Last Update : 13-Dec-2011,Tuesday
 
સરકારની અસ્પષ્ટ નીતિના કારણે ખેડૂતોને કપાસના ભાવ મળતા નથી
 
ભાવનગર, સોમવાર
ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં કપાસના વાવેતર અને ઉત્પાદનમાં ઉત્તરોતર વધારો થતો જાય છે પરંતુ કપાસમાં ભાવની અસ્થિરતાને લીધે ખેડૂતોને સૌથી વધુ આર્થિક નુકશાન સહન કરવું પડે છે. કેન્દ્ર સરકારની અસ્પષ્ટ નીતિને લીધે કપાસનું ઉત્તમ ઉત્પાદન કરતા રાજ્યના અને દેશના ખેડૂતોને પારાવાર ખોટ સહન કરવી પડે છે.
ગત વર્ષે વિશ્વ બજારની ખરિદી પુરી થઈ ગયા પછી સરકારે નિકાસ છૂટ આપતા કરોડોનું હૂંડિયામણ ગુમાવ્યું
છેલ્લા થોડા સમયથી કપાસના ભાવમાં જબરો ઘટાડો નોંધાયેલો જોવા મળે છે. કપાસની જ્યારે દેશ બહાર વિદેશમાં નિકાસ થઈ રહી હતી ત્યારે એક મણ કપાસના ભાવ ૧૫૦૦ રૃપિયા હતા તે અત્યારે ૮૦૦ આસપાસ થઈ ગયા છે. તેથી ખેડૂતોમાં ચિંતાની લાગણી જન્મી હતી. કારણ કે દેશમાં ગુજરાત સૌથી મોટું કપાસ ઉત્પાદક રાજ્ય છે. કપાસના ઘટી રહેલા ભાવથી ખેડૂતોના રોષનો ભોગ બનવું ન પડે તે માટે કેટલીક રાજ્ય સરકારોએ કેન્દ્ર સરકાર સમક્ષ ટેકાના ભાવ વધારવા માટે રજૂઆત પણ કરી છે.
જેમાં મહારાષ્ટ્ર, પંજાબ અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે. કપાસના ભાવોને સ્થિર રાખવા આંતર વાટાઘાટો ચાલી રહી છે. છેલ્લા સાત વરસથી કપાસ ગુજરાતના ખેડૂતો માટે હોટ ફેવરીટ પાક રહ્યો છે. કપાસમાં બીટી બિયારણ આવ્યા પછી તેની ઉત્પાદનમાં ક્રાંતિ આવી છે. તેમ કહી શકાય. ગુજરાતમાં કૃષિપાકમાં મગફળીનું નંબર વન વાવેતર હતું તેનું સ્થાન હવે કપાસના પાકે લીધું છે. તેથી દેશમાં કપાસનું સૌથી વધુ ઉત્પાદન કરતા રાજ્યમાં ગુજરાત આજે અગ્રેસર છે. એક બાજુ દેશમાં કપાસનું વિક્રમજનક ઉત્પાદન થઈ રહ્યું છે તો સામી બાજુ વૈશ્વિક સ્તરે કપાસની માંગમાં ભારે વધારો થઈ રહ્યો છે. વિશ્વમાં ભારતની કપાસની માંગ જબરી રહી છે.
વિશ્વની બજારમાં કપાસની ખરિદીમાં ચીન ખુબ જ અગ્રેસર દેશ રહ્યો છે. ગત વર્ષે પાકિસ્તાન જેવા કપાસ ઉત્પાદક દેશમાં કુદરતી આફતોને કારણે ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. આમ કપાસની વૈશ્વિક બજારમાં ભારતનું અમેરિકા સિવાય કોઈ હરિફ રહ્યું નથી. આવી સરસ હકારાત્મક અને અનુકુળ સ્થિતિ છતાં ભારત તેનો પુરો લાભ લઈ શકતું નથી. સને ૨૦૦૯-૧૦માં કપાસ નિકાસનો પૂરતો કવોટા ફાળવવામાં આવ્યો જેનો લાભ જે તે સમયે ખેડૂતોને મળ્યો, પરંતુ ત્યાર પછીના વર્ષમાં એટલે કે વર્ષ ૨૦૧૦-૧૧માં કપાસનું ઉત્પાદન ૨૦૦૯-૧૦ કરતા પણ વધુ હોવા છતાં કપાસનો નિકાસ ક્વોટા ઓછો ફાળવવામાં આવ્યો અને જ્યારે ખેડૂતોના દબાણને કારણે સરકારે કપાસનો નવો નિકાસ ક્વોટા ફાળવ્યો ત્યારે અતિ વિલંબને કારણે કપાસ ખરિદનાર દેશોએ અન્ય દેશો પાસેથી પોતાની જરૃરિયાત પ્રમાણે કપાસ ખરિદી લીધો હતો. સરકારની અસ્પષ્ટ કપાસ નીતિને કારણે દેશના ખેડૂતોને કપાસના પૂરતા ભાવો મળી શક્યા નહિ અને દેશને કરોડો રૃપિયાનું વિદેશી હુંડિયામણ ગુમાવવું પડયું હતું. સરકારે કપાસ નિકાસનીતિ ઘડવાની જરૃર છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો ભ્રષ્ટાચારનો ઃ બીબીસીનું સર્વેક્ષણ
અમેરિકી વિમાનોને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ બંધ થશે
માનવ જીવનમાં ૫૦ પ્રવૃત્તિઓને ટેકનોલોજીએ તદ્દન બદલી નાખી
ભારતના કેન્દ્રીય પ્રધાનોને મળ્યાનો ISI એજન્ટ ફોઈનો દાવો
ભુટ્ટો પરિવારમાં મતભેદો સર્જાયા હોવાના અહેવાલો
ભારતીય ટીમ ઇતિહાસ રચવાના આત્મવિશ્વાસ સાથે ઓસ્ટ્રેલિયા જવા રવાના
ઓસ્ટ્રેલિયા તેની ભૂમિ પર ૨૬ વર્ષ બાદ ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ હાર્યું
વિવાદિત વર્લ્ડ સિરિઝ હોકી ૨૯મી ફેબુ્રઆરી સુધી સ્થગિત
ઓસ્ટ્રેલિયન સ્પિનર વોર્ન કુકિંગ કરતા દાઝ્યો

નેશનલ ક્રિકેટ એકેડમીના ચેરમેન તરીકે કુમ્બલેએ રાજીનામું આપ્યું

રોશન પરિવારે તેમની ફિલ્મનો મુહૂર્ત શોટ પ્રિયંકા અલ્વા પાસે કરાવ્યો
'તનુ વેડ્સ મનુ'ની સિકવલમાં કંગના રાણાવત ડબલ રોલ ભજવશે
અભય દેઓલ સાથે તેને નહીં પણ તેના પિતાને મતભેદ થયો હોવાનો સોનમનો દાવો
સંજય દત્ત, હૃતિક, નેહા ધૂપિયા, નિખિલ દ્વિવેદી અને મિલન લુથરિયા લપેટમાં
ઔદ્યોગિક મંદી શરૃઃ ૫.૧ ટકા નેગેટીવ આઈઆઈપી પાછળ શેરોમાં કડાકોઃ સેન્સેક્ષ ૩૪૩ પોઈન્ટ તૂટી ૧૫૮૭૦
સોેનામાં આગળ વધતી મંદી ઃ વિશ્વ બજારમાં ૧૭૦૦ ડોલરની સપાટી તૂટી
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ ડેઈલી રિપોર્ટ...
સાંભળ્યું છે કે...
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ
અણ્ણા ઉત્તર પ્રદેશમાં આવી તો જુએ ઃ કોંગ્રેસ નેતા બેનીપ્રસાદ
તીવ્ર પ્રતિભાવ નહીં આપવા રીઝર્વ બેંકને અર્થશાસ્ત્રીઓની સલાહ
ફોર્ચ્યુનની વાર્ષિક યાદીમાં આઈઓસી દેશની સૌથી મોટી કંપની
૨૦મીએ લોકસભામાં બિલ વડા પ્રધાનનું પદ લોકપાલ હેઠળ લાવવા સંકેત
નકારાત્મક ઔદ્યોગિક વિકાસદર ખરેખર ચિંતાનો વિષય ઃ સી.આઈ.આઈ.
સાબરકાંઠા બેંકની મોડાસા શાખાના કર્મચારીઓએ સ્ટેટબેંકમાંથી વધારે આવેલા રૃપિયા ૧૦ લાખ પરત કર્યા
કાઢી મુકાયેલા ટેકનિશિયને બે કારીગરોની હત્યા કરી
લગ્નની ખુશાલીમાં જાનૈયાઓનો ગોળીબાર ઃ કન્યાના કાકાને ઇજા
જમાલપુરમાં ગેરકાયદે બંધાતા ૧૬ ફ્લેટ તોડી પડાયા
સટ્ટાના પૈસા ચૂકવવા ન પડે એટલે બે યુવાનનું અપહરણ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved