Last Update : 13-Dec-2011,Tuesday
 
૨૦૦ યુનિટ ઘરેલુ વીજવપરાશ માટે સબસીડીની દરખાસ્ત કરાશે
 
દીવ-દમણ અને દા.ન.હવેલીમાં

વીજવધારા અંગે સ્થાનિક કક્ષાએ આંદોલન કરવાને બદલે કેન્દ્ર સરકાર અને જર્ક સમક્ષ ધારદાર રજૂઆત કરો ઃ પ્રશાસક
તા.૨૬ જાન્યુઆરી સુધી ઉકેલ ન આવે તો હિંસક માર્ગ અપનાવી ન્યાય મેળવીશું ઃ યુથ એક્શન ફોર્સ
વાપી,સોમવાર
સંઘપ્રદેશ દીવ-દમણમાં ઘરેલું વીજ દરોમાં કરાયેલા વધારા સામે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા વિવાદને લઈ આજે સચિવાલય ખાતે દમણ યુનાઈટેડ એલાયન્સના આગેવાનોએ પ્રશાસક નરેન્દ્રકુમાર સાથે મુલાકાત કરી હતી. પ્રશાસકે આગેવાનોને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે વીજ વધારાના મુદ્દે સ્થાનિક કક્ષાએ આંદોલન કરવાને બદલે કેન્દ્ર સરકાર અથવા જર્ક સમક્ષ ધારદાર રજૂઆત કરવાનું જણાવી દીવ-દમણ અને દા.ન.હવેલીમાં ૨૦૦ યુનિટ સુધી ઘરેલું વીજ વપરાશ કરનારાઓને સબસીડી મળે તે માટે દરખાસ્ત કરાશે તેમ જણાવ્યું હતું. જો કે યુથ એકશન ફોર્સના પ્રમુખે આગામી તા.૨૬મી જાન્યુઆરી સુધી આ મુદ્દે સમાધાનકારી ઉકેલ નહીં આવે તો ગાંધીજીનું અહિંસક આંદોલન છોડી ભગતસિંહના હિંસક આંદોલનનું હથિયાર ઉપાડાશે એમ જણાવ્યું હતું.
સંઘપ્રદેશ દીવ-દમણમાં જોઈન્ટ ઈલેકટ્રીસીટી રેગ્યુલેટરી કમિશન (જર્ક) દ્વારા ઘરેલું વીજ દરોમાં પ્રતિ યુનિટ દીઠ રૃ. ૧નો વધારો કરવાના નિર્ણય બાદ રાજકીય પક્ષો સહિત લોકોમાં ઉગ્ર રોષનો ચરૃ ઉઠયો છે. છેલ્લા ઘણાં દિવસોથી આ મામલે ચાલી રહેલા વિવાદ બાદ હજુ સુધી ભાવ વધારાના મુદ્દે કોઈ ફેરવિચારણા કરવામાં આવી નથી. આજે દમણ યુનાઈટેડ એલાયન્સના આગેવાનોએ આ મુદ્દે સંઘપ્રદેશના પ્રશાસક નરેન્દ્રકુમારની મુલાકાત લઈ રજૂઆત કરી હતી.
પ્રશાસક નરેન્દ્રકુમારે આગેવાનોને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ભાવ વધારાના મુદ્દે સ્થાનિક કક્ષાએ આંદોલન કરી રજૂઆત કરવા કરતા કેન્દ્ર સરકાર અને જર્ક સમક્ષ રજૂઆત કરવાથી આ મામલે કોઈ ઉકેલ આવી શકે તેમ છે. સ્થાનિક પ્રશાસન ભાવ વધારાના મુદ્દે કોઈ નિર્ણય લઈ શકે તેમ નથી. પ્રશાસન દ્વારા જર્ક સમક્ષ રિવ્યુ પીટીશન દાખલ કરવામાં આવી છે. ભાવ વધારાના મુદ્દે લોકોએ વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જ પડશે કારણ કે, સેન્ટ્રલ ઈલેકટ્રીસીટી રેગ્યુલેટરી કમિશન (સીઈઆરસી)એ વાર્ષિક વીજ દરોમાં ૨૦ ટકા જેટલો વધારાનું સૂચન કર્યું હોવાથી આ ભાવ વધારો ઓછો કરવો અશકય દેખાઈ રહ્યો છે.
વધુમાં તેઓએ જણાવ્યું કે, કલમ ૧૦૮ મુજબ એટલે કે વીજળીના ખરીદભાવ ઘરેલુ વપરાશકર્તાઓ પાસેથી લેવામાં આવે તે કાયદો લાગુ કરવા અપીલ કરો. સાથેસાથે તેઓએ વિદ્યુત વિભાગમાં સીબીઆઈની તપાસ કરાવવાની માંગ સામે જણાવ્યું કે જ્યારે પણ સીબીઆઈની તપાસ થશે ત્યારે જવાબદાર અધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી જરૃર કરાશે. સાથે ૨૦૦ યુનિટ સુધી ઘરેલુ વપરાશકર્તાઓને સબસીડી મળી રહે તે માટે પ્રશાસન દ્વારા દરખાસ્ત કરવાની તૈયારીઓ કરી દેવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું.
બેઠક બાદ યુથ એક્શન ફોર્સના પ્રમુખ ઉમેશ પટેલે પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું કે આગામી તા.૨૬ જાન્યુઆરી સુધી પ્રશાસન દ્વારા ઘરેલુ વીજદરોમાં કોઈ ફેરવિચારણા કરવામાં નહીં આવે તો સમગ્ર પ્રદેશમાં ગાંધીજીની અહિંસક લડત છોડી ભગતસિંહની જેમ હિંસક માર્ગ અપનાવી પણ ન્યાય માટે લડત આપીશું. અધિકારીઓની નીતિરીતિ સામે દમણવાસીઓ ક્યારેય ઝુકશે નહીં અને પ્રશાસન પોલીસ વિભાગનો સહયોગ લઈ પ્રજાને ડરાવવાનો પ્રયાસ કરશે તો પણ દમણવાસીઓ ક્યારેય ડગશે નહીં તેમ ઉમેર્યું હતું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો ભ્રષ્ટાચારનો ઃ બીબીસીનું સર્વેક્ષણ
અમેરિકી વિમાનોને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ બંધ થશે
માનવ જીવનમાં ૫૦ પ્રવૃત્તિઓને ટેકનોલોજીએ તદ્દન બદલી નાખી
ભારતના કેન્દ્રીય પ્રધાનોને મળ્યાનો ISI એજન્ટ ફોઈનો દાવો
ભુટ્ટો પરિવારમાં મતભેદો સર્જાયા હોવાના અહેવાલો
ભારતીય ટીમ ઇતિહાસ રચવાના આત્મવિશ્વાસ સાથે ઓસ્ટ્રેલિયા જવા રવાના
ઓસ્ટ્રેલિયા તેની ભૂમિ પર ૨૬ વર્ષ બાદ ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ હાર્યું
વિવાદિત વર્લ્ડ સિરિઝ હોકી ૨૯મી ફેબુ્રઆરી સુધી સ્થગિત
ઓસ્ટ્રેલિયન સ્પિનર વોર્ન કુકિંગ કરતા દાઝ્યો

નેશનલ ક્રિકેટ એકેડમીના ચેરમેન તરીકે કુમ્બલેએ રાજીનામું આપ્યું

રોશન પરિવારે તેમની ફિલ્મનો મુહૂર્ત શોટ પ્રિયંકા અલ્વા પાસે કરાવ્યો
'તનુ વેડ્સ મનુ'ની સિકવલમાં કંગના રાણાવત ડબલ રોલ ભજવશે
અભય દેઓલ સાથે તેને નહીં પણ તેના પિતાને મતભેદ થયો હોવાનો સોનમનો દાવો
સંજય દત્ત, હૃતિક, નેહા ધૂપિયા, નિખિલ દ્વિવેદી અને મિલન લુથરિયા લપેટમાં
ઔદ્યોગિક મંદી શરૃઃ ૫.૧ ટકા નેગેટીવ આઈઆઈપી પાછળ શેરોમાં કડાકોઃ સેન્સેક્ષ ૩૪૩ પોઈન્ટ તૂટી ૧૫૮૭૦
સોેનામાં આગળ વધતી મંદી ઃ વિશ્વ બજારમાં ૧૭૦૦ ડોલરની સપાટી તૂટી
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ ડેઈલી રિપોર્ટ...
સાંભળ્યું છે કે...
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ
અણ્ણા ઉત્તર પ્રદેશમાં આવી તો જુએ ઃ કોંગ્રેસ નેતા બેનીપ્રસાદ
તીવ્ર પ્રતિભાવ નહીં આપવા રીઝર્વ બેંકને અર્થશાસ્ત્રીઓની સલાહ
ફોર્ચ્યુનની વાર્ષિક યાદીમાં આઈઓસી દેશની સૌથી મોટી કંપની
૨૦મીએ લોકસભામાં બિલ વડા પ્રધાનનું પદ લોકપાલ હેઠળ લાવવા સંકેત
નકારાત્મક ઔદ્યોગિક વિકાસદર ખરેખર ચિંતાનો વિષય ઃ સી.આઈ.આઈ.
સાબરકાંઠા બેંકની મોડાસા શાખાના કર્મચારીઓએ સ્ટેટબેંકમાંથી વધારે આવેલા રૃપિયા ૧૦ લાખ પરત કર્યા
કાઢી મુકાયેલા ટેકનિશિયને બે કારીગરોની હત્યા કરી
લગ્નની ખુશાલીમાં જાનૈયાઓનો ગોળીબાર ઃ કન્યાના કાકાને ઇજા
જમાલપુરમાં ગેરકાયદે બંધાતા ૧૬ ફ્લેટ તોડી પડાયા
સટ્ટાના પૈસા ચૂકવવા ન પડે એટલે બે યુવાનનું અપહરણ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved