Last Update : 13-Dec-2011,Tuesday
 

હેન્ડસમ ક્રિકેટર યુવરાજ સિંહનું ફેફસાંનું ટયુમર કેટલુંક ગંભીર છે?

 

યુવી બીમારીમાંથી બેઠો થઈ ભારતનો શ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટર બનવા ભરચક પ્રયત્નો કરી રહ્યો છે

અમુક લોકોનું વ્યક્તિત્વ જ એવું હોય છે કે દેશ અને દુનિયા એમની આસપાસ ઘૂમે છે. ક્રિકેટર યુવરાજ સિંહ આવી જ એક વિશિષ્ટ વ્યક્તિ છે. એ સાજો હોય કે માંદો હોય, આખો દેશ એની ફરતે ફેરફુદરડી લેતો રહે છે. યુવરાજ ફોર્મમાં હોય ત્યારે ભારતને ક્રિકેટનો વર્લ્ડ કપ અપાવે છે. અને એનો ટાઇમ ખરાબ ચાલતો હોય ત્યારે દેશ આખો ટેન્શનમાં આવી જાય છે. યુવીના ડાબા ફેફસામાં ગાંઠ (ટયુમર) છે એવી ૨૬ નવેમ્બરે કરાયેલી ચોંકાવનારી જાહેરાતે આ ક્રિકેટઘેલાં રાષ્ટ્રમાં ચિંતાનું મોટું મોજું ફેલાવી દીધું છે.
એક સત્તાવાર નિવેદનમાં યુવરાજની માતા શબનમ સિંહે કહ્યું હતું કે 'યુવરાજ ખરેખર કોઈ ગંભીર વ્યાધિમાં સપડાયો હોવાનું રિપોર્ટ્સમાં દર્શાવાયું હતું. એના ડાબા ફેફસાની ઉપર ગોલ્ફના બોલના કદનો ગઠ્ઠો જોવા મળ્યો હતો અને ડોક્ટરોએ અમને વધુ ડિટેલમાં સ્કેન્સ કરાવવાની સલાહ આપી હતી.' છતાં ભારતના સૌથી સોહામણાં અને સાહસિક ક્રિકેટરે પોતાની લાક્ષણિક બેપરવાઈથી ટ્વિટર પર લખ્યું ઃ 'કશું ગંભીર નથી. મારે ગુમાવેલો સ્ટેમિના પાછો મેળવવાની જરૃર છે.'
લોકોને ઘણાં વખતથી પજવતો કોયડો અંતે ઉકેલાઈ ગયો છે. વર્લ્ડ કપ બાદ યુવરાજ ટીમ ઇન્ડિયામાંથી શા માટે આવ-જા કરતો રહ્યો છે, ફેફસામાં ઇન્ફેક્શન થયાનું જણાવી શા માટે એ જૂન-જુલાઈની વેસ્ટ ઇન્ડીઝની ટુરમાંથી ખસી ગયો અને જુલાઈ-સપ્ટેમ્બરની ટેસ્ટ સિરીઝમાં ઇંગ્લેન્ડમાં એનો દેખાવ શા માટે કંગાળ હતો. એ બધાનો જવાબ એની માંદગીમાંથી મળી ગયો છે. યુવરાજની જાહેરમાં સતત વધતીજતી ટીકા અને એના ઉપહાસને પગલે એની માતાએ એની સંમતિ લીધા વિના જાહેરમાં આવવાનો નિર્ધાર કર્યો.
એની માતા શબનમ સિંહના જણાવવા મુજબ પ્રારંભિક મેડિકલ રિપોર્ટ્સ એવું સૂચવતા હતા કે યુવરાજના ડાબા ફેફસાની ઉપર લિમ્ફોમાં કહેવાતી અસાધારણ ટયુમર કે જે કેન્સરની ગાંઠ હોઈ શકે છે. વિગતવાર સ્કેનિંગ અને બાયોપ્સી કરાવ્યા બાદ રિપોટ્ર્સમાં એવો નિર્દેશ થયો હતો કે એ કેન્સરની ગાંઠ નથી.
પરંતુ એનાથી તબીબી સમાજ મૂંઝવણમાં મૂકાયો છે. દિલ્હીની મેક્સ હોસ્પિટલના એક કેન્સર સર્જન એવો મત દર્શાવે છે કે લિમ્ફોમાસ (ટયુમર) તબીબી પરિભાષા મુજબ કેન્સરયુક્ત હોય છે. આ પ્રકારના કેન્સરની ગાંઠ મુખ્યત્વે ગળા, ફેફસાં અને હૃદય વચ્ચે, પેડૂ , બગલ અથવા જંઘા મૂળમાં થાય છે. પેશીઓની વધુ પડતી વૃદ્ધિને કારણે લિમ્ફોમાં થાય છે' એમ કોલકત્તાની ફોર્ટિસ હોસ્પિટલના એક સર્જન કહે છે. લિમ્ફોમાઝના બે મુખ્ય પ્રકાર અને બીજા વિવિધ નાના પ્રકાર પણ છે. એમાં કેટલીક ટયુમર્સ બીજા કરતા વધુ ધીમી ગતિએ વિકસે છે અને એમનો ઉપચાર કરવાની જરૃર ન રહે એવું પણ બને. લિમ્ફોમાસનો ઉપચાર લાક્ષણિક રીતે કેમોથેરાપી દ્વારા જ થાય છે. અહીં ખાસ નોંધવા જેવી વાત એ છે કે ઉક્ત બંને કેન્સર નિષ્ણાતો લિમ્ફોમાસને જોખમી અને સિરિયસ કન્ડિશન ગણાવે છે.
'પરંતુ એ લિમ્ફોમા નથી' એમ ભારપૂર્વક જણાવતા શબનમ સિંહ ચોખવટ કરે છે કે એ હૃદય અને ફેફસા વચ્ચેનો એક સોફ્ટ ટિસ્યુ ગ્રોથ છે, જેને શરૃમાં કેન્સરયુક્ત અને અતિ જોખમી ગણાવાયો હતો.'
આ વરસ વર્લ્ડ કપથી યુવરાજને તકલીફની શરૃઆત થઈ હતી. એ વખતે યુવીને મોટાપાયે ઉધરસ આવતી હતી અને ઉલ્ટીઓ થતી હતી. એને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી એને બેચેની પણ લાગતી હતી. 'અમને એમ કે અપૂરતી ઊંઘ, એલર્જી અને સ્ટ્રેસને લીધે આવું થતું હશે. એક અબજ લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવું સહેલું નથી,' એમ શબનમ વધુમાં જણાવે છે.
છેલ્લા થોડા મહિનાઓ દરમ્યાન યુવરાજે સંખ્યાબંધ ટેસ્ટ અને બાયોપ્સી કરાવવી પડી છે. ઓક્ટોબરમાં કરાયેલી ત્રીજી બાયોપ્સીમાં ટયુમરની વૃદ્ધિ સૌમ્ય હોવાનું જણાયું હતું એવી માહિતી યુવીની માતા આપે છે. 'એના એક્સ-રેમાં કોઈક પ્રકારનો શેડો આવ્યો હશે,' એમ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સીસ (એમ્સ)ના પ્રોફેસર ડો. અરવિંદ કુમાર કહે છે. ફેફસાના ટયુમરની સારવારમાં સૌથી પહેલાં છાતીનો એક્સ-રે લેવાય છે. પછીના સ્ટેપમાં, ટયુમર્સના કદ અને એ ખરેખર ક્યાં થઈ છે એ જાણવા સિટી સ્કેન કરાય છે. સિટી સ્કેન પરથી ડોક્ટરો કેન્સરની ગાંઠ છે કે પછી અમસ્તી હળવી ગાંઠ છે એનો કાચો અંદાજ આપી શકે છે. 'પરંતુ એ ઘણે બધે અંશે દરદીની ઉંમર, રોગના લક્ષણો અને શેડોના સ્વરૃપ પર આધાર રાખે છે', એમ ડો. કુમાર વધુમાં જણાવે છે.
યુવાની યુવરાજનું જમાપાસુ છે. ૫૦ વરસનો કોેઈ માણસ ૩૦ વરસથી ધૂમ્રપાન કરતો હોય અને એના છાતીના એક્સ-રેમાં શેડો આવે તો એને કેન્સર ગણાય છે. જ્યારે ૨૯ વરસના અને ધૂમ્રપાનની ટેવ ન ધરાવતા યુવરાજને કેન્સર થયાની શક્યતા પાંખી છે. 'એની બીમારીના લક્ષણો અને ઇતિહાસ પણ એ જ સ્ટોરી કહે છે,' એમ મુંબઈની તાતા મેમોરિયલ હોસ્પિટલના ન્યુરો-ઓન્કોલોજીના પ્રોફેસર ડો. રાકેશ જલાલી કહે છે, 'ખાંસી અને બીજી તકલીફો છતાં એ અત્યાર ુસધી ક્રિકેટ રમતો રહ્યો છે. જો લિમ્ફોમા જેવી ગંભીર પરિસ્થિતિ હોય તો મને નથી લાગતું કે એ રમવાનું ચાલુ રાખી શક્યો હતો,' એમ ડો. જલાલી વધુમાં જણાવે છે.પરંતુ તો પછી યુવરાજે ત્રણ બાયોપ્સી કરાવવાની શા માટે જરૃર પડી? 'ફેફસાની બાયોપ્સી બહુ જટિલ પ્રક્રિયા છે' એવો નર્દેશ ડો. કુમાર કરે છે. ટયુમરનો ગ્રોથ કેન્સરજન્ય છે કે નહીં એ નક્કી ખરવા બાયોપ્સી ઉત્તમ ઉપાય છે. એમાં ટયુમરમાંથી સોફ્ટ ટિસ્યુ (માંસપેશીનો) ટુકડો બહાર કાઢી એને ફાઇનલ ડાયગ્નોસીસ (નિદાન) માટે માઇક્રોસ્કોપ હેઠળ મુકાય છે. એ માટેની સૌથી સામાન્ય પદ્ધતિ સિટી-ગાઇડેડ બાયોપ્સી છે, જેમાં એકદમ પાતળી નિડલ (સોઈ) ટયુમરમાં નખાય છે. 'સામાન્યપણે વપરાતી ૨૧ ગેજની નિડલ એકદમ પાતળી હોય છે. ઘણીવાર ટિસ્યુને બદલે ટયુમરમાંથી માત્ર લોહી લેવાય છે, જેને કારણે રિપીટ બાયોપ્સીઝ કરવાની જરૃર પડે છે, 'એવી માહિતી ડોક્ટર આપે છે. ટયુમર જો શ્વાસનળીની બહુ નજીક હોય તો નાક વાટે કેમેરા સાથેનો એક સ્પેશિયલ ટેલિસ્કોપ અંદર ઉતારવો પડે છે. એને બ્રોન્કોસ્કોપી કહેવાય છે.
તમામ લક્ષણો એક જ વાતનો નિર્દેશ કરે છે કે યુવરાજના કેસમાં ટયુમરનો ગ્રોથ નિર્દોષ છે. એટલે કે એ કેન્સરની ગાંઠ નથી. ફેફસાના ઇન્ફેક્શનને કારણે થતી ગાંઠ હોઈ શકે અથવા તો ફેફસાનો ટીબી હોઈ શકે. એ બંને દવાથી સારા થી શકે છે.
યુવરાજની માતાના જણાવ્યા મુજબ શરૃઆતમાં એ માનવા જ તૈયાર નહોતો કે એને આ બીમારી થઈ છે, પરંતુ એ જલ્દીથી હાર માને એવો નથી. 'એને સામાન્ય ભૂખ લાગે છે. એને ઓલિવ ઓઇલમાં બનાવેલું ઘરનું જમવાનું અપાય છે. યુવી યોગ કરે છે, ફિલ્મો જોવા જાય છે અને બને એટલો આનંદમાં રહેવા પ્રયાસ કરે છે,' એમ શબનમ સિંહ વધુમાં જણાવે છે. એણે હજુ ભારતના શ્રેષ્ઠ ક્રિકેટર બનવાનું પોતાનું સપનું પૂરું કરવાનું છે, જે માટે એ તનતોડ પ્રયત્નો કરી રહ્યો છે. 'મારે હજુ ઘણાં વરસો ક્રિકેટ રમવાનું છે અને મને લાગે છે કે એ મારા શ્રેષ્ઠ વરસો હશે,' એમ હેન્ડસમ પંજાબી પુત્તરે આ વરસે જૂનમાં ક્રિકેટ વેબસાઇટ ક્રિસિન્ફોને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું. એનો દેશ એને માટે આવા જ ઉજ્જવળ ભાવિની કલ્પના કરે છે.

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved