Last Update : 15-Dec-2011,Thursday
 

સોનામાં રૃ.૨૪૦નો તથા ચાંદીમાં રૃ.૧૦૬૦નો તીવ્ર કડાકો

 

વિશ્વ બજારમાં પડેલા ગાબડાં ઃ જો કે ડોલર વધી રૃ.૫૩.૮૯ બોલાતા નવો રેકોર્ડ થયો
(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,બુધવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે સોનામાં ઘટાડો ઝડપી ગતિએ આગળ વધતાં ભાવો ૧૦ ગ્રામના વધુ રૃ.૨૪૦ તૂટી ગયા હતા. ચાંદીમાં પણ ઉછાળા ઉભરા જેવા નિવડતાં આજે ભાવો હાજરમાં કિલોના રૃ.૧૦૬૦ તૂટી રૃ.૫૬૦૦૦ની અંદર ઉતરી જઈ રૃ.૫૫૧૫૦ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ૧૬૬૬થી ૧૬૬૭ ડોલરવાળા આજે તૂટીને ૧૬૨૨.૭૦ ડોલર થયા પછી સાંજે ૧૬૨૭.૨૦ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૨૮૭૦૦ વાળા રૃ.૨૮૫૨૦ ખુલી રૃ.૨૮૪૬૦ બંધ રહ્યા હતા જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૨૮૮૩૦ વાળા રૃ.૨૮૬૪૫ ખુલી રૃ.૨૮૫૯૦ બંધ રહ્યા હતા. ચાંદી ૯૯૯ના ભાવો કિલોના રૃ.૫૬૨૧૦ વાળા રૃ.૫૫૯૯૦ ખુલી રૃ.૫૫૧૫૦ બંધ રહ્યા હતા વિશ્વ બજારમાં આજે ચાંદીના ભાવો ૩૧.૩૩ ડોલર વાળા તૂટીને નીચામાં ૨૯.૬૮ ડોલર થઈ સાંજે ૨૯.૮૩ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં સાંજે ભાવો રૃ.૫૪૮૦૦તી ૫૪૮૫૦ તથા કેશમાં ભાવો રૃ.૫૪૬૫૦થી ૫૪૭૦૦ બોલાઈ રહ્યા હતા, વિશ્વ બજારમાં યુરો સામે ડોલરના ભાવો વધતાં સોનામાં વિશ્વ બજારમાં હેજ ફંડોની વેચવાલી વધ્યાના સમાચારો હતા. મુંબઈમાં રૃપિયા સામે આજે ડોલરના ભાવો રૃ.૫૩.૨૩ વાળા ઉંચામાં રૃ.૫૩.૮૯નો નવો રેકોર્ડ બનાવી છેલ્લે રૃ.૫૩.૭૧ બંધ રહ્યા હતા. ઘર આંગણે ડોલરના ભાવો ઉછળતાં ,સોના-ચાંદીમાં હાજર બજારમાં ભાવોને ઘટાડો તેટલા પ્રમાણમાં સિમિત રહ્યો હતો કારણ કે ડોલર વધતાં સોના-ચાંદીની આયાત પડતરો ઉંચી રહી હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.
એરંડા, સોયાતેલ વાયદામાં તોફાની તેજી ઃ ડોલર ઉછળતાં તેજીવાળાઓની વધેલી સક્રિયતા!
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે એરંડા વાયદા બજારમાં તેજી આગળ વધતાં ભાવો નવા વાયદામાં ૩૮૦૦ની સપાટીને પાર કરી ગયા હતા. મુંબઈ માર્ચ વાયદાના ભાવો રૃ.૩૭૫૦ વાળા રૃ.૩૭૭૦ ખુલી રૃ.૩૮૪૦ થઈ રૃ.૩૮૩૦ના મથાળે બંધ રહ્યા હતા. ૬૦ ટનના કામકાજો થયા હતા અને મથકો પાછળ આજે મુંબઈ વાયદામાં માનસ લેવાનું રહ્યું હતું. રૃપિયા સામે ડોલરના ભાવો ઉછળતાં ભારતના દિવેલમાં નિકાસમાંગ વધવાના સંજોગો ઉજળા બનતાં એરંડા વાયદામાં બે દિવસમાં મોટો ભા ઉછાળો આવ્યો છે તેજીવાળા સક્રિય રહ્યા હતાચ. મુંબઈ હાજર એરંડાના ભાવો રૃ.૪૧૭૫ વાળા રૃ.૪૨૦૦ રહ્યા હતા જયારે દિવેલના ભાવો વધુ રૃ.૫ વધી અનુક્રમે કોમર્શિયલના રૃ.૮૭૦ તથા એફએસજીના રૃ.૮૮૦ રહ્યા હતા, ઈન્દોર સોયાતેલ વાયદામાં જાણીતા તેજીવાળાઓ એકટીવ રહેતાં ભાવો રૃ.૬૬૪.૮૦ વાળા ઉછળી રૃ.૬૭૯.૯૦ બોલાતા તેજીની સર્કિટ લાગી હતી અને સોયાતેલ વાયદામાં ભાવો ઉછળતાં તેની પણ તેજીની અસર એરંડા વાયદા પર વર્તાઈ રહી હતી. દરમિયાન, સરસવ સીડના વાયદાઓ રૃ.૧૦૦ ઉછળતાં ઉંચી સક્રિટો લાગ્યાની ચર્ચા હતી. અમુક તેલિબિંયામાં પાકતા વાયદામાં લેવાવાળા ઉંચા ભાવો મેળવવા પણ બજાર ઉંચે ખેંચી રહ્યાની ચર્ચા આજે બજારમાં સંભળાઈ રહી હતી. શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૭,૭ અને ૯ પોઈન્ટ નરમ રહ્યા પછી આજે પ્રોજેકશનમાં ભાવો સાંજે ૧૨ પોઈન્ટ પ્લસમાં રહ્યાના સમાચારો હતા. મલેશિયામાં આજે પામતેલ વાયદો છેલ્લે ૫૦ પોઈન્ટ પ્લસમાં બંધ રહ્યાના સમાચારો હતા. ઈન્દોર સોયાતેલ વાયદો વધી છેલ્લે રૃ.૬૭૯.૯૦ રહ્યાના સમાચારો હતા, મુંબઈ હાજર બજારમાં આજે પામતેલના ભાવો રૃ.૫૮૪, સોયાતેલના રિફા.ના રૃ.૬૩૫ વાળા ઉછળી રૃ.૬૫૦ રહ્યા હતા. સિંગતેલના ભાવો રૃ.૮૯૦ વાળા રૃ.૯૦૦ને આંબી ગયા હતા. જયારે રાજકોટ બાજુ ભાવો ઉછળી રૃ.૯૦૦ તથા ૧૫ કિલોના રૃ.૧૩૮૦ રહ્યાના સમાચારો હતા. મથકોએ સિંગતેલમાં બ્રાન્ડવાળા સક્રિય રહ્યા હતા. સિંગદાણામાં મથકોએ નિકાસકારો તથા સ્ટોકિસ્ટોની ખરીદી ફરી વધતાં સિંગદાણામાં મથકોએ ભાવો ઉછળ્યાના સમાચારો હતા, મુંબઈમાં આજે હાજર ભાવો સનફલાવરના વધી રૃ.૬૬૫ તથા રિફા.ના રૃ.૭૨૦ રહ્યા હતા જયારે કપાસિયા તેલના ભાવો રૃ.૬૨૦, કોપરેલના રૃ.૮૦૫ રહ્યા હતા. મુંબઈ ખોળ બજારમાં આજે કપાસિયા ખોળના ભાવો રૃ.૧૦૦ ઘટી રૃ.૧૩૦૦૦ રહ્યા હતા જયારે સોયાતેલના ભાવો રૃ.૪૦૦ ઉછળી રૃ.૧૭૭૦૦ રહ્યા હતા. જયારે અન્ય ખોળો ટકેલા રહ્યા હતા.
એરંડાની આવકો આજે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ બાજુ મળીને ૭૫૦૦થી ૮૦૦૦ ગુણી આવી હતી અને ત્યાં ભાવો હાજર એરંડાના ગામડાના વધી રૃ.૮૪૦થી ૮૪૫ રહ્યાના સમાચારો હતા. રાજકોટ વાયદો રૃ.૩૭૯૮ ખુલી છેલ્લે રૃ.૩૮૩૧ રહ્યાના નિર્દેશો હતા. હૈદ્રાબાદ બાજુ આજે ૨૮૦૦થી ૩૦૦૦ ગુણીની આવકો વચ્ચે ભાવો એરંડાના રૃ.૩૭૦૦ તથા દિવેલના રૃ.૮૪૦ રહ્યાના સમાચારો હતા. જાન્યુ.માં દિવેલનું શિપમેન્ટ માથે હોતાં હાજરમાં શિપરો પણ હાલ માલો કવર કરી રહ્યાની ચર્ચા હતી. સોયાતેલ વાયદામાં બોલ્ટમાં ભાવો વધી રૃ.૬૮૫.૫૦ થતાં સર્કિટ લાગ્યા પછી ધારણા ઉંચામાં રૃ.૬૮૮ આસપાસ બોલાઈ છેલ્લે રૃ.૬૮૦.૮૫ આસપાસ બોલાઈ રહ્યાની ચર્ચા હતી.

ખાંડમાં શિયાળાનું આગમન મંદી લાવ્યું ઃ હાજર ભાવો તૂટયા
નવી મુંબઈ ખાંડ બજારમાં આજે ભાવોમાં ઘટાડો આગળ વધતાં હાજર ભાવો તૂટી કિવ.દીઠ નીચામાં રૃ.૩૦૦૦ નજીક ઉતરી ગયા હતા. માંગ પાંખી હતી, હવામાનમાં ગરમી પૂરી થઈ ઠંડી શરૃ થતાં તેના કારણે પણ ડિમાન્ડ ધીમી રહ્યાનું જાણકારોએ જણાવ્યું હતું. હાજરમાં આજે ભાવો કિવ.ના રૃ.૩૦૨૧થી ૩૧૧૧ વાળા ઘટી રૃ.૩૦૦૧થી ૩૦૮૧ રહ્યા હતા જયારે સારાના ભાવો રૃ.૩૧૩૧થી ૩૨૫૨ વાળા ઘટી રૃ.૩૦૭૬થી ૩૨૧૨ બોલાઈ રહ્યા હતા, નાકા ડિલીવરીના ભાવો રૃ.૧૦થી ૩૦ ઘટી રૃ.૨૯૬૦થી ૩૦૩૦ તથા સારાના રૃ.૩૦૪૦થી ૩૧૪૦ રહ્યા હતા. મોડી સાંજે નાકાના ભાવો રૃ.૨૯૫૦થી ૩૦૨૦ તથા સારાના રૃ.૩૦૪૦થી ૩૧૪૦ રહ્યાના નિર્દેશો હતા જયારે મિલો પર ભાવો છેલ્લે નાકાના ભાવોથી રૃ.૮૫ જેટલા નીચા રહ્યાના સમાચારો હતા.
એલ્યુમિનિયમનો સ્ટોક લંડન એક્સ.માં ૪ દિવસમાં ૨ લાખ ૮૦ હજાર
મુંબઈ ધાતુ બજારમાં આજે નિકલ તથા સીસાના ભાવો નરમ રહ્યા હતા જયારે અન્ય ધાતુઓ અથડાતી રહી હતી. જો કે લંડન મેટલ એક્સ.માં આજે વિવિધ પ્રમુખ ધાતુઓના ભાવો તૂટયાના સમાચારો હતા. મુંબઈ હાજર બજારમાં આજે ભાવો કિવ.દીઠ નિકલના રૃ.૧૦૦૦ ઘટી રૃ.૧૦૮૫૦૦ રહ્યા હતા જયારે સીસાના ભૌવો રૃ.૧૦૦ ઘટી રૃ.૧૧૪૦૦ રહ્યા હતા. કોપર વાયર બાર, જસત, એલ્યુ. તથા ટીનના ભાવો આજે શાંત રહ્યા હતા. દરમિયાન, લંડન મેટલ એક્સ.માં આજે ૩ મહિનાના ભાવો ઘટી કોપરના ૭૪૯૬ ડોલર, ટીનના ૧૯૪૦૦ ડોલર, નિકલના ૧૮૦૪૩ ડોલર એલ્યુ.ના ૧૯૯૧ ડોલર, જસતના ૧૮૯૦ ડોલર તથા સીસાના ૨૦૫૯ ડોલર રહ્યાના સમાચારો હતા, ત્યાં ભાવો તૂટવા છતાં મુંબઈમાં આજે ડોલરમાં રેકોર્ડ તેજી આગળ વધતાં મુંબઈ બજારમાં હાજર ભાવો અથડાતા રહ્યાનું જાણકારોએ જણાવ્યું હતું. દરમિયાન, લંડન એક્સ.માં આજે કોપરનો સ્ટોક ૮૭૫ ટન, નિકલનો ૧૭૪ ટન ઘટયો હતો જયારે ટીનનો સ્ટોક આજે ત્યાં ૪૩૫ ટન, સીસાનો ૧૪૨૫ ટન, જસતનો ૨૦૦ ટન તથા એલ્યુ.નો વધુ ૧૪૭૨૫ ટન વધ્યાના સમાચારો હતા. ત્યાં એલ્યુ.નો સ્ટોક છેલ્લા ૪ દિવસમાં ૨ લાખ ૮૦ હજાર ટનથી વધુ વધ્યાના સમાચારો હતા.

રૃમાં ગુજરાત માલોમાં ૬૦૦થી ૭૦૦ ગાંસડીના વેપારો થયા ઃ ન્યુયોર્કમાં ઘટયા ભાવથી ધીમો સુધારો
મુંબઈ રૃ બજારમાં આજે ભાવો ઘટયા મથાળે અથડાતા રહ્યા હતા. વિશ્વ બજારના સમાચારો આંચકા પચાવી નીચા ભાવથી ધીમો સુધારો બતાવતા હતા, ઘરઆંગણે આજે ઓલ ઈન્ડિયા આવકો ૧ લાખ ૩૫ થી ૪૦ હજાર ગાંસડીની આવ્યાના સમાચારો હતા. સ્પોટ પર ભાવો ગુજરાત સંકર-૪ના રૃ.૩૪૫૦૦ તથા મહારાષ્ટ્ર અને મધ્ય-પર્દેશ બાજુ ભાવો રૃ.૩૩૫૦૦ રહ્યાના સમાચારો હતા. ગુજરાત સંકર-૪માં મહુવા બાજુ ૬૦૦થી ૭૦૦ ગાંસડીના વેપારો મિલો માટે થયાની ચર્ચા હતી. નોર્થ બાજુ નરમાના ભાવો મણના જાતવાર નીચામાં રૃ.૩૨૯૦થી ૩૩૨૦ તથા ઉંચામાં રૃ.૩૩૬૦થી ૩૪૧૦ રહ્યાના સમાચારો હતા. દરમિયાન, ન્યુયોર્ક વાયદા બજારના ઓવરનાઈટ સમાચારો આજે ૧૫ અને ૧૧ પોઈન્ટનો પ્રત્યાઘાતી ધીમો સુધારો નીચા ભાવથી બતાવી રહ્યા હતા.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'કોલેવેરી ડી' મારા ગીતની જ નકલ છે ઃ અનુ મલિક
ટ્રોમ ક્રુઝ બાદ હવે હોલીવૂડની લોકપ્રિય અભિનેત્રી સ્કારલેટ ભારત આવવા ઉત્સુક
હૃતિક રોશન તેના અંગત ટ્રેઈનરને મહિને રૃ.૨૦ લાખ ચૂકવવા તૈયાર
સલમાન ખાન અને સૂરજ બડજાત્યાએ ફરી હાથ મેળવ્યા ઃ લવસ્ટોરીવાળી ફિલ્મ બનાવશે
સતત ત્રીજા દિવસે અફડાતફડી ઃ ફુગાવો અપેક્ષાથી ઓછો ઘટતા શેરોમાં વેચવાલી ઃ સેન્સેક્ષ ૧૨૧ ઘટયો
સોનામાં રૃ.૨૪૦નો તથા ચાંદીમાં રૃ.૧૦૬૦નો તીવ્ર કડાકો
એનએસઈએલ પર ઈ-ગોલ્ડમાં ૬૪૭ કિલો અને ઈ-સિલ્વરમાં ૩૫,૦૪૨ કિલોથી વધુના વોલ્યુમ સાથે બંને કીમતી ધાતુના ભાવમાં નરમાઈ
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં ૩૧,૪૮,૩૬૨ લોટનું વોલ્યુમ
સાંભળ્યું છે કે....
ઓપેકની મહત્વપૂર્ણ બેઠક પહેલા ક્રૂડના ભાવ ૯૯ ડોલરથી નીચે
પાપુઆ ન્યૂગીનીમાં ૭.૧ની તીવ્રતાનો ભૂકંપ ઃ જાનહાની નહીં
બ્રિટનમાં વધતી ગરીબીથી વિદ્યાર્થિનીઓ દેહ વ્યાપારના માર્ગે વળી
ભવિષ્યમાં હુમલા થયા તો સાંખી નહીં લઇએ ઃ પાક. વિદેશ પ્રધાન ખાર
ભુટ્ટો પરિવારમાં મતભેદો સર્જાયા હોવાના અહેવાલો
આજથી ઓસ્ટ્રેલિયાના પ્રવાસની પ્રથમ મેચ ભારત ચેરમેન ઈલેવન સામે રમશે
ભારત સામેની ટેસ્ટ શ્રેણી અગાઉ ઓસ્ટ્રેલિયાની ટીમની હાલત કફોડી
ક્રિકેટની ચાહનાને ટકાવી રાખવા ડે-નાઇટ ટેસ્ટ મેચ અંગે વિચારો
ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે યુએઇમાં ત્રણ ટેસ્ટની શ્રેણી રમાશે

ચેમ્પિયન્સ લીગ ફૂટબોલઃ માન્ચેસ્ટર યુનાઇટેડ ગુ્રપ સ્ટેજમાં જ બહાર ફેંકાયું

ઇન્ટરનેટ પર નિયંત્રણ કરવાન ઇરાદો નથી ઃ સરકાર
દેશભરમાં પાંચ વર્ષની અંદર રેલવે અકસ્માતમાં ૧૨૦૦નાં જીવ ગયા
અણ્ણા આકરા શિયાળાને લીધે કદાચ દિલ્હીને બદલે મુંબઈમાં અનશન કરશે
ગબડતા રૃપિયાને લીધે અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી
'વફા'માં રાજેશ ખન્ના સાથે ચમકેલી પાકિસ્તાની અભિનેત્રી લૈલા ખાન પરિવાર સાથે ૬ મહિનાથી ગુમ
ઈંગ્લીશ ટયુશનમાં મિત્ર બનેલી મહિલાનું યુવાન સાથે બ્લેકમેઈલીંગ
સળગી ઉઠેલી સ્કૂલ વાનમાંથી ૭ વિદ્યાર્થીઓનો દિલધડક બચાવ
સીંગદાણામાં ધુમ ખરીદીઃ સિંગતેલમાં ત્રણ દિવસમાં રૃા. ૫૦નો ઉછાળો
ધનસુરા અને ઇડરમાં પુરવઠા ખાતાના દરોડા
આણંદ તાલુકાના રામનગરમાં મકાનમાં પ્રચંડ આગ ભભૂકી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved