Last Update : 13-Dec-2011,Tuesday
 
વાપીમાં ડિવાઇડર કુદાવી એસ્ટીમ ટેન્કર ને કારમાં ભટકાતા ૩ના મોત

 

અમદાવાદના એસ્ટીમ ચાલક શંભુભાઇ અગ્રવાલ, વાપીના સંજય પટેલ અને રાજેશ પાસવાનના કમકમાટીભર્યા મોત ઃ બેને ઇજા
વાપી,સોમવાર
વાપી ને.હા.નં. ૮ ઉપર ગઈકાલે મધ્યરાત્રે રોગ સાઈડેથી ધસી આવેલી એસ્ટીમકાર ટેન્કર અને મારૃતિકાર સાથે અથડાતા થયેલા વિચિત્ર અકસ્માતમાં અમદાવાદના એસ્ટીમ કાર ચાલક અને મારૃતિકારમાં સવાર વાપીના બે યુવાનો મળી ત્રણના ઘટના સ્થળે મોત થયા હતા. જયારે એસ્ટીમ કારમાં બેઠેલા બે વ્યક્તિઓને ઈજા થતાં વલસાડ સિવિલમાં ખસેડાયા બાદ વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાયા હતા. એસ્ટીમ કાર મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહી હતી. પરંતુ ચાલકે કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કુદાવી મુંબઈ તરફના ટ્રેક ઉપર ફંગોળાઈ હતી.
ઘટના સ્થળેથી અને પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદના અંબિકાનગર ખાતે રહેતા શંભુભાઈ મુન્સીલાલ અગ્રવાલ (ઉ.વ.૫૦) તથા અન્ય બે વ્યક્તિ કૃષ્ણકુમાર મિશ્રા (ઉ.વ.૪૫, રહે. હાથીગંગા સોસાયટી, અમદાવાદ) અને ધર્મેશ પ્રજાપતિ (ઉ.વ.૩૧, રહે. અમદાવાદ) એસ્ટીમ કાર (નં. જીજે-૧૮-એસી-૭૭૭૯)માં અમદાવાદથી મુંબઈ ગયા હતા. રવિવારે ત્રણે વ્યક્તિઓ મુંબઈથી રાત્રે અમદાવાદ પરત જતા હતા. રાત્રિના લગભગ દોઢ વાગ્યાની આસપાસ વાપી ને.હા.નં. ૮ ઉપરના આઈબીપી પેટ્રોલપંપ નજીક કારચાલક શંભુભાઈનો સ્ટીયરીંગ ઉપરનો કાબુ જતો રહેતા કાર ડીવાઈડર કૂદાવી મુંબઈ તરફ માર્ગ ઉપર ધસી જઈ મારૃતિફન્ટી કાર (નં. જીજે-૧૫-ડીડી-૯૩૨૦)ને ટક્કર માર્યા બાદ ટેન્કર (નં.જીજે-૫-એટી-૪૮૮૪) સાથે ધડાકાભેર અથડાઈ હતી.
આ ગંભીર અકસ્માતમાં મારૃતિ અને એસ્ટીમ કારનો કચ્ચરઘાણ નીકળી જતા કારમાં સવાર વ્યક્તિઓ ફસાયા હતા. ઘટનાને પગલે રોડ ઉપરથી જતાં વાહન ચાલકો એકત્રિત થયા બાદ કારમાં ફસાયેલા પાંચય વ્યક્તિઓને એક પછી એક બહાર કાઢયા હતા. જો કે, અમદાવાદના એસ્ટીમ કાર ચાલક શંભુભાઈ તથા મારૃતિકારમાં સવાર વાપીના બે યુવાનો સંજય રમણભાઈ પટેલ (ઉ.વ.૨૭) અને રાજેશ આશેશ્વર પાસવાન (ઉ.વ.૧૬) (બંને રહે. ટાંકી ફળિયા, વાપી)નું ઘટના સ્થળે લોહી લુહાણ હાલતમાં મોત નીપજયું હતું.
જયારે એસ્ટીમ કારમાં સવાર કૃષ્ણકુમાર મિશ્રા અને ધર્મેશ પ્રજાપતિને ઈજા પહોંચતા પ્રથમ વલસાડ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે વાપી ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. વાપીના ટાંકી ફળિયામાં રહેતા સંજય અને રાજેશ ગઈકાલે રાત્રે મારૃતિ કારમાં કામઅર્થે પારડી ગયા બાદ રાત્રે વાપી આવવા નીકળ્યા હતા.

 
 
 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો ભ્રષ્ટાચારનો ઃ બીબીસીનું સર્વેક્ષણ
અમેરિકી વિમાનોને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ બંધ થશે
માનવ જીવનમાં ૫૦ પ્રવૃત્તિઓને ટેકનોલોજીએ તદ્દન બદલી નાખી
ભારતના કેન્દ્રીય પ્રધાનોને મળ્યાનો ISI એજન્ટ ફોઈનો દાવો
ભુટ્ટો પરિવારમાં મતભેદો સર્જાયા હોવાના અહેવાલો
ભારતીય ટીમ ઇતિહાસ રચવાના આત્મવિશ્વાસ સાથે ઓસ્ટ્રેલિયા જવા રવાના
ઓસ્ટ્રેલિયા તેની ભૂમિ પર ૨૬ વર્ષ બાદ ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ હાર્યું
વિવાદિત વર્લ્ડ સિરિઝ હોકી ૨૯મી ફેબુ્રઆરી સુધી સ્થગિત
ઓસ્ટ્રેલિયન સ્પિનર વોર્ન કુકિંગ કરતા દાઝ્યો

નેશનલ ક્રિકેટ એકેડમીના ચેરમેન તરીકે કુમ્બલેએ રાજીનામું આપ્યું

રોશન પરિવારે તેમની ફિલ્મનો મુહૂર્ત શોટ પ્રિયંકા અલ્વા પાસે કરાવ્યો
'તનુ વેડ્સ મનુ'ની સિકવલમાં કંગના રાણાવત ડબલ રોલ ભજવશે
અભય દેઓલ સાથે તેને નહીં પણ તેના પિતાને મતભેદ થયો હોવાનો સોનમનો દાવો
સંજય દત્ત, હૃતિક, નેહા ધૂપિયા, નિખિલ દ્વિવેદી અને મિલન લુથરિયા લપેટમાં
ઔદ્યોગિક મંદી શરૃઃ ૫.૧ ટકા નેગેટીવ આઈઆઈપી પાછળ શેરોમાં કડાકોઃ સેન્સેક્ષ ૩૪૩ પોઈન્ટ તૂટી ૧૫૮૭૦
સોેનામાં આગળ વધતી મંદી ઃ વિશ્વ બજારમાં ૧૭૦૦ ડોલરની સપાટી તૂટી
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ ડેઈલી રિપોર્ટ...
સાંભળ્યું છે કે...
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ
અણ્ણા ઉત્તર પ્રદેશમાં આવી તો જુએ ઃ કોંગ્રેસ નેતા બેનીપ્રસાદ
તીવ્ર પ્રતિભાવ નહીં આપવા રીઝર્વ બેંકને અર્થશાસ્ત્રીઓની સલાહ
ફોર્ચ્યુનની વાર્ષિક યાદીમાં આઈઓસી દેશની સૌથી મોટી કંપની
૨૦મીએ લોકસભામાં બિલ વડા પ્રધાનનું પદ લોકપાલ હેઠળ લાવવા સંકેત
નકારાત્મક ઔદ્યોગિક વિકાસદર ખરેખર ચિંતાનો વિષય ઃ સી.આઈ.આઈ.
સાબરકાંઠા બેંકની મોડાસા શાખાના કર્મચારીઓએ સ્ટેટબેંકમાંથી વધારે આવેલા રૃપિયા ૧૦ લાખ પરત કર્યા
કાઢી મુકાયેલા ટેકનિશિયને બે કારીગરોની હત્યા કરી
લગ્નની ખુશાલીમાં જાનૈયાઓનો ગોળીબાર ઃ કન્યાના કાકાને ઇજા
જમાલપુરમાં ગેરકાયદે બંધાતા ૧૬ ફ્લેટ તોડી પડાયા
સટ્ટાના પૈસા ચૂકવવા ન પડે એટલે બે યુવાનનું અપહરણ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved