Last Update : 13-Dec-2011,Tuesday
 

અન્નાઃ ફરી એક વાર

લોકપાલ ખરડાના મુદ્દે સરકારે નાકલીટી તાણીને મેળવેલી રાહતનો સમયગાળો હવે પૂરો થવામાં છે. વચ્ચેના સમયગાળામાં ખરડો સ્ટેન્ડંિગ કમિટીને મોકલવાથી માંડીને રાજકીય સ્તરે બીજી અનેક નાનીમોટી ઉથલપાથલો થઇ છે. પરંતુ અન્ના અને તેમના સાથીદારોની માગણી કે તેમની લોકપ્રિયતા હજુ સુધી મોળાં પડ્યાં નથી. તેનો પરચો રવિવારે જંતરમંતર પર અન્નાએ કરેલા પ્રતીક ઉપવાસ દરમિયાન વઘુ એક વાર સરકારને મળી ચૂક્યો છે.
રવિવારે જંતરમંતર પર ઉમટેલી મેદની અને પ્રચંડ લોકસમર્થનમાં એક મોટો - અને અન્નાના સાથીદારો માટે હકારાત્મક -તફાવત હોય તો એ છે વિરોધ પક્ષોનો તેમને મળેલો સાથ. અન્ના-આંદોલન શરૂ થયું અને ટોચ પર પહોંચ્યું ત્યાં સુધી વિપક્ષો તેના વિશે ભાગ્યે જ કોઇ પ્રકારનું નિર્ણયાત્મક વલણ અપનાવી શક્યા હતા. સત્તાધારી પક્ષના ભ્રષ્ટાચાર સામે વિરોધઝુંબેશ ચલાવતા ભાજપ અને બીજા પક્ષો જનલોકપાલથી દૂર રહ્યા, તેની પાછળનાં કારણો ટેકનિકલ નહીં, પણ સ્વાર્થ સાથે સંબંધિત વધારે હતાં. તેમને આ પ્રકારનાં આંદોલન અને તેનાથી ઉભી થનારી પરંપરા ભવિષ્યમાં પોતાને પણ ભારે પડી શકે એવાં લાગતાં હશે. એ ઉપરાંત, જનલોકપાલની જોગવાઇઓ સામેના વાંધા તો ખરા જ.
પરંતુ અન્ના-આંદોલનના અવિરત આરોહ પછી વિપક્ષો માટે એ આંદોલન સાથે જોડાઇ જવા સિવાય બીજો કોઇ વિકલ્પ રહ્યો નહીં. ભ્રષ્ટાચારવિરોધી લોકઆંદોલન સાથે જોડાવું એ તેમના માટે ફરજ હોત, તો જોડાવા માટે તેમણે આટલો વખત રાહ જોઇ ન હોત. હવે અન્ના સાથે મંચ પર બેસવામાં બન્ને પક્ષોની પોતપોતાની સમજણ ઉમેરાઇ છે. વિરોધ પક્ષો અન્ના આંદોલન થકી પોતાની નબળાઇઓ પર કામચલાઉ ઢાંકપિછોડો અને પોતાના માટે એક પ્રકારનો ટેકો ઝંખે છે. બીજી તરફ અન્ના પક્ષે પણ તકાદા ઓછા નથી.
તેમની સામેનો સૌથી મોટો આરોપ આપખુદશાહીનો હતો. એ હજુ ખારીજ થવાનો બાકી છે. પ્રચંડ લોકસમર્થન છતાં ‘લોક એટલે હું’ એવો ભ્રમયુક્ત અહમ્‌ અન્ના અને તેમના સાથીદારોની મોટી મર્યાદા બન્યો હતો.
વ્યાપક સમાજની સામેલગીરી વિશે પણ અગાઉ થયેલી ટીકા પછી રામલીલા મેદાનના ઉપવાસ છોડતી વખતે દલિત અને મુસ્લિમ બાળાઓને હાજર રાખવામાં આવી હતી. આંદોલનના સૌથી બોલકા સભ્યોમાં ગણતરી પામતા અને એક સમયે જેમની પર આંદોલનને અડીયલ બનાવવાના આરોપ થયા હતા, તે અરવંિદ કેજરીવાલે એક ચર્ચામાં પોતાની અગાઉની ભૂલો કબૂલવા જેટલી ખુલ્લાશ દાખવી હતી.
‘સરકાર ગબડી પડત’ જેવા પોતાના ઉદ્‌ગારો વિશે ખુલાસા સાથે અફસોસ વ્યક્ત કર્યો હતો અને દલિત-મુસ્લિમ બાળાઓ હાજર રાખવાની સગવડીયા રણનીતિ વિશે પણ ફરી વિચાર કરવાની જરૂર જોઇ હતી. ભ્રષ્ટાચારની ટીકાના મોરચે અગ્રસર કિરણ બેદી પોતે ભ્રષ્ટાચારના મજબૂત આરોપી તરીકે છાપે ચડ્યાં તેનાથી મૂળ આંદોલનને ભલે કશી અસર ન પહોંચી હોય, પણ તેના સૌથી પ્રમુખ ચહેરાઓમાંના એકને અવશ્ય ઝાંખપ લાગી.
સાર એટલો કે આંદોલનમાં વચ્ચે આવેલા વિરામ દરમિયાન અન્ના અને તેમના સાથીદારોના પક્ષે પણ ઘણું નવું શીખવા-સમજવાના -વિચારવાના પ્રસંગ ઊભા થયા છે. તેનો કેવો અને કેટલો સદુપયોગ થાય છે એ આવનારા દિવસોમાં જોવાનું રહે છે. પણ અત્યારે તો વિરોધ પક્ષોએ અન્ના સાથે મંચ પર બેસીને સરકારને આકરી કસોટીમાં ધકેલી દીધી છે. એમાં સરકારની દયા ખાવાપણું બિલકુલ ન હોય.
કારણ કે સરકારે ‘અભી બોલા અભી ફોક’ની પોતાની પદ્ધતિ હજુ છોડી નથી. અન્નાએ વિરોધ પક્ષોને સંસદમાં સંખ્યા ઓછી પડે તો સડક પર આવીને પણ જનલોકપાલ ખરડો પસાર કરાવવાની ઝુંબેશમાં જોડાવા જણાવ્યું છે. અન્ના અને વિરોધ પક્ષોના સહિયારા દબાણ સામે ટક્કર ઝીલવાનું સરકારને અઘરું પડવાનું છે.
આ પરિસ્થિતિમાં પૂરેપૂરા દબાણ છતાં, સરકાર અને વિપક્ષો સંસદમાં જનલોકપાલ ખરડાના એકેએક મુદ્દા પર ચર્ચા કરે અને અન્નાઆંદોલનના પ્રભાવથી ઉભરાઇને, તેમના નબળા ટેકેદાર બની રહેવાને બદલે, ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે પોતાની આગવી બુદ્ધિનો ઉપયોગ કરે તો લોકશાહી માટે સારું પરિણામ આવે. બાકી, સત્તા માટે ઝાંવા મારતા વિપક્ષો આ તકને પોતાના સત્તારોહણના શોર્ટ કટ તરીકે જુએ અને ત્યાં સુધી પહોંચવા માટે અન્નામંડળ દ્વારા સૂચિત જે હોય તે બઘું માની લે, તો તેનાથી સરકારની હાર થઇ ગણાશે, પણ પ્રજાની જીત થાય એવી સંભાવના ઓછી રહેશે.
જનલોકપાલ ખરડામાં સૌથી નીચલા વર્ગના સરકારી કર્મચારીઓને સાંકળવાથી માંડીને ન્યાયતંત્રને સામેલ કરવા જેવા કેટલાય મુદ્દા ગંભીર અને પક્ષીય વફાદારીથી પર એવી ચર્ચા માગે છે. એવી ચર્ચા થઇ શકશે કે પછી અન્ના આંદોલનના પ્રવાહમાં બાકીનું બઘું તણાઇ જશે, એ સંસદની કાર્યવાહીના આધારે નક્કી થશે.
 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો ભ્રષ્ટાચારનો ઃ બીબીસીનું સર્વેક્ષણ
અમેરિકી વિમાનોને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ બંધ થશે
માનવ જીવનમાં ૫૦ પ્રવૃત્તિઓને ટેકનોલોજીએ તદ્દન બદલી નાખી
ભારતના કેન્દ્રીય પ્રધાનોને મળ્યાનો ISI એજન્ટ ફોઈનો દાવો
ભુટ્ટો પરિવારમાં મતભેદો સર્જાયા હોવાના અહેવાલો
ભારતીય ટીમ ઇતિહાસ રચવાના આત્મવિશ્વાસ સાથે ઓસ્ટ્રેલિયા જવા રવાના
ઓસ્ટ્રેલિયા તેની ભૂમિ પર ૨૬ વર્ષ બાદ ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ હાર્યું
વિવાદિત વર્લ્ડ સિરિઝ હોકી ૨૯મી ફેબુ્રઆરી સુધી સ્થગિત
ઓસ્ટ્રેલિયન સ્પિનર વોર્ન કુકિંગ કરતા દાઝ્યો

નેશનલ ક્રિકેટ એકેડમીના ચેરમેન તરીકે કુમ્બલેએ રાજીનામું આપ્યું

રોશન પરિવારે તેમની ફિલ્મનો મુહૂર્ત શોટ પ્રિયંકા અલ્વા પાસે કરાવ્યો
'તનુ વેડ્સ મનુ'ની સિકવલમાં કંગના રાણાવત ડબલ રોલ ભજવશે
અભય દેઓલ સાથે તેને નહીં પણ તેના પિતાને મતભેદ થયો હોવાનો સોનમનો દાવો
સંજય દત્ત, હૃતિક, નેહા ધૂપિયા, નિખિલ દ્વિવેદી અને મિલન લુથરિયા લપેટમાં
ઔદ્યોગિક મંદી શરૃઃ ૫.૧ ટકા નેગેટીવ આઈઆઈપી પાછળ શેરોમાં કડાકોઃ સેન્સેક્ષ ૩૪૩ પોઈન્ટ તૂટી ૧૫૮૭૦
સોેનામાં આગળ વધતી મંદી ઃ વિશ્વ બજારમાં ૧૭૦૦ ડોલરની સપાટી તૂટી
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ ડેઈલી રિપોર્ટ...
સાંભળ્યું છે કે...
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ
અણ્ણા ઉત્તર પ્રદેશમાં આવી તો જુએ ઃ કોંગ્રેસ નેતા બેનીપ્રસાદ
તીવ્ર પ્રતિભાવ નહીં આપવા રીઝર્વ બેંકને અર્થશાસ્ત્રીઓની સલાહ
ફોર્ચ્યુનની વાર્ષિક યાદીમાં આઈઓસી દેશની સૌથી મોટી કંપની
૨૦મીએ લોકસભામાં બિલ વડા પ્રધાનનું પદ લોકપાલ હેઠળ લાવવા સંકેત
નકારાત્મક ઔદ્યોગિક વિકાસદર ખરેખર ચિંતાનો વિષય ઃ સી.આઈ.આઈ.
સાબરકાંઠા બેંકની મોડાસા શાખાના કર્મચારીઓએ સ્ટેટબેંકમાંથી વધારે આવેલા રૃપિયા ૧૦ લાખ પરત કર્યા
કાઢી મુકાયેલા ટેકનિશિયને બે કારીગરોની હત્યા કરી
લગ્નની ખુશાલીમાં જાનૈયાઓનો ગોળીબાર ઃ કન્યાના કાકાને ઇજા
જમાલપુરમાં ગેરકાયદે બંધાતા ૧૬ ફ્લેટ તોડી પડાયા
સટ્ટાના પૈસા ચૂકવવા ન પડે એટલે બે યુવાનનું અપહરણ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved