Last Update : 14-Dec-2011,Wednesday
 
ગરીબ આવાસમાં પાલિકાની ટીમ પર હિંસક હુમલોઃ ૮ને ઇજા

 

કોસાડ આંગણવાડીની જગ્યા પર બનતા મંદિરનું કામ અટકાવાતા
૧૫૦ના ટોળાએ લાકડાના ફટકા સાથે અધિકારીઓને ઘેરીેને ફટકાર્યા ઃ પથ્થરમારો કરી પાલિકાના વાહનો તોડી નાખ્યા
(પ્રતિનિધિ દ્વારા) સુરત, મંગળવાર
સુરતના કોસાડ ગરીબ આવાસ ખાતે આંગણવાડીની જગ્યામાં બની રહેલું મંદિર દુર કરવા જતાં પાલિકાની ટીમ પર હિંસક હુમલો કરાયો હતો. ગેરકાયદે બની રહેલા મંદિરની કામગીરી રોકવા જતાં ૧૫૦થી વધુના ટોળાએ લાકડાના ફટકા તથા ઢીંક મુક્કીનો માર મારી પાલિકાના કર્મચારીઓને અધમુવા કરી દીધા હતા. તમામ ઘાયલ કર્મચારીઓને સ્મીમેરમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. પાલિકા દ્વારા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતાં અમરોલી પોલીસે મોડી સાંજે હુમલો કરનારા સાતની ધરપકડ કરી હતી.
સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં કોસાડ ગરીબ આવાસ બન્યા છે. આ ગરીબ આવાસમાં મંદિર તથા મસ્જીદ માટે પાલિકા દ્વારા જમીન ફાળવણી કરવા માટે કવાયત હાથ ધરી છે. પરંતુ છેલ્લા બે દિવસથી કોસાડ ગરીબ આવાસના બાળકો માટે આંગણવાડીના અનામત પ્લોટમા ગેરકાયદે બાંધકામ થતું હોવાની ફરિયાદ મળી હતી. આ ફરિયાદ બાદ પાલિકાએ આ બાંધકામ અટકાવ્યું હતું. જોકે, આજે ફરીથી બાંધકામ શરૃ થતાં પાલિકા તંત્ર બાંધકામ દુર કરવા માટે ગયું હતું.
કોસાડના એચ-૩માં આંગણવાડીના પ્લોટમાં બની રહેલા બાંધકામ દુર કરવા માટે ડે. ઈજનેર ડી.ટી. પટેલ, જુનિયર ઈજનેર સી.યુ. પટેલ અને વલ્લભ કણસાગરા સહિતની ટીમ ગઈ હતી. આ અનામત જગ્યા પર મંદિર બનાવવા માટે કામગીરી અટકાવતા હાજર પુજારી તથા અન્ય લોકોએ ફોન કરતાં ૧૫૦થી વધુ લોકોનું ટોળું આવી ગયું હતું. ટોળા દ્વારા પથ્થર મારો કરીને પાલિકાના બે વાહનોના કાચ તોડી નાંખવામાં આવ્યા હતા.
આ ટોળાઓના હાથમાં લાકડાના ફટકા તથા અન્ય સાધનો હતા. આ ટોળામાંથી ડી.ટી. પટેલને બહાર કાઢી માર મારવું કહેતાં પાલિકાના કર્મચારીઓએ ડી.ટી. પટેલને વચ્ચે લઈ લીધા હતા. પરંતુ ટોળા દ્વારા લાકડાના ફટકા વડે પાલિકાના કર્મચારીઓ પર હુમલો શરૃ કરી દીધો હતો. જેમાં ડી.ટી. પટેલને બન્ને હાથ, માથા તથા બરડાના ભાગે ઈજા થઈ હતી. આ ઉપરાત સી.યુ. પટેલને માથાના ભાગે ફટકો વાગતા માથું ફાટી ગયું હતું. જ્યારે વલ્લભ કણસાગરાને હાથ પર ઈજા થઈ હતી.
ઘટના અંગેની જાણ થતાં ઝોનલ ચીફ ભરત દલાલ, ઝોનલ ઓફિસર જયદિપસિંહ ચૌહાણ તથા પાલિકાના અન્ય અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં ઈજાગ્રસ્ત કર્મચારીઓને સ્મીમેરમાં સારવાર આપવામાં આવી હતી. આ હુમલામાં ડિમોલીશન માટે ગયેલા અન્ય કર્મચારી એચ.એમ. પટેલ, આર.ટી. ગાંજાવાલા, શૈલેષ પટેલ, સુધીર પટેલ તથા પિયુષ પટેલને પણ સામાન્ય ઈજા થઈ હતી.
સુરતપ પાલિકા વતી હુમલાનો ભોગ બનેલા ડી.ટી. પટેલે અમરોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં મોડી સાજે પોલીસે આઠ હુમલાખોરોની ધરપકડ કરી હતી. આ હુમલાના પગલે પાલિકાના કર્મચારીઓમાં રોષ વ્યાપી ગયો છે.

પુજારીએ ફોન કર્યો અને કમરે ત્રીશૂલ ભેરવી ટોળું ધસી આવ્યું
સુરત મહાનગરપાલિકાના કોસાડ ગરીબ આવાસમાં આંગણવાડીની જગ્યા પર મંદિર બનતું અટાકવવા ગયેલી પાલિકાની ટીમ પર હુમલો કરનારા બજરંગ દળના હોવાનું કહેવાય રહ્યું છે. પાલિકાની ટીમ ડિમોલીશન માટે પહોંચી ત્યારે હાજર પુજારીએ ફોન કરીને કેટલાક લોકોને બોલાવ્યા હતા. આ ફોન બાદ ટોળું આવ્યું તેમાથી અનેકના કમર પર ત્રીશુલ લટકાવેલું હોવાનું સ્થળ પરથી જાણવા મળ્યું છે. જેના કારણે આ હુમલો બજરંગ દળના કાર્યકરોએ કર્યો હોવાનું ચર્ચાય રહયું છે.

હુમલામાં ઈજાગ્રસ્તો
ડી.ટી. પટેલ
સી.યુ. પટેલ
વલ્લભ કણસાગરા
એચ.એમ. પટેલ
આર.ટી. ગાંજાવાલા
શૈલેષ પટેલ
સુધીર પટેલ અને પિયુષ પટેલ

 

 
 
 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત યુનિ.ના પદધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવાશે
પોલીસ જેવો યુનિફોર્મ પહેરી આઈકાર્ડ બતાવી વૃધ્ધાને લૂંટયા
પૂર્વની મેઈન ગટરલાઈન સાફ કરવા ૧૦.૫૧ કરોડ ખર્ચાશે
ફાર્મસી કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન ન કરાવનાર ૩૭ કોલેજોને નોટિસ
આમિર ખાન અને કિરણ રાવની એક સાંસ્કૃતિક રિસોર્ટ સેન્ટર સ્થાપવાની યોજના
મુન્નાભાઈ અને સર્કિટ ફરી એકવાર મુન્નાભાઈ ફ્રેન્ચાઇઝમાં પાછા ફરશે
માઘુરી દીક્ષિત નવી ટીવી ચેનલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે
સલમાન ખાને આશુતોષ ગોવારિકરની ફિલ્મ કરવાની સ્પષ્ટ ના પાડી
દેશમા કરાતી આયાતમાં ક્રૂડ પછી સોનું બીજા ક્રમે
સાંભળ્યું છે કે... વારાફરતી વારો... જેવી સ્થિતિનું નિર્માણ થશે ખરૃં?
કપરા આર્થિક સંજોગોમાં રૃપિયો અકલ્પનીય સપાટીએ ઊતરશે
રૃપિયો ૫૩-૪૦ની ઐતિહાસિક નીચી સપાટીએ
૨૬/૧૧ના ધડાકા બાદ તાજ હોટેલમાં લટાર મારનારો રામુ હવે એના પર ફિલ્મ બનાવશે
ખરીફ ચોખાની ખરીદી ૧૨૦ લાખ ટનને આંબી ગઈ
રિક્ષા-ટેકસી ચાલકો સામે મહિનામાં સાડા ચાર હજારથી વધુ ફરિયાદ
વિધાનસભા બહાર ડાંગરના કણસલાની હોળી ઃ ભાજપના વિધાનસભ્ય વર્ષ માટે સસ્પેન્ડ
૨૬/૧૧ના હુમલા બાદ સુરક્ષાના પૂરતા પગલાં લેવાયા નથી ઃ ગૃહ ખાતાની કબૂલાત
જે.ડેની હત્યા કરવા માટે છોટા રાજનને શૂટરને કોઈ કારણ આપ્યા નહોતા
ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં પોન્ટીંગને પડતો મુકવાની માંગ
હું એનસીએમાં હોદ્દો લઇને બેસી રહું તેવો નથીઃકુમ્બલે
ગાવસ્કરની વાર્ષિક રૃ.૫.૩ કરોડની ફીની માંગણી ભારતીય બોર્ડે ઠુકરાવી
યોકોવિચ અને ક્વિટોવાની આઇટીએફ વર્લ્ડ ચેમ્પિયનના એવોર્ડ માટે પસંદગી
અમેરિકાનું જાસુસી ડ્રોન વિમાન ઈરાન પરત કરે ઃ ઓબામા
અમેરિકા પાકને ૭૦ કરોડ ડોલરની સહાય અટકાવશે
કરાંચીના એક મદ્રેસામાંથી સાંકળે બાંધેલા ૫૦ કિશોરોને પોલીસે છોડાવ્યા
ભવિષ્યમાં હુમલા થયા તો સાંખી નહીં લઇએ ઃ પાક. વિદેશ પ્રધાન ખાર

રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર સામે રાજસ્થાનના સાત વિકેટે ૩૬૯

સોની યુવકના મોં ઉપર સ્પ્રે છાંટી દાગીનાની લૂંટ
કોંગ્રેસી સરકાર અણ્ણા હઝારેને છેતરે છે ઃ બાબા રામદેવ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ન્યુટ્રિશન લેબલ કેમ વાંચશો?
જરૂરી છે મેડિકલ ચેકઅપ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved