Last Update : 13-Dec-2011,Tuesday
 
ગાંધીનગર નજીક લેકાવાડા એરફોર્સ સ્ટેશનમાં કામદારની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા

 

ગાંધીનગર,તા.૧૨
ગાંધીનગર શહેર નજીક આવેલા લેકાવાડા એરફોર્સ સ્ટેશનની મેસમાં આજે સવારના સમયે કામ કરતાં બે કામદારો વચ્ચે તકરાર બાદ એકે બીજાને છરીના ઘા ઝીંકી દેતાં ગંભીર રીતે ઘાયલ યુવાનને સારવાર અર્થે ગાંધીનગરથી અમદાવાદ સિવિલ લઈ જવાયો હતો જ્યાં સારવાર દરમિયાન આ યુવાનનું મોત નિપજ્યું હતું. આ ઘટના અંગે ચિલોડા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી યુવાનની મોડી રાત્રે ધરપકડ કરી લીધી હતી. બન્ને યુવાન મિત્રો હતા અને મજાક બાદ મામલો બિચકતાં આ પગલું ભર્યાનું આરોપી યુવાને પોલસને જણાવ્યું હતું.
સાથી કર્મચારી મિત્રએ જ મજાક બાદ મેસમાં હુમલો કર્યોઃઆરોપી યુવાનની ધરપકડ કરાઇ
ગાંધીનગર શહેર નજીક આવેલા લેકાવાડામાં નવું એરફોર્સ સ્ટેશન આકાર પામી રહ્યું છે. જેની મેશ હાલમાં ચાલુ થઈ ગઈ છે. જ્યાં કામદારો પણ કામ કરી રહ્યા છે. આ મેશમાં સાબરકાંઠાના ૨૧ વર્ષિય યુવાન મિતેશ સોમાભાઈ તબીયાર અને વિજાપુર તાલુકાના હિતેષ લેઉવા પણ કામ કરે છે. આ બન્ને યુવાનો કામ કરતાં કરતાં ઘાઢ મિત્રો બની ગયા હતાં. એરફોર્સ સ્ટેશનમાં એકજ ક્વાર્ટસમાં રહેતાં હોવાથી અવારનવાર મસ્તી મજાક પણ કરતાં રહેતાં હતાં ગઈકાલે પણ આ બન્ને યુવાનો મસ્તી કરી રહ્યા હતા. ત્યારબાદ હિતેશ મિતેશને સળીયો લઈને મારવા માટે ગયો હતો. જો કે ત્યારબાદ મામલો થાળે પડી ગયો હતો. પરંતુ આજે સવારના સમયે હિતેશ અને મિતેશ બન્ને એરફોર્સની મેશમાં કામ કરવા માટે પહોંચ્યા હતા. જ્યારે મિતેશે હિતેશ સળીયો લઈને મારવા આવ્યો હતો તે અંગે મેશના મેનેજરને ફરિયાદ કરી હતી. જેના પગલે મેનેજરને હિતેશને બદલી કરી સેક્ટર-૯ની એરફોર્સમાં મુકી દેવાની ધમકી પણ આપી હતી. જોકે આ વાતથી ઉશકેરાયી ગયેલા હિતેશ લેઉવાએ મિતેશ ઉપર છરીથી વાર કર્યો હતો. મોઢા ઉપર અને પેટમાં બે છરીના ઘા વાગવાથી મિતેશ લોહીલુહાણ હાલતમાં જમીન ઉપર પટકાયો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો પરંતુ તબિયત લથડતાં વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડાયો હતો પરંતુ તેનું મોત નિપજ્યું હતું.
આ ઘટના અંગે ચિલોડા પોલીસને જાણ થતાં પીઆઈ ડી.બી. સ્વામિનારાયણ સ્ટાફના માણસો સાથે અમદાવાદ સિવિલ પહોંચ્યા હતા જ્યાં હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. તેમણેક્હ્યું હતું કે બે મિત્રો વચ્ચે મજાક બાદ મામલો બિચકતાં આ હત્યા થઈ છે. રાત્રે યુવાન હિતેશની ધરપકડ કરી લેવામાં આવી છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો ભ્રષ્ટાચારનો ઃ બીબીસીનું સર્વેક્ષણ
અમેરિકી વિમાનોને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ બંધ થશે
માનવ જીવનમાં ૫૦ પ્રવૃત્તિઓને ટેકનોલોજીએ તદ્દન બદલી નાખી
ભારતના કેન્દ્રીય પ્રધાનોને મળ્યાનો ISI એજન્ટ ફોઈનો દાવો
ભુટ્ટો પરિવારમાં મતભેદો સર્જાયા હોવાના અહેવાલો
ભારતીય ટીમ ઇતિહાસ રચવાના આત્મવિશ્વાસ સાથે ઓસ્ટ્રેલિયા જવા રવાના
ઓસ્ટ્રેલિયા તેની ભૂમિ પર ૨૬ વર્ષ બાદ ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ હાર્યું
વિવાદિત વર્લ્ડ સિરિઝ હોકી ૨૯મી ફેબુ્રઆરી સુધી સ્થગિત
ઓસ્ટ્રેલિયન સ્પિનર વોર્ન કુકિંગ કરતા દાઝ્યો

નેશનલ ક્રિકેટ એકેડમીના ચેરમેન તરીકે કુમ્બલેએ રાજીનામું આપ્યું

રોશન પરિવારે તેમની ફિલ્મનો મુહૂર્ત શોટ પ્રિયંકા અલ્વા પાસે કરાવ્યો
'તનુ વેડ્સ મનુ'ની સિકવલમાં કંગના રાણાવત ડબલ રોલ ભજવશે
અભય દેઓલ સાથે તેને નહીં પણ તેના પિતાને મતભેદ થયો હોવાનો સોનમનો દાવો
સંજય દત્ત, હૃતિક, નેહા ધૂપિયા, નિખિલ દ્વિવેદી અને મિલન લુથરિયા લપેટમાં
ઔદ્યોગિક મંદી શરૃઃ ૫.૧ ટકા નેગેટીવ આઈઆઈપી પાછળ શેરોમાં કડાકોઃ સેન્સેક્ષ ૩૪૩ પોઈન્ટ તૂટી ૧૫૮૭૦
સોેનામાં આગળ વધતી મંદી ઃ વિશ્વ બજારમાં ૧૭૦૦ ડોલરની સપાટી તૂટી
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ ડેઈલી રિપોર્ટ...
સાંભળ્યું છે કે...
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ
અણ્ણા ઉત્તર પ્રદેશમાં આવી તો જુએ ઃ કોંગ્રેસ નેતા બેનીપ્રસાદ
તીવ્ર પ્રતિભાવ નહીં આપવા રીઝર્વ બેંકને અર્થશાસ્ત્રીઓની સલાહ
ફોર્ચ્યુનની વાર્ષિક યાદીમાં આઈઓસી દેશની સૌથી મોટી કંપની
૨૦મીએ લોકસભામાં બિલ વડા પ્રધાનનું પદ લોકપાલ હેઠળ લાવવા સંકેત
નકારાત્મક ઔદ્યોગિક વિકાસદર ખરેખર ચિંતાનો વિષય ઃ સી.આઈ.આઈ.
સાબરકાંઠા બેંકની મોડાસા શાખાના કર્મચારીઓએ સ્ટેટબેંકમાંથી વધારે આવેલા રૃપિયા ૧૦ લાખ પરત કર્યા
કાઢી મુકાયેલા ટેકનિશિયને બે કારીગરોની હત્યા કરી
લગ્નની ખુશાલીમાં જાનૈયાઓનો ગોળીબાર ઃ કન્યાના કાકાને ઇજા
જમાલપુરમાં ગેરકાયદે બંધાતા ૧૬ ફ્લેટ તોડી પડાયા
સટ્ટાના પૈસા ચૂકવવા ન પડે એટલે બે યુવાનનું અપહરણ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved