Last Update : 13-Dec-2011,Tuesday
 

વ્યારાના વન-વે માર્ગો અંગે ફેર- વિચારણા કરી ટ્રાફિક હળવો કરાશે

 

રેંજ આઇ.જી.પી.નો લોક દરબાર યોજાયો

ડી.જે. સીસ્ટમવાળાઓને ૧૫ દિવસમાં નોંધણી કરાવવા અને નીતિ-નિયમોનો ભંગ કરી દોડતી રેતી-કપચીની ટ્રકો સામે કાર્યવાહીનો આદેશ
વ્યારા, સોમવાર
વ્યારામાં જાહેર કરાયેલા વન-વે માર્ગોને કારણે ટ્રાફિક હળવો થવાને બદલે વધુ ગુંચવાતો હોવાની આજે રેંજ આઇ.જી.પી.ના લોક દરબારમાં રજૂઆત થતાં વન-વે માર્ગ અંગે ફેર-વિચારણા કરી ટ્રાફિક સમસ્યા હળવી કરવાની ખાત્રી આપવામાં આવી હતી. આ ઉપરાંત મંજુરી વગર ડી.જે. સીસ્ટમ વગાડનારાઓને ૧૫ દિવસમાં નોંધણી કરાવી લેવા આદેશ કરાયો હતો. હાઇવે પર નીતિ-નિયમોનો ભંગ કરી દોડતી રેતી-કપચીની ટ્રકો બાબતે પણ રજૂઆત થઇ હતી.
વ્યારા નગરપાલિકાના તરણકુંડ સ્થિત હોલમાં આજે રેંજ આઇ.જી.પી. હસમુખ પટેલનો લોક દરબાર યોજાયો હતો. જેમાં પાલિકાના સભ્યો, ગણ્યાં-ગાંઠયા બુદ્ધિજીવીઓ અને શાળા-કોલેજના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
વ્યારાના નેવીલ જોષીએ ડી.જે. સિસ્ટમવાળા પરમિશન વગર ગમેતેમ વાહનોમાં ડી.જે. સાઉન્ડ લગાવી ફરતા રહે છે. જેને પગલે લોકો પરેશાન થઇ જતા હોય છે એવી રજૂઆત કરી હતી. જે સંદર્ભે રેંજ આઇ.જી.પી. પટેલે સવારે ૬.૦૦ થી રાત્રે ૧૦.૦૦ કલાક સુધી લાઉડ સ્પીકર વગાડી શકાતું હોય, ૧૫ દિવસમાં ડી.જે. ધારકોએ નોંધણી કરાવી દેવી અને પરમિશન મેળવ્યા પછી જ ડી.જે. વગાડવા જણાવ્યું હતું. ત્યાર પછી કોઇ વગાડશે તો કાર્યવાહી કરવામાં આવશે.
વ્યારા શહેરના મેઇન બજાર અને સુરતી બજાર રોડ પર વન-વે જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ પુતળા પાસેથી પ્રવેશના વાહનો સીધા બેંક રોડ પર વળવાને બદલે શાક માર્કેટ તરફ વાળતાં બેંકમાં અવર-જવર કરતા લોકોને ભારે પરેશાની ઉઠાવવી પડે છે. તથા શાક માર્કેટમાં પણ ટ્રાફિકમાં વધારો થતો હોય સયાજી પુતળા પાસેથી બેંક રોડ પર સીધો પ્રવેશ અને મેઇન બજાર પરથી જુના બસ સ્ટેન્ડ તરફ વન-વે રાખવા નગરપાલિકા ઉપ-પ્રમુખ સહિતના લોકોએ માંગણી કરી હતી. જેથી ડી.એસ.પી. શરદ સિંઘલે વન-વેમાં ફેર-વિચારણા કરી, ટૂંક સમયમાં બેંક રોડ પરસીધો પ્રવેશ આપવાની ખાત્રી આપી હતી. આગેવાન વિનોદ દેસાઇએ વહેલી સવારથી ટયૂશન ક્લાસો ચાલતા હોય, નાની ઉંમરના ટાબરીયા પૂર-ઝડપે વાહનો લઇને જાય છે અને અકસ્માત કરતા હોય છે. તે અંગે પણ કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જે સંદર્ભે હસમુખભાઇ પટેલે નાના બાળકોને વાહન ચલાવવાની પરમિશન અપાતી જ નથી. જેથી વાલીઓએ જ અકસ્માતોને ધ્યાનમાં લઇ, વાહનોને બાળકોના હાથમાં આપવા નહી. એ માટે જાગૃતિ લાવવી જોઇએ. તથા શહેરી વિસ્તારમાં હેલ્મેટના કાયદાનો અમલ કરાવવા જણાવ્યું હતું. વ્યારા નજીકના હાઇવે પરથી રેતી-કપચી ભરેલી ટ્રકો તાડપત્રી ઢાંક્યા વગર જતી હોય, પાછળથી આવતા વાહનોને અકસ્માત થતા હોય છે. એ અંગે ઉઠેલા પ્રશ્ન બાબતે તેમણે રેતી-કપચીની ટ્રકો પર તાડપત્રી બાંધવાનો નિયમ હોય, નિયમ ભંગ કરતાવાહનો સામે કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો.
એન.આઇ.આર.ની વતનમાં આવેલી જમીન બહારથી આવેલા લોકો ખોટા દસ્તાવેજ અને પાવર બનાવી છીનવી લેવાતી હોવાની તથા પોલીસ સમયસર પગલાં ભરતી ન હોવાની રજૂઆત બાબતે રેંજ આઇ.જી.એ ધ્યાન આપવા જણાવ્યું હતું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો ભ્રષ્ટાચારનો ઃ બીબીસીનું સર્વેક્ષણ
અમેરિકી વિમાનોને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ બંધ થશે
માનવ જીવનમાં ૫૦ પ્રવૃત્તિઓને ટેકનોલોજીએ તદ્દન બદલી નાખી
ભારતના કેન્દ્રીય પ્રધાનોને મળ્યાનો ISI એજન્ટ ફોઈનો દાવો
ભુટ્ટો પરિવારમાં મતભેદો સર્જાયા હોવાના અહેવાલો
ભારતીય ટીમ ઇતિહાસ રચવાના આત્મવિશ્વાસ સાથે ઓસ્ટ્રેલિયા જવા રવાના
ઓસ્ટ્રેલિયા તેની ભૂમિ પર ૨૬ વર્ષ બાદ ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ હાર્યું
વિવાદિત વર્લ્ડ સિરિઝ હોકી ૨૯મી ફેબુ્રઆરી સુધી સ્થગિત
ઓસ્ટ્રેલિયન સ્પિનર વોર્ન કુકિંગ કરતા દાઝ્યો

નેશનલ ક્રિકેટ એકેડમીના ચેરમેન તરીકે કુમ્બલેએ રાજીનામું આપ્યું

રોશન પરિવારે તેમની ફિલ્મનો મુહૂર્ત શોટ પ્રિયંકા અલ્વા પાસે કરાવ્યો
'તનુ વેડ્સ મનુ'ની સિકવલમાં કંગના રાણાવત ડબલ રોલ ભજવશે
અભય દેઓલ સાથે તેને નહીં પણ તેના પિતાને મતભેદ થયો હોવાનો સોનમનો દાવો
સંજય દત્ત, હૃતિક, નેહા ધૂપિયા, નિખિલ દ્વિવેદી અને મિલન લુથરિયા લપેટમાં
ઔદ્યોગિક મંદી શરૃઃ ૫.૧ ટકા નેગેટીવ આઈઆઈપી પાછળ શેરોમાં કડાકોઃ સેન્સેક્ષ ૩૪૩ પોઈન્ટ તૂટી ૧૫૮૭૦
સોેનામાં આગળ વધતી મંદી ઃ વિશ્વ બજારમાં ૧૭૦૦ ડોલરની સપાટી તૂટી
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ ડેઈલી રિપોર્ટ...
સાંભળ્યું છે કે...
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ
અણ્ણા ઉત્તર પ્રદેશમાં આવી તો જુએ ઃ કોંગ્રેસ નેતા બેનીપ્રસાદ
તીવ્ર પ્રતિભાવ નહીં આપવા રીઝર્વ બેંકને અર્થશાસ્ત્રીઓની સલાહ
ફોર્ચ્યુનની વાર્ષિક યાદીમાં આઈઓસી દેશની સૌથી મોટી કંપની
૨૦મીએ લોકસભામાં બિલ વડા પ્રધાનનું પદ લોકપાલ હેઠળ લાવવા સંકેત
નકારાત્મક ઔદ્યોગિક વિકાસદર ખરેખર ચિંતાનો વિષય ઃ સી.આઈ.આઈ.
સાબરકાંઠા બેંકની મોડાસા શાખાના કર્મચારીઓએ સ્ટેટબેંકમાંથી વધારે આવેલા રૃપિયા ૧૦ લાખ પરત કર્યા
કાઢી મુકાયેલા ટેકનિશિયને બે કારીગરોની હત્યા કરી
લગ્નની ખુશાલીમાં જાનૈયાઓનો ગોળીબાર ઃ કન્યાના કાકાને ઇજા
જમાલપુરમાં ગેરકાયદે બંધાતા ૧૬ ફ્લેટ તોડી પડાયા
સટ્ટાના પૈસા ચૂકવવા ન પડે એટલે બે યુવાનનું અપહરણ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved