Last Update : 13-Dec-2011,Tuesday
 

બંગાળ, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા વગેરે પ્રદેશોમાં ૧૦,૦૦૦ કરતા વઘુ હંિસક માઓવાદીઓનો નેતા બનીને ૩૪ વર્ષથી હંિસા અને આતંક ફેલાવી રહેલા અને જેના માથા માટે સરકારે રૂપિયા ૧૯,૦૦,૦૦૦નું ઇનામ કાઢેલું એ માઓવાદીના સર્વોચ્ચ નેતા કોટેશ્વર રાવ ઉર્ફે કિશનજીને આપણા રક્ષક દળોએ ખતમ કરતાં શું હવે માઓવાદ પણ ખતમ થઈ જશે ?

 

આપણો દેશ જેમ પાકિસ્તાની મુસ્લિમ આતંકવાદીઓથી વર્ષોથી પીડાઈ રહ્યો છે એમ આપણી અંદરના જ પણ ચીનની મદદથી કામ કરી રહેલા માઓવાદના આતંકવાદથી પીડાઈ રહ્યો છે.
એ માઓવાદનો પ્રવેશ ગુજરાતમાં સક્રિયરૂપે નથી થયો પણ ગામોના ખૂણેખાંચરે તેઓ પોતાની ગુપ્ત પ્રવૃત્તિ કરીને સક્રિય રહે છે.
એટલે માઓવાદી આતંકવાદ આપણા દેશમાં ખાસ કરીને પૂર્વ ભારતના બિહાર, ઝારખંડ, બંગાળ, ઓરિસ્સા તથા દક્ષિણ ભારતના કર્ણાટક, આન્ધ્ર, કેરળમાં સક્રિય છે અને વનવાસી ગરીબ, અભણ, અજ્ઞાન પ્રજામાં ભ્રમ ફેલાવીને એમને બંદૂકથી માંડી તલવાર, ભાલા, તીરકામઠા અને બોમ્બ વગેરે શસ્ત્રોનું શિક્ષણ આપે છે એ શિક્ષણ મોટા ભાગે જેમના મગજની સ્લેટ કોરી હોય છે એવા કુમળા મગજના કિશોર અને કિશોરીઓ તરુણો- તરુણીઓને આપે છે અને એમનામાં હંિસા આચરવાનો દારૂગોળો ઠાંસી ઠાંસીને ભરે છે.
આ આતંકી માઓવાદીઓની સંસ્થાનું નામ ‘કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માઓવાદી)’ છે જેની ઉપર ભારત સરકારે પ્રતિબંધ મૂકેલો છે.
આ માઓવાદીઓ સાથે અત્યાર સુધી ‘માસ્તર મારે ય નહીં અને ભણાવે ય નહીં’વાળા આપણા વડાપ્રધાન મનમોહનસંિહ એક બાજુ એમ કહેતા રહેતા કે... ‘‘આપણા દેશને મોટામાં મોટો ભય માઓવાદી આતંકવાદનો છે’’ પણ બીજી બાજુ એમની ઢીલીપોચી નીતિ પાળવાના કારણે એ માઓવાદી નેતાઓ સાથે શાંતિથી વાટાઘાટો કરવાની નીતિ રાખતા હતા જેના કારણે પેલા મુસ્લિમ પાકિસ્તાની આતંકવાદની જેમ માઓવાદી આતંકવાદ પણ વકરતો હતો.
આપણું લશ્કર વર્ષોથી ‘હંિસાની સામે હંિસા’ની નીતિ વાપરવા તૈયાર હતું પણ અગાઉ ભાજપના અટલવિહારી વાજપેયી અને પછી કોંગ્રેસના મનમોહનસંિહ કાયરતાની વાતો જ કરતા રહ્યા. પેલી બાજુ માઓવાદીઓની હંિસક પ્રવૃત્તિ માઝા મૂકવા માંડેલી. દા.ત. ૨૦૧૦માં માઓવાદીઓએ કુલ ૬૨૫ વખત લશ્કર ઉપર હુમલા કરેલા જેમાં સામાન્ય નિર્દોષ ૧૭૧ માનવી માર્યા ગયેલા. જ્યારે ૨૦૧૧માં પહેલા ૬ મહિનામાં ૨૬૧ વખત હુમલા કરેલા જેમાં નિર્દોષ નાગરિકો ૬૮ માર્યા ગયેલા અને સંરક્ષક દળના ૭૫ માર્યા ગયેલા.
મનમોહનસિહની કાયરતાભરી નીતિ સામે છેવટે ગૃહપ્રધાન ચિદંબરમ્‌, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ માઓવાદીઓ સામે કડક નીતિ અપનાવવાનું નક્કી કર્યું અને આપણા સંરક્ષક દળોએ ૨૦૧૧માં આક્રમણ કરીને માઓવાદીઓના જે ટોચના નેતા ગણાય છે એ (૧) મુવાલા લક્ષ્મણરાવ, (૨) પારસનાથ બોઝ (૩) નામ્બાલા કેશવરાવ ઉર્ફે બાસવરાજ અને (૪) મિસિર બેસરાની ધરપકડ કરી અને માઓવાદીઓમાં જે ક્રૂર ગણાતા હતા અને જે ૩૪ વર્ષથી માઓવાદની હંિસા ચલાવતા હતા અને જેમના માથા માટે રૂપિયા ૧૯ લાખનું ઇનામ રાખેલું એ ૫૮ વર્ષના કોટેશ્વર રાવ ઉર્ફે કિશનજીને બંગાળના જંગલમંગલ નામના વિસ્તારમાં આપણા સંરક્ષક દળોએ ખતમ કરી નાંખ્યા.
આન્ધ્ર પ્રદેશમાં જન્મેલા કિશનજી ૩૪ વર્ષથી માઓવાદી હંિસાચારમાં સક્રિય હતા. એમણે ૧૯૮૦માં આન્ધ્રપ્રદેશમાં ‘પીપલ્સ વોર ગૃપ’ નામના સંગઠનની સ્થાપના કરેલી. સામ્યવાદી માઓવાદી પક્ષની કારોબારી (એને સામ્યવાદીઓ બધા સ્થળે અને બધા દેશોમાં ‘પોલિટ બ્યુરો’ કહે છે.)ના સભ્ય બન્યા પછી એમણે આન્ધ્રના તેલંગાણા વિસ્તારમાં ચાર્જ સંભાળી લીધેલો. ત્યાંથી એમણે પોતાનું સામ્રાજ્ય ૧૯૯૦ પછી બિહાર અને ઝારખંડમાં ફેલાવેલું.
કિશનજીનું સંરક્ષણ કવચ ચાર સ્તરનું હતું. (એનો અર્થ એ થયો કે એમને આપણા જ એક મુખ્ય પ્રધાન સોળ સોળ મોટરોના કાફલા વચ્ચે નીકળે છે અથવા આપણા વાઘની છાપ રાખનારા પણ ૨૦- ૨૫ બોડીગાર્ડ રાખનારા તથા ઘરની અથવા મુંબઈની બહાર કદી નહીં નીકળનારા મહારાષ્ટ્રના એક નેતાની જેવા આ પણ મૃત્યુનો ડર રાખનારા હતા.) પહેલા સ્તરને ‘વિલેજ ડીફેન્સ સ્કવોડ’ કહેતા, બીજાને ૩૧૪, ત્રીજા સ્તરને ૩૪૨ અને છેલ્લા સ્તરને ક્લોઝ સર્કીટ ડીફેન્સ સ્કવોડ કહેતા હતા. બીજા સ્તરને ૩૧૪ અને ત્રીજા સ્તરને ૩૪૨ કહેતા હતા એનો અર્થ એ થયો કે એટલી સંખ્યામાં એમના માઓવાદી સેવકો એ સ્તરમાં એમનું રક્ષણ કરવા રાખેલા (કેટલો બધો ડરપોક માણસ કહેવાય ? ખરી વાત એ છે કે, માનવીને મરણ તો એક જ વાર આવવાનું છે અને મરણને કોઈ અટકાવી શકતું નથી. તક્ષક નાગથી માંડી ઇંદિરા ગાંધી અને રાજીવ ગાંધી એના સજ્જડ દાખલા છે. છતાં પેલા મુખ્યપ્રધાન, પેલા રાજકીય નેતા અને આ કીશનજી કેવા ડરપોક ગણાય ?) જે પાંચ માઓવાદી પકડાયા છે એ પાંચેય કિશનજીની વિલેજ ડીફેન્સ સ્કવોડના સભ્ય હતા.
લશ્કરના સંયુક્ત દળે ૨૦૧૦ના માર્ચમાં લખમપુરના જંગલમાં પડાવ નાંખીને પડેલા કિશનજી ઉપર હુમલો કરેલો પણ કિશનજી ભાગી ગયો હતો. (ડરપોક) જંગમંગલને આપણા લશ્કરે બે વર્ષ સુધી ઘેરો ઘાલેલો ત્યારે પણ કિસનજી છટકી ગયેલો. એની સાથે એક મહિલા રહેતી હતી એને લઈને બંગાળના મેદિનીપુરથી ઝારખંડ એ ભાગી ગયો હતો. માઓવાદીઓના એક નેતા શશિધર માહંતોનું ૨૦૧૧ના માર્ચમાં આપણા લશ્કરી દળોના હાથે મૃત્યુ થયા પછી એ શશિધર મહતોની પત્ની સુચિત્રા સાથે કિશનજી રહેતો હતો. (ઝારખંડનો અને બિહારનો એ પ્રદેશ જંગલો અને પહાડોથી ઘેરાયેલો છે એમાં જૈનોનું મહાતીર્થ અને જ્યાં જૈનોના ૨૩ તીર્થંકર મોક્ષે સીધાવેલા છે એ સમેતશિખર તીર્થ ત્યાં જ આવેલું છે. પાવાપુરી તીર્થ પણ ત્યાં જ છે.) કિશનજીનું એન્કાઉન્ટર કર્યું કે કિશનજીને મારી નાખ્યા છે એ સવાલ અસ્થાને છે... કાયદાનો છે. ચોખ્ખી વાત એ છે કે દેશદ્રોહી પ્રવૃત્તિ કરનારા અથવા જનતાના જે દુશ્મનો છે એમને કાયદો લાગુ પડે જ નહીં તેઓ કાયદા પાળતા ન હોય તો એમને માટે પણ કાયદો પાળવાનો શાનો હોય ?
બાકી કિશનજીનો ખાતમો બોલાવવાથી માઓવાદીઓને જોરદાર ઝાટકો લાગ્યો છે. જેના પ્રતિભાવરૂપે માઓવાદીઓએ ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં પાંચ જેટલા લશ્કરી જવાનોને મારી નાખેલા અને એક રેલવે ટ્રેક ઉડાડી દીધેલો.
બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી થયા પછી એમણે બંગાળ ઉપર ૨૫- ૩૦ વર્ષથી સત્તા ભોગવીને માઓવાદી- સામ્યવાદી ડાબેરીઓએ જે પાયમાલી કરેલી એને સાફસૂફ કરવા માંડેલી જેમાં એમણે માઓવાદીઓને સાફ કરવાનું પણ જાહેર કરેલું પોતાના નિર્ધારમાં અડગ એવા મમતા બેનરજી એ હિસાબે માઓવાદીઓનું જ્યાં વર્ચસ્વ હતું એ જંગલમહલ ક્ષેત્રમાંથી માઓવાદીઓનો તેઓ ખાત્મો બોલાવશે એવું લાગતું જ હતું. મમતાએ માઓવાદીઓ તરફ હાથ પણ લાંબો કરેલો પરંતુ કિશનજી અને એના માઓવાદીઓએ એ હાથને પાછો ઠેલવાની ભૂલ કરી એનું પરિણામ હવે માઓવાદીઓએ ભોગવવાનું છે એમાં પણ કિશનજી એકલો બંગાળ, બિહાર અને ઝારખંડમાં માઓવાદીઓનું સંગઠન અને હંિસક પ્રવૃત્તિ સાંભળતો હતો એનો ખાત્મો માઓવાદીઓ માટે મોટો ઝટકો છે.
આ ઉપરાંત આ વર્ષે જે માઓવાદી નેતાઓ લશ્કર કે પોલિસ કે અર્ધલશ્કરી દળોના હાથે માર્યા ગયા એમાં માઓવાદી ગુપ્તચર પ્રવૃત્તિના વડા સુધાકર રેડ્ડી, માઓવાદી સંસ્થાઓના પ્રવક્તા ચેરુકરી રાજકુમાર ઉર્ફે આઝાદ જેવા છે.
જ્યારે જેઓ પકડાયા અને અત્યારે જેલમાં છે એમાં અમિત બાગચી, કોલાદ ગાંધી, રવિકુમાર, બચ્ચાપ્રસાદસંિઘ, બંસીધર સંિઘ, જેન્તુ મુખરજી, વિજય આર્ય, વરનાસી સુબ્રમણ્યમ, અખિલેશ યાદવ વગેરે છે.
હજી સંરક્ષક દળોને સંપૂર્ણ મુક્ત હાથ નથી અપાયો... મનમોહન સરકારે અમુક અંશે એમના હાથ બાંધી રાખ્યા છે છતાં લશ્કરી દળોએ હવે સામ્યવાદી પક્ષના માઓવાદી જૂથના મહામંત્રી મુપલ્લા લક્ષ્મણ રાવ ઉર્ફે ગણપતિ, એની પછી સત્તા ધરાવનાર એન. કેશવરાવ, પ્રશાંત બોઝ ઉર્ફે કીશનદા, કતાકમ સુદર્શન ઉર્ફે આનંદ, માલેજુલા વેણુગોપાલ, માલારાજી રેડ્ડી વગેરેનો હિસાબ કરવાનો છે.
આ રીતે ટોચની નેતાગીરીનો ખાતમો બોલાવાશે તે માઓવાદી હંિસાચાર વિખેરાતા વાર નહીં લાગે.
આ હંિસક નેતાગીરીને દયા દેખાડવાની જરૂર નથી.
- ગુણવંત છો. શાહ

 

કૌંસની અંદર, કૌંસની બહાર !
મુંબઈની મેટ્રો ટ્રેન યોજના સમયસર પૂરી થશે ખરી ?
મુંબઈમાં હવે મેટ્રો ટ્રેન આવી રહી છે અને કાગળ ઉપર તો બઘું સારું દેખાડે છે એનો પહેલો તબક્કો ૨૦૧૨ના જૂન સુધીમાં પૂરો થવાનું એનું મિશન છે પણ જે ધીમી ગતિએ એનું કામ ચાલે છે. (ત્યાં શું કે અમદાવાદ, સુરત, રાજકોટ વગેરે બધા ગામોમાં શું... ધીમી ગતિનું કારણ લાંચ જ હોય છે. એ પણ એક પ્રકારનું કૌભાંડ જ છે. જ્યાં જ્યાં કામ ધીમી ગતિએ થતું હોય... જેમ કે અમદાવાદમાં ઔડાનું અને મ્યુનિ. કોર્પો.નું કામ છે... એમાં લાંચ લેવાનું કૌભાંડ હોય જ એની સામે કોઈ કોર્ટમાં કેસ કરે, માહિતી મેળવવાના અધિકારનો ઉપયોગ કરે તો મોટા મોટા ભ્રષ્ટાચાર બહાર આવે. દા.ત. ઔડાના પ્રમુખથી માંડી પટાવાળા સુધીના દરેક સ્ટાફના ઘરે તપાસ કરવામાં આવે તો મોટો પર્દાફાશ થાય.) એટલે સમયનો એ ટારજેટ શંકા ઉભી કરે તેમ છે.
જો કે મેટ્રો ટ્રેન માટેની રેક (આખી ટ્રેન) મુંબઈની બંદર ઉપર અત્યાર સુધીમાં બે આવી ચૂકી છે જેમાં એક એકમાં ચાર ચાર કોચ છે. આવી કુલ ૧૮ ટ્રેનો આવવાની છે. એમાં એક ટ્રેનમાં ૧૫૦૦ મુસાફરો શકશે. આ ટ્રેનોમાં આરામદાયક સીટો, સ્ટીલના બનેલા હેન્ડ ગ્રેવ, એલસીડી સ્ક્રીન, થ્રી ડી રૂટ મેપ, એલઇડી ઇન્ડીકેટર વ્હીલચેર વગેર છે.
મેટ્રો ટ્રેનોનો પહેલો રૂટ ઘાટકોપરથી વરસોવા સુધીનો છે જેનું ૮૦ ટકા કામ પૂરું થઈ ગયું છે. ઘાટકોપરથી વરસોવા ૧૧.૦૭ કિ.મી. થાય છે. જે પહેલાં ૭૧ મિનિટ લેતું હતું પણ મેટ્રો ટ્રેન ૨૧ મિનિટ લેશે.
આ ઉપરાંત મેટ્રો ટ્રેનના ૯ માર્ગો બનાવવાની અત્યારે યોજના છે. કુલ માર્ગોનું અંતર ૧૪૬.૫ મીટર છે જેમાં ૩૨.૫૦ માર્ગ ભૂગર્ભમાં થશે.
એમાં (૧) ચારકોપ બાન્દ્રા માનખુર્દ (૩૧.૮૦ કિ.મી.), (૨) કોલાબા- બાન્દ્રા (૨૦ કિ.મી.), (૩) ચાર કોપ- દહીંસર (૭.૫૦ કિ.મી.) (૪) ઘાટકોપર- મુલુંડ (૧૨.૫૦ કિ.મી.) (૫) બી. કે. સી.- કાંજુરમાર્ગ (જે એરપોર્ટથી જશે) (૧૯.૫૦ કિ.મી.) એમાં (૬) અંધેરી પૂર્વથી દહીંસર પૂર્વ (૧૮ કિ.મી.), (૭) ઘાટકોપરથી ફ્‌લોરા ફાઉન્ટન (૨૧ કિ.મી.) અને (૮) શિવરીથી પ્રભાદેવી પાછળથી થશે.
આ મેટ્રો ટ્રેનો દિલ્લીની જેમ જમીનની નીચે જ દોડશે એનો કુલ ખર્ચ રૂા. ૨,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ અંદાજાયો છે.

 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved