Last Update : 15-Dec-2011,Thursday
 
સમ ખાવા પૂરતો એક માત્ર મ્યુનિ. સ્વીમીંગ પુલ રિપેરીંગના બહાને એક વરસથી બંધ પડયો
 
ભાવનગર, બુધવાર
મહાપાલિકા સંચાલિત નિલમબાગ સ્વીમીંગ પુલ છેલ્લા એક વરસથી રિપેરીંગના બહાના હેઠળ બંધ પડયો છે અને હજુ બીજા છ માસ ચાલું થાય તેવા કોઇ સંજોગો દેખાતા નથી ત્યારે જળપ્રેમીઓમાં ભારે નારાજગી સાથે રોષની લાગણી જન્મી હતી. આ કામ પુરૃં કરવાની મુદ્દત છ માસની હતી પરંતુ હજુ સુધી તે કામ પુરૃં થયું નથી.
આટલા સમયમાં નવો બાથ બની શક્યો હોત ઃ ૩૭ લાખનું કામ વધારો કરીને ૭૦ લાખનું કર્યું
છ માસની મુદ્દત હતી તેને સક્ષમ સત્તાની મંજૂરી વગર દલા તરવાડીઓએ એક વરસની કરી નાખી
ભાવનગર શહેરમાં સમખાવા પૂરતો માત્ર એક જ સ્વીમીંગ પુલ છે. તે પણ રિનોવેશન કરવાના મામલે છેલ્લા એક વરસથી બંધ પડયો છે. સ્વીમીંગ પુલમાં કુલ અંદાજે ૧૨૦૦ જેટલા સભ્યો છે અને તેઓ સ્વીમીંગ પુલનો ઉપયોગ કરી શક્તા નથી. નવા સૂચિત બાંધકામ મુજબ ઓપન શાવર નથી તે સગવડતા ઉભી કરવાની છે. ઉપરાંત હોજનું ક્ષેત્રફળ ૩૫ મીટર છે તે વધારીને ૫૦ મીટર કરવાનું છે. હોજની ડ્રેનેજ સીસ્ટમ હાલ જે છે તે બરાબર નથી તેથી તેને બદલાવવાની જોગવાઇ પણ સૂચિત પ્લાનમાં સામેલ કરવામાં આવી છે.
આ ઉપરાંત હાલના બાથરૃમ જર્જરિત બની ગયા હોય તેની જગ્યાએ નવા બાથરૃમ ઉભા કરવા અને સ્વીમીંગ ઇન્સપેક્ટર માટે એક નવી કેબિન બનાવવાની દરખાસ્તનો સમાવેશ થાય છે. રિનોવેશન કરવાનું હોય મનપાના સત્તાવાળાઓએ ગત ડિસેમ્બર ૨૦૧૦થી સ્વીમીંગ પુલ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. તેને આજે એક વર્ષ પૂરૃ થયું છે. સત્તાવાળાઓએ એવો દાવો કર્યો છે કે આગામી ત્રણ માસમાં સ્વીમીંગ પુલનું કામ પૂર્ણ થઇ જશે પરંતુ જે ગતિએ કામ ચાલે છે તે જોતા આગામી છ માસ પહેલા આ કામ પૂર્ણ થાય તેવા કોઇ અણસાર દેખાતા નથી. સામાન્ય રીતે નવો કોઇ સ્વીમીંગ પુલ બનાવ્યો હોય તો એ કામ પણ છ માસમાં પૂર્ણ થઇ જાય ત્યારે રિપેરીંગ કરવામાં એક દોઢ વર્ષ નીકળી જાય એ સબંધિત વિભાગની ઉદાસીનતા દર્શાવે છે.
માહિતગાર સુત્રોના જણાવ્યા મુજબ લોકરરૃમ અને હોજનું કામ પુરૃં થઇ ગયું છે અને કલરકામ કરવાનું બાકી છે. આર્કિટેક્ટે દર્શાવેલી અને સૂચિત કરેલી ડિઝાઇન પ્રમાણે હજુ ઘણું કામ બાકી છે. આમ તો આ કામની મુદ્દત છ માસની હતી પરંતુ ડિઝાઇનમાં ફેરફાર થતા કામની મુદ્દત મૌખિક રીતે સૌએ સંપીને વધારી દીધી પરંતુ કાગળ ઉપર સક્ષમ સત્તાની કોઇ મંજૂરી આજ તારીખ સુધી લેવામાં આવી નથી. સ્વીમીંગ પુલના રિનોવેશનનું કામ મૂળ ૩૭ લાખમાં અપાયું હતું પરંતુ તરસમિયા ફિલ્ટ્રેશન પ્લાન્ટની જેમ ડિઝાઇનમાં ફેરફાર કરી ૩૭ લાખનું કામ ૭૦ લાખનું કરી દેવાયું. અસલ રકમ કરતા ડબલ રકમનો ભાવવધારો આપ્યા પછી કામ પણ છ માસને બદલે ૧૨ માસ થયા છતાં પુરૃં થયું નથી.
શહેરમાં જ્યારે એક જ સ્વીમીંગ પુલ છે અને કમનસીબે ભાવનગર નદી વગરનું ગામ છે ત્યારે તરવાના શોખીનો સમસમીને બેસી ગયા છે અને સ્વીમીંગ બાથનું કામ ઝડપથી પુરૃં થાય તેવી માંગ લોકોમાંથી ઉઠવા પામી છે. આ ઉપરાંત વરસો પહેલા સરદારનગર ખાતે સાસંદ રાજુભાઇ રાણાના હસ્તે સ્વીમીંગ પુલનું ખાતમૂર્હૂત થયું હતું. પરંતુ તેમાં પછી એક ઇંટ મુકાઇ નથી. આવી જ હાલત મોખડાજી સરક્લની થઇ છે. સાત વર્ષ પહેલા મોખડાજી સર્કલનું ખાતમૂર્હુત થયુ હતું. એ પછી આજેય સર્કલ અધુરૃં પડયું છે. ભોજીયોભાઇ તેમાં રસ લેતો નથી. માત્ર લોકોને દેખાવડા ખાતર ખાતમૂર્હુતો કરવા પરંતુ મોટા ઉપાડે ખાત મૂર્હુત કર્યા પછી લોકાર્પણ સુધી પ્રોજેક્ટ ગતિ કરતા નથી તે તંત્રની અને શાસકોની ઇચ્છાશક્તિનો અભાવ દેખાડે છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'કોલેવેરી ડી' મારા ગીતની જ નકલ છે ઃ અનુ મલિક
ટ્રોમ ક્રુઝ બાદ હવે હોલીવૂડની લોકપ્રિય અભિનેત્રી સ્કારલેટ ભારત આવવા ઉત્સુક
હૃતિક રોશન તેના અંગત ટ્રેઈનરને મહિને રૃ.૨૦ લાખ ચૂકવવા તૈયાર
સલમાન ખાન અને સૂરજ બડજાત્યાએ ફરી હાથ મેળવ્યા ઃ લવસ્ટોરીવાળી ફિલ્મ બનાવશે
સતત ત્રીજા દિવસે અફડાતફડી ઃ ફુગાવો અપેક્ષાથી ઓછો ઘટતા શેરોમાં વેચવાલી ઃ સેન્સેક્ષ ૧૨૧ ઘટયો
સોનામાં રૃ.૨૪૦નો તથા ચાંદીમાં રૃ.૧૦૬૦નો તીવ્ર કડાકો
એનએસઈએલ પર ઈ-ગોલ્ડમાં ૬૪૭ કિલો અને ઈ-સિલ્વરમાં ૩૫,૦૪૨ કિલોથી વધુના વોલ્યુમ સાથે બંને કીમતી ધાતુના ભાવમાં નરમાઈ
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં ૩૧,૪૮,૩૬૨ લોટનું વોલ્યુમ
સાંભળ્યું છે કે....
ઓપેકની મહત્વપૂર્ણ બેઠક પહેલા ક્રૂડના ભાવ ૯૯ ડોલરથી નીચે
પાપુઆ ન્યૂગીનીમાં ૭.૧ની તીવ્રતાનો ભૂકંપ ઃ જાનહાની નહીં
બ્રિટનમાં વધતી ગરીબીથી વિદ્યાર્થિનીઓ દેહ વ્યાપારના માર્ગે વળી
ભવિષ્યમાં હુમલા થયા તો સાંખી નહીં લઇએ ઃ પાક. વિદેશ પ્રધાન ખાર
ભુટ્ટો પરિવારમાં મતભેદો સર્જાયા હોવાના અહેવાલો
આજથી ઓસ્ટ્રેલિયાના પ્રવાસની પ્રથમ મેચ ભારત ચેરમેન ઈલેવન સામે રમશે
ભારત સામેની ટેસ્ટ શ્રેણી અગાઉ ઓસ્ટ્રેલિયાની ટીમની હાલત કફોડી
ક્રિકેટની ચાહનાને ટકાવી રાખવા ડે-નાઇટ ટેસ્ટ મેચ અંગે વિચારો
ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે યુએઇમાં ત્રણ ટેસ્ટની શ્રેણી રમાશે

ચેમ્પિયન્સ લીગ ફૂટબોલઃ માન્ચેસ્ટર યુનાઇટેડ ગુ્રપ સ્ટેજમાં જ બહાર ફેંકાયું

ઇન્ટરનેટ પર નિયંત્રણ કરવાન ઇરાદો નથી ઃ સરકાર
દેશભરમાં પાંચ વર્ષની અંદર રેલવે અકસ્માતમાં ૧૨૦૦નાં જીવ ગયા
અણ્ણા આકરા શિયાળાને લીધે કદાચ દિલ્હીને બદલે મુંબઈમાં અનશન કરશે
ગબડતા રૃપિયાને લીધે અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી
'વફા'માં રાજેશ ખન્ના સાથે ચમકેલી પાકિસ્તાની અભિનેત્રી લૈલા ખાન પરિવાર સાથે ૬ મહિનાથી ગુમ
ઈંગ્લીશ ટયુશનમાં મિત્ર બનેલી મહિલાનું યુવાન સાથે બ્લેકમેઈલીંગ
સળગી ઉઠેલી સ્કૂલ વાનમાંથી ૭ વિદ્યાર્થીઓનો દિલધડક બચાવ
સીંગદાણામાં ધુમ ખરીદીઃ સિંગતેલમાં ત્રણ દિવસમાં રૃા. ૫૦નો ઉછાળો
ધનસુરા અને ઇડરમાં પુરવઠા ખાતાના દરોડા
આણંદ તાલુકાના રામનગરમાં મકાનમાં પ્રચંડ આગ ભભૂકી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved