Last Update : 15-Dec-2011,Thursday
 
‘‘હું બેઠો છું ત્યાં સુધી પ્રજાને નમવા નહિ દઉં’’
 

ભારત ઐક્ય વિધાતાને ૬૨મી પૂણ્યતિથીએ શ્રદ્ધાંજલિ. સરદાર વલ્લભભાઈ પટેલને નાટ્યકાર ચંદ્રવદન મહેતા (ચં.ચી.મહેતા)એ ‘ધર્મવીર’ અને દેશભક્ત તરીકે બિરદાવ્યા હતા. કવિ બાલમુકુન્દ દવેએ ‘વજ્રપુષ્પ’ની ઉપમા સરદાર માટે પ્રયોજિ હતી. સફળ વહિવટકાર શ્રી એચ.એમ. પટેલે વલ્લભભાઈને ‘ભારતની અપૂર્વ એકતાના સર્જક તરીકે ઓળખાવ્યા હતા. આ ઉપરાંત તે ‘સફળ સેનાની’ ‘હિન્દના બિસ્માર્ક’’ અને અખંડ ભારતના શિલ્પી તરીકે પણ જાણીતા છે. સરદારની વાણીની સરાહના કરતા કવિ નાથાલાલ દવેએ વર્ણવ્યું છે કે,‘‘ગાજી હતી આ ગુજરાતે,
વજ્જર વાણી સરદારની,
નિર્ભય સંિહ સમી એ છાતી,
બુલંદ જોમભરી ઉભરાતી,
શૌર્યવંતી, તીખી ને તાતી,
જેમ ધાર હોય તલવારની...ગાજી.’
કવિ ઉમાશંકર જોશીએ સરદાર વિશેના એક કાવ્યમાં સરદારની વાણીને ‘અગ્નિ ઝરતા શબ્દોનું ઉદ્‌ભવસ્થાન’ કહીને બિરદાવી છે. તેમની વાણીની તાકાતને શબ્દોમાં માપતા લખ્યું છે કે, ધારદાર શબ્દોના ઘા કરવામાં રાચે છે, પણ હમણાં હમણાં તો એમની આત્માની ગોફણમાંથી છૂટે શબ્દનહંિ પણ તાતી સંકલ્પશક્તિ, એના શબ્દો શબ્દો નથી પરંતુ કાર્યો છે. સરદારશ્રીએ એક પ્રસંગે કહ્યું હતું કે, ‘‘સત્તાધીશોની સત્તા તેમના મૃત્યુ પછી આપોઆપ સમાપ્ત થાય છે, જ્યારે મહાન દેશભક્તોની સત્તા તેમના મૃત્યુ પછી જ ખરો અમલ ચલાવે છે.’’ સરદાર ૧૫મી ડિસેમ્બર ૧૯૫૦ના રોજ સ્વર્ગવાસી થયા છતાં આજે ગુજરાતની નહંિ બલ્કે સમસ્ત ભારતની પ્રજાના હૃદય સંિહાસને તેઓ બિરાજે છે.
સરદારની વાણી ખેડા સત્યાગ્રહ હોય કે રોલેટ સત્યાગ્રહ હોય ગુજરાતમાં જાગૃતિ આણવામાં ઉપકારક નીવડી હતી. ગાંધીજીએ સરદારના કાર્યો અને વાણીથી પ્રભાવિત થઈને તેથી જ કહ્યું હતું કે, ‘‘જેમ જેમ હું સરદાર પટેલના સંપર્કમાં આવ્યો તેમ તેમ મને લાગ્યું કે મારે વલ્લભભાઈ તો જોઈએ જ. તેનાં વગર મારા કાર્યો સફળ થઈ શક્યા ન હોત.’’ આ ગુરૂ-શિષ્ય અને ગુજરાતના પનોતા પુત્રો હતા જેનો ગુજરાતને નાઝ અને ગૌરવ છે.
સરદારના ભાષણોમાં સ્વરાજ પ્રાપ્તિના આદર્શ સાથે પ્રજાને થયેલા અન્યાયને વાચા આપવાની ગજબ તાકાત હતી. તેના શબ્દે શબ્દે લોક-લાગણી પ્રબળ બનતી હતી. ગાંધીજીના સત્યાગ્રહોને, સ્વાતંત્ર્ય ચળવળના નાનાં-મોટાં કાર્યક્રમોને સફળતા અપાવવામાં સરદારનું નેતૃત્વ અને તેમની વાણીને જબરો પ્રભાવ પાડ્યો હતો. સરદારને સાહિત્યની દ્રષ્ટિએ ભાષાની શુદ્ધિ-અશુદ્ધિ કે ઝીણવટની કાંઈ બહુ પડી ન હતી. એમણે એમની આગળ અખાનો આદર્શ રાખેલો જણાય છે જેમકે,
‘‘ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર’’
દેશભક્તિથી સદાય પ્રજાળી રહેલા અને જનતાના દુઃખો જોઈને વલોવાઈ રહેલાં હૃદયમાંથી નીકળેલી એમની બાની (વાણી) આપોઆપ સાહિત્ય બની જતી હતી કારણ કે તેમાં સત્યનો રણકો વિશેષ સંભળાતો.
ઈ.સ. ૧૯૧૫-૧૬માં સરદારે ગુજરાતના જાહેર જીવનમાં પ્રવેશ કરી ગાંધીજીની સાથે રાજકીય સંબંધો સ્થાપ્યા હતા, જે પાછળથી આત્મિય અને કૌટુંબિક બન્યા હતા. ઈ.સ. ૧૯૧૮ થી ઈ.સ. ૧૯૪૭ સુધી તેમના ભાષણોના ગ્રંથસ્થ થયેલાં પુસ્તકમાં સરદારનો ગાંધીજી પ્રત્યેનો ભક્તિભાવ અનેક સ્થળે જોઈ શકાય છે. ગાંધીજીના આદર્શોનો પડઘો કે પ્રતિબંિબ સરદારના ભાષણોમાં ઠેર ઠેર જોવા મળે છે. જેમકે,‘‘લાંબીચોડી વાતોથી શો ફાયદો ? હું તો ઓછું બોલવામાં ને વધારે કરવામાં માનું છું.’’
‘‘તલવાર ચલાવી જાણે છતાં જે તલવાર મ્યાન રાખે તેની જ અહંિસા સાચી કહેવાય. કાયરોની અહંિસાની કંિમત કેટલી ?’’
‘‘સત્યાગ્રહ એ કાયરોનું હથિયાર નથી. સત્યાગ્રહની લડત હંમેશા બે પ્રકારની હોય છે ઃ એક જુલમોની સામે અને બીજી પોતાની નબળાઈઓની સામે.’’
તેમનાં ભાષણોમાં તળપદા રૂઢિપ્રયોગો, અર્થગર્ભ કહેવતો ઉડીને આંખે વળગે તેવી છે. ગાંધીવાદનો પ્રચાર અને પ્રસાર તેની વાણીમાં આબાદ ઝીલાયો છે. તેમનાં ભાષણોમાં બહુ વિદ્વવતાને બદલે જીભની તીખાશ અને સત્યનો રણકો અવશ્ય સાંભળવા મળે છે. સરદારની વાણીમાં અખાની વેધકતા, નર્મદનો જુસ્સો અને સ્વામી આનંદની તળપદી શૈલીમાં પ્રસરતી ધરતીની મ્હેક એમ ત્રણેય લક્ષણો એક સાથે પ્રગટ થતાં જોવા મળે છે.
સરદારની વાણીમાં વ્યંગ, હૃદય સોંસરવી ઉતરી જાય તેવી દલીલો, ઘરગથ્થુ ઉપમાઓ અને કહેવતો સાથે વિનોદ, તર્કનો તિખારો, વેધક કટાક્ષ, ચમચમતા ચાબખા અને ભાષા સંયમ સ્પષ્ટ જોવા મળે છે. સરદારના સૌથી પ્રાણવાન પ્રવચનો બારડોલી સત્યાગ્રહ વેળાના છે. બારડોલી સત્યાગ્રહે જ તેમને ‘સરદાર’નું બિરૂદ અપાવ્યું. આ સત્યાગ્રહ સમયે-વેળાંએ તેમના ભાષણો હૃદયસ્પર્શી હતા. લોકવાણી સાથે તેમાંથી દેશદાઝ અને નરી વાસ્તવિકતા નીતરે છે. સરદારના જાહેર ભાષણોનો પ્રારંભ ખેડા સત્યાગ્રહ વેળાએ ૧૮મી એપ્રિલ ૧૯૧૮ના રોજ થયેલો જ્યારે તેમણે છેલ્લું ભાષણ દિલ્હીના રામલીલા મેદાનમાં તા. ૧૧-૮-૧૯૪૭ના રોજ આપેલું હતું.
કનૈયાલાલ મુનશી સરદારની વાણી વિશે પોતાનો અભિપ્રાય ટાંકતા જણાવે છે કે, ‘‘સાધારણ રીતે સરદાર બહુ બોલકણા ન હતા. ગરમા ગરમ ચર્ચા સમયે તેઓ પ્રશાંત મૂર્તિની પેઠે બેસી રહેતા, બોલવાને ખાતર તેઓ કદી બોલ્યા જ નથી. પરંતુ જ્યારે જરૂર પડી છે ત્યારે તેઓ ગર્જના કરી શકતા. તેમની વકતૃત્વશક્તિ અસાધારણ હતી. સંિહપુરૂષ, લોહપુરૂષ અને ભારતના ચાણક્યની વાક્‌છટા અનેરી હતી.’’’
‘હિન્દ છોડો’ ચળવળ દરમિયાન તેમણે કરેલું જોરદાર પ્રવચન તેજાબી ભાષામાં કે અગ્નિભર્યા શબ્દોના ધોઘ વહેવડાવતું હતું. ‘હઠ’ શબ્દ ઉપર તેમણે કરેલી રમુજ અવિસ્મરણીય છે. ‘હઠ’ શબ્દના બે અર્થ થાય છે. એક તો હઠ લેવી તે અને બીજું પીછેહઠ કરવી. તેમણે કહ્યું કે, ‘ેેએક કહેવતમાં જણાવ્યું છે તેમ દુનિયામાં ત્રણ પ્રકારની હઠ જાણીતી છે. સ્ત્રીહઠ, બાળહઠ, અને રાજહઠ, પરંતુ અંગ્રેજોએ ચોથી હઠ શોધી કાઢી છે જે પીછેહઠ છે. સરદારની વાણીના અનેક પાસાંઓ છે. એનું વૈવિઘ્ય અપાર છે. સરદારની વાણીમાં વિનોદવૃત્ત એક નોંધપાત્ર બાબત હતી.ે સરદારના ભાષણોમાં ‘હું’નો વારંવાર ઉલ્લેખ જોવા મળે છે જેમકે....‘‘હું બેઠો છું ત્યાં સુધી પ્રજાને નમવા નહીં દઉં.’’
‘‘હું કાંઈ આગેવાન નથી, હું તો એક બાપુનો સિપાહી (સૈનિક) છું.’’
‘‘હું ખેડૂતનો દિકરો છું.’’
‘‘હું તો ખેડૂત રહ્યો. એક ઘાએ બે ટુકડા કરવાની મારી જન્મની ટેવ નથી.’’
સરદારની વાણી-લોકવાણીમાં રમુજવૃત્તિના અનેક પ્રસંગો તેમણે કહ્યા હતાં.
‘‘બારડોલીના ખેડૂતોની જમીન લેવા નીકળેલાં એમ સમજે છે કે આ તો ધરમરાજાનો ગોળ લૂંટાય છે. એમને ખબર નથી કે આ તો કાચો પારો છે. રુંવે રુંવે ફૂટી નીકળવાનો છે.’’
સરદારની કલમમાંથી પણ ગાંધી નિષ્ઠા અને ગુરૂભક્તિ ટપકે છે. અંતમાં ઉમાશંકર જોશીએ સરદાર વિશેના નવેમ્બર-૧૯૭૪ના સંસ્કૃતિ અંકમાં જણાવ્યા-પ્રગટ થયેલ કાવ્યમાં સરદાર વિશે લખ્યું હતું કે,
‘‘પગ પર પગ ટેકવી એ બેસે છે
નમેલા ખભા, ચહેરા ઉપર ઊંડા ચાસ,
આંખો એક સાથે નિર્ભીક શોધતી માયાળુ
મસ્તિક ઠંડુ અગ્નિ ઝરતાં શબ્દોનું ઉદ્‌ભવ સ્થાન.’’
- ડૉ. મહેશ એમ. ત્રિવેદી

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'કોલેવેરી ડી' મારા ગીતની જ નકલ છે ઃ અનુ મલિક
ટ્રોમ ક્રુઝ બાદ હવે હોલીવૂડની લોકપ્રિય અભિનેત્રી સ્કારલેટ ભારત આવવા ઉત્સુક
હૃતિક રોશન તેના અંગત ટ્રેઈનરને મહિને રૃ.૨૦ લાખ ચૂકવવા તૈયાર
સલમાન ખાન અને સૂરજ બડજાત્યાએ ફરી હાથ મેળવ્યા ઃ લવસ્ટોરીવાળી ફિલ્મ બનાવશે
સતત ત્રીજા દિવસે અફડાતફડી ઃ ફુગાવો અપેક્ષાથી ઓછો ઘટતા શેરોમાં વેચવાલી ઃ સેન્સેક્ષ ૧૨૧ ઘટયો
સોનામાં રૃ.૨૪૦નો તથા ચાંદીમાં રૃ.૧૦૬૦નો તીવ્ર કડાકો
એનએસઈએલ પર ઈ-ગોલ્ડમાં ૬૪૭ કિલો અને ઈ-સિલ્વરમાં ૩૫,૦૪૨ કિલોથી વધુના વોલ્યુમ સાથે બંને કીમતી ધાતુના ભાવમાં નરમાઈ
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં ૩૧,૪૮,૩૬૨ લોટનું વોલ્યુમ
સાંભળ્યું છે કે....
ઓપેકની મહત્વપૂર્ણ બેઠક પહેલા ક્રૂડના ભાવ ૯૯ ડોલરથી નીચે
પાપુઆ ન્યૂગીનીમાં ૭.૧ની તીવ્રતાનો ભૂકંપ ઃ જાનહાની નહીં
બ્રિટનમાં વધતી ગરીબીથી વિદ્યાર્થિનીઓ દેહ વ્યાપારના માર્ગે વળી
ભવિષ્યમાં હુમલા થયા તો સાંખી નહીં લઇએ ઃ પાક. વિદેશ પ્રધાન ખાર
ભુટ્ટો પરિવારમાં મતભેદો સર્જાયા હોવાના અહેવાલો
આજથી ઓસ્ટ્રેલિયાના પ્રવાસની પ્રથમ મેચ ભારત ચેરમેન ઈલેવન સામે રમશે
ભારત સામેની ટેસ્ટ શ્રેણી અગાઉ ઓસ્ટ્રેલિયાની ટીમની હાલત કફોડી
ક્રિકેટની ચાહનાને ટકાવી રાખવા ડે-નાઇટ ટેસ્ટ મેચ અંગે વિચારો
ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે યુએઇમાં ત્રણ ટેસ્ટની શ્રેણી રમાશે

ચેમ્પિયન્સ લીગ ફૂટબોલઃ માન્ચેસ્ટર યુનાઇટેડ ગુ્રપ સ્ટેજમાં જ બહાર ફેંકાયું

ઇન્ટરનેટ પર નિયંત્રણ કરવાન ઇરાદો નથી ઃ સરકાર
દેશભરમાં પાંચ વર્ષની અંદર રેલવે અકસ્માતમાં ૧૨૦૦નાં જીવ ગયા
અણ્ણા આકરા શિયાળાને લીધે કદાચ દિલ્હીને બદલે મુંબઈમાં અનશન કરશે
ગબડતા રૃપિયાને લીધે અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી
'વફા'માં રાજેશ ખન્ના સાથે ચમકેલી પાકિસ્તાની અભિનેત્રી લૈલા ખાન પરિવાર સાથે ૬ મહિનાથી ગુમ
ઈંગ્લીશ ટયુશનમાં મિત્ર બનેલી મહિલાનું યુવાન સાથે બ્લેકમેઈલીંગ
સળગી ઉઠેલી સ્કૂલ વાનમાંથી ૭ વિદ્યાર્થીઓનો દિલધડક બચાવ
સીંગદાણામાં ધુમ ખરીદીઃ સિંગતેલમાં ત્રણ દિવસમાં રૃા. ૫૦નો ઉછાળો
ધનસુરા અને ઇડરમાં પુરવઠા ખાતાના દરોડા
આણંદ તાલુકાના રામનગરમાં મકાનમાં પ્રચંડ આગ ભભૂકી
 

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

c
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved