Last Update : 13-Dec-2011,Tuesday
 
સર્વપક્ષીય બેઠક પર મદાર
 

નવી દિલ્હી, તા.૧૨
રવિવારે જંતર-મંતર ખાતે અણ્ણા હજારેના ધરણામાં વિરોધ પક્ષોએ કરેલા શક્તિ પ્રદર્શનને ભલે સંસદનું અપમાન કહીને કોંગ્રેસે રીજેક્ટ કર્યું હોય પરંતુ સત્ય એ છે કે સરકાર તેની પસંદગીનું લોકપાલ બીલ લાવે તો પણ તે પાસ કરાવી શકે એમ નથી કેમકે રાજ્યસભામાં તેની પાસે બહુમતી નથી.
કોંગ્રેસના વ્યૂહરચના ઘડનારાઓ એવો નિર્દેષ કરે છે કે બુધવારે સર્વપક્ષીય બેઠક બોલવાઇ છે, તેમાં જે નિર્ણય સેવાય ત્યાર પછી ભવિષ્યના પગલાનું આયોજન થઇ શકે. આવતીકાલે કેબીનેટ મીટીંગ છે અને ત્યારબાદ બીજા દિવસે સર્વપક્ષીય બેઠક છે. આ બંને મહત્વની મીટીંગો બની રહેવાની છે.
એક તરફ વડાપ્રધાને પોતે લોકપાલ હેઠળ આવવા તૈયારી બતાવી છે અને કોંગ્રેસ પણ લોઅર બ્યુરોક્રેસીને લોકપાલ હેઠળ સમાવવા તૈયાર છે ત્યારે એમ લાગે છે કે આ બે મુદ્દે સમાધાન થશે. હવે તો સ્થિતિ એ થઇ છે સરકારનો મહત્વનો સાથી પક્ષ ડીએમકે પણ વડાપ્રધાનના હોદ્દાને લોકપાલ હેઠળ લાવવા માગે છે. જંતર-મંતર ખાતેના ઉપવાસ દરમ્યાન સરકારે જોયું છે કે અણ્ણાને કેટલાંક મહત્વના મુદ્દે ટેકો મળી રહ્યો છે જેમાં સીટીઝન ચાર્ટર, વડાપ્રધાનને લોકપાલ હેઠળ લાવવા, સીબીઆઇ અને લોઅર બ્યુરોક્રેસીને લોકપાલ હેઠળ લાવવા તેમજ રાજ્યોમાં લોકાયુક્ત નિમવાનો સમાવેશ થાય છે.
કોંગ્રેસને ચિંતા એ વાતની છે કે અણ્ણાએ તેમનું ગ્રાઉન્ડ સ્પષ્ટ કરી દીધું છે. તેમની પસંદગીનું લોકપાલ પાસ નહીં થાય ત્યાં સુધી તે આંદોલન ચાલુ રાખશે. કોંગ્રેસ આખા પ્રશ્ને, સાવચેતીના પગલાં ભરે છે. અગમચેતીના પગલા રૃપે, નાના કદના નેતાઓ તો ઠીક પણ સીનિયર પ્રધાનોને પણ કહી દેવાયું છે કે અણ્ણા હજારેની ટીમ પર સીધા કોઇ આક્ષેપ ના કરવા..
નો-ડોનેશન્સ...
અણ્ણા હજારેએ ગયા એપ્રિલમાં જંતર-મંતર ખાતે ઉપવાસ કર્યા હતા, ઓગસ્ટમાં તેમણે રામલીલા મેદાન ખાતે વિરોધ કર્યો હતો. પરંતુ ગઇકાલે રવિવારનો તેમનો વિરોધ થોડા જુદા પ્રકારનો હતો. અગાઉના તેમના જંતર-મંતર ખાતેના ઉપવાસમાં હજારો લોકો જોડાયા હતા જ્યારે ગઇકાલે રવિવારના દેખાવોમાં ૫૦૦૦ જેટલા લોકો હતા. પાર્લામેન્ટ સ્ટ્રીટ અને જનપથ ખાતેનો ટ્રાફીક નોર્મલ હતો તે દર્શાવે છે કે પહેલાં જેવી ભીડ ગઇકાલે નહોતી. ટ્રાફીકને ડાયવર્ટ કરવાની કોઇ જરૃર નહોતી પડી. એક હજાર જેટલા પોલીસવાળાને ગોઠવવામાં આવ્યા હતા પરંતુ કોઇની પાસે લાકડી નહોતી. એસએમએસ દ્વારા સ્વયંસેવકોને બોલાવાયા હતા તે બધા તેમના કામમાં વ્યસ્ત રહ્યા હતા. ખાસ નોંધવા જેવી બાબત એ હતી કે રામલીલા મેદાન ખાતે હતી એવી ડોનેશનની કોઇ વ્યવસ્થા રખાઇ નહોતી. ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શન ખાતેના સ્ટોલ પર 'નો-ડોનેશન્સ'નું પાટીયું ઝુલતું હતું.
કોંગ્રેસનો વ્યૂહ
કોંગ્રેસે એટલું તો સ્પષ્ટ કર્યું લાગે છે કે ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમ કે કોમ્યુનિકેશન પ્રધાન કપિલ સિબ્બલ એ બંને અણ્ણા હજારેની ટીમ સાથે હવે પછી કોઇ વાતચીત નહીં કરે. કોંગ્રેસના જાણકારોના જણાવ્યા અનુસાર આ જોબ હવે કેન્દ્રીય પ્રધાનો સરમાન ખુરશીદ અને વિલાસરાવ દેશમુખને સોંપવામાં આવી છે. ટીમ અણ્ણા દેશમુખથી ખુશ નથી છતાં તેમને કામ સોંપવામાં આવ્યું છે. જોકે કોંગ્રેસ હજુ એમ માને છે કે અણ્ણા હજારે અને દેશમુખ વચ્ચે સારો રેપો છે. જ્યારે સલમાન ખુરશીદનો એપ્રોચ અણ્ણા હજારેની ટીમ સાથે પોઝીટીવ રહ્યો છે. અણ્ણા પોતે અન્ય પ્રધાનોથી નાખુશ હતા પણ સલમાન ખુરશીદ સાથે તેમને કોઇ વાંધો નહોતો.
ડબલ ઈમ્પેક્ટ
અજીત સિંહના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકદળ અને કોંગ્રેસના જોડાણને ડબલ આશિર્વાદ મળતા હોય એમ દેખાઇ રહ્યું છે. રાષ્ટ્રીય લોકદળના સંસદમાં પાંચ સાંસદો છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ વિધાનસભામાં જો ત્રિશંકુ સ્થિતિ સર્જાય તો કોંગ્રેસ કિંગ મેકર બની શકે છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધીએ કિસાનોની જમીનોના પ્રશ્ને ઝુંબેશ શરૃ કરી ત્યારબાદ આ જોડાણ થયું છે એવી શેખી રાહુલના સમર્થકો કરી રહ્યા છે.
લોકસભામાં યુપીએ ૨૭૨ના આંકથી થોડી ઉપર છે. સાથી પક્ષ ટેકો પાછો ખેંચવાની વાત કરશે ત્યારે રાષ્ટ્રીય લોકદળના સભ્યોની સંખ્યા કામમાં આવશે.
નાખુશી પણ..
જોકે કોંગ્રેસના રાષ્ટ્રીય લોકદળ સાથેના જોડાણથી બધા ખુશ છે એવું નથી. આ વિરોધ કરનારાઓ કોંગ્રેસને યાદ અપાવે છે કે ૨૦૦૧માં ભાજપ સાથે ટાઇઅપ કરનાર અજીત સિંહને કૃષિ મંત્રાલયનો હવાલો મળ્યો હતો. પરંતુ કેટલાંક વર્ષો બાદ ફરી ગુલાંટ મારી હતી. તે કેટલોક સમય સમાજવાદી પાર્ટી સાથે જોડાયા હતા. ફરી પાછા ૨૦૦૯માં ભાજપ સાથે જોડાયા હતા. કોંગ્રેસે ભાજપના અનુભવ પરથી શીખવું જોઇએ કે ટાઇઅપથી ભાજપ કરતા અજીત સિંહને વધુ લાભ થયો હતો.
- ઈન્દર સાહની

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved