Last Update : 14-Dec-2011,Wednesday
 

કપરા આર્થિક સંજોગોમાં રૃપિયો અકલ્પનીય સપાટીએ ઊતરશે

 

વિવિધ પ્રતિકૂળતાના પગલે ઉદ્ભવેલા
વૈશ્વિક ભંડોળની પરિસ્થિતિ વધુ વણસશે તો રૃપિયો ઘટવાનું ભારે જોખમ ઃ અર્થતંત્રમાં તમામ સ્તરે પડકારનજક સ્થિતિનું નિર્માણ
અમદાવાદ, મંગળવાર
વૈશ્વિક સ્તરની તેમજ ઘરઆંગણાની પ્રતિકૂળતાઓ પ્રબળ બનતા ભારતીય અર્થતંત્ર હાલ કપરા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી જાહેર થતા સરકારી આંકડાઓ દેશમાં મંદીનો માહોલ સર્જાઈ રહ્યો હોવાની ભીતીને પૂરવાર કરી રહ્યા છે. પ્રતિકૂળ વાતાવરણ વચ્ચે જો વૈશ્વિક ભંડોળની પરિસ્થિતિ વધુ વણસશે તો ભારતીય રૃપિયો ગબડીને અકલ્પનીય નીચી સપાટીએ ઉતરી આવશે તેવી દહેશત મોર્ગન સ્ટેન્લી અને સ્ટાન્ડર્ડ ચાર્ટડે વ્યક્ત કરી છે.
તાજેતરના ભૂતકાળમાં એટલે કે છેલ્લા એકાદ બે માસમાં જેટલા સરકારી આંકડા જાહેર થયા છે તે તમામ આંકડા અર્થતંત્ર માટે પ્રતિકૂળ બની રહ્યા છે. તેમાંય વળી ગઈકાલે (સોમવારે) જાહેર થયેલા ઓક્ટોબરના આઈઆઈપીના આંકડા એટલે કે દેશના ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા ઘટીને ૫.૧ ટકાની બે વર્ષની તળિયાની સપાટીએ ઉતરી આવ્યો છે. અર્થતંત્ર સાથે સંકળાયેલા વર્તુળો એમ માનતા હતા કે ઔદ્યોગિક ઉત્પાદનમાં એક ટકા સુધીનો ઘટાડો નોંધાશે. તેની જગ્યાએ ૫ ટકાનો ઘટાડો નોંધાતા દેશનું ઔદ્યોગિક ક્ષેત્ર મંદીમાં સપડાઈ ચૂક્યું હોવાની બાબત પૂરવાર થાય છે. વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રના આંકડાઓ નબળા જાહેર થતા ગંભીર કટોકટીનું નિર્માણ થવા પામ્યું છે.
ઔદ્યોગિક ક્ષેત્રની સાથોસાથ દેશમાં વૈશ્વિક ફન્ડિંગના જોખમો પણ દિન પ્રતિદિન પ્રબળ બની રહ્યા છે. વૈશ્વિક નાણાં સંસ્થા મોર્ગન સ્ટેન્લીએ તેના એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ વિવિધ પ્રતિકૂળતાના પગલે ચાલુ ખાતાની ખાધ ૨૦૦૮ની કટોકટી વેળાએ જીડીપીના ૧.૫ ટકા આસપાસ હતી તે વધીને ૨.૫ થી ૩ ટકા થઈ છે. આ ઉપરાંત ચાલુ ખાતાની ખાધને ભંડોળ પુરુ પાડવા માટે એફડીઆઈ સિવાયના ઓછા સ્થિર સ્ત્રોત અથવા સીધા વિદેશી રોકાણના મુડીપ્રવાહ પર નિર્ભર રહ્યું છે.
એફડીઆઈના રોકાણ પ્રવાહમાં ઘટાડો થવાથી વિદેશી હૂંડિયામણ દેશ બહાર ગયું છે અને ચલણના મૂલ્ય પર દબાણ વધ્યું છે. રિઝર્વ બેંકની આકરી નાણાં નીતિથી સ્થાનિક બેકિંગ સિસ્ટમ પર પ્રતિકૂળ અસર થવાની શક્યતાના કારણે ફોરેક્સ માર્કેટમાં દરમિયાનગીરી કરવાની તેની ક્ષમતા પર લગામ આવી જાય છે.
બીજી તરફ સ્ટાન્ડર્ડ ચાર્ટડે તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે વિદેશી દબાણો ચાલુ ૨૦૧૨ના નાણાંકીય વર્ષમાં તેમજ આગામી ૨૦૧૩ના નાણાં વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં પ્રબળ બની રહેશે. વ્યાપાર ખાધમાં રાહત થાય તેવી શક્યતા હાલ તો જણાતી નથી કારણકે નિકાસો ઘટી છે અને આયાત ખર્ચ માત્ર ઓઈલની આયાત તથા સોના માટે રોકાણકારોના આકર્ષણ પુરતું મર્યાદિત રહ્યું છે. તેથી સર્વિસિસ નિકાસો અને રેમિટન્સના સ્વરૃપે સ્થિર પ્રવાહ આવતો હોવા છતાં ચાલુ ખાતાની ખાધને પૂરવા ભંડોળની પ્રાપ્તિ તેના માટે પડકારજનક રહેશે.
છેલ્લા ત્ર્ણ વર્ષમાં કુલ ૧૨૦ અબજ યુએસ ડોલરના રોકાણ પ્રવાહમાં આશરે ૬૧.૮ ટકા એફડીઆઈ સિવાયનો રોકાણપ્રવાહ હતો. આ સંસ્થાઓના મત મુજબ વૈશ્વિક ભંડોળની પરિસ્થિતિ વધુ વણસશે તો તેવા સંજોગોમાં ભારતીય રૃપિયો વધુ ઘટવાનું જોખમ છે. આ સંજોગોમાં આગામી જૂન માસ સુધીમાં રૃપિયો ઘટીને ૫૪.૮૦ ઉતરી આવે તેવી ધારણા મોર્ગન સ્ટેન્લીએ વ્યક્ત કરી હતી. જ્યારે સ્ટાન્ડર્ડ ચાર્ટડની ધારણા મુજબ માર્ચ-૧૨ સુધીમાં રૃપિયો ૫૩ના મથાળાને સ્પર્શી જશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત યુનિ.ના પદધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવાશે
પોલીસ જેવો યુનિફોર્મ પહેરી આઈકાર્ડ બતાવી વૃધ્ધાને લૂંટયા
પૂર્વની મેઈન ગટરલાઈન સાફ કરવા ૧૦.૫૧ કરોડ ખર્ચાશે
ફાર્મસી કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન ન કરાવનાર ૩૭ કોલેજોને નોટિસ
આમિર ખાન અને કિરણ રાવની એક સાંસ્કૃતિક રિસોર્ટ સેન્ટર સ્થાપવાની યોજના
મુન્નાભાઈ અને સર્કિટ ફરી એકવાર મુન્નાભાઈ ફ્રેન્ચાઇઝમાં પાછા ફરશે
માઘુરી દીક્ષિત નવી ટીવી ચેનલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે
સલમાન ખાને આશુતોષ ગોવારિકરની ફિલ્મ કરવાની સ્પષ્ટ ના પાડી
દેશમા કરાતી આયાતમાં ક્રૂડ પછી સોનું બીજા ક્રમે
સાંભળ્યું છે કે... વારાફરતી વારો... જેવી સ્થિતિનું નિર્માણ થશે ખરૃં?
કપરા આર્થિક સંજોગોમાં રૃપિયો અકલ્પનીય સપાટીએ ઊતરશે
રૃપિયો ૫૩-૪૦ની ઐતિહાસિક નીચી સપાટીએ
૨૬/૧૧ના ધડાકા બાદ તાજ હોટેલમાં લટાર મારનારો રામુ હવે એના પર ફિલ્મ બનાવશે
ખરીફ ચોખાની ખરીદી ૧૨૦ લાખ ટનને આંબી ગઈ
રિક્ષા-ટેકસી ચાલકો સામે મહિનામાં સાડા ચાર હજારથી વધુ ફરિયાદ
વિધાનસભા બહાર ડાંગરના કણસલાની હોળી ઃ ભાજપના વિધાનસભ્ય વર્ષ માટે સસ્પેન્ડ
૨૬/૧૧ના હુમલા બાદ સુરક્ષાના પૂરતા પગલાં લેવાયા નથી ઃ ગૃહ ખાતાની કબૂલાત
જે.ડેની હત્યા કરવા માટે છોટા રાજનને શૂટરને કોઈ કારણ આપ્યા નહોતા
ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં પોન્ટીંગને પડતો મુકવાની માંગ
હું એનસીએમાં હોદ્દો લઇને બેસી રહું તેવો નથીઃકુમ્બલે
ગાવસ્કરની વાર્ષિક રૃ.૫.૩ કરોડની ફીની માંગણી ભારતીય બોર્ડે ઠુકરાવી
યોકોવિચ અને ક્વિટોવાની આઇટીએફ વર્લ્ડ ચેમ્પિયનના એવોર્ડ માટે પસંદગી
અમેરિકાનું જાસુસી ડ્રોન વિમાન ઈરાન પરત કરે ઃ ઓબામા
અમેરિકા પાકને ૭૦ કરોડ ડોલરની સહાય અટકાવશે
કરાંચીના એક મદ્રેસામાંથી સાંકળે બાંધેલા ૫૦ કિશોરોને પોલીસે છોડાવ્યા
ભવિષ્યમાં હુમલા થયા તો સાંખી નહીં લઇએ ઃ પાક. વિદેશ પ્રધાન ખાર

રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર સામે રાજસ્થાનના સાત વિકેટે ૩૬૯

સોની યુવકના મોં ઉપર સ્પ્રે છાંટી દાગીનાની લૂંટ
કોંગ્રેસી સરકાર અણ્ણા હઝારેને છેતરે છે ઃ બાબા રામદેવ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ન્યુટ્રિશન લેબલ કેમ વાંચશો?
જરૂરી છે મેડિકલ ચેકઅપ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved