Last Update : 13-Dec-2011,Tuesday
 
વાપીમાં પોલીસ સ્વાંગમાં યુવાનો મહિલાની ચેઇન તડફાવી ગયા
 
રીક્ષામાં સવાર મુંબઇની મહિલાના પર્સમાંથી રોકડા ૫૧૦૦ અને ચાંદીના દાગીના સેરવી જનાર અમદાવાદના ત્રણ શખ્સોની અટક
વાપી,સોમવાર
વાપીના છરવાડા રોડ અને ચણોદ વિસ્તારમાં આજે બે તફડંચીના બનાવો પોલીસ ચોપડે નોંધાવા પામ્યા છે. છરવાડા રોડ પર એક એપાર્ટમેન્ટમાં રહેતી ૫૦ વર્ષિય મહિલાની નજર ચુકવી પોલીસના સ્વાંગમાં આવેલા ત્રણ બાઈક સવારો રૃા.૪૫ હજારની કિંમતની ૧૫ ગ્રામ સોનાની ચેઈન તફડાવી ગયા હતા. જયારે વાપી રેલવે સ્ટેશનથી ચણોદ રીક્ષામાં જઈ રહેલી મુંબઈની મહિલાના પર્સમાંથી ત્રણ પૈકીના એક શખ્સે પર્સમાંથી રોકડા રૃ.૫૧૦૦ તથા ચાંદીના ઘરેણા મળી રૃા.૭૨૦૦ની મત્તાની તફડંચી ભાગી છૂટયા હતા. આ પ્રકરણમાં વાપી પોલીસે અમદાવાદની તસ્કર ટોળકીના ત્રણ આરોપીની અટક કરી પુછપરછ આદરી છે.
વાપી છરવાડા રોડ ઉપર આવેલા રાજમોતી કોમ્પલેક્ષમાં શંકરભાઈ પાટીલ પરિવાર સાથે રહે છે. આજે સવારે તેમની પત્ની સુમનબેન પાટીલ (ઉ.વ.૫૦) આજે સવારે ઘરેથી બજારમાં શાકભાજી લેવા નીકળ્યા હતા. સુમનબેન એપાર્ટમેન્ટની બહાર રોડ ઉપરથી જઈ રહ્યા હતા. ત્યારે એક મોટર સાયકલ પર આવેલા ત્રણ શખ્સોએ પોતે પોલીસ હોવાનું જણાવી સુમનબેનને રોકી તેઓને વાતમાં પોરવી ત્રણ પૈકીના એક શખ્સે સુમનબેન પાસે ગળામાં પહેરેલી રૃ.૪૫ હજારની કિંમતની ૧૫ ગ્રામની સોનાની ચેઈન ઉતરાવી એક કાગળમાં મુકી પોટલી વાળી સુમનબેનને આપી દીધી હતી. ઠગ ભગતો મહિલાની નજર ચૂકવી ચેઈનની તફડંચી કરી ભાગી છૂટયા હતા. થોડા સમય બાદ મહિલાએ કાગળની પોટલી ખોલી ત્યારે ચેઈન ગાયબ થઈ જતા હાફળા ફાફળા બની ગયા હતા.
બીજા બનાવમાં મુંબઈ ખાતે રહેતા મંજુલાબેન વિઠ્ઠલદાસ ભાનુશાલી આજે સવારે મુંબઈથી વાપીના ચણોદ કોલોનીમાં રહેતા નણંદને મળવા ટ્રેન મારફતે વાપી આવ્યા હતા. વાપી સ્ટેશનેથી મંજુલાબેન ચણોદ કોલોની જવા ઓટો રીક્ષામાં બેઠા હતા. રીક્ષામાં અન્ય ત્રણ શખ્સ બેઠા હતા. રીક્ષા ચણોદ કોલોની પહોંચે તે પહેલા ત્રણ પૈકીના એક શખ્સે મંજુલાબેન પાસે રહેલા પર્સમાંથી રોકડા રૃ. ૫૧૦૦ તથા ચાંદીના ઘરેણાં મળી કુલ રૃ. ૭૨૦૦ના મતાની તફડંચી કરી ભાગી છૂટયા હતા. રીક્ષામાંથી ઉતર્યા બાદ મંજુલાબેને પર્સમાંથી રોડક તથા ચાંદીના દાગીના ગાયબ થયાનું જણાતા ગભરાઈ ગયા હતા. ત્યારબાદ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. આ અંગે પોલીસે તાત્કાલિક શોધખોળ હાથ ધરતા વાપી એસટી ડેપોમાંથી શંકાસ્પદ ત્રણ શખ્સો સલીમ બાબુભાઈ ખાન, હેમંત સન્મુખભાઈ નાયકા અને જાવેદ ઐયુબ અન્સારી (તમામ રહે. અમદાવાદ)ને પકડી તેઓની પૂછપરછ કરી હતી. ત્રણેય શખ્સોએ પોલીસને સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે તેઓની અટક કરી વધુ પૂછપરછ આદરી છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો ભ્રષ્ટાચારનો ઃ બીબીસીનું સર્વેક્ષણ
અમેરિકી વિમાનોને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ બંધ થશે
માનવ જીવનમાં ૫૦ પ્રવૃત્તિઓને ટેકનોલોજીએ તદ્દન બદલી નાખી
ભારતના કેન્દ્રીય પ્રધાનોને મળ્યાનો ISI એજન્ટ ફોઈનો દાવો
ભુટ્ટો પરિવારમાં મતભેદો સર્જાયા હોવાના અહેવાલો
ભારતીય ટીમ ઇતિહાસ રચવાના આત્મવિશ્વાસ સાથે ઓસ્ટ્રેલિયા જવા રવાના
ઓસ્ટ્રેલિયા તેની ભૂમિ પર ૨૬ વર્ષ બાદ ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ હાર્યું
વિવાદિત વર્લ્ડ સિરિઝ હોકી ૨૯મી ફેબુ્રઆરી સુધી સ્થગિત
ઓસ્ટ્રેલિયન સ્પિનર વોર્ન કુકિંગ કરતા દાઝ્યો

નેશનલ ક્રિકેટ એકેડમીના ચેરમેન તરીકે કુમ્બલેએ રાજીનામું આપ્યું

રોશન પરિવારે તેમની ફિલ્મનો મુહૂર્ત શોટ પ્રિયંકા અલ્વા પાસે કરાવ્યો
'તનુ વેડ્સ મનુ'ની સિકવલમાં કંગના રાણાવત ડબલ રોલ ભજવશે
અભય દેઓલ સાથે તેને નહીં પણ તેના પિતાને મતભેદ થયો હોવાનો સોનમનો દાવો
સંજય દત્ત, હૃતિક, નેહા ધૂપિયા, નિખિલ દ્વિવેદી અને મિલન લુથરિયા લપેટમાં
ઔદ્યોગિક મંદી શરૃઃ ૫.૧ ટકા નેગેટીવ આઈઆઈપી પાછળ શેરોમાં કડાકોઃ સેન્સેક્ષ ૩૪૩ પોઈન્ટ તૂટી ૧૫૮૭૦
સોેનામાં આગળ વધતી મંદી ઃ વિશ્વ બજારમાં ૧૭૦૦ ડોલરની સપાટી તૂટી
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ ડેઈલી રિપોર્ટ...
સાંભળ્યું છે કે...
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ
અણ્ણા ઉત્તર પ્રદેશમાં આવી તો જુએ ઃ કોંગ્રેસ નેતા બેનીપ્રસાદ
તીવ્ર પ્રતિભાવ નહીં આપવા રીઝર્વ બેંકને અર્થશાસ્ત્રીઓની સલાહ
ફોર્ચ્યુનની વાર્ષિક યાદીમાં આઈઓસી દેશની સૌથી મોટી કંપની
૨૦મીએ લોકસભામાં બિલ વડા પ્રધાનનું પદ લોકપાલ હેઠળ લાવવા સંકેત
નકારાત્મક ઔદ્યોગિક વિકાસદર ખરેખર ચિંતાનો વિષય ઃ સી.આઈ.આઈ.
સાબરકાંઠા બેંકની મોડાસા શાખાના કર્મચારીઓએ સ્ટેટબેંકમાંથી વધારે આવેલા રૃપિયા ૧૦ લાખ પરત કર્યા
કાઢી મુકાયેલા ટેકનિશિયને બે કારીગરોની હત્યા કરી
લગ્નની ખુશાલીમાં જાનૈયાઓનો ગોળીબાર ઃ કન્યાના કાકાને ઇજા
જમાલપુરમાં ગેરકાયદે બંધાતા ૧૬ ફ્લેટ તોડી પડાયા
સટ્ટાના પૈસા ચૂકવવા ન પડે એટલે બે યુવાનનું અપહરણ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved