Last Update : 14-Dec-2011,Wednesday
 
નવમું ધોરણ પ્રાથમિકમાં લઇ જવાની જોરદાર અફવા

 

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,મંગળવાર,
માધ્યમિક શાળાઓમાં ચાલતા નવમા ધોરણને પણ પ્રાથમિક વિભાગમાં લઇ જવાની સરકારમાં હિલચાલ ચાલતી હોવાની જોરદાર અફવા શિક્ષણખાતામાં ચાલી રહી છે. તેને કારણે અનેક શિક્ષકોને ફાજલ થવાનો ડર સતાવી રહ્યો છે.જોકે અધિકૃત સુત્રોએ આ વાતને કેવળ અફવા ગણાવી રદીયો પણ આપ્યો છે. રાજ્યની શિક્ષણ વ્યવસ્થા હાલસંક્રાંતિકાળમાંથી પસાર થઇ રહી છે. એક તરફ આઠમું ધોરણં પ્રાથમિક વિભાગમાં ખસેડાઇ રહ્યું છે. તેને કારણે ફાજલ થઇ રહેલા શિક્ષકો થાળે પડાઇ રહ્યા છે.શાળા સંચાલકોના આંદોલનને લીધે અનેક શાળાઓ શિક્ષકો અને આચાર્ય સહિતના કર્મચારીઓની નિમણુંક કરી શકતી નથી.સેમેસ્ટર પ્રથાના અમલીકરણનું પણ પહેલું વર્ષ છે.
ગયા વર્ષે જે ગામડાંઓમાં આઠમું ધોરણ શરૃ થયું હતું, ત્યાં સરકારે નવમા ધોરણની વચગાળાની વ્યવસ્થા કરી છે
કેન્દ્ર સરકારના શિક્ષણ માળખાને અનુસરીને ે આઠમા ધોરણને પ્રાથમિકમાં સોંપી દઇ સરકારને પ્રાથમિક શિક્ષણનો આર્થિક પોતાને બોજોે માથેથી ખસેડી નાખવો છે.જો કે તેને કારણે અનેક ગામડાંઓને આઠમા ર્ંશિક્ષણનો લાભ પણ મળ્યો છે.અનેક બાળકોએ આગળનો અભ્યાસ પણ શરૃ કર્યો છે.
પરંતુ સરકારની નીતિરીતિ સાથે જેમને વાંધો છે, તેવા કેટલાક તત્વોએ એવી વ્યવસ્થિત વાતો ફેલાવવી શરૃ કરી છે કે નવમું ધોરણ પણ હવે સરકાર પ્રાથમિક વિભાગમાં લઇ જશે.પછી દસમું ધોરણ જ રહેશે.નાની શાળાઓને મોટી શાળાઓમાં મર્જ કરી દઇ સરકાર માધ્યમિક શાળાઓ બંધ કરી દેશે.આ અંગે માધ્યમિક શિક્ષણ બોર્ડના એક સદસ્યને પુછતાં તેમણે આ વાતને કેવળ અફવા ગણાવી હતી.આચાર્ય સંઘના રાજ્યકક્ષાના એક અધિકૃત હોદ્દેદારે પણ આ વાતને રદીયો આપ્યો હતો. માધ્યમિક શિક્ષણ બોર્ડનાપ્રમુખ અધિકારીે આવી કોઇ હિલચાલ ચાલી રહી હોવાનો ઇન્કાર કર્યો હતો. શાળા સંચાલક મંડળના શહેર કક્ષાના એક અગ્રણીએ પણ આવાતને અફવા ગણાવી હતી.
અફવા ફેલાવનારાઓએ એવો તર્ક ચલાવ્યો છે કે ચૌદ વર્ષ સુધીના બાળકોના અભ્યાસની ગ્રાંટ કેન્દ્ર સરકાર આપે છે. નવમા ધોરણના વિદ્યાર્થીની વય પણ તેટલી જ થતી હોઇ રાજ્ય સરકાર પોતાનો ખર્ચ ઘટાડવા નવમા ધોરણને પણ પ્રાથમિકમંા લઇ જવાની છે.પછી સરકાર દસમા ધોરણની જવાબદારી પણ ખાનગી શાળાઓને સોંપી દઇ ગ્રાંટેબલ શાળાઓ બંધ કરી દેશે.
હકીકતમાં જે ગ્રામિણ વિસ્તારોમાં ગયા વર્ષે સરકારે પ્રાથમિક શાળાઓમાં આઠમું ધોરણ શરૃ કર્યું હતું,ત્યાં હાલ આગળના ધોરણની કોઇ વ્યવસ્થા ન હોતાં વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે ત ેમાટે તે જ પ્રાથમિક શાળાના મકાનમાં નવમું ધોરણ શરૃ કરી દીધું છે.વળી કેટલીક મયુનિસિપલ કોર્પોરેશને પણ પોતાની સ્કુલોમાં આઠમા ધોરણ પછી ક્રમશઃ નવમું ધોરણ શરૃ કરવા માંગણી કરી છે.સરકારે આ માટે પરવાનગી આપતાં વાંકદેખા તત્વોએ પોતાના હિતમાં અફવા ફેલાવવી શરૃ કરી દીધી છે.વાસ્તવમાં આ વચગાળાની વ્યવસ્થા છે અને તેવી શાળાઓમાં સુવિધા થતાં અલગ માધ્યમિક વિભાગ શરૃ કરાશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત યુનિ.ના પદધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવાશે
પોલીસ જેવો યુનિફોર્મ પહેરી આઈકાર્ડ બતાવી વૃધ્ધાને લૂંટયા
પૂર્વની મેઈન ગટરલાઈન સાફ કરવા ૧૦.૫૧ કરોડ ખર્ચાશે
ફાર્મસી કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન ન કરાવનાર ૩૭ કોલેજોને નોટિસ
આમિર ખાન અને કિરણ રાવની એક સાંસ્કૃતિક રિસોર્ટ સેન્ટર સ્થાપવાની યોજના
મુન્નાભાઈ અને સર્કિટ ફરી એકવાર મુન્નાભાઈ ફ્રેન્ચાઇઝમાં પાછા ફરશે
માઘુરી દીક્ષિત નવી ટીવી ચેનલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે
સલમાન ખાને આશુતોષ ગોવારિકરની ફિલ્મ કરવાની સ્પષ્ટ ના પાડી
દેશમા કરાતી આયાતમાં ક્રૂડ પછી સોનું બીજા ક્રમે
સાંભળ્યું છે કે... વારાફરતી વારો... જેવી સ્થિતિનું નિર્માણ થશે ખરૃં?
કપરા આર્થિક સંજોગોમાં રૃપિયો અકલ્પનીય સપાટીએ ઊતરશે
રૃપિયો ૫૩-૪૦ની ઐતિહાસિક નીચી સપાટીએ
૨૬/૧૧ના ધડાકા બાદ તાજ હોટેલમાં લટાર મારનારો રામુ હવે એના પર ફિલ્મ બનાવશે
ખરીફ ચોખાની ખરીદી ૧૨૦ લાખ ટનને આંબી ગઈ
રિક્ષા-ટેકસી ચાલકો સામે મહિનામાં સાડા ચાર હજારથી વધુ ફરિયાદ
વિધાનસભા બહાર ડાંગરના કણસલાની હોળી ઃ ભાજપના વિધાનસભ્ય વર્ષ માટે સસ્પેન્ડ
૨૬/૧૧ના હુમલા બાદ સુરક્ષાના પૂરતા પગલાં લેવાયા નથી ઃ ગૃહ ખાતાની કબૂલાત
જે.ડેની હત્યા કરવા માટે છોટા રાજનને શૂટરને કોઈ કારણ આપ્યા નહોતા
ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં પોન્ટીંગને પડતો મુકવાની માંગ
હું એનસીએમાં હોદ્દો લઇને બેસી રહું તેવો નથીઃકુમ્બલે
ગાવસ્કરની વાર્ષિક રૃ.૫.૩ કરોડની ફીની માંગણી ભારતીય બોર્ડે ઠુકરાવી
યોકોવિચ અને ક્વિટોવાની આઇટીએફ વર્લ્ડ ચેમ્પિયનના એવોર્ડ માટે પસંદગી
અમેરિકાનું જાસુસી ડ્રોન વિમાન ઈરાન પરત કરે ઃ ઓબામા
અમેરિકા પાકને ૭૦ કરોડ ડોલરની સહાય અટકાવશે
કરાંચીના એક મદ્રેસામાંથી સાંકળે બાંધેલા ૫૦ કિશોરોને પોલીસે છોડાવ્યા
ભવિષ્યમાં હુમલા થયા તો સાંખી નહીં લઇએ ઃ પાક. વિદેશ પ્રધાન ખાર

રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર સામે રાજસ્થાનના સાત વિકેટે ૩૬૯

સોની યુવકના મોં ઉપર સ્પ્રે છાંટી દાગીનાની લૂંટ
કોંગ્રેસી સરકાર અણ્ણા હઝારેને છેતરે છે ઃ બાબા રામદેવ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ન્યુટ્રિશન લેબલ કેમ વાંચશો?
જરૂરી છે મેડિકલ ચેકઅપ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved