Last Update : 15-Dec-2011,Thursday
 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૫-૧૨-૨૦૧૧ ગુરૂવાર

માગશર વદ પાંચમ

વૈદ્યૃતિયોગ રાત્રે ૧૧ ક. ૫૭ મિ.

મકરમાં શુક્ર - બજારોમાં વધઘટ જણાય?

 

દિવસના ચોઘડિયા ઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.

રાત્રિના ચોઘડિયા ઃ અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૭ ક. ૧૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૫ મિ.

સૂરત સૂર્યોદય ઃ ૭ ક. ૦૯ મિ. સૂર્યાસ્ત ૧૭ ક. ૫૮ મિ.

મુંબઇ સૂર્યોદય ઃ ૭ ક. ૦૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૨ મિ.

નવકારસી સમય ઃ (અ) ૮ ક. ૦૩ મિ. (સૂ) ૭ ક. ૫૭ મિ. (મું) ૭ ક. ૫૩ મિ.

જન્મરાશિ ઃ- આજે રાત્રે ૧૦ ક. ૫૨ મિ. સુધીમાં જન્મેલ બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવશે. ત્યારપછી જન્મેલ બાળકની સંિહ (મ.ટ.) રાશિ આવે.

 

નક્ષત્ર ઃ- આશ્વ્લેષા રાત્રે ૧૦ ક. ૫૨ મિ. સુધી પછી મઘા. આજે રાત્રે ૧૦ ક. ૫૨ મિ. સુધીમાં જન્મેલ બાળક માટે આશ્વ્લેષા શાંતિ કરાવવી.

ગોચર ગ્રહ ઃ- સૂર્ય- વૃશ્ચિક, મંગળ- સંિહ, બુધ- વૃશ્ચિક, ગુરૂ- મેષ, શુક્ર- મકરમાં ૨૭ ક. ૫૦ મી.થી, શનિ- તુલા, રાહુ- વૃશ્ચિક, કેતુ- વૃષભ, હર્ષલ (યુરેનસ) મીન,

નેપચ્યુન- કુંભ, પ્લુટો- ધન

ચંદ્ર- રાત્રે ૧૦ ક. ૫૨ મિ. સુધી કર્ક પછી સંિહ.

વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન નં. શાકે ઃ ૧૯૩૩, ખર સં. જૈનવીર સંવત ઃ ૨૫૩૮ રા.દિ.મા. ૨૪

માગશર સુદ પાંચમ ને ગુરૂવાર. વૈદ્યૃતિયોગ રાત્રે ૧૧ ક. ૫૭ મિ. સુધી. શુક્ર મકરમાં રાત્રે ૨૭ ક. ૫૦ મિ.થી.

આજે બજારોમાં વધઘટ જણાય? બધી ખેતીઓને નુકસાન થાય? વીસ દિવસમાં રસકસવાળા અનાજ મોંધું થાય?

મુસલમાની હિજરીસન ૧૪૩૩ મોહરમ માસનો ૧૯ રોજ

પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ ભર માસનો ૨૯ રોજ માહે સ્પંદ

 

[Top]
 

આજ નું ભવિષ્ય

 

તા. ૧૫-૧૨-૨૦૧૧ ગુરૂવાર

મેષ ઃ આજે આપે કોઇપણ કામમાં ઉતાવળ, ઉશ્કેરાટ, ગુસ્સો કર્યા વગર શાંતિથી દિવસ પસાર કરવો. નોકરી-ધંધામાં વિવાદથી દૂર રહેવું.

વૃષભ ઃ દેશ-પરદેશના, નોકરી-ધંધાના કામાં, લોભ-લાલચમાં, અન્યની દેખાદેખીમાં કોઇ નિર્ણય કરવો નહીં. નોકરીમાં ફેરફારી કરવી નહીં. ધંધામાં જોખમ કરવું નહીં.

મિથુન ઃ પુત્રૌપૌત્રાદિકના પ્રશ્નમાં, કામકાજમાં ચંિતા રહે. શેરોના, સોના- ચાંદી- લોખંડ, મોજશોખની ચીજવસ્તુ, ખાણીપીણીની ચીજવસ્તુમાં સંભાળવું પડે.

કર્ક ઃ આપના હૃદય-મનની હળવાશથી આપને તેમજ અન્યને આનંદ રહે. નોકરી-ધંધાના કામમાં ક્ષણિક લાભ, ફાયદો થાય. પત્ની-મિત્રથી રાહત રહે.

સંિહ ઃ બી.પી., ડાયાબીટીસ હોય તેમણે, સીઝનલ બિમારી આવેલી હોય તેમણે સંભાળવું. આડોશપાડોશના, સગાસંબંધી- મિત્રવર્ગના પ્રશ્ને ચંિતા-ખર્ચ જણાય.

કન્યા ઃ આપના રોજીંદા કામમાં ફાયદો-લાભ મેળવી શકો. કામ થાય, આવક થાય. આકસ્મિક કોઇને મળવાનું થાય. જુના સંબંધો તાજા થાય.

તુલા ઃ નોકરી-ધંધાના કામમાં અચાનક ન ધારેલી સફળતા, ફાયદો- લાભ જણાય. રાજકીય- સરકારી કે ખાતાકીય કે મિત્રવર્ગના સંબંધો તાજા થાય.

વૃશ્ચિક ઃ પરદેશમાં કે બહારગામ રહેતા સગા સંબંધી- મિત્રવર્ગની તેમજ નોકરી-ધંધાની કામગીરીમાં વ્યસ્તતા રહે. સીઝનલ ધંધામાં આવક થાય.

ધન ઃ આજે આપે પડવા વાગવાથી, વિવાદથી, નુકસાનીથી સંભાળવું પડે. નોકરી-ધંધામાં શાંતિથી દિવસ પસાર કરી લેવો. ગુસ્સો- ઉતાવળ કરવી નહીં.

મકર ઃ આપના રોજીંદા કામમાં, અન્ય વધારાના કામોમાં સાનુકૂળ પ્રગતિથી આજે આનંદમાં રહો પરંતુ વઘુ પડતા ઉત્સાહમાં જોખમ વધારવું નહીં.

કુંભ ઃ નોકરી-ધંધાના કામમાં, ભાગીદારીવાળા કામમાં, સગા-સંબંધી- મિત્રવર્ગના કામમાં, પુત્રપૌત્રાદિકના પ્રશ્નમાં ચંિતા રહે. મુંઝવણ અનુભવો.

મીન ઃ આપના કામની સફળતા- આપના આત્મવિશ્વાસમાં, ઉત્સાહમાં વધારો કરાવે. નોકરી-ધંધામાં સાનુકૂળતા- આનંદ રહે.

- પ્રા. અગ્નિદત્ત પદમનાભ

જન્મ તારીખ વર્ષ સંકેત

તા. ૧૫ ડિસેમ્બર

આજથી શરૂ થઇ રહેલા આપના જન્મવર્ષ દરમ્યાન વર્ષારંભે માતાપિતા, વડીલવર્ગના આરોગ્ય કે સ્વભાવના કારણે ચંિતા- અસ્વસ્થતા, મુશ્કેલી અનુભવાય. મકાન,

જમીન, સંયુક્ત મીલ્કતના પ્રશ્નમાં, સંયુક્ત કુટુંબ- પરિવારના પ્રશ્નમાં મુશ્કેલી અનુભવો. નોકરી-ધંધામાં જેમની સાથે સારા સંબંધ હોય તેમની સાથે મનદુઃખ કે ગેરસમજ

થાય, છુટા પડવાનું થાય. તમારું સ્થળાંતર થાય કે સામી વ્યક્તિનું સ્થળાંતર થાય. જેમ જેમ વર્ષનો ઉત્તરાર્થ નજીક આવતો જાય તેમ તેમ તમારા વ્યવહારિક, સામાજીક

કામમાં ઘ્યાન આપવું પડે. પુત્રપૌત્રાદિકના વિદ્યાભણતર, વિવાહ-લગ્નના, નોકરી-ધંધાના કામ ઉકેલાતા હળવાશ, રાહત અનુભવો. આરોગ્યની દ્રષ્ટિએ આ વર્ષમાં આપે

બેકાળજી રાખવી નહીં. છાતીમાં દર્દપીડાની ઉપેક્ષા કરવી નહીં. ચક્કરથી, પડવા વાગવાથી સંભાળવું પડે. સ્ત્રી વર્ગને વર્ષારંભે પોતાના રોજીંદા કામમાં નાની મોટી કોઇ

ને કોઇ તકલીફ અનુભવાય. જસ મળે નહીં. વર્ષનો ઉત્તરાર્ધ રાહતવાળો રહે. વિદ્યાર્થીવર્ગને ભણવામાં પ્રગતિ- સફળતા થતી જાય. આત્મવિશ્વાસ વધતો જાય. મિત્રવર્ગથી

સમય બગાડવો નહીં.

 

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગન અને મગન બગીચામાં બેઠા બેઠા ટોળટપ્પા મારી રહ્યા હતા. છગને મગનને પૂછ્‌યું, ‘‘પહેલી તારીખે તું ઘરે જઈને કેટલા રૂપિય તારી પત્નીને આપે છે?’’
‘‘એક પણ નહીં,’’ છગને જવાબ આપ્યો.
‘કેમ એમ?’ મગને પૂછ્‌યું.
‘‘મારી પત્ની,’’ છગને કહ્યું, ‘‘જાતે જ ઓફિસે આવીને મારો પૂરો પગાર લઈ લે છે.’’

[Top]
 

આજ ની રેસીપી

 

બટાટાનાં ગુલાબ જાંબુ

સામગ્રી ઃ ૨ કપ દૂધ, ૨ ચમચા મેંદો, ચાર ઈલાયચીનો ભૂકો, ૨ કપ પાણી, ત્રણ મઘ્યમ કદના બટાટા, એક ચમચો ગુલાબજળ, ૨ કપ સાકર, ૧/૨ ચમચી કેસર.
રીત ઃ બટાટાની છાલ કાઢી પાતળી સ્લાઈસ કરવી. બટાટાની સ્લાઈસને પાણીથી બરાબર ધોઈ નાખવી. સ્લાઈસને ધોેયા પછી પાણી નીતારી દુધમાં નાખી ગરમ કરવા મુકવું. દૂધ બળી જાય પછી નીચે ઉતારી બરાબર હલાવવું. દૂધ ચોંટે નહીં, તેનું ખાસ ઘ્યાન રાખવું. બટાટાનો માવો અને મેંદો બંને ભેગા કરી હલાવવું. નરમ લોટ બનાવી નાના ગોળા વાળવા આ ગોળાઓને ગરમ ઘીમાં ધીમા તાપે બદામી રંગના થાય ત્યાં સુધી તળવા, પાણીમાં સાકર નાખી ગરમ કરવા મુકવું. તેની પાતળી ચાસણી કરવી ગરમ ચાસણીમાં ઈલાયચીનો ભુકો નાખવો. જાંબુ તળીને ચાસણીમાં નાંખવા. કેસર ગરમ કરી ભૂકો કરી નાખવું. ત્યાર પછી ગુલાબજળ નાખવું. લગભગ પંદર મિનિટ પછી નાસ્તામાં પીરસી શકાય છે.

 

ત્રિરંગી બટેટાંટોપ
સામગ્રી ઃ એક કિલો બટાટા, અડધો કિલો વટાણા, અડધો કીલો રતાળું, કોપરું, તજ, લવંિગ, તલ, લાલ દ્રાક્ષ, કોથમીર, આદુ-મરચાં, લસણ, વાટેલ સીંગદાણા, મીઠું, ખાંડ, હળદર, જોઈતા પ્રમાણમાં ગરમ મસાલો, ત્રણ ચમચા ઘઉંનો અથવા ચણાનો લોટ.
રીત ઃ સૌપ્રથમ બટેટાને બાફી તેનો છુંદો કરી નાખવો અને તેમાં થોડું મીઠું તેમજ ત્રણ ચમચા ઘઉંનો અથવા ચણાનો લોટ ભળી દેવો. રતાળુને વરાળથી બાફી નાખી તેનો છુંદો કરવો અને તેમાં પણ થોેડુંક મીઠું ભેળવવું. લીલા વટાણાને ગ્રાઈન્ડરમાં પીસી નાખવા ત્યારબાદ તજ લવંિગનો વઘાર કરી સાંતળવા અને તેમાં કોપરું થોડા તલ, લાલ દ્રાક્ષ, કોથમીર, આદુ, મરચાં, લસણ, વાટેલા સીંગદાણા ા, મીઠું, ખાંડ, હળદર, ગરમ મસાલો વગેરે સરખી રીતે મિક્સ કરી દેવો.
ત્યારબાદ કથરોટના જેવું પહોળું તપેલું લઈ તેમાં તેલ લગાવવું અને તેમાં બટેટાનો રોટલો થાપી મુકી દેવો. આ રોટલા ઉપર વટાણાનો જે મસાલો ઉપર તૈયાર કર્યો છે તેનું પડ પાથરવું અને આ પડની ઉપર રતાળુનો રોટલો બનાવી મુકી દેવો. ફરી તેના પર જેટલા પડ બનાવવા હોય તેટલા બનાવી શકાય છે. તપેલામાં તેલ જરા વધારે રેડવું અને તવેથા વડે સરખું ગોળ બનાવી દેવું. ત્યારબાદ વાસણને એકદમ ધીમા તાપે મુકવું અને લાલ રંગનું પડ થાય ત્યારે ઉતારી લેવું. ત્યારબાદ તેના પર કોથમીર અને કોપરાનું ડેકોરેશન કરવું. આ વાનગીને કેકની જેમ કાપી શકાશે અને ત્રણ રંગની દેખાશે. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
બટાટાંની બરફી
સામગ્રી ઃ ૫૦૦ ગ્રામ બટાટા, ૧ કિલો સાકર, ૨૫૦ ગ્રામ માવો, એક છટાંક કોપરું, એક છટાંક કીસમીસ, એક તોલો ઈલાયચી, ૨ નંગ ચાંદીના વરખ, એક છટાંક પીસ્તા બદામ.
રીત ઃ બટાટા બાફી, છોલી, છીણી નાખો. ત્યારબાદ ઘીમાં સાંતળી નાખો, સાકરની જાડી ચાસણી કરી તેમાં બટાટાનું પુરણ, માવો કોપરું, કીસમીસ અને છેલ્લે બદામ નાખો. બઘુ ંએકરસ થાય અને પાણી બિલકુલ રહે નહિ ત્યાં સુધી હલાવો. થાળીમાં ઘી લગાવી તૈયાર થયેલા પુરણને તેના પર પાથરી દો, એલચીના દાણા, પીસ્તાના ટુકડા અને ચાંદીના વરખ, શોેભા માટે તેના પર લગાવો ઠરી ગયા પછી તેના કડકા કરો.

 

 

[Top]
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved