Last Update : 13-Dec-2011,Tuesday
 

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

- પૃથ્વીથી મંગળ સુધીની અંતરીક્ષ યાત્રાનું ''મોક-ઓપરેશન'' પુર્ણ કરતાં વૈજ્ઞાાનિકો...

ત્રાસવાદી હુમલા વખેત પોલીસની સતર્કતા કેટલી? આવા હુમલા સમયે પોલીસકર્મીઓ માનસીક, શારીરિક અને શસ્ત્રો વડે કામ પાર પાડવાની સજ્જતા કેટલી? આવા સવાલોનાં રિયાલીસ્ટીક અને પ્રેક્ટીકલ જવાબ મેળવવા માટે અવાર નવાર 'ત્રાસવાદી હુમલા'નું મોક-ડ્રીલ, મોક-ટેસ્ટ કે ડમી ઓપરેશન પાર પાડવામાં આવે છે. સુરક્ષા એજન્સીઓ આવા નકલી એન્કાઉન્ટર જેવી મોક-ડ્રીલ કે ડમી ઓપરેશન વડે પોતાની સજ્જતા ચકાસે છે. વિદ્યાર્થી માટે જેમ 'ફાયનલ એક્ઝામ'નો હાઉ હોય છે તેવી માનસીક તાણ, મોક-ડ્રીલ કે ડમી ઓપરેશન વખતે તેમાં ભાગ લેનાર અનુભવે છે. ઓપરેશન નકલી હોવા છતાં. બધીજ કાર્યવાહી વાસ્તવિક ઘટનાક્રમ પ્રમાણે ભજવાતી રહે છે. આવો જ એક 'વર્ચ્યુઅલ માર્સ મિશન'નો ડમી-સ્પેસ ટ્રાવેલ જેવો પ્રોગ્રામનો અંત થયો છે.
૪ નવેમ્બરનાં રોજ પ્રોજેક્ટ માર્સ-૫૦૦નાં નામ હેઠળ ૬ વૈજ્ઞાાનિકોએ દોઢ વર્ષ કરતાં વધારે (જી! હા સત્તર મહીના) જેટલો સમય ખાસ પ્રકારનાં સ્પેસક્રાફ્ટ જેવાં મોડયુલમાં વિતાવ્યા છે. વૈજ્ઞાાનિકોને આટલો લાંબો સમય સમાજ, ઘર, સંબંધો અને દુનિયાથી દુર રાખવાનું મુખ્ય કારણ એ હતું કે... પૃથ્વીથી ગગન સુધીની યાત્રા કરવામાં લાંબો સમય લાગે તેમ છે. આ સમય દરમ્યાન અંતરીક્ષમાં મુસાફરી કરનાર અંતરીક્ષયાત્રીઓની માનસીક અને શારીરિક ક્ષમતા કેટલી છે. તેનો વૈજ્ઞાાનિક અભ્યાસ કરવો ખરેખર ખુબજ જરૃરી છે. આવા વૈજ્ઞાાનિક પ્રયોગોનાં રિહર્સલ દ્વારા, વાસ્તવિક યાત્રા વખતે અંતરિક્ષ યાત્રીઓને કઈ કઈ સમસ્યાઓ નડશે તેની માહિતી મેળવી શકાય છે. આ સમસ્યાનાં નિરાકરણના પગલાં કે નવા સંશોધનો, મોક-એક્સપરીમેન્ટનાં પરીણામો ઉપરથી કહી શકાય છે.
માર્સ-૫૦૦એ પૃથ્વીનાં સૌથી નજીકનાં ગ્રહ 'મંગળ' ઉપર સમાનવ આંતરગ્રહીય મુસાફરીનો ફુલ લેન્થ, ૫૨૦ દિવસનો લાંબો પ્રયોગ હતો. આ મોક-માર્સ ટ્રાવેલની શરૃઆત ૩ જુન ૨૦૧૦ના રોજ કરવામાં આવી હતી અને ૪ નવેમ્બર ૨૦૧૧નાં રોજ તેની પૂર્ણાહૂતિ 'સફળતા' સ્વરૃપે થઈ છે. વૈજ્ઞાાનિકોને આ પ્રયોગનું નવું જાણવા પણ મળ્યું છે. અને તેનાં પરીણામોનું પૃથ્થકરણ પણ વૈજ્ઞાાનીક ઢબે કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટનાં અંતિમ અને ત્રીજા તબક્કામાં ૬ વૈજ્ઞાાનિકોએ સો કરતાં વધારે પ્રયોગો કર્યા છે. ૧૪, ૧૮ અને ૨૨ ફેબુ્રઆરી ૨૦૧૧નાં રોજ ત્રણ વૈજ્ઞાાનિકો જાણે મંગળની ભુમી ઉપર ઉતર્યા હોય તેમ માર્સ વોક કરી હતી. મંગળનાં ગ્રહ ઉપર ઉતરવાનાં 'માર્સ લેન્ડીંગ'નો પણ અનુભવ કર્યો હતો. સમગ્ર મોક-મિશનમાં વૈજ્ઞાાનિકો વજનવિહિન અને ગુરૃત્વાકર્ષણ વિહીન અવસ્થાનો અનુભવ કરી શક્યા ન'હતાં. આ ઉપરાંત સોલાર અને કોસ્મીક રેડિયેશનનો અનુભવ પણ તેમને કરાવવામાં આવ્યો ન'હતો.
માર્સ-૫૦૦ એ આંતરરાષ્ટ્રીય સ્તરે યોજવામાં આવેલ એક્સપરીમેન્ટ હતો. જેમાં, માનવીની મંગળ યાત્રાનું 'વર્ચ્યુઅલ' ટેસ્ટીંગ થયું હતું. આ પ્રયોગ માટે સ્ટીલનાં બનેલ બે અલગ અલગ નળાકારમાં 'સ્પેસયાન'ની બધી જ ખુબીઓ ઉભી કરવામાં આવી હતી. જ્યારે ત્રીજા નળાકારમાં મંગળ ગ્રહની સપાટી પરનાં વાતાવરણ જેવું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું હતું. સમગ્ર સેટ-અપ રશિયાનાં મોસ્કો ખાતેનાં 'કાસ્પાર્ક'માં ઉભો કરવામાં આવ્યો હતો. રશિયન એકેડમી ઓફ સાયન્સનાં ઈન્સ્ટીટયુટ ઓફ બાયો-મેડિકલ પ્રોબ્લેમ્સ (IBMP) ધ્વારા ત્રણ તબક્કામાં ૨૦૦૭થી ૨૦૧૧ વચ્ચે ૬૪૦ દિવસનાં પ્રોજેક્ટનું શિડયુલ ગોઠવ્યું હતું. પ્રયોગ માટે ખાસ જાહેરાત દ્વારા વિશીષ્ટ ક્વૉલીફીકેશન ધરાવતાં લોકોને અરજી કરવા જણાવવામાં આવ્યું હતું. જેમાંથી માત્ર પસંદગીપાત્ર સ્યંમસેવક જેવા ઉમેદવારોને સિલેક્ટ કરવામાં આવ્યા હતા. ત્રણેય તબક્કા વૈજ્ઞાાનિક અંતરીક્ષયાનમાં બહારની દુનિયાથી કપાએલી અવસ્થામાં રહ્યા હતાં. તેઓ મિશન કંટ્રોલ સાથે જે વાર્તાલાપ કરતા હતા તેને પણ ૨૫ મીનીટ જેટલો 'ડિલે' કરવામાં આવતો હતો. જેથી પૃથ્વી અને મંગળગ્રહ વચ્ચે થતાં વાર્તાલાપનો વાસ્તવિક અનુભવ થઈ શકે. વૈજ્ઞાાનિકોને માત્ર ટેકક્ષ્ટ મેસેજ, કોમ્પ્યુટર કોમ્યુનિકેશન અને ઇન્ટરનેટની માત્ર 'ટ્વીટર' જેવી સાઈટ પુરતો સંદેશા વ્યવહાર કરવાનો મર્યાદિત અધિકાર આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમને આપવામાં આવતી જીવન-જરૃરીયાતની ચીજવસ્તુઓનો જથ્થો પણ મર્યાદીત માત્રામાં જ પુરો પાડવામાં આવતો હતો. સમગ્ર પ્રયોગ દરમ્યાન અંતરીક્ષ યાત્રા દરમ્યાન અંતરિક્ષયાત્રીઓ પૃથ્વીથી દૂર 'એકલતા' ગાળતા હોય ત્યારે અંતરિક્ષયાત્રાનો માનસીક પ્રભાવ શુ પડે છે તે જોવાનો વૈજ્ઞાાનિકોનો મુખ્ય મકસદ હતો. આ ઉપરાંત બાયોલોજીકલ એક્ટીવીટી અને મેડિકલ સહાય અને તેને લગતાં ડેટા આ પ્રયોગ દરમ્યાન ભેગો કરવામાં આવ્યો છે. ૫૨૦ દિવસનાં અંતિમ તબક્કાના ફુલ લેન્થ મેન મિશનમાં ત્રણ રશિયન, બે યુરોપીયન અને એક ચાઈનીઝ વૈજ્ઞાાનિકે ભાગ લીધો હતો. ભુતકાળમાં આ ઈન્સ્ટીટયુટ દ્વારા ૩ ડિસે. ૧૯૯૯નાં રોજથી ૧૧૦ દિવસનો એક અન્ય પ્રયોગ SFINCSS-99નામનો પ્રયોગ પણ કર્યો હતો.
મિશન ટુ માર્શ-માર્સ ૫૦૦નાં પ્રથમ તબક્કામાં ૧૫ દિવસનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં અંતરીક્ષ સફર માટે જરૃરી ટેકનિકલ ફેસીલીટી, સાધન સામગ્રી અને ઓપરેટીંગ પ્રક્રિયાની ચકાસણી કરવામાં આવી હતી. બીજા તબક્કામાં ૧૦૫ દિવસની કઠીન પરીક્ષામાં ૬ વ્યક્તિને બહારની દુનિયાથી અલિપ્ત રાખવાનો પ્રયોગ થયો હતો. ૩૧ માર્ચ ૨૦૦૯ થી ૧૪ જુલાઈ ૨૦૦૯ દરમ્યાન આ પ્રયોગ કરવામાં આવ્યો હતો. ત્રીજો, અંતિમ અને નિર્ણાયક તબક્કામાં પૃથ્વી પરથી શરૃ થતી મંગળ યાત્રાથી માંડીને, મંગળ ઉપર માનવીનાં ઉતરાણ અને વળતા પૃથ્વી તરફનાં પ્રવાસની સંપુર્ણ 'વર્ચ્યુઅલ ટુર'નું મોક-ટેસ્ટીંગ થયું હતું. ૩ જુન ૨૦૧૦નાં રોજ શરૃ થયેલ 'માર્સ વોયેઝ' ૪ નવેમ્બર ૨૦૧૧નાં રોજ પુર્ણ થઈ હતી. રશિયાનાં ત્રણ નાગરીક, એલેક્ષી સીનેવ, એકેલઝાંડર સ્મોલેવત્કી અને સુબ્રોબ કામોલોવ, ૩૧ વર્ષનાં ફ્રેન્ચ એન્જીનીયર રોમેઇન ચાર્લ્સ, ઈટાલીયન-કોલંમ્બીયન ૨૭ વર્ષનાં ઈજનેર ડિએગા ઉર્બીના અને ચીનની એસ્ટ્રોનટ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ સેન્ટરનાં ૨૭ વર્ષનાં વાંગ ર્યુ નો અંતિમ તબક્કામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. માર્સ ૫૦૦નાં ત્રણેય તબક્કામાં અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને એક પણ વ્યક્તિને અન્ય તબક્કામાં 'રિપીટ' કરવામાં આવ્યા ન હતા. એન્જીનીયર, ભૌતિકશાસ્ત્રી, જીવવૈજ્ઞાાની, અંતરિક્ષ યાત્રી, ડોક્ટર વગેરેનો પ્રાયોગીક તબક્કામાં ઉપયોગ કરવામાં આવ્યો હતો.
માર્સ-૫૦૦નાં ઉમેદવાર પાસે ઉચ્ચ શિક્ષણ, ઉંમર ૨૫-૮૦ વર્ષ મેડિકલનાં ફર્સ્ટ એઇડનું જ્ઞાાન અને રશિયન ઉપરાંત અંગ્રેજી ભાષામાં પ્રોફેશનલ કક્ષાની મહારત હાંસીલ હોય તેવી અપેક્ષા રાખવામાં આવી હતી. ધંધાદારી નિયુતતામાં, જીવવૈજ્ઞાાનીક, ડોક્ટર અને ક્લીનીકલ ડાયોગ્નોસીસનું જ્ઞાાન, લાઇફ સપોર્ટ સીસ્ટમનાં ઇજનેર કોમ્પ્યુટર પ્રોગ્રામીંગ, ઇલેક્ટ્રોનિક્સ અને મિકેનીકલ શાખાનાં એન્જીનીયર હોય તેવી વ્યક્તિને પસંદ કરવામાં આવી હતી.
સમગ્ર માર્સ ટ્રીપનાં ક્લોઝ એન્કાઉન્ટર જેવા પ્રોગ્રામનો મુખ્ય હેતુ ગ્રાઉન્ડ બેઝ્ડ કંટ્રોલ સેન્ટર સાથે, માર્સીઅન ફ્લાઈટ દરમ્યાન થતાં કોમ્યુનિકેશન અને તે દરમ્યાન વિવિધ એક્ટીવીટીને એક સુત્રે બાંધવાનો હતો. લાંબા ગાળાનાં પ્રવાસ દરમ્યાન અંતરીક્ષ યાત્રીઓ ઉપર નિયંત્રણ અને મોનીટરીંગ કઈ રીતે કરવું તેની પણ ચકાસણી કરવામાં આવી હતી. મંગળની સપાટી ઉપર ઉતરીને કેવા પ્રકારની પ્રક્રિયા કરવી પડે, તેનું ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું. લાંબી અંતરીક્ષ યાત્રા દરમ્યાન માર્સોનટ (મંગળયાત્રીઓ)નાં સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવો, તેમની હેલ્થનું વારંવાર ડાયોગ્નોસીસ કરવું, તેમની કાર્યક્ષમતા ચકાસવી, કટોકટી સમયે કઈ રીતે તબીબી સહાય પહોંચાડવી, વગેરે પ્રયોગો પણ કરવામાં આવ્યા. ક્રુ મેમ્બરની એક્ટીવીટી અને ટેકનિકલ ડેટા ટ્રાન્સફર, રેફરન્સ ઇન્ફરમેશન સીસ્ટમ વગેરે કોમ્પ્યુટર અને ઈલેક્ટ્રોનિક્સ સાથે સંકળાયેલી બાબતોને પણ પુરતું મહત્ત્વ આપવામાં આવ્યું. ટુંકમાં કહી શકાય કે પૃથ્વી પર બેઠા બેઠા વૈજ્ઞાાનિકોએ મંગળ યાત્રા પુરી કરી. પૃથ્વી પર અંતરીક્ષયાત્રાને લગતો આ વિશ્વનો પ્રથમ સૌથી લાંબો પ્રોજેક્ટ છે જેને પૃથ્વી પર જ પુર્ણ કરવામાં આવ્યો છે.
માર્સ-૫૦૦નો અંતિમ તબક્કો પુર્ણ કરીને, બહાર આવેલ કમાન્ડર એલેક્ષી સીતેવે ટુંકા વાર્તાલાપમાં જણાવ્યું હતું કે, બધા જ ક્રુ મેમ્બરનું સ્વાસ્થ્ય સારું છે. તેઓ આગળની ચકાસણી માટે પણ સજ્જ છે.'' જે સ્પેસશીપમાં છ વૈજ્ઞાાનિકો રહ્યા હતા તેમાં એક પણ બારી ન હતી. એક વાર અંદર પુરાયા બાદ બહારની દુનિયા સાથેનો સંપર્ક કપાઈ ગયો હતો. તેઓ માત્ર ઈ-મેઈલ કે ટ્વીટર પર કોમેન્ટ પાસ કરી શકતા હતાં. અંતરીક્ષ યાત્રામાં થતાં વજન વિહીન અવસ્થા અને રેડિયેશનનાં ખતરા સિવાય તમામ પ્રકારની એક્ટીવીટીને માર્સ-૫૦૦ દરમ્યાન પુર્ણ કરવામાં આવી હતી.
મંગળ યાત્રા દરમ્યાન અંતરીક્ષ યાત્રીઓ માટે મોટી સમસ્યા માનસિક અને શરીર ક્રિયા વિજ્ઞાાનને લગતી પેદા થવાની છે. અંતરીક્ષ યાત્રીઓની ઉંઘની પેટર્ન, હોર્મોન્સ લેવલમાં ફેરફાર, હાડકાનાં બંધારણમાં થતા ફેરફાર ઉપરાંત ખોરાક તરીકે કયા પદાર્થનો કેટલાં પ્રમાણમાં સમાવેશ કરવો તે 'ડાયેટરી સપ્લીમેન્ટ સીસ્ટમ' પણ વિકસાવવી પડશે. લાંબા ગાળાની અને લાંબા અંતરની મુસાફરી હોવાથી પૃથ્વી પરથી મર્યાદીત વજનનો પે-લૉડ વૈજ્ઞાાનિકો લઈ જઈ શકે તેમ છે. તેથી અંતરીક્ષ યાત્રાને લગતી સમસ્યાઓનો સૌપ્રથમ તો સૈધ્ધાંતિક સ્વરૃપે નિકાલ લાવવો પડે તેમ છે. આ પ્રયોગ દરમ્યાન ક્રુ મેમ્બરને ન્યાયપૂર્ણ કામગીરીની વહેંચણી ન થવાને કારણે આંતરીક વિખવાદ ઝગડા અને ઇર્ષ્યા જોવા મળ્યા હતાં. આવી પરીસ્થીતી વાસ્તવિક યાત્રા દરમ્યાન પણ થઈ શકે તેમ છે.
ત્રીજો અને અંતિમ તબક્કો પુર્ણ થવા છતાં તેનાં ક્રુ મેમ્બરને હજી સંપૂર્ણ આઝાદી મળી નથી. બે ચાર દિવસનાં વિરામ બાદ ફરીવાર તેમને મેડિકલ અને સાયકોલોજીકલ ટેસ્ટ માટે હાજર રહેવું પડશે. તેઓ ડિસેમ્બરનાં મધ્યભાગ સુધી 'બીઝી' રહેશે ને વિવિધ ટેસ્ટ અને સાયકોલોજીકલ એનાલીસીસ માટે ઇન્ટરવ્યુ આપતાં રહેશે. વૈજ્ઞાાનિકો માટે અંતરીક્ષયાત્રીઓ, પૃથ્વીવાસીઓથી લાંબા સમય માટે દુર થાય છે. તે 'સોસીયલ નેરોઇંગ'ને લગતી સમસ્યા અને તેની અસરોનો અભ્યાસ ખુબજ જરૃરી છે. આ પ્રયોગમાં એક પ્રાણી માફક વર્તનાર, બુધ્ધિશાળી માનવીને સંશોધનમાં સહાયરૃપ થવા બદલ એક લાખ અમેરિકન ડોલર્સ ચુકવવામાં આવશે.
માર્સ-૫૦૦ મિશન અનેક રીતે મહત્ત્વપુર્ણ સાબિત થશે. રશિયા ધ્વારા આ પ્રયોગ થયો હોવાથી ભવિષ્યમાં મંગળ ઉપર માનવીને ઉતારવા માટે રશિયા મેન્ડ ફ્લાઈટનું લોચીંગ કરે તો નવાઈ લાગશે નહીં. ટેકનીકલી તે સક્ષમ છે. તેની પાસે નિષ્ણાંતો પણ છે. સવાલ છે 'માર્સ મિશન'ને લગતા જંગી નાણાંનો બંદોબસ્ત કરવો. રશિયા ચીન અથવા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનો સાથ લઈને પણ 'માર્સ મિશન' મોકલી શકે તેમ છે. નાસા હાલનાં તબક્કે મંગળ તરફ જવાનું વિચારતું નથી. ૨૦૨૫માં તે એક ઉલ્કાપીંડ પર માનવીને ઉતારવા માંગે છે. ૨૦૩૦ કે તે પછી નાસાનું ટાર્ગેટ 'માર્સ' બને તેમ લાગે છે.
માર્સ-૫૦૦ની સફળતા બાદ, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનો ભાગીદાર દેશો વચ્ચે, અંતરીક્ષમાં 'માર્સ મિશન'નું રીહર્સલ પૃથ્વીની ભ્રમણ કક્ષામાં કરવા માટે ગરમાગરમ ચર્ચા-મંત્રણાઓ ચાલી રહી છે. યુરોપ અને અમેરિકાને લાગે છે કે 'માર્સ મિશન'ને મંગળ સુધી પહોંચાડતા પહેલાં 'ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન' જેવી ફેસીલીટી ધ્વારા ફરી એકવાર વર્ચ્યુઅલ કમ મોક-ઓપરેશન જેવું 'મિશન ટુ માર્સ' અમલમાં મુકવું જોઈએ. વૈજ્ઞાાનિકોની હિંમત, સાહસ અને પ્રાયોગીકનાં એક વાર જરૃર માનવીને મંગળ ઉપર ઉતારશે જ. આ મંગળયાત્રામાં માર્સ-૫૦૦ જેવાં પ્રોજેક્ટ અને તેમાં પરીણામો ઉપકારક નિવડશે.

 

 

   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

   

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus Glamor

રાત્રે કામ એટલે બિમારીઓને નોતરું
બોડી વેટ નહીં પણ બોડી ફેટ ચેક કરો

શું પતિ ‘હાઉસ હસબન્ડ’ બની શકે?

હું જ છંુ ‘ખિલાડી ૭૮૬’

પ્રિયંકાના ‘અવાજ’ પર ફિદા થઈ ગયા
 
 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved