Last Update : 14-Dec-2011,Wednesday
 
રિક્ષાનાં લઘુતમ ભાડામાં ૧ રૃપિયો અને કિ.મી. દીઠ ૫૦ પૈસાનો વધારો
 

રિક્ષાચાલકોના ભારે દબાણ અને હડતાળની તૈયારીઓ વચ્ચે
અમદાવાદ,મંગળવાર
સીએનજીમાં ભાવવધારા મુદ્દે છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતભરમાં રિક્ષાચાલકોના ચાલી રહેલા આંદોલનને પગલે સરકારે આજે રિક્ષાભાડામાં વધારો જાહેર કરવો પડયો હતો. વધારાની જાહેરાત બાદ હવે લોકોએ લઘુતમ ભાડું ૧૦ને બદલે ૧૧ રુપિયા ચૂકવવું પડશે અને કિમી દીઠ ૭ને બદલે ૭.૫૦ રુપિયા ચૂકવવા પડશે. બીજી રીતે કહીએ તો નાગરિકોએ ભાડામાં ૧થી ૩ રુપિયા વધુ ચૂકવવા પડશે. રિક્ષા યુનિયનો સાથે આજે થયેલી હકારાત્મક ચર્ચાઓ બાદ સરકારે આ નિર્ણય લીધો હતો. કેટલાક યુનિયનોએ દાવો કર્યો હતો કે, અમે ૧૪ ડિસેમ્બરે આપેલી હડતાળ બાદ સરકારે આ નિર્ણય લેવો પડયો હતો.
લોકોએ ૧થી ૩ રૃ. વધુ ચૂકવવા પડશે ઃ સરકારે અમુક જ યુનિયનોને બોલાવીને ભાવવધારો જાહેર કર્યો
પ્રાપ્ત વિગતો અનુસાર, થોડા દિવસ અગાઉ ગેસ કંપનીઓ દ્વારા સીએનજીમાં પાંચ રુપિયાના ઝીંકાયેલા વધારા બાદ રિક્ષાચાલકોએ આંદોલનો શરુ કર્યા હતા. આંદોલન બાદ સરકારે લઘુતમ ભાડામાં ૧ રુપિયાનો વધારો કર્યો હતો. જોકે રિક્ષાચાલકોએ સરકાર અમને ભિખારી માની રહી છે તેવા આક્ષેપ સાથે તે વધારાને નકારી કાઢ્યો હતો. ત્યાર બાદ વિવિધ તબક્કે ચર્ચાઓ અને આંદોલનોને પગલે સરકારે આજે કેટલાય યુનિયનો સાથે ચર્ચા કરી હતી.
ગુજરાત સરકારના મંત્રી સૌરભ પટેલ સાથે આજે કેટલાક યુનિયનોએ ભાડા વધારા બાબતે ચર્ચા કરી હતી. ચર્ચા બાદ સરકારે હકારાત્મક પ્રતિભાવ આપતાં આ પહેલા જાહેર કરેલા લઘુતમ ભાડામાં ૧ રુપિયાનો વધારા ઉપરાંત કિમી દીઠ ૫૦ પૈસાનો વધારો આપ્યો હતો. જોકે ભાડા વધારાની જાહેરાત બાદ રિક્ષાના વિવિધ યુનિયનોએ તેની ક્રેડિટ પોતાને ફાળ જાય છે તેવા દાવા કર્યા હતા. અમદાવાદ ઓટોરિક્ષા ડ્રાઇવર્સ યુનિયનના ઇમ્તિયાઝ લંઘાએ જણાવ્યું હતું કે, અમે હડતાળ દ્વારા લોકોને હેરાન કર્યા વગર સરકાર સાથે ચર્ચા કરતાં હતા. સરકારને અમારી રજૂઆતોમાં તથ્ય લાગ્યું હતું. જેથી ૃઆજે અમને રુબરુ મળીને આ વધારો જાહેર કર્યો હતો. અમ ઇચ્છીએ છીએ જે રિક્ષા ચલાવે તે જ વ્યક્તિ રિક્ષાચાલકોના પ્રશ્નો રજૂ કરે. બીજી બાજુ કોંગ્રેસના અશોક પંજાબી પ્રેરિત રિક્ષાયુનિયનોને સરકારે આ મીટિંગમાં બોલાવ્યા ન હતા. જોકે સરકાર દ્વારા ભાડા વધારાની જાહેરાત બાદ ૧૪ ડિસેમ્બરની હડતાળની જાહેરાત કરનાર યુનિયનોના લોકોએ ભાડાવધારાની ક્રેડિટ પોતે લીધી હતી. બધુ થઇને તમામ યુનિયનોએ આ ભાડાવધારાનો સ્વીકાર કર્યો હતો.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત યુનિ.ના પદધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવાશે
પોલીસ જેવો યુનિફોર્મ પહેરી આઈકાર્ડ બતાવી વૃધ્ધાને લૂંટયા
પૂર્વની મેઈન ગટરલાઈન સાફ કરવા ૧૦.૫૧ કરોડ ખર્ચાશે
ફાર્મસી કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન ન કરાવનાર ૩૭ કોલેજોને નોટિસ
આમિર ખાન અને કિરણ રાવની એક સાંસ્કૃતિક રિસોર્ટ સેન્ટર સ્થાપવાની યોજના
મુન્નાભાઈ અને સર્કિટ ફરી એકવાર મુન્નાભાઈ ફ્રેન્ચાઇઝમાં પાછા ફરશે
માઘુરી દીક્ષિત નવી ટીવી ચેનલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે
સલમાન ખાને આશુતોષ ગોવારિકરની ફિલ્મ કરવાની સ્પષ્ટ ના પાડી
દેશમા કરાતી આયાતમાં ક્રૂડ પછી સોનું બીજા ક્રમે
સાંભળ્યું છે કે... વારાફરતી વારો... જેવી સ્થિતિનું નિર્માણ થશે ખરૃં?
કપરા આર્થિક સંજોગોમાં રૃપિયો અકલ્પનીય સપાટીએ ઊતરશે
રૃપિયો ૫૩-૪૦ની ઐતિહાસિક નીચી સપાટીએ
૨૬/૧૧ના ધડાકા બાદ તાજ હોટેલમાં લટાર મારનારો રામુ હવે એના પર ફિલ્મ બનાવશે
ખરીફ ચોખાની ખરીદી ૧૨૦ લાખ ટનને આંબી ગઈ
રિક્ષા-ટેકસી ચાલકો સામે મહિનામાં સાડા ચાર હજારથી વધુ ફરિયાદ
વિધાનસભા બહાર ડાંગરના કણસલાની હોળી ઃ ભાજપના વિધાનસભ્ય વર્ષ માટે સસ્પેન્ડ
૨૬/૧૧ના હુમલા બાદ સુરક્ષાના પૂરતા પગલાં લેવાયા નથી ઃ ગૃહ ખાતાની કબૂલાત
જે.ડેની હત્યા કરવા માટે છોટા રાજનને શૂટરને કોઈ કારણ આપ્યા નહોતા
ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં પોન્ટીંગને પડતો મુકવાની માંગ
હું એનસીએમાં હોદ્દો લઇને બેસી રહું તેવો નથીઃકુમ્બલે
ગાવસ્કરની વાર્ષિક રૃ.૫.૩ કરોડની ફીની માંગણી ભારતીય બોર્ડે ઠુકરાવી
યોકોવિચ અને ક્વિટોવાની આઇટીએફ વર્લ્ડ ચેમ્પિયનના એવોર્ડ માટે પસંદગી
અમેરિકાનું જાસુસી ડ્રોન વિમાન ઈરાન પરત કરે ઃ ઓબામા
અમેરિકા પાકને ૭૦ કરોડ ડોલરની સહાય અટકાવશે
કરાંચીના એક મદ્રેસામાંથી સાંકળે બાંધેલા ૫૦ કિશોરોને પોલીસે છોડાવ્યા
ભવિષ્યમાં હુમલા થયા તો સાંખી નહીં લઇએ ઃ પાક. વિદેશ પ્રધાન ખાર

રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર સામે રાજસ્થાનના સાત વિકેટે ૩૬૯

સોની યુવકના મોં ઉપર સ્પ્રે છાંટી દાગીનાની લૂંટ
કોંગ્રેસી સરકાર અણ્ણા હઝારેને છેતરે છે ઃ બાબા રામદેવ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ન્યુટ્રિશન લેબલ કેમ વાંચશો?
જરૂરી છે મેડિકલ ચેકઅપ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved