Last Update : 15-Dec-2011,Thursday
 
ફુડ સિક્યોરીટી બીલ અટવાશે...
 

નવી દિલ્હી, તા.૧૪
ફુડ સિક્યોરીટી બીલ પરની ચર્ચા નિર્ણાયક તબક્કા પર પહોંચી નથી. અન્ન પ્રધાન કે.વી. થોમસે જોકે જણાવ્યું હતું કે રવિવારે કેબીનેટની બેઠક મળશે ત્યારબાદ તે મુદ્દે આગળ વધાશે. રવિવારે મળનારી સ્પેશ્યલ કેબીનેટ પર સૌની નજર છે.
જોકે કૃષિ પ્રધાન શરદ પવારે કહ્યું છે કે આ બીલ પરનો મુસદ્દો તૈયાર કરતા પહેલાં કેટલાંક રાજ્યોના ઓપીનીયન લેવાના બાકી છે. શરદ પવાર સ્પષ્ટ માને છે કે રાજ્ય સરકારોને વિશ્વાસમાં લેવી જરૃરી છે કેમકે અમલીકરણ તેમને કરવાનું છે. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીનો આ ડ્રોન પ્રોજેક્ટ ઓપીનીયન લેવા પર પેન્ડીંગ છે.
સબસીડીનું ભારણ
ફુડ સિક્યોરીટી બીલ આ સત્રમાં પાસ થાય એવું લાગતું નથી. રવિવારે ભલે કેબીનેટમાં તે અંગે ચર્ચા થાય પરંતુ બધા સહમત થાય તે પણ જરૃરી છે. આર્થિક નિષ્ણાતો પણ કહે છે કે આ બીલ પાસ કરવામાં કોઈ ઉતાવળ ના કરો. આ નિષ્ણાતો માને છે કે પ્રથમ સરકારે તેની વિતરણ વ્યવસ્થાનું માળખું મજબુત બનાવવું પડશે. તે લોકો માને છે કે જો આમ નહીં થાય તો ફુગાવો વધશે. સરકાર સાથે સંકળાયેલા ટોચના સૂત્રો કહે છે કે હાલમાં છે એમ, કોઈ સુધારણા વીના ફુડ સિક્યોરીટી બીલ પાસ કરવામાં આવશે તો સરકારનું ફુડ સબસીડી બીલ ૯૫ હજાર કરોડ પર પહોંચશે. અનાજનું ઉત્પાદન ૬.૧ કરોડ ટન જોઈએ. જે હાલમાં ૫.૫ કરોડ ટન છે.
આશ્ચર્યજનક પરિણામો
મહારાષ્ટ્રમાં પાલિકાની ચૂંટણીઓને મીની વિધાનસભાની ચૂંટણીઓ તરીકે ઓળખવામાં આવતી હતી. રાજકીય વર્તુળોમાં તેના પરિણામોએ આશ્ચર્ય સર્જ્યું છે. અણ્ણા હજારેએ જે રાજકીય જોડાણને ટાર્ગેટ બનાવ્યું હતું તે એનસીપી અને કોંગ્રેસને અહીં પ્રથમવાર મોટી સફળતા મળી છે. એનસીપી નેતા શરદ પવાર પર આક્ષેપની એકપણ તક નહીં ચૂકતા અણ્ણા હજારે માટે આ આંખો ખોલી નાખતા પરિણામો છે.
હકીકત તો એ છે કે અણ્ણા હજારેને જેટલો આકરો ઝાટકો વાગ્યો છે એટલી જ સફળતા શરદ પવારના ભત્રીજા અજીત પવારને મળી છે. અજીત પવારના નેતૃત્વ હેઠળ એનસીપીએ સૌથી વધુ મ્યુનિસિપલ કાઉન્સીલ (૩૯) જીતી બતાવી છે જ્યારે રાજ્ય વિધાનસભામાં સીંગલ લાર્જેસ્ટ પાર્ટી ગણાતી કોંગ્રેસે ૩૩ કાઉન્સીલ જીતી છે.
નો-અણ્ણાગીરી
ઉત્તર પ્રદેશમાં પાંચ દિવસના ચૂંટણી પ્રવાસે ગયેલા રાહુલ ગાંધી પર આક્ષેપોનો મારો ચલાવવાની એક પણ તક નહીં ચુકનાર અણ્ણા હજારે હવે મહારાષ્ટ્રની પાલિકાની ચૂંટણીઓના પરિણામો જોઈને એટલું તો જાણી ગયા હશે કે ઉત્તર પ્રદેશ સહિતના પાંચ રાજ્યોમાં આવનારી ચૂંટણીઓમાં કોઈ અન્નાગીરી નહીં ચાલે. હકીકત તો એ છે કે ઉત્તર પ્રદેશમાં તો એવો રાજકીય તખ્તો ગોઠવાયો છે કે જ્યાં અણ્ણા હજારેની તરફેણ કોઈ કરે એમ નથી કેમકે દરેક પક્ષ તેમની સાથે વત્તે-ઓછે અંશે નારાજ છે. ઉત્તર પ્રદેશમાં સત્તાધારી બહુજન સમાજવાદી પાર્ટી અણ્ણાની મુવમેન્ટને અપર ક્લાસની મુવમેન્ટ કહે છે. બીએસપીના કેટલાક દલિત આગેવાનો અણ્ણા પર આક્ષેપો પણ કરી ચૂક્યા છે. પરંતુ બીએસપી પર આક્ષેપો કરી રહેલા રાહુલ ગાંધીના કારણે બીએસપી વ્યૂહાત્મક રીતે અણ્ણાને ટેકો આપવા બાબતે મૂંઝવણમાં મુકાઈ છે. સમાજવાદી પાર્ટી અણ્ણાની સાથે છે પરંતુ ઓબીસી અંગેનું સ્ટેન્ડ અણ્ણા સ્પષ્ટ કરે એવી તેમની માગણી છે.
અણ્ણા ઈફેક્ટ
યુપીએ કેન્દ્ર સરકાર પર અણ્ણાની ઈફેક્ટ દેખાઈ રહી છે. ભ્રષ્ટાચાર વિરોધી ચાર બીલોને ટેકો આપવા યુપીએ અને તેના સાથી પક્ષો એક થયા હતા અને લીલી ઝંડી આપી હતી. સરકારના સૂત્રો કહે છે કે રીટેલમાં એફડીઆઈનો જે ફિઆસ્કો થયો એવું ફરી ના થાય તે અંગે સત્તાવાળાઓ સાબદા બન્યાં છે. લોકપાલ હેઠળ વડાપ્રધાનને લાવવા ઈચ્છે છે; ગુ્રપ-સી સ્ટાફને પણ લોકપાલ હેઠળ લાવવા સરકારની ઇચ્છા છે પરંતુ તે કેટલીક સલામતી પણ રાખવા માગે છે. લોકપાલને બંધારણીય સત્તા પર લાવવા અને સીબીઆઈને લોકપાલ હેઠળ લાવવાનો નિર્ણય તેમના માટે પડકાર સમાન છે. વિરોધ પક્ષની માગણી છે કે સીબીઆઈને લોકપાલ હેઠળ લાવો. સંકેતો તો એવા મળી રહ્યા છે કે સરકાર સીબીઆઈને લોકપાલ હેઠળ લાવશે. સરકારને સૌથી મોટી સમસ્યા એ છે કે લોકસભામાં તેની પાસે પાતળી બહુમતી છે અને રાજ્યસભામાં તેની પાસે બહુમતી નથી.
સિબ્બલની સમસ્યા
સંસદનું હાલનું શિયાળુ સત્ર પુરું થવાને એક અઠવાડીયું બાકી છે ત્યારે કેટલાંક બિલો રજૂ કરવાની ઉતાવળ સરકાર કરી રહી છે. ગઈકાલે રાજ્યસભામાં જે રીતે કોપીરાઈટ બીલની ચર્ચા સામે અચાનક જ વિરોધ ઉઠયો તે જોઈ સૌ ચોંકી ઉઠયા હતા. જનતા દળ(યુ)ના સાંસદ શિવાનંદ તિવારીએ રાજ્યસભામાં અચાનક ઉઠીને કહ્યું હતું કે કપિલ સિબ્બલના પુત્ર સુપર કેસેટ ઈન્ડસ્ટ્રીના વકિલ છે માટે નિયમ ૨૯૪ હેઠળ સિબ્બલ વિધેયક રજૂ કરી શકે નહીં. અચાનક આ મુદ્દે વિરોધ શરૃ થયો હતો. શરૃઆતમાં ૧૫ મિનિટ માટે અને પછી બીજા દિવસ સુધી ગૃહ મુલતવી રહ્યું હતું.
દિલ્હી @ ૧૦૦
દિલ્હી તેના ૧૦૦ વર્ષની ઉજવણી કરી રહ્યું છે. દિલ્હીના લોકો માટે ટૂંક સમયમાં આઈસ-સ્પોર્ટસ શરૃ થશે. તેના માટે ગુડગાંવ ખાતે સ્પેશ્યલ આઈસ સ્કેટીંગ રિંગ શરૃ થશે. બર્ડ ગૃપના ડિરેક્ટર અંકુર ભાટીયા આ કોન્સેપ્ટ ભારતમાં લાવ્યા છે.
- ઈન્દર સાહની

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved