Last Update : 13-Dec-2011,Tuesday
 
કડકડતી ઠંડીથી ધુ્રજી ઉઠતું સૌરાષ્ટ્ર-કચ્છ,નલિયા ૪.૬
 
હજુ બે દિવસ યથાવત્ રહેશે કોલ્ડવેવ, જનજીવન પ્રભાવિત

રાજકોટ,શુક્રવાર
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીએ અંતે જોર દેખાડયું છે. બે દિવસથી શરુ થયેલું ઠંડીનું મોજુ આજે વધુ તીવ્ર બન્યું હતું અને સપ્તાહ પહેલા ન્યુનત્તમ ૨૦-૨૧ ડિગ્રી સે.આસપાસ રહેતો પારો એકદમ ઘટીને ૧૦ ડીગ્રી આસપાસ થઈ જતા જનજીવન તેમજ પશુપંખીઓ ઉપર પણ વ્યાપક અસર પડી હતી. મુખ્યમાર્ગો રાત્રિથી સવાર સુધી સૂમસામ બની ગયા હતા. રાજ્યમાં સૌથી ઠંડા રહેતા નલિયામાં ૪.૬ ડિગ્રી ઉપરાંત સૌરાષ્ટ્રના લગભગ તમામ શહેરોમાં તાપમાન ઘટીને ૧૦ ડીગ્રી આસપાસ રહ્યું હતું.
જુનાગઢ અને જામનગરમાં ૯,રાજકોટ-અમરેલી-ભૂજમાં ૧૦ ડીગ્રી તાપમાને તીવ્ર ઠંડીઃ ઝડપથી નીચે ઉતરતો પારો
ઠંડા પવનો સમુદ્રને ઓળંગ્યા પહેલા સીધા કચ્છના કેટલાક વિસ્તારોમાં પહોંચતા હોય નલિયા સતત ઠંડીથી જકડાયેલું રહ્યું છે. આજે ત્યાં ન્યુનત્તમ ૪.૬ ડીગ્રી તાપમાન રહ્યું હતું તો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ઠંડી જુનાગઢ અને જામનગરમાં પડી હતી.
ગરવા ગીરનારની ગોદમાં આવેલા જુનાગઢમાં આજે તાપમાનનો પારો ગગડીને ૮.૮ ડીગ્રીએ પહોંચ્યો હતો અને લોકસૂત્રો અનુસાર ગીરનાર પર્વત પર તો તાપમાન ૫ ડિગ્રી સુધી નીચે પહોંચી ગયું હતું અને આબુ જેવી ઠંડી અનુભવાતી હતી. પાણીને સ્પર્શ થતા તે જાણે બરફમાંથી વહેતું હોય તેટલું ઠંડુ અનુભવાતું હતું.
સૌરાષ્ટ્રના સાગરકાંઠા નજીક આવેલા સ્થળોએ પણ આજે કડકડતી ઠંડીનો અનુભવ થયો હતો. રાજકોટ,ભૂજ,જુનાગઢ કરતા જ્યાં સામાન્યતઃ ઉંચુ તાપમાન હોય છે તે શહેરોમાં નોંધાયેલા ન્યુનત્તમ તાપમાન મૂજબ વેરાવળમાં ૧૪, પોરબંદર ૧૩, ભાવનગર ૧૨ ડિગ્રી તાપમાન નોંધાયું છે.
રાજકોટ, અમરેલી અને ભૂજ ત્રણેય શહેરોમાં આજે ન્યુનત્તમ તાપમાનનો પારો ૧૦ ડિગ્રીએ પહોંચી જતા ઠંડીની તીવ્ર અસર અનુભવાઈ હતી. રાજકોટમાં ન્યુનત્તમ ૧૦.૨ ઉપરાંત મહત્તમ ૨૯.૭ ડીગ્રીએ દિવસ આખો ઠંડી અનુભવાઈ હતી અને તેની અસર ધમધમતા માર્ગો પર પણ જોવા મળી હતી. લોકો દિવસે પણ ગરમવસ્ત્રો સાથે જોવા મળ્યા હતા.
જામનગરમાં ૯ ડિગ્રી તાપમાને લોકોને ઠંડીએ ધુ્રજાવી દીધા હતા. ખંભાળિયા સહિત હાલાર પંથકમાં એકાએક તાપમાનનો પારો ગગડતા લોકોએ તીવ્ર ઠંડી અનુભવી હતી.
કચ્છમાં ઠંડીનું તીવ્ર મોજુ ફરી વળ્યું છે. નલિયા ઉપરાંત ભૂજ ૧૦, કંડલા બંદરે ૧૩ ડિગ્રી તાપમાન ઉપરાંત કંડલા એરપોર્ટ ખાતે ૯ ડીગ્રી તાપમાન નોંધાયું છે.
સમગ્ર સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાત તેમજ કચ્છમાં હજુ આગામી બે દિવસ તા.૧૪ સુધી ઠંડીનું મોજુ થોડા વધારે સાથે જળવાય તેવી આગાહી છે. રાજકોટમાં ૧૦ ડિગ્રી આસપાસ તાપમાન જળવાય તેવી આગાહી છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો ભ્રષ્ટાચારનો ઃ બીબીસીનું સર્વેક્ષણ
અમેરિકી વિમાનોને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ બંધ થશે
માનવ જીવનમાં ૫૦ પ્રવૃત્તિઓને ટેકનોલોજીએ તદ્દન બદલી નાખી
ભારતના કેન્દ્રીય પ્રધાનોને મળ્યાનો ISI એજન્ટ ફોઈનો દાવો
ભુટ્ટો પરિવારમાં મતભેદો સર્જાયા હોવાના અહેવાલો
ભારતીય ટીમ ઇતિહાસ રચવાના આત્મવિશ્વાસ સાથે ઓસ્ટ્રેલિયા જવા રવાના
ઓસ્ટ્રેલિયા તેની ભૂમિ પર ૨૬ વર્ષ બાદ ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ હાર્યું
વિવાદિત વર્લ્ડ સિરિઝ હોકી ૨૯મી ફેબુ્રઆરી સુધી સ્થગિત
ઓસ્ટ્રેલિયન સ્પિનર વોર્ન કુકિંગ કરતા દાઝ્યો

નેશનલ ક્રિકેટ એકેડમીના ચેરમેન તરીકે કુમ્બલેએ રાજીનામું આપ્યું

રોશન પરિવારે તેમની ફિલ્મનો મુહૂર્ત શોટ પ્રિયંકા અલ્વા પાસે કરાવ્યો
'તનુ વેડ્સ મનુ'ની સિકવલમાં કંગના રાણાવત ડબલ રોલ ભજવશે
અભય દેઓલ સાથે તેને નહીં પણ તેના પિતાને મતભેદ થયો હોવાનો સોનમનો દાવો
સંજય દત્ત, હૃતિક, નેહા ધૂપિયા, નિખિલ દ્વિવેદી અને મિલન લુથરિયા લપેટમાં
ઔદ્યોગિક મંદી શરૃઃ ૫.૧ ટકા નેગેટીવ આઈઆઈપી પાછળ શેરોમાં કડાકોઃ સેન્સેક્ષ ૩૪૩ પોઈન્ટ તૂટી ૧૫૮૭૦
સોેનામાં આગળ વધતી મંદી ઃ વિશ્વ બજારમાં ૧૭૦૦ ડોલરની સપાટી તૂટી
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ ડેઈલી રિપોર્ટ...
સાંભળ્યું છે કે...
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ
અણ્ણા ઉત્તર પ્રદેશમાં આવી તો જુએ ઃ કોંગ્રેસ નેતા બેનીપ્રસાદ
તીવ્ર પ્રતિભાવ નહીં આપવા રીઝર્વ બેંકને અર્થશાસ્ત્રીઓની સલાહ
ફોર્ચ્યુનની વાર્ષિક યાદીમાં આઈઓસી દેશની સૌથી મોટી કંપની
૨૦મીએ લોકસભામાં બિલ વડા પ્રધાનનું પદ લોકપાલ હેઠળ લાવવા સંકેત
નકારાત્મક ઔદ્યોગિક વિકાસદર ખરેખર ચિંતાનો વિષય ઃ સી.આઈ.આઈ.
સાબરકાંઠા બેંકની મોડાસા શાખાના કર્મચારીઓએ સ્ટેટબેંકમાંથી વધારે આવેલા રૃપિયા ૧૦ લાખ પરત કર્યા
કાઢી મુકાયેલા ટેકનિશિયને બે કારીગરોની હત્યા કરી
લગ્નની ખુશાલીમાં જાનૈયાઓનો ગોળીબાર ઃ કન્યાના કાકાને ઇજા
જમાલપુરમાં ગેરકાયદે બંધાતા ૧૬ ફ્લેટ તોડી પડાયા
સટ્ટાના પૈસા ચૂકવવા ન પડે એટલે બે યુવાનનું અપહરણ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved