Last Update : 14-Dec-2011,Wednesday
 
રજૂઆત માટે આવેલા વિદ્યાર્થીઓ અને કુલપતિ વચ્ચે સંતાકૂકડી
 
ગુજરાત યુનિ.માં વિવિધ પ્રશ્નોને લઇને
અમદાવાદ,મંગળવાર
ગુજરાત યુનિવર્સિટીમાં સામાન્ય રીતે કોઇ રજૂઆત માટે આવતાં વિદ્યાર્થીઓને કુલપતિની ચેમ્બરમાં જવા માટે કોઇ મંજુરીની જરૃર પડતી હોતી નથી. જો કે,છેલ્લા કેટલાક વર્ષોમાં કુલપતિની ચેમ્બરને અભેદ કિલ્લાની જેમ ચારેબાજુથી બંધ કરીને જડબેસલાક સિક્યોરીટી ગોઠવી દેવામાં આવતાં વિદ્યાર્થીઓએ રજૂઆત માટે કલાકો સુધી ટળવળવું પડતું હોય છે. આજે વિવિધ પ્રશ્નોને લઇને આવેલા વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓએ કુલપતિને મળવાની જીદ્દ પકડતાં બે કલાક બાદ આખરે કુલપતિએ 'વિદ્યાર્થીઓના પ્રશ્નો' સાંભળવાનો સમય ફાળવ્યો હતો.
સળંગ બે કલાક સુધી દરવાજાને તાળા મારીને મળવા ઇનકાર કર્યા બાદ આખરે પ્રશ્નો સાંભળવા આવવું પડયું
પ્રાપ્ત વિગતો અનુસાર યુનિવર્સિટીની કોલેજોમાં વિદ્યાર્થીઓ પાસેથી જીમખાનાની ફી ઉઘરાવતી કોલેજો છેલ્લા કેટલાય વર્ષોથી વિદ્યાર્થીઓને ખરેખર જીમખાનાની કોઇ વ્યવસ્થા આપતી નથી. આ ઉપરાંત પી.જી.સેન્ટરોમાં વિદ્યાર્થીઓ પાસેથી કોમ્પ્યુટરની ફી વસુલવામાં આવે છે પણ કોઇને કોમ્પ્યુટરનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી. આજ રીતે ડબલ્યુડીસી માટે ફંડ ઉઘરાવ્યા બાદ ખરેખર યુનિ.ના વિભાગોમાં લેડીઝ માટે અલાયદી કોઇ વ્યવસ્થા જ નથી. આ તમામ પ્રશ્નોની રજૂઆત કરવા માટે આજે વિદ્યાર્થી પરિષદના અંદાજે ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ કુલપતિને મળવા માટે આવ્યા હતા.
આશ્ચર્યની વાત એ કે પ્રશ્નો સાંભળવાના બદલે કુલપતિની ચેમ્બરને બહારથી તાળા લગાવી કુલપતિ હાજર નથી તેવા જવાબો સિક્યુરીટીએ આપ્યા હતા. કુલપતિ પોતાની ચેમ્બરમાં જ હોવાની વાત જાણતાં વિદ્યાર્થીઓએ જયાં સુધી કુલપતિ રૃબરૃ મળીને રજૂઆત ન સાંભળે ત્યાંસુધી હટવા ઇન્કાર કર્યો હતો. વિદ્યાર્થીઓ નહી હટે તે વાત જાણ્યા બાદ યુનિવર્સિટી સત્તાવાળાઓએ કુલપતિ કેવી રીતે મળશે તેની ચર્ચાઓ શરૃ કરી હતી. કુલપતિ યુનિવર્સિટી ટાવરના 'ઝરુખે'થી વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળશે તેવા પ્રસ્તાવને વિદ્યાર્થીઓએ ઠુકરાવ્યા બાદ આખરે પાંચ વિદ્યાર્થીઓને મળવાની તૈયારી દર્શાવી હતી. કુલપતિ નહી મળે તો જે સ્થિતિ સર્જાઇ તેની જવાબદારી યુનિવર્સિટીની રહેશે તેવી ચીમકી વિદ્યાર્થીઓએ આપતાં આખરે કુલપતિએ નછૂટકે નીચે આવીને વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળ્યા હતા. જેમાં આગામી બે દિવસમાં ઘટતું કરવાની બાંહેધરી આપવામાં આવી હતી.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત યુનિ.ના પદધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવાશે
પોલીસ જેવો યુનિફોર્મ પહેરી આઈકાર્ડ બતાવી વૃધ્ધાને લૂંટયા
પૂર્વની મેઈન ગટરલાઈન સાફ કરવા ૧૦.૫૧ કરોડ ખર્ચાશે
ફાર્મસી કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન ન કરાવનાર ૩૭ કોલેજોને નોટિસ
આમિર ખાન અને કિરણ રાવની એક સાંસ્કૃતિક રિસોર્ટ સેન્ટર સ્થાપવાની યોજના
મુન્નાભાઈ અને સર્કિટ ફરી એકવાર મુન્નાભાઈ ફ્રેન્ચાઇઝમાં પાછા ફરશે
માઘુરી દીક્ષિત નવી ટીવી ચેનલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે
સલમાન ખાને આશુતોષ ગોવારિકરની ફિલ્મ કરવાની સ્પષ્ટ ના પાડી
દેશમા કરાતી આયાતમાં ક્રૂડ પછી સોનું બીજા ક્રમે
સાંભળ્યું છે કે... વારાફરતી વારો... જેવી સ્થિતિનું નિર્માણ થશે ખરૃં?
કપરા આર્થિક સંજોગોમાં રૃપિયો અકલ્પનીય સપાટીએ ઊતરશે
રૃપિયો ૫૩-૪૦ની ઐતિહાસિક નીચી સપાટીએ
૨૬/૧૧ના ધડાકા બાદ તાજ હોટેલમાં લટાર મારનારો રામુ હવે એના પર ફિલ્મ બનાવશે
ખરીફ ચોખાની ખરીદી ૧૨૦ લાખ ટનને આંબી ગઈ
રિક્ષા-ટેકસી ચાલકો સામે મહિનામાં સાડા ચાર હજારથી વધુ ફરિયાદ
વિધાનસભા બહાર ડાંગરના કણસલાની હોળી ઃ ભાજપના વિધાનસભ્ય વર્ષ માટે સસ્પેન્ડ
૨૬/૧૧ના હુમલા બાદ સુરક્ષાના પૂરતા પગલાં લેવાયા નથી ઃ ગૃહ ખાતાની કબૂલાત
જે.ડેની હત્યા કરવા માટે છોટા રાજનને શૂટરને કોઈ કારણ આપ્યા નહોતા
ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં પોન્ટીંગને પડતો મુકવાની માંગ
હું એનસીએમાં હોદ્દો લઇને બેસી રહું તેવો નથીઃકુમ્બલે
ગાવસ્કરની વાર્ષિક રૃ.૫.૩ કરોડની ફીની માંગણી ભારતીય બોર્ડે ઠુકરાવી
યોકોવિચ અને ક્વિટોવાની આઇટીએફ વર્લ્ડ ચેમ્પિયનના એવોર્ડ માટે પસંદગી
અમેરિકાનું જાસુસી ડ્રોન વિમાન ઈરાન પરત કરે ઃ ઓબામા
અમેરિકા પાકને ૭૦ કરોડ ડોલરની સહાય અટકાવશે
કરાંચીના એક મદ્રેસામાંથી સાંકળે બાંધેલા ૫૦ કિશોરોને પોલીસે છોડાવ્યા
ભવિષ્યમાં હુમલા થયા તો સાંખી નહીં લઇએ ઃ પાક. વિદેશ પ્રધાન ખાર

રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર સામે રાજસ્થાનના સાત વિકેટે ૩૬૯

સોની યુવકના મોં ઉપર સ્પ્રે છાંટી દાગીનાની લૂંટ
કોંગ્રેસી સરકાર અણ્ણા હઝારેને છેતરે છે ઃ બાબા રામદેવ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ન્યુટ્રિશન લેબલ કેમ વાંચશો?
જરૂરી છે મેડિકલ ચેકઅપ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved