Last Update : 15-Dec-2011,Thursday
 
મોબાઇલ કે પાકીટની ચોરી થાય તો પણ પોલીસ ફરિયાદ નોંધાવો
 
તાપી જિલ્લામાં રેંજ આઇજીની પત્રકારો સાથે ચર્ચા

ગુનો નોંધાય તો જ ગુનેગારોમાં ડર રહે ઃ એસ.ટી.ના છાપરા પર બેસી થતી મુસાફરી અટકાવવા બસના ચાલક સામે ગુનો નોંધવા આદેશ
વ્યારામાં પોલીસ હેડકવાર્ટર બને તે માટે જમીન માંગી છે
બારડોલી, વ્યારા, બુધવાર
તાપી જિલ્લા પોલીસના વાર્ષિક ઇન્સ્પેકશન બાદ રેંજ આઇજીએ તમામ અધિકારીઓની ઉપસ્થિતિમાં પત્રકારો સાથે ચર્ચા કરી હતી. મોબાઇલ ફોન જેવી નાની વસ્તુની ચોરી કે પાકીટ તફડંચી જેવા ગુનામાં પણ પોલીસ ફરિયાદ નોંધાવવાનો ફરિયાદીએ આગ્રહ રાખવો જોઇએ. ગુનો બને તો તેને છાવરવાની જરૃર નથી. ગુનો બને તેની વિગત મીડીયા સુધી પહોંચાડવાની તમામ અધિકારીઓને સુચના આપી હતી.
સુરત રેંજ આઇજી હસમુખ પટેલ છેલ્લા ૩ દિવસથી તાપી જિલ્લા પોલીસના વાર્ષિક ઇન્સ્પેકશન માટે કાર્યરત હતા. આજે બુધવારે સવારે પોલીસ પરેડ બાદ વ્યારા તરણકુંડ ખાતે જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં પત્રકારો સાથે વાતચીત કરતા રેંજ આઇજી હસમુખ પટેલે જણાવ્યું કે, ગુનો બને છે, પોલીસ ગુનો કરતી નથી પછી તેને છાવરવાની જરૃર નથી. કોઇપણ વ્યકિત સાથે ગુનાહિત બનાવ બને તો ભોગ બનનારે હંમેશા ફરિયાદ નોંધાવવાનો આગ્રહ રાખવો જોઇએ. મોબાઇલ ફોન કે પાકીટની ચોરી થાય તો પણ ભોગ બનનાર ફરિયાદ કરવાનો આગ્રહ રાખશો તો ગુના આપોઆપ ઓછઆ થતા જશે. ગુનો નોંધાય તો ગુનેગારોમાં સતત ડર રહે. સોનગઢ વિસ્તારમાં ભંગારના ધંધાની આડમાં ચોરીઓ થતી હોવાની ફરિયાદમાં તાત્કાલિક પગલાં ભરવાની ખાત્રી આપી હતી. નગરમાં બિલ્ડીંગ બાંધકામ માટેનો સામાન રોડ પર પડેલો હોય અને કોઇ ફરિયાદ કરે તો ગુનો દાખલ કરવામાં આવશે. હાઇવે અને રોડ પર પણ અકસ્માત સર્જાય તેવી સ્થિતિ હોય તો પોલીસે કાર્યવાહી કરવાની હોય છે.
તાપી જિલ્લાની રચના બાદ જિલ્લા પોલીસના હેડકવાર્ટર માટે જમીન ફાળવણી અંગેની કાર્યવાહીમાં બેડકુવા નજીકની જમીન માંગણીમાં ગૌચરની જમીન છે. જયારે હવે વ્યારામાં જ પોલીસ હેડકવાર્ટર બને તે રીતે જમીન માંગણી કરવામાં આવી છે. મુખ્ય મથકમાં જ હેડકવાર્ટર હોય તો પોલીસ પરેડથી લઇને તમામ કામગીરીમાં સરળતા રહે તેમ છે. ૩૦ એકર જમીનની માંગણી કરી હોવાનું ડીએસપી શરદ સીંઘલે જણાવ્યું હતું. એસ.ટી. બસના છાપરા પર બેસી મુસાફરી કરવા આવનારાઓ સામે પગલાં ભરવામાં એસ.ટી. બસના ડ્રાઇવર સામે ગુનો દાખલ કરવાની સુચના આપી હતી. સોનગઢ અને ઉકાઇ ખાતે ભંગારની આડમાં ચોરીનું દુષણ વધી ગયું છે. તેવી રજૂઆત સાથે ૨ થી ૩ બનાવમાં પોલીસે ગુના નોંધ્યા નથી. જેની તપાસનો આદેશ કર્યો હતો. સોનગઢ પોલીસ મથકે મોટરસાયકલ ચોરીની અરજી અને ગુના રજીસ્ટ્રર થવા અંગેના સમયમાં તફાવત જણાતા ખાતાકીય તપાસના આદેશ કર્યા છે.
સુરત રેંજના તમામ બસ સ્ટેન્ડો પર પીકપોકેટર અંગે સચુના બોર્ડ અને પોલીસ મથકના તથા કંટ્રોલરૃમના ફોન નંબરો લખવામાં આવશે. ભોગ બનનારા સુરત રેંજના કોઇપણ પોલીસ મથકમાં ફરિયાદ કરવા જશે એટલે ગુનો નોંધી દેવામાં આવશે. ગુના દાખલ થશે તો ગુનેગારો ડરશે અને તો જ ગુના નિયંત્રણ થશે. ટ્રાફિક નિયમોનો કડકાઇથી પાલન અને દરેક માટે કાયદો સરખો છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'કોલેવેરી ડી' મારા ગીતની જ નકલ છે ઃ અનુ મલિક
ટ્રોમ ક્રુઝ બાદ હવે હોલીવૂડની લોકપ્રિય અભિનેત્રી સ્કારલેટ ભારત આવવા ઉત્સુક
હૃતિક રોશન તેના અંગત ટ્રેઈનરને મહિને રૃ.૨૦ લાખ ચૂકવવા તૈયાર
સલમાન ખાન અને સૂરજ બડજાત્યાએ ફરી હાથ મેળવ્યા ઃ લવસ્ટોરીવાળી ફિલ્મ બનાવશે
સતત ત્રીજા દિવસે અફડાતફડી ઃ ફુગાવો અપેક્ષાથી ઓછો ઘટતા શેરોમાં વેચવાલી ઃ સેન્સેક્ષ ૧૨૧ ઘટયો
સોનામાં રૃ.૨૪૦નો તથા ચાંદીમાં રૃ.૧૦૬૦નો તીવ્ર કડાકો
એનએસઈએલ પર ઈ-ગોલ્ડમાં ૬૪૭ કિલો અને ઈ-સિલ્વરમાં ૩૫,૦૪૨ કિલોથી વધુના વોલ્યુમ સાથે બંને કીમતી ધાતુના ભાવમાં નરમાઈ
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં ૩૧,૪૮,૩૬૨ લોટનું વોલ્યુમ
સાંભળ્યું છે કે....
ઓપેકની મહત્વપૂર્ણ બેઠક પહેલા ક્રૂડના ભાવ ૯૯ ડોલરથી નીચે
પાપુઆ ન્યૂગીનીમાં ૭.૧ની તીવ્રતાનો ભૂકંપ ઃ જાનહાની નહીં
બ્રિટનમાં વધતી ગરીબીથી વિદ્યાર્થિનીઓ દેહ વ્યાપારના માર્ગે વળી
ભવિષ્યમાં હુમલા થયા તો સાંખી નહીં લઇએ ઃ પાક. વિદેશ પ્રધાન ખાર
ભુટ્ટો પરિવારમાં મતભેદો સર્જાયા હોવાના અહેવાલો
આજથી ઓસ્ટ્રેલિયાના પ્રવાસની પ્રથમ મેચ ભારત ચેરમેન ઈલેવન સામે રમશે
ભારત સામેની ટેસ્ટ શ્રેણી અગાઉ ઓસ્ટ્રેલિયાની ટીમની હાલત કફોડી
ક્રિકેટની ચાહનાને ટકાવી રાખવા ડે-નાઇટ ટેસ્ટ મેચ અંગે વિચારો
ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે યુએઇમાં ત્રણ ટેસ્ટની શ્રેણી રમાશે

ચેમ્પિયન્સ લીગ ફૂટબોલઃ માન્ચેસ્ટર યુનાઇટેડ ગુ્રપ સ્ટેજમાં જ બહાર ફેંકાયું

ઇન્ટરનેટ પર નિયંત્રણ કરવાન ઇરાદો નથી ઃ સરકાર
દેશભરમાં પાંચ વર્ષની અંદર રેલવે અકસ્માતમાં ૧૨૦૦નાં જીવ ગયા
અણ્ણા આકરા શિયાળાને લીધે કદાચ દિલ્હીને બદલે મુંબઈમાં અનશન કરશે
ગબડતા રૃપિયાને લીધે અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી
'વફા'માં રાજેશ ખન્ના સાથે ચમકેલી પાકિસ્તાની અભિનેત્રી લૈલા ખાન પરિવાર સાથે ૬ મહિનાથી ગુમ
ઈંગ્લીશ ટયુશનમાં મિત્ર બનેલી મહિલાનું યુવાન સાથે બ્લેકમેઈલીંગ
સળગી ઉઠેલી સ્કૂલ વાનમાંથી ૭ વિદ્યાર્થીઓનો દિલધડક બચાવ
સીંગદાણામાં ધુમ ખરીદીઃ સિંગતેલમાં ત્રણ દિવસમાં રૃા. ૫૦નો ઉછાળો
ધનસુરા અને ઇડરમાં પુરવઠા ખાતાના દરોડા
આણંદ તાલુકાના રામનગરમાં મકાનમાં પ્રચંડ આગ ભભૂકી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved