Last Update : 15-Dec-2011,Thursday
 

ઈંગ્લીશ ટયુશનમાં મિત્ર બનેલી મહિલાનું યુવાન સાથે બ્લેકમેઈલીંગ

 

મહિલાએ મિત્ર સાથે બિભત્સ ફોટા પડાવી ૧૫ લાખ માગ્યાઃ ૪ પકડાયા
અમદાવાદ, બુધવાર
આસાનીથી લાખો રૃપિયા મેળવવા પતિથી અલગ રહેતી મહિલાએ મિત્ર બનેલા ગાંધીનગરના યુવાનનું બ્લેકમેઈલીંગ કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહિનાઓથી નહીં મળતાં યુવકને ઘરે બોલાવી પ્રેમાલાપના ફોટા પડાવી લઈ રૃા. ૧૫ લાખ માગ્યા હતા. પોતાના ઘરે સુથારીકામ કરતા યુવકને નકલી એ.સી.પી. તેમજ તેના અન્ય સાગરિતોને નકલી પોલીસ અને પત્રકાર બનાવીને મહિલાએ રૃપિયા પડાવવાનો કારસો ઘડયો હતો. પરંતુ, ગાંધીનગરના યુવક નવિન પટેલના મિત્રએ ચાલાકી વાપરી પોલીસની મદદ લેતાં મહિલા સહીત ચાર શખ્સો પકડાઈ ગયાં છે. સાબરમતી પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
પતિથી અલગ રહેતી મહિલાએ ઘરે સુથારી કામ કરતા યુવકને એ.સી.પી. બનાવ્યો! નકલી પોલીસ-પત્રકાર બની પૈસા માગ્યા પણ 'ટ્રેપ'માં ફસાયા
ગાંધીનગરના સેક્ટર-૪માં રહેતા નવિન ભવાનભાઈ પટેલ (ઉ.વ. ૨૧) ઈન્ફોસિટીમાં એક ખાનગી કોલ સેન્ટરમાં કામ કરે છે. પાંચ વર્ષથી ઈંગ્લિશ સ્પીકિંગ કલાસીસમાં જતા નવિનની મિત્રતા ત્રણે'ક વર્ષથી ઈંગ્લિશ શીખવા આવતા પ્રીતિ ઉર્ફે પિન્કી રાજેન્દ્રભાઈ બારોટ (ઉ.વ. ૩૭) સાથે થઈ હતી. નવિન દોઢેક વર્ષમાં અનેક વખત પ્રીતિના ઘરે સાબરમતીના ત્રાગડ રોડ ઉપર આવેલા આનંદવિહાર બંગલોમાં પણ ગયો હતો. છેલ્લા થોડા મહિનાઓથી નવિન મળવા જતો ન હોવાથી તા. ૧૨ના રોજ પ્રીતિએ ફોન કરીને નવિનને મળવા બોલાવ્યો હતો. નવીન ન આવતા ફરી તા. ૧૩ના બપોરે ફોન કર્યો હતો. બપોરે બે વાગ્યાના અરસામાં પ્રીતિ અને નવિન રૃમમાં એકાંતની પળો માણી રહ્યા હતા. એવામાં જ, અચાનક ત્રણ શખ્સો ઘૂસી આવ્યા હતા અને ધડાધડ ફોટા પાડી લીધા હતા.
'અહીં ગોરખધંધા કરો છો?' તેમ કહી ત્રણ શખ્સોએ પોતાની ઓળખ પોલીસ અને પત્રકાર તરીકે આપી હતી. એવામાં ચોથો શખ્સ હાથમાં દંડો લઈને આવ્યો હતો તેણે આવતાવેંત જ નવિનને બે લાકડીઓ મારી દીધી હતી. ડઘાઈ ગયેલા નવિનને પોલીસ કેસ કરવાની અને વધુ મિડીયાને બોલાવવાની ધમકી અપાઈ હતી. જો એમ ન કરવું હોય તો રૃા. પચ્ચીસ લાખની માગણી કરવામાં આવી હતી. અંતે, નવિને ૧૫ લાખ આપવા તૈયારી બતાવી હતી. નવિને ગાંધીનગરમાં રહેતા તેના મિત્ર સંજય ઠાકોરને ફોન કરી રૃા. ૧૫ લાખ લઈને બોલાવ્યો હતો.
સંજય સ્થિતિ પામી ગયો હતો. તેણે ચાલાકી વાપરી નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં કાર્યરત તેમના મિત્ર વિનુભા, મુકેશ ચૌધરી અને ભીખાભાઈનો સંપર્ક કર્યો હતો. નકલી પોલીસ અને પત્રકાર બની બ્લેકમેઈલીંગ કરતાં તત્વોને પકડવા 'ટ્રેપ' ગોઠવવાનો નિર્ણય લેવાયો હતો. સંજયે ફોન કરતાં રૃા. ૧૫ લાખ લઈને હાઈકોર્ટ સામે સાંજે છ વાગ્યે આવવા કહેવાયું હતું. સંજય પાસેથી પૈસા લેવા આવેલા નયન ઉર્ફે નવિન લીલાધર મિસ્ત્રી (સુથાર)ને પકડી પાડવામાં આવ્યો હતો. તેની પાસે ફોન કરાવાયો હતો કે- પૈસા મળી ગયાં છે.
નવિન પટેલને પાછો સોંપવા માટે ગોતા ચોકડી પાસે બોલાવાતા નવરંગપુરાના ત્રણ પોલીસમેનોએ સોલા પોલીસની મદદ માગી હતી. પી.આઈ. વી.કે. ઝાલાએ સિવિલ ડ્રેસમાં ટીમ મોકલી આઈ-૧૦ કારમાં રખાયેલા નવિનને મુક્ત કરાવ્યો હતો અને પ્રીતિ તેમજ અન્ય ત્રણ બે સાગરિતોને પણ પકડી પાડયા હતા. પરંતુ, ગૂનાની શરૃઆત ત્રાગડ રોડ ઉપર થઈ હોવાથી તમામ આરોપીઓ સાબરમતી પોલીસને સોંપાયા હતા.
સાબરમતીના સિનિયર પી.આઈ. એસ.ડી. પટેલે જણાવ્યું કે, ચાર આરોપી પ્રીતિ ઉર્ફે પિન્કી રાજેન્દ્રભાઈ બારોટ (ઉ.વ. ૩૭) ઉપરાંત તેના જીવરાજ પાર્ક વિસ્તારમાં રહેતા ત્રણ સાગરિતો નયન લીલાધર મિસ્ત્રી (ઉ.વ. ૪૪), વિપુલ વજુભાઈ સુમડ (ઉ.વ. ૨૮) અને જીતેન્દ્ર કાંતિલાલ પ્રજાપતિ (ઉ.વ. ૨૮)ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે, નરેન્દ્ર નામ ધારણ કરી દંડો લઈને આવી પી.આઈ. તરીકે ઓળખ આપનાર વધુ એક આરોપીની શોધખોળ ચાલે છે. પોતાના જ મિત્ર પાસેથી પૈસા મેળવવા પ્રીતિએ યોજના ઘડી પોતાના ઘરે મિસ્ત્રી કામ કરતા નયન મિસ્ત્રીને સાધ્યો હતો. નયન તેના બે મિત્રો વિપુલ અને જીતેન્દ્રને લાવ્યો હતો. ફરિયાદી નવિન પટેલને ડરાવવા નયન મિસ્ત્રીને નકલી એ.સી.પી., વિપુલ સુમડ નકલી કોન્સ્ટેબલ અને જીતેન્દ્ર પ્રજાપતિને નકલી પત્રકાર બનાવાયો હતો. આરોપીઓની ધરપકડ કરી સઘન પૂછપરછ હાથ ધરાઈ છે.

'હાથકડી' સાથેના 'એન્ટી કરપ્શન બોર્ડ'નું આઈ-કાર્ડ
* પોલીસે આરોપીઓ પાસેથી એક આઈ-૧૦ કાર, એક બાઈક, ચાર-પાંચ મોબાઈલ ફોન ઉપરાંત આઈ-કાર્ડ કબજે કર્યા છે. પ્રીતિ બારોટનું નારણપુરાના સરનામાવાળું ઓગસ્ટ-૨૦૧૧માં ઈસ્યુ થયેલું 'ઓલ ઈન્ડીયા એન્ટીકરપ્શન બોર્ડ' લખેલું આઈ-કાર્ડ મળ્યું છે તેમાં હાથકડીનું ચિત્ર છે. આ ઉપરાંત, 'સિટી ક્રાઈમ' સી.એમ.ની સમસ્યા લખેલું 'પ્રેસ'નું આઈ-કાર્ડ મળ્યું છે. જો કે, આ કાર્ડમાં આરોપીએ પોતાનો ફોટો લગાવી દીધો હોવાનું પોલીસને જણાયું છે.

 

નવ વર્ષથી એકલી રહેતી પ્રીતિનો પતિ અમેરિકા છે
* પ્રીતિએ તેના જ મિત્ર પાસેથી લાખો રૃપિયા પડાવવાની યોજના ઘડી તે પાછળ મોજમજાની જીવનશૈલી કારણભૂત હોવાનું પોલીસ કહે છે. તપાસનિશ, પી.એસ.આઈ. ડી.એચ. સોલંકીએ જણાવ્યું કે, પ્રીતિ બારોટ તેના પતિ રાજેન્દ્રભાઈથી નવ વર્ષથી અલગ રહે છે. રાજેન્દ્રભાઈ એક-દોઢ વર્ષથી અમેરિકામાં છે. ત્રાગડ રોડ ઉપર બંગલામાં ૩૭ વર્ષીય મહિલા પ્રીતિ બારોટ પુત્ર અને પુત્રી સાથે રહે છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'કોલેવેરી ડી' મારા ગીતની જ નકલ છે ઃ અનુ મલિક
ટ્રોમ ક્રુઝ બાદ હવે હોલીવૂડની લોકપ્રિય અભિનેત્રી સ્કારલેટ ભારત આવવા ઉત્સુક
હૃતિક રોશન તેના અંગત ટ્રેઈનરને મહિને રૃ.૨૦ લાખ ચૂકવવા તૈયાર
સલમાન ખાન અને સૂરજ બડજાત્યાએ ફરી હાથ મેળવ્યા ઃ લવસ્ટોરીવાળી ફિલ્મ બનાવશે
સતત ત્રીજા દિવસે અફડાતફડી ઃ ફુગાવો અપેક્ષાથી ઓછો ઘટતા શેરોમાં વેચવાલી ઃ સેન્સેક્ષ ૧૨૧ ઘટયો
સોનામાં રૃ.૨૪૦નો તથા ચાંદીમાં રૃ.૧૦૬૦નો તીવ્ર કડાકો
એનએસઈએલ પર ઈ-ગોલ્ડમાં ૬૪૭ કિલો અને ઈ-સિલ્વરમાં ૩૫,૦૪૨ કિલોથી વધુના વોલ્યુમ સાથે બંને કીમતી ધાતુના ભાવમાં નરમાઈ
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં ૩૧,૪૮,૩૬૨ લોટનું વોલ્યુમ
સાંભળ્યું છે કે....
ઓપેકની મહત્વપૂર્ણ બેઠક પહેલા ક્રૂડના ભાવ ૯૯ ડોલરથી નીચે
પાપુઆ ન્યૂગીનીમાં ૭.૧ની તીવ્રતાનો ભૂકંપ ઃ જાનહાની નહીં
બ્રિટનમાં વધતી ગરીબીથી વિદ્યાર્થિનીઓ દેહ વ્યાપારના માર્ગે વળી
ભવિષ્યમાં હુમલા થયા તો સાંખી નહીં લઇએ ઃ પાક. વિદેશ પ્રધાન ખાર
ભુટ્ટો પરિવારમાં મતભેદો સર્જાયા હોવાના અહેવાલો
આજથી ઓસ્ટ્રેલિયાના પ્રવાસની પ્રથમ મેચ ભારત ચેરમેન ઈલેવન સામે રમશે
ભારત સામેની ટેસ્ટ શ્રેણી અગાઉ ઓસ્ટ્રેલિયાની ટીમની હાલત કફોડી
ક્રિકેટની ચાહનાને ટકાવી રાખવા ડે-નાઇટ ટેસ્ટ મેચ અંગે વિચારો
ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે યુએઇમાં ત્રણ ટેસ્ટની શ્રેણી રમાશે

ચેમ્પિયન્સ લીગ ફૂટબોલઃ માન્ચેસ્ટર યુનાઇટેડ ગુ્રપ સ્ટેજમાં જ બહાર ફેંકાયું

ઇન્ટરનેટ પર નિયંત્રણ કરવાન ઇરાદો નથી ઃ સરકાર
દેશભરમાં પાંચ વર્ષની અંદર રેલવે અકસ્માતમાં ૧૨૦૦નાં જીવ ગયા
અણ્ણા આકરા શિયાળાને લીધે કદાચ દિલ્હીને બદલે મુંબઈમાં અનશન કરશે
ગબડતા રૃપિયાને લીધે અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી
'વફા'માં રાજેશ ખન્ના સાથે ચમકેલી પાકિસ્તાની અભિનેત્રી લૈલા ખાન પરિવાર સાથે ૬ મહિનાથી ગુમ
ઈંગ્લીશ ટયુશનમાં મિત્ર બનેલી મહિલાનું યુવાન સાથે બ્લેકમેઈલીંગ
સળગી ઉઠેલી સ્કૂલ વાનમાંથી ૭ વિદ્યાર્થીઓનો દિલધડક બચાવ
સીંગદાણામાં ધુમ ખરીદીઃ સિંગતેલમાં ત્રણ દિવસમાં રૃા. ૫૦નો ઉછાળો
ધનસુરા અને ઇડરમાં પુરવઠા ખાતાના દરોડા
આણંદ તાલુકાના રામનગરમાં મકાનમાં પ્રચંડ આગ ભભૂકી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved