Last Update : 13-Dec-2011,Tuesday
 
 
ભારતીય ટીમ ઇતિહાસ રચવાના આત્મવિશ્વાસ સાથે ઓસ્ટ્રેલિયા જવા રવાના

 

ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારત એક પણ ટેસ્ટ શ્રેણી જીત્યું નથી
છેલ્લા ૬૪ વર્ષમાં રમાયેલી નવમાંથી છ ટેસ્ટ શ્રેણી ઓસ્ટ્રેલિયા જીત્યું છે અને ત્રણ ડ્રો રહી છે

ઝહીરની ફિટનેસ અંગે ધોની-ફ્લેચરના અલગ નિવેદનો
નવી દિલ્હી,તા.૧૨
ભારતીય ક્રિકેટમાં અનેક નવા કિર્તિમાન સ્થાપિત કરી ચુકેલો કેપ્ટન ધોની ટીમની સાથે ભારતને હવે ૬૪ વર્ષમાં પહેલી વખત ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ શ્રેણી વિજય અપાવવાના આત્મવિશ્વાસ સાથે ઓસ્ટ્રેલિયા જવા રવાના થયો હતો. ભારતીય ટીમ હજુ સુધી ઓસ્ટ્રેલિયાની ધરતી પર એક પણ ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી. ધોનીને વિશ્વાસ છે કે અનુભવી અને યુવા ખેલાડીઓનું જબરદસ્ત કોમ્બિનેશન ધરાવતી ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે વિજય મેળવશે અને ટેસ્ટની વર્લ્ડ નંબર વન ટીમ તરીકેનું ગુમાવેલું ગૌરવ પાછું મેળવશે.
છેલ્લે ૨૦૦૮માં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડયો હતો. તે વખતે સાયમંડ્સ અને હરભજન વચ્ચેના વંશિય કોમેન્ટની ઘટનાને કારણે ભારે વિવાદ સર્જાયો હતો. જોકે ભારતીય ટીમના કેપ્ટન ધોનીએ દ્દઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો કે, તેઓ વિવાદથી દૂર રહીને સારો દેખાવ કરતાં વિજય મેળવવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ધોનીએ કહ્યું કે, ટીમ તેના વિજયના લક્ષ્યથી ભટકી જાય તેવા વિવાદોથી અમે દૂર રહીશું.
ઓસ્ટ્રેલિયાના ૭૦ દિવસના પ્રવાસ માટે ભારતીય કેપ્ટન ધોની સહિતના બાકીના ખેલાડીઓ આજે નવી દિલ્હીથી રવાના થયા હતા. તેંડુલકર, લક્ષ્મણ, દ્રવિડ, ઇશાંત શર્મા જેવા ખેલાડીઓ તો પહેલેથી જ ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા છે. ઓસ્ટ્રેલિયા માટે રવાના થતાં અગાઉ ધોનીએ કહ્યું કે, હાલની અમારી ટીમ ઘણી મજબુત લાગી રહી છે અને તેઓ ઓસ્ટ્રેલિયાને હરાવી શકે તેમ છે.
છેલ્લા કેટલાક સમયથી ઓસ્ટ્રેલિયાનો દેખાવ કથળ્યો છે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો ગમે ત્યારે ધબડકો કરતાં હોય છે. તાજેતરના સાઉથ આફ્રિકાના પ્રવાસમાં તેમજ ઘરઆંગણાંની ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીમાં પણ ઓસ્ટ્રેલિયાના સિનિયર મનાતા દિગ્ગજ બેટ્સમેનોને કંગાળ દેખાવ સાથે ધબડકો કર્યો હતો અને ટીમને પરાજય સહન કરવો પડયો હતો. જેના કારણે ભારતીય ટીમની વિજયની શક્યતા વધુ મજબુત જણાય છે.
ભારતના ૨૦૦૮માં યોજાયેલા ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં વિવાદનું કારણ બનલા બંને ક્રિકેટરો સાયમંડ્સ અને હરભજન આગામી શ્રેણીમાં રમવાના નથી. સાયમંડસને તો ઓસ્ટ્રેલિયન બોર્ડે સાવ એક તરફ કરી દીધો છે. જ્યારે ભારતને કંગાળ દેખાવને કારણે હરભજનને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટેની ટીમમાં સામેલ કર્યો નથી. ધોનીએ કહ્યું કે, અમે શાબ્દિક ટકરાવને મેદાનની બહાર જ રાખીશું અને મેદાન પર તો જીતવાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને આગળ વધીશું. ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે ઝહીરની ફિટનેસ ચિંતાનું કારણ છે. પસંદગીકારો તો ઝહીરની મેચ ફિટનેસ અંગે સંતુષ્ટ છે. જો કે ઓસ્ટ્રેલિયા પ્રવાસે રવાના થતાં અગાઉ જ કેપ્ટન ધોની અને કોચ ફ્લેચરની ઝહીરની ફિટનેસ અંગેની કોમેન્ટ જુદી-જુદી હતી. જેના કારણે મીડિયામાં આ અંગે ચર્ચા શરૃ થઇ ગઇ છે. ધોનીએ કહ્યું હતુ કે, ઝહીર ટીમમાં પરત ફર્યો છે અને યાદવ પણ ૧૪૦ કિમીથી વધુની ઝડપે બોલિંગ કરી શકે છે. જેના કારણે અમારી બોલિંગ મજબુત છે. જ્યારે સેહવાગ અને ગંભીર અમારા ટોપ ઓર્ડરમાં છે, બંને વર્ષોથી સાથે રમતાં હોવાથી તેઓ એકબીજાને સારી રીતે સમજી શકે છે અને કુશળતાપૂર્વક રમી રહ્યા છે. જો કે ભારતીય ટીમના કોચ ફ્લેચરે કહ્યું હતુ કે, ઝહીર હજુ તેની ફિટનેસ સુધારવા માટે પ્રયત્નશીલ છે. ફ્લેચરે એમ પણ ઊમેર્યું કે, અમે એવો પ્રયાસ કરીશું કે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ ફરી બેઠા થઇ ન શકે અને અમે પ્રભુત્વ સાથે જીત મેળવીએ.
ભારત અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાની ભુમિ પર એક પણ ટેસ્ટ શ્રેણી જીતી શક્યું નથી. અત્યાર સુધી બંને દેશો વચ્ચે કુલ નવ ટેસ્ટ શ્રેણી રમાઇ છે, જેમાંથી છમાં ઓસ્ટ્રેલિયા જીત્યું છે જ્યારે ત્રણ શ્રેણી ડ્રો રહી છેે.

ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર ભારતનો ટેસ્ટ શ્રેણીમાં દેખાવ

વર્ષ

શ્રેણી વિજેતા

             માર્જિન

૧૯૪૭-૪૮

ઓસ્ટ્રેલિયા

૫ ટેસ્ટની શ્રેણી ૪-૦થી જીત્યું

૧૯૬૭-૬૮

ઓસ્ટ્રેલિયા

૪ ટેસ્ટની શ્રેણી ૪-૦થી જીત્યું

૧૯૭૭-૭૮

ઓસ્ટ્રેલિયા

૫ ટેસ્ટની શ્રેણી ૩-૨થી જીત્યું

૧૯૮૦-૮૧

ડ્રો

૩ ટેસ્ટની શ્રેણી ૧-૧થી ડ્રો

૧૯૮૫-૮૬

ડ્રો

૩ ટેસ્ટની શ્રેણી ૦-૦થી ડ્રો

૧૯૯૧-૯૨

ઓસ્ટ્રેલિયા

૫ ટેસ્ટની શ્રેણી ૪-૦થી જીત્યું

૧૯૯૯-૦૦

ઓસ્ટ્રેલિયા

૩ ટેસ્ટની શ્રેણી ૩-૦થી જીત્યું

૨૦૦૩-૦૪

ડ્રો

૪ ટેસ્ટની શ્રેણી ૧-૧થી ડ્રો

૨૦૦૭-૦૮

ઓસ્ટ્રેલિયા

૪ ટેસ્ટની શ્રેણી ૨-૧થી જીત્યું

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો ભ્રષ્ટાચારનો ઃ બીબીસીનું સર્વેક્ષણ
અમેરિકી વિમાનોને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ બંધ થશે
માનવ જીવનમાં ૫૦ પ્રવૃત્તિઓને ટેકનોલોજીએ તદ્દન બદલી નાખી
ભારતના કેન્દ્રીય પ્રધાનોને મળ્યાનો ISI એજન્ટ ફોઈનો દાવો
ભુટ્ટો પરિવારમાં મતભેદો સર્જાયા હોવાના અહેવાલો
ભારતીય ટીમ ઇતિહાસ રચવાના આત્મવિશ્વાસ સાથે ઓસ્ટ્રેલિયા જવા રવાના
ઓસ્ટ્રેલિયા તેની ભૂમિ પર ૨૬ વર્ષ બાદ ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ હાર્યું
વિવાદિત વર્લ્ડ સિરિઝ હોકી ૨૯મી ફેબુ્રઆરી સુધી સ્થગિત
ઓસ્ટ્રેલિયન સ્પિનર વોર્ન કુકિંગ કરતા દાઝ્યો

નેશનલ ક્રિકેટ એકેડમીના ચેરમેન તરીકે કુમ્બલેએ રાજીનામું આપ્યું

રોશન પરિવારે તેમની ફિલ્મનો મુહૂર્ત શોટ પ્રિયંકા અલ્વા પાસે કરાવ્યો
'તનુ વેડ્સ મનુ'ની સિકવલમાં કંગના રાણાવત ડબલ રોલ ભજવશે
અભય દેઓલ સાથે તેને નહીં પણ તેના પિતાને મતભેદ થયો હોવાનો સોનમનો દાવો
સંજય દત્ત, હૃતિક, નેહા ધૂપિયા, નિખિલ દ્વિવેદી અને મિલન લુથરિયા લપેટમાં
ઔદ્યોગિક મંદી શરૃઃ ૫.૧ ટકા નેગેટીવ આઈઆઈપી પાછળ શેરોમાં કડાકોઃ સેન્સેક્ષ ૩૪૩ પોઈન્ટ તૂટી ૧૫૮૭૦
સોેનામાં આગળ વધતી મંદી ઃ વિશ્વ બજારમાં ૧૭૦૦ ડોલરની સપાટી તૂટી
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ ડેઈલી રિપોર્ટ...
સાંભળ્યું છે કે...
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ
અણ્ણા ઉત્તર પ્રદેશમાં આવી તો જુએ ઃ કોંગ્રેસ નેતા બેનીપ્રસાદ
તીવ્ર પ્રતિભાવ નહીં આપવા રીઝર્વ બેંકને અર્થશાસ્ત્રીઓની સલાહ
ફોર્ચ્યુનની વાર્ષિક યાદીમાં આઈઓસી દેશની સૌથી મોટી કંપની
૨૦મીએ લોકસભામાં બિલ વડા પ્રધાનનું પદ લોકપાલ હેઠળ લાવવા સંકેત
નકારાત્મક ઔદ્યોગિક વિકાસદર ખરેખર ચિંતાનો વિષય ઃ સી.આઈ.આઈ.
સાબરકાંઠા બેંકની મોડાસા શાખાના કર્મચારીઓએ સ્ટેટબેંકમાંથી વધારે આવેલા રૃપિયા ૧૦ લાખ પરત કર્યા
કાઢી મુકાયેલા ટેકનિશિયને બે કારીગરોની હત્યા કરી
લગ્નની ખુશાલીમાં જાનૈયાઓનો ગોળીબાર ઃ કન્યાના કાકાને ઇજા
જમાલપુરમાં ગેરકાયદે બંધાતા ૧૬ ફ્લેટ તોડી પડાયા
સટ્ટાના પૈસા ચૂકવવા ન પડે એટલે બે યુવાનનું અપહરણ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved