પહેરેલી લાલ સાડીના રૃ.૯૦ હજાર ઉપજશે
પ્રિયંકા ચોપરા અત્યારે તેનાં મિત્રો સાથે માત્ર સંગીતની જ વાતો કરે છે
પ્રેક્ટિસ મેચમાં ભારતીય બોલરોનો કંગાળ દેખાવઃચેરમેન ઇલેવને ૩૯૮ રન ખડક્યા
ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો માટે ભારત સામેની શ્રેણી પહેલા કેમ્પનું આયોજન
પ્રથમ ટેસ્ટમાં સાઉથ આફ્રિકા સામે શ્રીલંકા ૧૮૦માં ખખડયું
પોઝિટીવ ડોપ ટેસ્ટ બદલ પાંચ ભારતીય એથ્લીટ પર પ્રતિબંધ

રણજી ટ્રોફીમાં તમિલનાડુના ૬૯૮ સામે ગુજરાતના ૪ વિકેટે ૨૯૩ રન

ખેડૂતોની જમીન ખાલસા કરી ઉદ્યોગોને ખેરાતમાં અપાય છે
'સેક્સ એજ્યુકેશન' શરૃ કરનારી શાળા સામે તવાઈ
ઉદવાડાની કુમાર છાત્રાલય ભીષણ આગમાં સ્વાહા ઃ વિદ્યાર્થીઓ બચી ગયા
ઉના અને તાલાલા પંથકમાં ઝેરી મધમાખીઓનો આતંક, ૨૨ લોકો પર કરેલો હુમલો
તલાટી સહિત પાંચ શખ્સોની ધરપકડ
સોનામાં રૃા.૧૦૦૦નો કડાકો ઃ બિસ્કીટના ભાવોમાં રૃા.૧૨૫૦૦નું ગાબડું પડયું
દેશને અત્યારે લોકપાલની નહીં પરંતુ જલ્લાદની જરૃર ઃ ઠાકરે
પવારને તમાચો મારનારનો સાભાન ભૂલ્યો હોવાનો દાવો
અમિતાભ બચ્ચને ઉશ્કેરણી કરી હોવાનો વધુ એક 'સાક્ષી'નો આરોપ
નાગરિકોના ઓળખપત્રની નવી કેન્દ્રીય યોજના 'આધાર કાર્ડ'માં આડખીલીરૃપ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved