Last Update : 15-Dec-2011,Thursday
 
સતત ત્રીજા દિવસે અફડાતફડી ઃ ફુગાવો અપેક્ષાથી ઓછો ઘટતા શેરોમાં વેચવાલી ઃ સેન્સેક્ષ ૧૨૧ ઘટયો
 
ડોલર રૃા.૫૩.૬૭ રેકોર્ડ નવી ઊંચાઇએ ઃ પેટ્રોલના ભાવ વધશે ઃ રિઝર્વ બેંક ધિરાણ નીતિમાં ઢીલ નહીં મૂકે !

મેટલ, રીયાલ્ટી, પાવર શેરોમાં ગાબડાં ઃ અનિલ અંબાણી-ટાટા ગુ્રપ શેરો તૂટયા
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, બુધવાર
નબળા આર્થિક પરિબળોમાં એક પછી એક ઉમેરો થતો જઇ સપ્તાહના આરંભે ઔદ્યોગિક ઉત્પાદન વૃધ્ધિના આંકડા ૫.૧ ટકા નેગેટીવ આવ્યા સાથે રૃપિયા સામે ડોલરની તેજીની દોટે ૫૩ની સપાટી કુદાવી જઇ હવે રૃા.૫૩.૬૭ની નવી ઊંચાઇએ પહોંચી જવાના ઉદ્યોગો માટે માઠા સમાચાર અને હવે નવેમ્બર ૨૦૧૧ મહિનાનો માસિક સામાન્ય ફુગાવાનો દર અપેક્ષાથી ઓછો ઘટીને ઓકટોબરના ૯.૭૩ ટકાની તુલનાએ ૯.૧૧ ટકા જાહેર થતાં તેમજ ડોલરની મજબૂતીથી હવે સરકારને ફ્યુલ સબસીડીનો બોજ રૃા.૬૦૦૦૦ કરોડ જેટલો વધી ગયો હોઇ હવે પેટ્રોલના ભાવમાં શુક્રવારે લીટર દીઠ તોળાતા ૬૫ પૈસા વધારા સાથે આંતરરાષ્ટ્રીય મોરચે ઇટાલીનો ઋુણ ખર્ચ વધતા અને સ્પેનીઝ બેંકો દ્વારા યુરોપીય સેન્ટ્રલ બેંક પાસેથી ઋુણની માગ વધતા તેમજ યુ.એસ. ફેડરલ રિઝર્વે વધુ સ્ટીમ્યુલસ નકારતા વૈશ્વિક બજારોમાં કોપર સહિતના તૂટેલા ભાવો પાછળ આજે વૈશ્વિક શેરબજારોમાં નરમાઇ હતી. સ્થાનિકમાં ફુગાવો ૯ ટકા ઓછો આવવાની એનાલીસ્ટોની ગણથરી સામે ૯.૧૧ ટકા જાહેર થતાં હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ૧૬, ડીસેમ્બરના શુક્રવારે ધિરાણ નીતિની સમીક્ષામાં સીઆરઆર, રેપો રેટમાં ઘટાડો કરવાનું ટાળશે એવી શક્યતાએ મુંબઇ શેરબજારોમાં સપ્તાહનો સતત ત્રીજો દિવસ ભારે ચંચળતા સાથે બે તરફી અફડાતફડીનો બની રહી અંતે છેલ્લા કલાકમાં ટાટા ગુ્રપ શેરો ટાટા પાવર, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ સાથે મેટલ શેરો હિન્દાલ્કો, કોલ ઇન્ડિયા, સ્ટરલાઇટ, ઓટો શેરો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હીરો મોટો કોર્પ, મારૃતી સહિતમાં વેચવાલીએ ૧૬૦૦૦ની સપાટી ગુમાવી દઇ નીચામા ૧૫૮૫૫.૧૨ સુધી પટકાયો હતો. આગલા બંધ ૧૬૦૦૨.૫૧ સામે ૧૫૯૬૩.૭૫ મથાળે ખુલી આરંભમાં ડોલરની મજબૂતી પાછળ ટીસીએસ, વિપ્રો, ઇન્ફોસીસ સહિતના આઇટી શેરોમાં આકર્ષણ સાથે એફએમસીજી જાયન્ટ આઇટીસી સહિતમાં લેવાલીએ ૧૩૦.૯૦ પોઇન્ટ વધીને ઉપરમાં ૧૬૧૩૩.૪૧ સુધી પહોંચ્યો હતો. પરંતુ વધ્યામથાળે શરૃ થયેલી અફડાતફડી ઓટો, મેટલ શેરોમાં વેચવાલીએ સેન્સેક્ષ નીચામાં ૧૫૯૧૫ નજીક આવ્યો હતો, જે ઘટયા લેવલે ફરી પસંદગીના આઇટી, ફાર્મા, એફએમસીજી શેરોમાં આકર્ષણે ૧૬૦૦૦ની સપાટી કુદાવી ૧૬૧૧૦ નજીક પહોંચ્યો હતો. જે એખ વાગ્યે યુરોપના બજારો નરમાઇએ ખુલતા નેગેટીવ ઝોનમાં આવી ૧૫૯૫૦ નજીક આવી ગયો હતો. પરંતુ ફરી ઘટાડે શોર્ટ કવરીંગ સાથે અફડાતફડીમાં ૧૬૦૦૦ની સપાટીએ આળી છેલ્લા દોઢ કલાકમાં ફુગાવાનો આંક ૯ ટકા ઉપર ૯.૧૧ ટકા જાહેર થતાં નીકળેલી સાર્વત્રિક વેચવાલીએ ૧૪૭.૩૯ પોઇન્ટના ઘટાડે નીચામાં ૧૫૮૫૫.૧૨ સુધી જઇ અંતે ૧૨૧.૩૭ પોઇન્ટ ઘટીને ૧૫૮૮૧.૧૪ બંધ રહ્યો હતો.
નિફટી ૪૭૫૬નો હવાલો તૂટયો નાૃથી, પણ ઘણા શેરોમાં ઓફલોડીંગ ઃ ડીસેમ્બર ફ્યુચર ૪૭૫૧ ાૃથઇ ૪૭૬૪
એનએસઇનો નિફટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૪૮૦૦.૬૦ સામે ૪૭૮૮.૭૦ મથાળે ખુલીને અફડાતફડીમાં ઉપરમાં ૪૮૩૯.૫૫ થઇ નીચામાં ૪૭૫૦.૪૦ વચ્ચે અથડાતો રહી અંતે ૩૭.૩૫ પોઇન્ટ ઘટીને ૪૭૬૩.૨૫ બંધ રહ્યો હતો. ડેરીવેટીવ્ઝમાં નિફટી બેઝડ અફડાતફડીમાં નિફટી ડીસેમ્બર ફ્યુચર ૫૨૪૭૧૭ કોન્ટ્રેકટસમાં રૃા.૧૨૫૮૬.૭૦ કરોડના ટર્નઓવરે ૪૮૧૧.૩૫ સામે ૪૮૦૦ ખુલી ઉપરમાં ૪૮૪૮ અને નીચામાં ૪૭૫૧.૦૫ સુધી જઇ છેલ્લે ૪૭૬૪ બોલાતો હતો. નિફટીમાં હજુ ૪૭૫૬ નો હવાલો તૂટયો નથી, ત્યાં ઘણા શેરોના ભાવો ૧૦ થી ૧૫ ટકા તૂટતા જાય છે. સ્ટેટ બેંક સહિતમાં ઓફલોડીંગ થયું હતું.
નિફટી ૪૭૦૦નો પુટ નીચામાં ૫૪.૭૦ ાૃથી ઉપરમાં ૮૯.૮૦ ાૃથયો ઃ ૪૨૦૦નો પુટ ૪.૦૫ ાૃથી ઉછળી ૬.૩૫
નિફટી ડીસેમ્બર ૪૭૦૦નો પુટ ૫૮૧૩૨૩ કોન્ટ્રેકટસમાં રૃા.૧૩૮૭૧.૮૪ કરોડના ટર્નઓવરે ૬૭.૨૫ સામે ૭૧.૧૦ ખુલી નીચામાં ૫૪.૭૦ થઇ ઉપરમાં ૮૯.૮૦ સુધી જઇને અંતે ૮૧ બોલાતો હતો. નિફટી ૪૯૦૦નો કોલ ૭૦.૩૫ સામે ૬૫.૫૦ ખુલી ઉપરમાં ૮૩ થઇ નીચામાં ૪૭.૩૦ સુધી ખાબકી જઇ અંતે ૪૯.૭૦ બોલાતો હતો. નિફટી ૪૬૦૦નો પુટ ૪૦.૪૫ સામે ૪૩.૯૫ ખુલી નીચામાં ૩૨.૮૦થી ઉપરમાં ૫૫.૯૦ સુધી જઇ અંતે ૪૯ બોલાતો હતો. નિફટી ૪૨૦૦નો પુટ ૪.૦૫ સામે ૬ ખુલી નીચામાં ૩.૬૦ થી ઉપરમાં ૬.૩૫ સુધી જઇ છેલ્લે ૫.૬૦ બોલાતો હતો.
બેંક નિફટીમાં ફંડો ફરી વેચવાલ ઃ ૮૬૮૯ ાૃથઇ ૮૪૫૪ બોલાયો ઃ ૫૦૦૦નો કોલ ૪૮ ાૃથઇ ૨૫.૧૦
બેંક નિફટી ડીસેમ્બર ફ્યુચર ૯૩૮૧૧ કોન્ટ્રેકટસમાં રૃા.૨૦૦૮.૮૩ કરોડના ટર્નઓવરે ૮૫૫૩.૯૦ સામે ૮૫૫૦ ખુલી ઉપરમાં ૮૬૮૯ થઇ નીચામાં ૮૪૫૪ સુધી ગબડી અંતે ૮૫૩૦ બોલાતો હતો. નિફટી ૪૩૦૦નો પુટ ૭.૩૫ સામે ૭.૯૫ ખુલી નીચામાં ૫.૬૦ થી ઉપરમાં ૧૦.૬૦ સુધી જઇને છેલ્લે ૯.૧૦ બોલાતો હતો. નિફટી ૫૦૦૦નો કોલ ૪૦.૬૫ સામે ૩૮ ખુલી ઉપરમાં ૪૮ સુધી જઇને નીચામાં ૨૫.૧૦ થઇ છેલ્લે ૨૬.૪૦ હતો.
ટાટા ગુ્રપ શેરોમાં ટાટા પાવર, ટાટા સ્ટીલ ટાટા ગ્લોબલ ગબડયા ઃ ઇન્ડિયન હોટલ્સમાં મજબૂતી
ટાટા ગુ્રપ કંપનીઓના પ્રમુખ શેરોમાં એફઆઇઆઇ, લોકલ ફંડોની મોટા પાયે વેચવાલી નીકળતા ટાટા પાવર રૃા.૩.૬૦ તૂટીને રૃા.૮૬.૯૦, ટાટા સ્ટીલ રૃા.૧૫.૪૫ તૂટીને રૃા.૩૭૬.૫૦, ટાટા ગ્લોબલ બીવરેજીસ રૃા.૧.૯૫ ઘટીને રૃા.૮૬.૭૫, ટાટા કેમિકલ્સ રૃા.૯.૯૫ ઘટીને રૃા.૩૩૪.૮૦, ટાટા મોટર્સ રૃા.૨.૦૫ ઘટીને રૃા.૧૭૬.૯૦ રહ્યા હતા. અલબત ટાટા કોમ્યુનિકેશન્સ રૃા.૪.૭૫ વધીને રૃા.૧૯૬.૧૦, ઇન્ડિયન હોટલ્સ રૃા.૫૭.૯૫ રહ્યા હતા.
ડોલર રૃા.૫૩.૬૭ રેકોર્ડ ઊંચાઇએ ઃ સબસીડી બોજ રૃા.૬૦૦૦૦ કરોડ વધ્યો ઃ એચપીસીએલ, બીપીસીએલ તૂટયા
રૃપિયા સામે ડોલર વધીને રૃા.૫૩.૬૭ની રેકોર્ડ નવી ઊંચાઇએ પહોંચતા ક્રુડ ઓઇલનું આયાત બિલ વધવાના અને સરકાર પર ફ્યુલ સબસીડીનો બોજ રૃા.૪૬ થી રૃા.૫૩.૬૭ ના ડોલર ભાવને પરિણામે રૃા.૬૦૦૦૦ કરોડનો વધારો થઇ જતાં ફરી પેટ્રોલના ભાવ શુક્રવારથી લીટર દીઠ રૃા.૬૫ પૈસા વધવાની શક્યતા છતાં ડીઝલ, કેરોસીન, એલપીજીના ભાવ વધારાની અનિશ્ચિતતાએ પેટ્રોલીયમ માર્કેટીંગ પીએસયુવ શેરોમાં ગાબડાં પડયા હતા. એચપીસીએલ રૃા.૧૪.૪૫ તૂટીને રૃા.૨૭૫.૫૫, બીપીસીએલ રૃા.૨૬.૪૫ તૂટીને રૃા.૫૧૪.૪૫ ઇન્ડિયન ઓઇલ કોર્પ રૃા.૮.૨૦ ઘટીને રૃા.૨૬૭.૫૦, એસ્સાર ઓઇલ રૃા.૨.૪૫ ઘટીને રૃા.૫૭.૬૦, ગેઇલ ઇન્ડિયા રૃા.૧૩.૦૫ ઘટીને રૃા.૩૭૭, ઓએનજીસી રૃા.૩.૮૫ ઘટીને રૃા.૨૫૧.૫૦, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૃા.૩.૬૦ ઘટીને રૃા.૭૩૯ રહ્યા હતા.
ફુગાવો ાૃધારણાાૃથી ઓછો ઘટી ૯.૧૧ ટકા ઃ રિઝર્વ બેંક િાૃધરાણ નીતિમાં ઢીલ નહીં મૂકે ઃ રીયાલ્ટી શેરો તૂટયા
ઔદ્યોગિક મંદીની શરૃઆથ સાથે હવે ફુગાવાનો દર અપેક્ષીત નહીં ઘટીને ૯.૧૧ ટકાની સપાટીએ રહેતા રિઝર્વ બેંક દ્વારા શુક્રવારે ધિરાણ નીતિની સમીક્ષામાં વ્યાજ દરોમાં ઘટાડા તરફી ખાસ પગલાં અપેક્ષીત નહીં હોવાથી રીયાલ્ટી ક્ષેત્રે તીવ્ર મંદીના એંધાણે રીયાલ્ટી શેરોમાં ગાબડાં પડયા હતા. સનટેક રીયાલ્ટી રૃા.૨૭.૧૫ તૂટીને રૃા.૩૪૦, ડીબી રીયાલ્ટી રૃા.૨.૯૦ તૂટીને રૃા.૫૭.૪૦, ડીએલએફ રૃા.૬.૮૫ ઘટીને રૃા.૨૦૧.૪૫, પ્રેસ્ટિજ એસ્ટેટ રૃા.૨.૨૫ ઘટીને રૃા.૭૦.૨૫, એચડીઆઇએલ રૃા.૧.૨૦ ઘટીને રૃા.૫૭.૨૫, ગોદરેજ પ્રોપર્ટી રૃા.૯ ઘટીને રૃા.૬૬૬.૭૫ રહ્યા હતા. બીએસઇ રીયાલ્ટી ઇન્ડેક્ષ ૩૭.૩૧ પોઇન્ટ ઘટીને ૧૫૦૫.૧૩ રહ્યો હતો.
લંડન મેટલમાં કોપર સહિતના ભાવો તૂટયા ઃ મેટલ શેરોમાં ાૃધોવાણ ઃ સ્ટરલાઇટ, હિન્દાલ્કો ઘટયા
યુરોપ ઝોન ઋુણ કટોકટી ઉકેલવાના પાછલા દિવસોના પ્રયાસોમાં ખાસ સફળતા નહીં મળવાના અને ઇટાલીનો ઋુણ ખર્ચ વધતા તેમ જ યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા નવા સ્ટીમ્યુલસના ઇન્કારે લંડન મેટલ એક્ષચેન્જમાં કોપર સહિતના ભાવો તૂટતા મેટલ શેરોમાં વેચવાલી વધી હતી. સ્ટરલાઇટ રૃા.૨.૩૫ ઘટીને રૃા.૯૭.૨૫, હિન્દાલ્કો રૃા.૨.૧૫ ઘટીને રૃા.૧૨૭.૩૦, ટાટા સ્ટીલ રૃા.૧૫.૪૫ ઘટીને રૃા.૩૭૬.૫૦, સેઇલ રૃા.૨.૯૦ ઘટીને રૃા.૭૭.૮૦, હિન્દુસ્તાન ઝિંક રૃા.૩.૧૫ ઘટીને રૃા.૧૧૮.૫૦, જેએસડબલ્યુ સ્ટીલ રૃા.૧૩.૫૫ ઘટીને રૃા.૫૪૩.૯૫, સેસાગોવા રૃા.૩.૯૫ ઘટીને રૃા.૧૬૯ રહ્યા હતા. બીએસઇ મેટલ ઇન્ડેક્ષ ૨૧૯.૬૩ પોઇન્ટ તૂટીને ૯૯૬૯.૩૫ રહ્યો હતો.
પેટ્રોલના ભાવ ૬૫ પૈસા વાૃધશે ઃ ઓટો શેરોમાં વેચવાલી ઃ મહિન્દ્રા, હીરો મોટોકોર્પ, ટાટા મોટર્સ ઘટયા
ડોલર રૃા.૫૩.૬૭ની ઊંચાઇએ પહોંચતા ક્રુડ આયાત બિલ વધતા હવે પેટ્રોલના ભાવમાં શુક્રવારથી તોળાતા લીટર દીઠ રૃા.૬૫ પૈસા વધારાએ ઓટોમોબાઇલ કંપનીઓના વાહનોના વેચાણને ફટકો પડવાના એંધાણે ઓટો શેરોમાં વેચવાલી વધી હતી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૃા.૨૪.૭૫ ઘટીને રૃા.૬૭૫.૫૫, હીરોમોટોકોર્પ રૃા.૩૬.૯૦ ઘટીને રૃા.૧૯૬૬.૫૫, ટાટા મોટર્સ રૃા.૨.૦૫ ઘટીને રૃા.૧૭૬.૯૦, મારૃતી સુઝુકી રૃા.૮.૪૫ ઘટીને રૃા.૯૪૬.૯૫, બજાજ ઓટો રૃા.૯.૪૫ ઘટીને રૃા.૧૬૫૧.૦૫ રહ્યા હતા.
હવે એડવાન્સ ટેક્ષના આંકડા આજે નબળા આવશે ઃ પાવર શેરોમાં ગાબડાં ઃ અરીવા રૃા.૪૭ તૂટીને રૃા.૧૫૦
પાવર-કેપિટલ ગુડઝ કંપનીઓની ઊંચા ધિરાણ વ્યાજ દરોએ લોન ખર્ચ બોજ વધવા સાથે હવે ઔદ્યોગિક મંદીએ નવા ઓર્ડરોના અભાવમાં કફોડી હાલતના એંધાણે શેરોમાં વેચવાલી વધી હતી. એડવાન્સ ટેક્ષના આવતીકાલે-ગુરૃવારે જાહેર થનારા કંપનીઓના આંકડા નબળા જાહેર થવાની શક્યતાએ પણ વેચવાલી વધી હતી. અરીવા ટીએન્ડડી રૃા.૪૬.૯૦ તૂટીને રૃા.૧૫૦.૨૫, એનએચપીસી ૫૫ પૈસા તૂટીને રૃા.૨૦.૪૦, રિલાયન્સ ઇન્ફ્રા. રૃા.૧૫.૪૫ તૂટીને રૃા.૩૬૨, જેએસડબલ્યુ એનર્જી રૃા.૧.૩૫ ઘટીને રૃા.૪૦.૧૦, પાવર ગ્રીડ કોર્પ રૃા.૨.૯૦ ઘટીને રૃા.૯૬.૧૦, ભેલ રૃા.૬ ઘટીને રૃા.૨૫૫.૪૦, એનટીપીસી રૃા.૩.૭૦ ઘટીને રૃા.૧૬૩, સિમેન્સ રૃા.૧૨.૭૫ ઘટીને રૃા.૬૬૯ રહ્યા હતા.
મહામંદીના ઓંધાણ ઃ ૧૬૨૬ શેરો ઘટયા ઃ ૨૧૩ શેરોમાં મંદીની નીચલી સર્કિટ
સ્મોલ-મિડ કેપ 'બી' ગુ્રપના સંખ્યાબંધ શેરોમાં વેચવાલીએ માર્કેટબ્રેડથ સતત ખરાબ રહી હતી. બીએસઇમાં આજે કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૬૬ સ્ક્રીપમાંથી ઘટનારની સંખ્યા ૧૬૨૬ અને વધનારની ૧૦૮૦ રહી હતી. ૨૧૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ હતી. જ્યારે ૧૫૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ હતી.
યુરોપમાં ૨૫ થી ૩૫ પોઇન્ટની નરમાઇ ઃ હેંગસેંગ ૯૩, નિક્કી ૩૪, સાંઘાઇ ૨૦ ઘટયા
એશીયાના અન્ય દેશોના બજારોમાં આજે જાપાનનો નિક્કી ઇન્ડેક્ષ ૩૩.૬૮ પોઇન્ટ ઘટીને ૮૫૧૯.૧૩, હોંગકોંગનો હેંગસેંગ ૯૨.૭૪ પોઇન્ટ ઘટીને ૧૮૩૫૪.૪૦, ચીનનો સાંઘાઇ કોમ્પોઝિટ ૨૦.૦૬ પોઇન્ટ ઘટીને ૨૨૨૮.૫૨ રહ્યા હતા. યુરોપના દેશોના બજારોમાં આજે સાંજે ચાલું બજારે ૨૫ થી ૩૫ પોઇન્ટની નરમાઇ હતી.
પ્રમોટરો- ઓપરેટરોના પ્લેજ શેરો ફૂટયા ! એક્શન કન્સ્ટ્રકશન, બિલર્કેર, થ્રીઆઈ ઈન્ફોટેક તૂટયા
સ્મોલ મિડ કેપ શેરોમાં હવે રહી રહીને ઓપરેટરોના ઓફ લોડીંગ સાથે ઈન્વેસ્ટરો પ્રમોટરોના પ્લેજ શેરો ફૂટવા લાગ્યાની ચર્ચાએ એક્શન કન્સ્ટ્રકશન રૃ.૩.૯૦ તૂટીને રૃ.૩૧.૨૦, કરૃર કેસીપી રૃ.૧.૯૦ તૂટીને રૃ.૧૭.૨૫, પેન્ટાલૂન રીટેલ રૃ.૧૫.૫૫ તૂટીને રૃ.૧૪૨.૦૫, થ્રી આઈ ઈન્ફોટેક રૃ.૨ તૂટીને રૃ.૧૬.૮૦, સહારા વન રૃ.૧૨.૧૦ તૂટીને રૃ.૧૦૭.૫૦, બિલકેર રૃ.૧૫.૬૦ તૂટીને રૃ.૧૮૩.૧૦, ટાઈમેક્ષ ગુ્રપ રૃ.૧.૬૦ તૂટીને રૃ.૨૧, એસ્કોર્ટસ રૃ.૪.૩૫ તૂટીને રૃ.૭૦.૮૦ રહ્યા હતા.
બલરામપુર ચીની, સિન્ટેક્ષ, જૈન ઈરીગેશન, ઓર્ચિડ કેમિકલ્સ, ઈન્ડિયા ઈન્ફોલાઈનમાં ગાબડાં
બલરામપુર ચીની રૃ.૪.૪૫ તૂટીને રૃ.૩૫.૫૦, સનટેક રીયાલ્ટી રૃ.૩૧.૬૫ તૂટીને રૃ.૩૩૫.૫૦, સિન્ટેક્ષ ઈન્ડસ્ટ્રી રૃ.૬.૬૫ તૂટીને રૃ.૭૪.૪૦, જૈન ઈરીગેશન રૃ.૭.૬૫ તૂટીને રૃ.૯૭.૬૦, ઓર્ચિડ કેમિકલ્સ એફસીસીબીની જવાબદારીના નાણાની ફેબુ્ર.માં ચૂકવણી હોઈ પ્રમોટરોની કફોડી હાલતે રૃ.૧૧.૧૫ તૂટીને રૃ.૧૪૮.૯૦, ઈન્ડિયા ઈન્ફોલાઈન રૃ.૩.૪૫ તૂટીને રૃ.૫૩.૫૦, ફોર્ટીસ હેલ્થકેર રૃ.૫.૮૦ તૂટીને રૃ.૧૦૦, ડેલ્ટા કોર્પ રૃ.૩.૪૫ તૂટીને રૃ.૬૨.૭૦, બાયર ક્રોપ રૃ.૩૯.૯૫ તૂટીને રૃ.૭૩૧, બીએફ યુટીલીટી રૃ.૧૪.૨૦ ઘટીને રૃ.૩૨૦.૩૦, જેટ એર ઈન્ડિયા રૃ.૯.૮૦ ઘટીને રૃ.૨૨૮ રહ્યા હતા.
ડીઆઈઆઈની રૃ.૪૫૦ કરોડના શેરોની ખરીદી ઃ એફઆઈઆઈની રૃ.૧૪૦ કરોડની વેચવાલી
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે-બુધવારે કેશ સેગ્મેન્ટમાં શેરોમાં રૃ.૧૪૦.૧૩ કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃ.૨૨૪૬.૪૩ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃ.૨૩૮૬.૫૬ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. જયારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃ.૪૪૯.૫૯ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'કોલેવેરી ડી' મારા ગીતની જ નકલ છે ઃ અનુ મલિક
ટ્રોમ ક્રુઝ બાદ હવે હોલીવૂડની લોકપ્રિય અભિનેત્રી સ્કારલેટ ભારત આવવા ઉત્સુક
હૃતિક રોશન તેના અંગત ટ્રેઈનરને મહિને રૃ.૨૦ લાખ ચૂકવવા તૈયાર
સલમાન ખાન અને સૂરજ બડજાત્યાએ ફરી હાથ મેળવ્યા ઃ લવસ્ટોરીવાળી ફિલ્મ બનાવશે
સતત ત્રીજા દિવસે અફડાતફડી ઃ ફુગાવો અપેક્ષાથી ઓછો ઘટતા શેરોમાં વેચવાલી ઃ સેન્સેક્ષ ૧૨૧ ઘટયો
સોનામાં રૃ.૨૪૦નો તથા ચાંદીમાં રૃ.૧૦૬૦નો તીવ્ર કડાકો
એનએસઈએલ પર ઈ-ગોલ્ડમાં ૬૪૭ કિલો અને ઈ-સિલ્વરમાં ૩૫,૦૪૨ કિલોથી વધુના વોલ્યુમ સાથે બંને કીમતી ધાતુના ભાવમાં નરમાઈ
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં ૩૧,૪૮,૩૬૨ લોટનું વોલ્યુમ
સાંભળ્યું છે કે....
ઓપેકની મહત્વપૂર્ણ બેઠક પહેલા ક્રૂડના ભાવ ૯૯ ડોલરથી નીચે
પાપુઆ ન્યૂગીનીમાં ૭.૧ની તીવ્રતાનો ભૂકંપ ઃ જાનહાની નહીં
બ્રિટનમાં વધતી ગરીબીથી વિદ્યાર્થિનીઓ દેહ વ્યાપારના માર્ગે વળી
ભવિષ્યમાં હુમલા થયા તો સાંખી નહીં લઇએ ઃ પાક. વિદેશ પ્રધાન ખાર
ભુટ્ટો પરિવારમાં મતભેદો સર્જાયા હોવાના અહેવાલો
આજથી ઓસ્ટ્રેલિયાના પ્રવાસની પ્રથમ મેચ ભારત ચેરમેન ઈલેવન સામે રમશે
ભારત સામેની ટેસ્ટ શ્રેણી અગાઉ ઓસ્ટ્રેલિયાની ટીમની હાલત કફોડી
ક્રિકેટની ચાહનાને ટકાવી રાખવા ડે-નાઇટ ટેસ્ટ મેચ અંગે વિચારો
ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે યુએઇમાં ત્રણ ટેસ્ટની શ્રેણી રમાશે

ચેમ્પિયન્સ લીગ ફૂટબોલઃ માન્ચેસ્ટર યુનાઇટેડ ગુ્રપ સ્ટેજમાં જ બહાર ફેંકાયું

ઇન્ટરનેટ પર નિયંત્રણ કરવાન ઇરાદો નથી ઃ સરકાર
દેશભરમાં પાંચ વર્ષની અંદર રેલવે અકસ્માતમાં ૧૨૦૦નાં જીવ ગયા
અણ્ણા આકરા શિયાળાને લીધે કદાચ દિલ્હીને બદલે મુંબઈમાં અનશન કરશે
ગબડતા રૃપિયાને લીધે અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી
'વફા'માં રાજેશ ખન્ના સાથે ચમકેલી પાકિસ્તાની અભિનેત્રી લૈલા ખાન પરિવાર સાથે ૬ મહિનાથી ગુમ
ઈંગ્લીશ ટયુશનમાં મિત્ર બનેલી મહિલાનું યુવાન સાથે બ્લેકમેઈલીંગ
સળગી ઉઠેલી સ્કૂલ વાનમાંથી ૭ વિદ્યાર્થીઓનો દિલધડક બચાવ
સીંગદાણામાં ધુમ ખરીદીઃ સિંગતેલમાં ત્રણ દિવસમાં રૃા. ૫૦નો ઉછાળો
ધનસુરા અને ઇડરમાં પુરવઠા ખાતાના દરોડા
આણંદ તાલુકાના રામનગરમાં મકાનમાં પ્રચંડ આગ ભભૂકી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved