Last Update : 13-Dec-2011,Tuesday
 
ખ્રિસ્તી વિધિ મુજબ પ્રાર્થના પછી હિન્દુ રિવાજ મુજબ અગ્નિસંસ્કાર

 

બે લગ્ન કરનારા રેલવે કર્મચારીની અંતિમવિધિનો વિવાદ

ગોધરા,તા.૧૨
ગોધરા રામનગર ખાતે રહેતા રેલ્વે કર્મચારીનું રવિવારની સાંજે હાર્ટ એટેકથી મૃત્યુ થયા બાદ અંતિમક્રિયા માટે વિવાદ સર્જાયો હતો. હિન્દુ વિધીથી લગ્ન કર્યા બાદ ૨૦ વર્ષ પૂર્વે રેલ્વે શાળાની જ કર્મચારી સાથે આંખ મળી જતા તેની સાથે પણ લગ્ન કરી ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કર્યો હોવાનો હાલના વસવાટ કરતા પરિવારે દાવો કર્યો હતો. એક તરફ અગાઉના લગ્ન કરનાર પત્ની અને સંતાનોએ પોતાના પિતાના અંતિમ સંસ્કાર હિન્દુ વિધી પ્રમાણે કરવાની જીદ સાથે મૃતદેહની માંગણી કરી હતી. જ્યારે બીજી તરફ ખ્રિસ્તી પરિવારે પોતાની ધાર્મિક વિધિ પ્રમાણે અંતિમવિધિની માંગણી કરી હતી. આખરે પોલીસ અને કલેકટર સુધી પહોંચેલા મામલાનો મોડી સાંજે અંત આવ્યો હતો. ખ્રિસ્તી ધર્મ અનુસાર પ્રથમ ખ્રિસ્તી પરિવારના ઘરે પ્રાર્થના વિધી બાદ મૃતદેહને હિન્દુ પરિવારને સુપ્રત કરવામાં આવતા હિન્દુ વિધિ મુજબ અગ્નિસંસ્કારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
હિન્દુ અને ખ્રિસ્તી પત્નીઓએ અંતિમવિધિ માટે તકરાર ઃ ૨૪ કલાક સુધી ગોધરા કલેકટર કચેરી, પોલીસ અને સામાજિક કાર્યકરોની દોડધામ બાદ મડાગાંઠનો ઉકેલ
ગોધરા શહેરના રામનગર ખાતે રહેતા રાજેન્દ્રકુમાર ઓમકારભાઈ કટારીયા રેલ્વે દવાખાનામાં કમ્પાઉન્ડર તરીકે ફરજ બજાવતા હતા જેમના લગ્ન હિન્દુ વિધિ પ્રમાણે પુષ્પાબેન સાથે થયેલા હતા. જેમને પુત્ર અને પુત્રી બે સંતાનો પણ છે તેમના પરિવારજનોના જણાવ્યાનુસાર રાજેન્દ્રકુમારને ૨૦ વર્ષ પૂર્વે રેલ્વે શાળામાં પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવતા સંગીતાબેન ક્રિશ્ચીયન સાથે સંબંધ બંધાતા તેમને અપનાવી લીધા હતા અને તેમની સાથે સંસાર માંડતા તેમને પણ કુદરતે ખોળાના ખુંદનારની ભેટ આપી હતી. રવિવારે રાજેન્દ્રકુમારને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન સાંજે તેઓનું અકાળે કરૃણ મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની જાણ થતાં તેમના અગાઉના પુત્ર મીથલેશ અને તેની બહેન સહિત પરિવારજનોએ પોલીસ મથકે જાણ કરી પોતાના પિતાનો મૃતદેહ અંતિમ વિધી માટે સુપ્રત કરવા રજુઆત કરી હતી. એક તરફ સંગીતાબેન અને પરિવારે રાજેન્દ્રકુમાર પોતાની સાથે રહેતા હોવાનું જણાવી પુષ્પાબેન સાથે છુટાછેડા લીધા હોવા સહિત ખ્રિસ્તી ધર્મનો અંગિકાર કર્યો હોવાથી તેમના અંતિમ સંસ્કાર ખ્રિસ્તી ધર્મ મુજબ દફનવિધીથી કરવાની માંગણી કરી હતી. જો કે આ મુદ્દો પોલીસ મથકે પહોંચતા પોલીસ બન્ને પરિવારોને દસ્તાવેજી પુરાવા રજુ કરવા જણાવ્યુ હતું. જેથી મીથલેશ અને પરિવારે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોને કરી પોલીસનો પણ સંપર્ક કર્યો હતો. પરિવારની રાત્રિથી અંતિમ સંસ્કાર માટે વકરેલો વિવાદનો કોઇ ચોક્કસ નિર્ણય નહીં આવતા મામલો ગુંચવાયો હતો. સોમવારે વહેલી સવારથી અંતિમ ક્રિયાના ગુંચવાડા ભર્યા મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સહિત બન્ને પરિવારના અગ્રણીઓ વચ્ચે લાંબી ચર્ચા વિચારણાઓ ચાલુ રહી હતી. તેમ છતાં કોઇ જ ઉકેલ નહી આવતા બન્ને પરિવારજનો જિલ્લા પોલીસવડા અને કલેકટર સુધી રજુઆત કરવા દોડી ગયા હતા. દરમ્યાન વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ હિન્દુ કે ખ્રિસ્તી કોઇપણ પરિવારની લાગણીને ઠેસ નહી પહોંચાડવા મૃતદેહને કોલ્ડરૃમમાં ખસેડી રાજેન્દ્રકુમારના સાચા હકદાર વારસદાર કોણ છે એ માટે કોર્ટનું શરણુ લેવાનો નિર્ણય કરતા બન્ને તરફે સર્વાનુમતે સંમતિ થઇ હતી. જિલ્લા પોલીસવડાની મુલાકાત બાદ ખ્રિસ્તી પરિવાર દ્વારા અંતે દફનવિધી કરવાની તૈયારીઓ કરી હતી. એ વેળાએ પુષ્પાબેન અને પરિવાર ભારે આક્રંદ અને વલોપાત સાથે રોષ પ્રગટ કરી છેક સંગીતાબેનના મકાન સુધી પહોંચી જઇ પોતે શાંતિથી પોતાના પતિના મૃતદેહની માંગણી કરી રહ્યાનો ઉભરો ઠાલવતા એક તબક્કે સવાર થી પોલીસ અને લોકટોળા વચ્ચે સામાન્ય રીતે ચાલતી ચર્ચાઓ વચ્ચે ઉત્તેજના સભર માહોલ સર્જાયો હતો. વહેલી સવારથી બપોરે ચાર વાગ્યા સુધી મૃતદેહની અંતિમક્રિયા માટે બન્ને પક્ષે વિવિધ મંતમતાંતરો વચ્ચે કોઇ જ નિર્ણય આવ્યો નહતો. જેમાં અચાનક પરિવર્તન સાથે ખ્રિસ્તી અગ્રણીઓએ પોતાના ધર્મ અનુસાર પ્રાર્થના વિધી કરી હિન્દુ ધર્મ વિધી પ્રમાણે મૃતદેહ અંતિમ સંસ્કાર માટે સુપ્રત કરવાની તૈયારીઓ બતાવતા ગુંચવાડા ભર્યા મુદ્દાનો ૨૦ કલાક બાદ અંત આવ્યો હતો. ખ્રિસ્તી પરિવારોએ પોતાના ધર્મ મુજબ પ્રાર્થના વિધી કરી સાંજે પાંચ વાગ્યાના અરસામાં કટારીયા પરિવારને મૃતદેહ સુપ્રત કર્યો હતો. જેને કટારીયા પરિવાર અને ઉપસ્થિતિ સગા સંબંધીઓ દ્વારા હિન્દુ વિધિ અનુસાર ગંગાજળ છંટકાવ કરી ગીતાજીના અધ્યાય સાથે અગ્નિ સંસ્કાર કરવાનીમોડી સાંજે તજવીજ હાથ ધરી હતી.

 

બે વાર શબવાહિની બોલાવી પાછી મોકલી
ગોધરા
રામનગર ખાતે મૃતકના અંતિમ સંસ્કાર વિધિ ખ્રિસ્તી ધર્મ મુજબ કે હિન્દુ ધર્મ મુજબનો ગુંચવાડો સર્જાયો હતો. બંને પરિવારો એક તબક્કે અંતિમ સંસ્કારનો દાવો કરતા પોલીસ પણ મુંઝવણમાં મુકાય હતી. બંને પરિવારો અને અગ્રણીઓના નિર્ણયને લઇ શબવાહિની બોલાવી મૃતદેહ કોલ્ડરૃમમાં ખસેડવાનો નિર્ણય લેવાયા બાદ અચાનક શબ વાહિની પર મોકલવામાં આવી હતી. દરમ્યાન ખ્રિસ્તી વિધિ અનુસાર દફન વિધિ માટે બીજી શબ વાહિની બોલાવાઇ હતી. જે પણ નિર્ણય બદલાતા પરત મોકલવામાં આવી હતી. આ તમામ પ્રક્રિયાઓને લઇ દિવસ દરમ્યાન લોકટોળા વિસ્તારમાં જામેલા રહ્યા હતા.
મૃતદેહ તો સોંપ્યો પણ લખાણ લીધુ
ગોધરા
ખ્રિસ્તી સમુદાયના અગ્રણીઓએ મૃતાત્માને શાંતિ મળે એવા આશય પ્રાર્થના વિધિ બાદ મૃતદેહ અગ્નિ સંસ્કાર માટે સુપ્રત કરવાનો નિર્ણય મુનાસિબ માન્યો હતો. પરંતુ તેઓ પોલીસની ઉપસ્થિતિમાં આગામી દિવસોમાં કોઇ વાદ વિવાદ નહી કરવા ઉપરાંત અન્ય બાબતો કોર્ટે નો નિર્ણય માન્ય રાખવાનું કટારીયા પરિવાર પાસે લખાણ કરાવી લીધુ હતુ.
મૃતકના નામ અંગે પણ વિરોધભાસ
ગોધરા
રામનગરમાં એટેકમાં મૃત્યુ પામેલા રાજેન્દ્ર કુમારના કટારીયા પરિવારે તેમનું નામ રાજેન્દ્રકુમાર ઓમકારભાઇ કટારીયા જણાવ્યું હતુ. જ્યારે સંગીતાબેનના પરિવારે રાજેન્દ્રકુમાર દયાનંદ બાભોર હોવાનું જણાવવા સાથે તેઓ પુષ્પાબેન સાથે છુટાછેડા લઇ પોતાની સાથે લગ્નવિધિથી જોડાઇ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હોવાનું જણાવ્યું હતુ.
જ્યારે કટારિયા પરિવારનામીથી લેશે. તેના પિતાનું નામ બદલ્યું હોવાનું જણાવતા તેની માતા પુષ્પાબેને હાલ ભરણ પોષણ પણ આપતા હોવાનું જણાવી છુટાછેડાની વાતને નકારી પોતાની પિતાના મૃતદેહના અંતિમ સંસ્કાર માટેની માંગણી જારી રાખી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો ભ્રષ્ટાચારનો ઃ બીબીસીનું સર્વેક્ષણ
અમેરિકી વિમાનોને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ બંધ થશે
માનવ જીવનમાં ૫૦ પ્રવૃત્તિઓને ટેકનોલોજીએ તદ્દન બદલી નાખી
ભારતના કેન્દ્રીય પ્રધાનોને મળ્યાનો ISI એજન્ટ ફોઈનો દાવો
ભુટ્ટો પરિવારમાં મતભેદો સર્જાયા હોવાના અહેવાલો
ભારતીય ટીમ ઇતિહાસ રચવાના આત્મવિશ્વાસ સાથે ઓસ્ટ્રેલિયા જવા રવાના
ઓસ્ટ્રેલિયા તેની ભૂમિ પર ૨૬ વર્ષ બાદ ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ હાર્યું
વિવાદિત વર્લ્ડ સિરિઝ હોકી ૨૯મી ફેબુ્રઆરી સુધી સ્થગિત
ઓસ્ટ્રેલિયન સ્પિનર વોર્ન કુકિંગ કરતા દાઝ્યો

નેશનલ ક્રિકેટ એકેડમીના ચેરમેન તરીકે કુમ્બલેએ રાજીનામું આપ્યું

રોશન પરિવારે તેમની ફિલ્મનો મુહૂર્ત શોટ પ્રિયંકા અલ્વા પાસે કરાવ્યો
'તનુ વેડ્સ મનુ'ની સિકવલમાં કંગના રાણાવત ડબલ રોલ ભજવશે
અભય દેઓલ સાથે તેને નહીં પણ તેના પિતાને મતભેદ થયો હોવાનો સોનમનો દાવો
સંજય દત્ત, હૃતિક, નેહા ધૂપિયા, નિખિલ દ્વિવેદી અને મિલન લુથરિયા લપેટમાં
ઔદ્યોગિક મંદી શરૃઃ ૫.૧ ટકા નેગેટીવ આઈઆઈપી પાછળ શેરોમાં કડાકોઃ સેન્સેક્ષ ૩૪૩ પોઈન્ટ તૂટી ૧૫૮૭૦
સોેનામાં આગળ વધતી મંદી ઃ વિશ્વ બજારમાં ૧૭૦૦ ડોલરની સપાટી તૂટી
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ ડેઈલી રિપોર્ટ...
સાંભળ્યું છે કે...
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ
અણ્ણા ઉત્તર પ્રદેશમાં આવી તો જુએ ઃ કોંગ્રેસ નેતા બેનીપ્રસાદ
તીવ્ર પ્રતિભાવ નહીં આપવા રીઝર્વ બેંકને અર્થશાસ્ત્રીઓની સલાહ
ફોર્ચ્યુનની વાર્ષિક યાદીમાં આઈઓસી દેશની સૌથી મોટી કંપની
૨૦મીએ લોકસભામાં બિલ વડા પ્રધાનનું પદ લોકપાલ હેઠળ લાવવા સંકેત
નકારાત્મક ઔદ્યોગિક વિકાસદર ખરેખર ચિંતાનો વિષય ઃ સી.આઈ.આઈ.
સાબરકાંઠા બેંકની મોડાસા શાખાના કર્મચારીઓએ સ્ટેટબેંકમાંથી વધારે આવેલા રૃપિયા ૧૦ લાખ પરત કર્યા
કાઢી મુકાયેલા ટેકનિશિયને બે કારીગરોની હત્યા કરી
લગ્નની ખુશાલીમાં જાનૈયાઓનો ગોળીબાર ઃ કન્યાના કાકાને ઇજા
જમાલપુરમાં ગેરકાયદે બંધાતા ૧૬ ફ્લેટ તોડી પડાયા
સટ્ટાના પૈસા ચૂકવવા ન પડે એટલે બે યુવાનનું અપહરણ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved