Last Update : 17-Dec-2011,Saturday
 
ઠક્કરનગરમાં ટોળાએ ઘેરેલા મ્યુનિ. અધિકારીઓને પોલીસે બચાવ્યા
 
રાજકારણીઓ ગટર-પાણીનો પ્રશ્ન હલ કરતા નથી
અમદાવાદ,શુક્રવાર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઠક્કરનગર વોર્ડમાં કમળા બાબતે કામગીરી કરવા ગયેલા મ્યુનિ. અધિકારીઓને સ્થાનિકોએ ઘેરી લેતાં પોલીસ બોલાવવી પડી હતી. ટોળાનો મિજાજ પારખીને કેટલાક અધિકારીઓ છટકી ગયા પછી એન્જીનીયરિંગ ખાતાના એક અધિકારી સહિત કર્મચારીઓને ટોળાએ પકડી લીધા હતા અને સોસાયટીમાં પૂરી દીધા હતા. બાદમાં પોલીસને મોકલીને આ અધિકારીને છોડવાયા હતા. મ્યુનિ.એ સ્થાનિકો ગટર-પાણી બાબતે સહકાર ન આપતાં હોવાનો આક્ષેપ કર્યો હતો.
કમળાના કેસોમાં વધારો થતાં હેલ્થ ખાતાએ બોર સીલ કરતા ટોળું ઉશ્કેરાયું ઃ એન્જિનીયર- કર્મચારીને પૂરી દીધા
પ્રાપ્ત વિગતો અનુસાર, મ્યુનિ. ઉત્તર ઝોનનો ઠક્કરનગર વોર્ડ વર્ષોથી કમળાના રોગચાળા માટે કુખ્યાત છે. આ વોર્ડમાં આવેલી નિધિપાર્ક, નંદનવન, કેવડાજીની ચાલી, સરદાર પાર્ક, ગોકુળનગર, પ્રેરણા, આશીર્વાદ, શંખેશ્વરી વગેરે કેટલીય સોસાયટીઓમાં છાશવારે કમળો દેખા દે છે. છેલ્લા કેટલાક સમયથી અહીંની સોસાયટીઓમાં ૨૦૦થી વધુ કમળાના કેસો નોંધાતા મ્યુનિ. હેલ્થ વિભાગે મોટાપાયે ક્લોરીનેશન, મોનિટરિંગ, લોકો સાથે મીટિંગ કરીને સમજાવવા વગેરે કામગીરી હાથ ધરી હતી.
આજની કામગીરી બાબતે મ્યુનિ.એ જણાવ્યું હતું કે, કમળા માટે પાણી સૌથી વધુ જવાબદાર હોઇ મ્યુનિ.એ ગટર અને પીવાનું પાણી ભેગું ન થાય તે માટે નિધિ પાર્કમાં કામગીરી હાથ ધરી હતી. આ સોસાયટીમાં બોરનું પાણી હોઇ તેની પાઇપલાઇનમાં ગટરનું પાણી મીક્સ થતું હોવાનું જણાયું હતું. અહીં ઓવરહેડ કે અંડરગ્રાઉન્ડ ટાંકી ન હોઇ તેમાં ક્લોરીનેશનની કોઇ વ્યવસ્થા પણ ન હતી. જેથી અમે બોર સીલ કરી દીધો હતો. બોર સીલ કરતાં ટોળું ધસી આવ્યું હતું. જોકે હેલ્થ ટીમ ભાગી ગઇ હતી, પરંતુ મેનહોલ ખોલીને ગટર જોતાં ઇજનેર સહિતનો સ્ટાફ ત્યાં ફસાઇ ગયો હતો. ટોળાએ આ અધિકારીઓને સોસાયટીમાંથી ન જવા દઇને પૂરી દીધા હતા. બાદમાં પોલીસે આવીને તેમને હેમખેમ બચાવ્યા હતા.
આ સમગ્ર ઘટના બાદ મ્યુનિ. અને ઠક્કરનગરના રહીશોએ એકબીજા પર આક્ષેપો કર્યા હતા. મ્યુનિ.એ જણાવ્યું હતું કે, ઠક્કરનગરની કેટલીક સોસાયટીના લોકો મ્યુનિ.ને હેલ્થની કામગીરી બાબતે કોઇ સહકાર આપતા નથી. અમે તેમના આરોગ્ય માટે જ કામગીરી કરીએ છીએ. રાજકારણીઓ પણ સ્થાનિકોને ઉશ્કેરે છે. વર્ષો જૂની ગટર લાઇનો બદલવા કે પાણીની લાઇનો બદલવા માટે રાજકારણીઓ તેમની ગ્રાન્ટ વાપરતા નથી, પરંતુ બાકડા મૂકવા વાપરે છે. તો બીજી બાજુ સ્થાનિકોએ મ્યુનિ.અધિકારીઓ તેમની સાંભળતા ન હોવાના આક્ષેપો કર્યા હતા.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ફ્રાન્સના પૂર્વ પ્રમુખ જેકસ શિરાક ભ્રષ્ટાચારના કેસમાં દોષિત સાબિત
અમેરિકાના સંરક્ષણ બિલને પ્રતિનિધિ સભાની આખરે મંજુરી
વડાપ્રધાન મોસ્કોની ત્રણ દિવસની મુલાકાતે
સ્પાઇકી હેરસ્ટાઇલ ધર્મ વિરૃધ્ધ હોઇ પોલીસે યુવકોનું મુંડન કર્યું
સીરિયામાં બળવાખોર જૂથે સેનાના ૨૭ જવાનોને ઠાર કર્યા ઃ અગ્રણી નેતા
FCCB ઃ ૩૫ કંપની ઉપર રૃા. ૪,૦૦૦ કરોડનો વધારાનો બોજ
સોનાના ભાવો વધુ રૃ.૭૮૦ તથા ચાંદીના વધુ રૃ.૨૦૭૫ તૂટયા
સૌથી વિકસિત ૧૦ નાણાં બજારમાં ભારતનું નામ જોવાય મળતું નથી
૨૦૧૩માં સરકારની કરવેરાની વસુલાતમાં રૃા. ૨૫,૦૦૦ કરોડની ખાધ પડશે
મોઘવારી કી ઐસી કી તૈસી... પુરવઠા કરતાં હીરાની માગ બમણી
યુવરાજ સિંહની તબિયત વિશે જાણી દીપિકા પદુકોણે તેનાં ખબરઅંતર પૂછ્યા
અમિતાભની આગામી ફિલ્મ કે.બી.સી.ના સ્પર્ધકોની કહાણી પરથી પ્રેરિત હોવાની ચર્ચા
'બિગ બોસ'ના એપિસોડમાં વિદ્યા બાલને પહેરેલી લાલ સાડીના રૃ.૯૦ હજાર ઉપજશે
પ્રિયંકા ચોપરા અત્યારે તેનાં મિત્રો સાથે માત્ર સંગીતની જ વાતો કરે છે
પ્રેક્ટિસ મેચમાં ભારતીય બોલરોનો કંગાળ દેખાવઃચેરમેન ઇલેવને ૩૯૮ રન ખડક્યા
ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો માટે ભારત સામેની શ્રેણી પહેલા કેમ્પનું આયોજન
પ્રથમ ટેસ્ટમાં સાઉથ આફ્રિકા સામે શ્રીલંકા ૧૮૦માં ખખડયું
પોઝિટીવ ડોપ ટેસ્ટ બદલ પાંચ ભારતીય એથ્લીટ પર પ્રતિબંધ

રણજી ટ્રોફીમાં તમિલનાડુના ૬૯૮ સામે ગુજરાતના ૪ વિકેટે ૨૯૩ રન

ખેડૂતોની જમીન ખાલસા કરી ઉદ્યોગોને ખેરાતમાં અપાય છે
'સેક્સ એજ્યુકેશન' શરૃ કરનારી શાળા સામે તવાઈ
ઉદવાડાની કુમાર છાત્રાલય ભીષણ આગમાં સ્વાહા ઃ વિદ્યાર્થીઓ બચી ગયા
ઉના અને તાલાલા પંથકમાં ઝેરી મધમાખીઓનો આતંક, ૨૨ લોકો પર કરેલો હુમલો
તલાટી સહિત પાંચ શખ્સોની ધરપકડ
સોનામાં રૃા.૧૦૦૦નો કડાકો ઃ બિસ્કીટના ભાવોમાં રૃા.૧૨૫૦૦નું ગાબડું પડયું
દેશને અત્યારે લોકપાલની નહીં પરંતુ જલ્લાદની જરૃર ઃ ઠાકરે
પવારને તમાચો મારનારનો સાભાન ભૂલ્યો હોવાનો દાવો
અમિતાભ બચ્ચને ઉશ્કેરણી કરી હોવાનો વધુ એક 'સાક્ષી'નો આરોપ
નાગરિકોના ઓળખપત્રની નવી કેન્દ્રીય યોજના 'આધાર કાર્ડ'માં આડખીલીરૃપ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved