Last Update : 13-Dec-2011,Tuesday
 
કોન્વોકેશનની ડાયમંડ જયુબિલી પણ, યુનિ. સત્તાધીશો સાવ નિરસ

 

યુનિ.સત્તાધીશો અને સીન્ડીકેટ સભ્યોે યાદગાર ઉજવણી કરી શક્યા હોત

સીન્ડીકેટ સભ્યોને ચૂંટણીઓ અને નિમણૂંકો સીવાય કશામાં રસ નથીઃ યુવાઓ પર પ્રભાવ પાડે તેવા મહાનુભાવને આમંત્રીત કરવાનો પ્રયત્ન જ ના કરાયો
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,સોમવાર
એમ.એસ.યુનિવર્સીટીનો ૧૭મીએ યોજાનારો વાર્ષિક પદવીદાન સમારોહ યુનિવર્સીટીનો ૬૦મો વાર્ષિક પદવીદાન સમારોહ છે.પણ યુનિવર્સીટીના પદવીદાન સમારોહની ડાયમંડ જ્યુબેલી સાવ ફીક્કી રહે તેવા એંધાણ મળી રહ્યા છેે.
કોઈ પણ સંસ્થાની કે વિશિષ્ટ પરંપરાની કે પછી જન્મ દિવસની ડાયમંડ જ્યુબેલીનુ આગવુ મહત્વ હોય છે.તેમાં પણ આ વખતે તો યુનિવર્સીટીના પદવીદાન સમારોહની જ ડાયમંડ જ્યુબેલી છે પરંતુ યુનિવર્સીટીના સત્તાધીશો અને સીન્ડીકેટ સભ્યોની દુરંદેશીના અભાવે પદવીદાન સમારોહ નિરસ રહે તેવુ અત્યારથી જ લાગી રહ્યુ છે.
સેનેટમાં કેટલી બેઠકો પોતાના જુથને મળશે તેના સીવાય સીન્ડીકેટ સભ્યોને અન્ય કોઈ પણ બાબતમાં રસ હોય તેમ લાગતુ નથી.યુનિવર્સીટીમાં બહુમતિ ધરાવનાર જુથ ધારતો તો આ સમારોહ માટે અગાઉથી યોજના બનાવીને તેની ઉજવણીને યાદગાર બનાવી શક્યુ હોત પરંતુ દિર્ઘદ્રષ્ટિ વગરના સીન્ડીકેટ સભ્યોએ વાઈસ ચાન્સેલર તરીકે પ્રા.યોગેશ સીંઘના આગમન બાદ અત્યાર સુધી સેનેટની ચૂંટણી સીવાયની અન્ય કોઈ પ્રવૃત્તિમાં રસ બતાવ્યો નથી.જેના કારણે યુનિવર્સીટીના મુઠ્ઠીભર અધિકારીઓ જ શાસન ચલાવતા હોય તેવી છાપ ઉભી થઈ રહી છે.
આ પ્રકારના વહીવટનુ હાલનુ ઉદાહરણ યુનિવર્સીટીનો પદવીદાન સમારોહ છે.પદવીદાન સમારોહમાં સામાન્ય રીતે એવા મહાનુભાવોને નિમંત્રીત કરાતા હોય છે જેમનો સમાજમાં આગવો પ્રભાવ હોય અને તેમનુ પ્રવચન પદવીદાન સમાહોરમાં વિદ્યાર્થીઓને ખેંચી લાવે.આ વખતે ઉચ્ચ શિક્ષણની સર્વોચ્ચ સંસ્થા યુનિવર્સીટી ગ્રાન્ટ કમિશનના ચેરમેનને આમંત્રીત કરાયા છે.શૈૈક્ષણિક વર્તુળોમાં ચોક્કસ તેઓ પ્રભાવિત કરનારા વ્યક્તિ કહી શકાય પરંતુ યંગ જનરેશન તેમના પ્રવચનમાં રસ બતાવે તેવી શક્યતાઓ ઓછી છે.આ જ દિવસે તેઓ એસ.પી.યુનિવર્સીટીમાં પણ પ્રવચન આપવાના છે.
પદવીદાન સમારોહની ડાયમંડ જ્યુબેલી છે તેવુ જાણતા સત્તાધીશો અગાઉથી તેની ઉજવણી વિશેષ રીતે કરવા માટે આયોજન કરી શક્યા હોત અને યુજીસી ચેરમેનની સાથે સમાજમાં મહત્વનુ યોગદાન આપનાર મહાનુભાવને બોલાવી શક્યા હોત.ભૂતકાળમાં સંખ્યાબંધ મહાનુભાવો એમ.એસ.યુનિવર્સીટીની પ્રતિષ્ઠાના કારણે પદવીદાન સમારોહમાં હાજર રહી ચુક્યા છે.પરંતુ અધિકારીઓથી માંડીને સીન્ડીકેટ સભ્યોને પણ આવી કોઈ પરવા નહી હોવાનુ દેખાઈ રહ્યુ છે.જાણે પરંપરા નિભાવવા માટે યંત્રવત આયોજન થયુ હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યુ છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો ભ્રષ્ટાચારનો ઃ બીબીસીનું સર્વેક્ષણ
અમેરિકી વિમાનોને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ બંધ થશે
માનવ જીવનમાં ૫૦ પ્રવૃત્તિઓને ટેકનોલોજીએ તદ્દન બદલી નાખી
ભારતના કેન્દ્રીય પ્રધાનોને મળ્યાનો ISI એજન્ટ ફોઈનો દાવો
ભુટ્ટો પરિવારમાં મતભેદો સર્જાયા હોવાના અહેવાલો
ભારતીય ટીમ ઇતિહાસ રચવાના આત્મવિશ્વાસ સાથે ઓસ્ટ્રેલિયા જવા રવાના
ઓસ્ટ્રેલિયા તેની ભૂમિ પર ૨૬ વર્ષ બાદ ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ હાર્યું
વિવાદિત વર્લ્ડ સિરિઝ હોકી ૨૯મી ફેબુ્રઆરી સુધી સ્થગિત
ઓસ્ટ્રેલિયન સ્પિનર વોર્ન કુકિંગ કરતા દાઝ્યો

નેશનલ ક્રિકેટ એકેડમીના ચેરમેન તરીકે કુમ્બલેએ રાજીનામું આપ્યું

રોશન પરિવારે તેમની ફિલ્મનો મુહૂર્ત શોટ પ્રિયંકા અલ્વા પાસે કરાવ્યો
'તનુ વેડ્સ મનુ'ની સિકવલમાં કંગના રાણાવત ડબલ રોલ ભજવશે
અભય દેઓલ સાથે તેને નહીં પણ તેના પિતાને મતભેદ થયો હોવાનો સોનમનો દાવો
સંજય દત્ત, હૃતિક, નેહા ધૂપિયા, નિખિલ દ્વિવેદી અને મિલન લુથરિયા લપેટમાં
ઔદ્યોગિક મંદી શરૃઃ ૫.૧ ટકા નેગેટીવ આઈઆઈપી પાછળ શેરોમાં કડાકોઃ સેન્સેક્ષ ૩૪૩ પોઈન્ટ તૂટી ૧૫૮૭૦
સોેનામાં આગળ વધતી મંદી ઃ વિશ્વ બજારમાં ૧૭૦૦ ડોલરની સપાટી તૂટી
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ ડેઈલી રિપોર્ટ...
સાંભળ્યું છે કે...
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ
અણ્ણા ઉત્તર પ્રદેશમાં આવી તો જુએ ઃ કોંગ્રેસ નેતા બેનીપ્રસાદ
તીવ્ર પ્રતિભાવ નહીં આપવા રીઝર્વ બેંકને અર્થશાસ્ત્રીઓની સલાહ
ફોર્ચ્યુનની વાર્ષિક યાદીમાં આઈઓસી દેશની સૌથી મોટી કંપની
૨૦મીએ લોકસભામાં બિલ વડા પ્રધાનનું પદ લોકપાલ હેઠળ લાવવા સંકેત
નકારાત્મક ઔદ્યોગિક વિકાસદર ખરેખર ચિંતાનો વિષય ઃ સી.આઈ.આઈ.
સાબરકાંઠા બેંકની મોડાસા શાખાના કર્મચારીઓએ સ્ટેટબેંકમાંથી વધારે આવેલા રૃપિયા ૧૦ લાખ પરત કર્યા
કાઢી મુકાયેલા ટેકનિશિયને બે કારીગરોની હત્યા કરી
લગ્નની ખુશાલીમાં જાનૈયાઓનો ગોળીબાર ઃ કન્યાના કાકાને ઇજા
જમાલપુરમાં ગેરકાયદે બંધાતા ૧૬ ફ્લેટ તોડી પડાયા
સટ્ટાના પૈસા ચૂકવવા ન પડે એટલે બે યુવાનનું અપહરણ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved