Last Update : 13-Dec-2011,Tuesday
 
સટ્ટાના પૈસા ચૂકવવા ન પડે એટલે બે યુવાનનું અપહરણ

 

 

પોલીસ ત્રણ કલાક શોધતી રહી ને અપહૃતો ઘરે જઈ ઊંઘી ગયા!
અમદાવાદ, સોમવાર
અમદાવાદમાં પૈસાની લેવડદેવડના મામલે અપહરણના બનાવોમાં ઉછાળો આવ્યો છે. મોટાભાગના કિસ્સાઓમાં અપહૃતને માર મારી છોડી દેવામાં આવે છે. વસ્ત્રાપુરમાં આવા જ એક કિસ્સામાં પોલીસ બે અપહૃત યુવકોને ત્રણ કલાક શોધતી રહી હતી પણ બન્ને ઘરે જઈને ઉંઘી ગયા હતા! જજીસ બંગલા રોડ ઉપર દિપ ટાવરમાં નજીકથી કારમાં ઉઠાવી જવાયેલા બે યુવાનોને માર મારીને છોડી દેનાર રાજુ ભરવાડ સહીત પાંચ આરોપીઓને પોલીસ શોધી રહી છે. અપહરણ કરવા પાછળ ૫૦,૦૦૦ની લેતીદેતી કારણભૂત હોવાની વિગતો ખૂલી છે. અપહરણ પાછળ સટ્ટાના પૈસાની લેવડદેવડનો વિવાદ કારણભૂત હોવાની વિગતો પોલીસને મળી છે. પરંતુ, અપહૃત મિલન બ્રહ્મભટ્ટ જમીનના પૈસાનો મામલો હોવાની કહી રહ્યો છે.
જજીસ બંગલા રોડ પર દિપ ટાવર નજીકથી કારમાં ઉઠાવી જવાયેલા બે યુવાનોને માર મારી છોડી દીધાં ઃ રાજુ ભરવાડ સહીત પાંચની તલાશ
રવિવારે રાતે પોણા બાર વાગ્યાના અરસામાં જજીસ બંગલા રોડ ઉપર અતિથિ હોટલવાળી ગલીમાં આવેલા દિપ ટાવરમાં પાંચ યુવકો ઘૂસવા લાગ્યા હતા. ચોકીદાર વેદપ્રસાદ પાંડેએ તમામને અટકાવી કામ હોય તેને બોલાવી આપીશ તેવી વાત કરી હતી. માથાભારે જણાતા શખ્સોએ ગાળો આપી બી-૨૦૨માં રહેતા યુવકને બોલાવી આપવા કહ્યું હતું. પાંચ જ મિનિટમાં બી-૨૦૨માંથી ઉતરેલા યુવકો નજીકમાં આવેલી ઔડા ઓફીસ પાસે કાર લઈને ઉભેલા પાંચ શખ્સો પાસે પહોંચ્યા હતા.
કંઈક અજુગતું બની રહ્યાની શંકાથી ચોકીદાર પાંડેએ ફિલ્ડ ઓફિસર અજયસિંહને મદદ માટે બોલાવી લીધા હતા. એવામાં, કારમાં આવેલા શખ્સો અને દિપ ટાવરમાંથી નીકળેલા યુવકો વચ્ચે ઝઘડો ને બોલાચાલી શરૃ થઈ હતી. અજયસિંહ આવ્યા ત્યારે કારમાં આવેલા શખ્સો બન્નેને માર મારી કારમાં બેસાડી લઈ જતા હતા. અજયસિંહે ૧૨-૨૦ વાગ્યાના અરસામાં પોલીસ કન્ટ્રોલ રૃમને ફોન કર્યો હતો. અજયસિંહે બે યુવકોના અપહરણ કરેલી કારનો પીછો એસ.જી. હાઈવે સુધી કર્યો હતો અને પોલીસને કાર નંબર આપ્યો હતો.
બે-બે યુવાનોના અપહરણની જાણ થતાં દોડી આવેલી વસ્ત્રાપુર પોલીસ અને નાઈટડયુટીના અધિકારીઓએ તપાસ કરતાં બે અપહૃત પૈકી દિપ ટાવરમાં રહેતા યુવાનનું નામ મિલન બી. બ્રહ્મભટ્ટ હોવાનું જણાયું હતું. મિલન દિપ ટાવરમાં અંદાજે એક વર્ષથી ભાડે રહેતો હતો. બે અપહૃતો અને અપહરણકારોની કોઈ વિગત ન જાણતી પોલીસે કારના નંબરના આધારે આખા શહેરમાં તપાસ શરૃ કરી હતી. રાતે ૩ વાગ્યા સુધી અપહૃતોની ભાળ ન મળતાં પોલીસ ચિંતામાં હતી. એવામાં કોન્સ્ટેબલ ચેતન ભરવાડને તેના બાતમીદારે ચાણક્યપુરીમાં રહેતો રાજુ ભરવાડ નામનો શખ્સ આ વિસ્તારમાં કોઈને શોધી રહ્યો હોવાની વાત કરી હતી. પોલીસે આ દિશામાં તપાસ કરતાં ખબર પડી હતી કે, મિલન બ્રહ્મભટ્ટ અને તેના મિત્ર કમલ ભાનુપ્રસાદ ઝાને કારમાં ઉઠાવી જવાયા પછી ચાણક્યપુરી વિસ્તારમાં મેદાન પાસે માર મારીને છોડી દેવાયા હતા.
મિલન બ્રહ્મભટ્ટ ઘરે પહોંચ્યો નહોતો. પોલીસે મિલનના મિત્ર કમલનો ફોન નંબર મેળવ્યો હતો. કમલના સ્વજનોએ ફોન ઉઠાવ્યો પણ સરનામું આપવાની ના પાડી હતી. મોબાઈલ નંબરના આધારે ઘરનું સરનામું મેળવી પોલીસ સોલા રોડ ઉપર કમલના ઘરે પહોંચી ત્યારે ચોંકી ગઈ હતી. કારણ કે, મનિષ બ્રહ્મભટ્ટ અને કમલ ઝા ઘસઘસાટ ઉંઘતા હતા. પોલીસ ત્રણ-ત્રણ કલાકથી જેને શોધતી હતી તે અપહૃતોને ઉંઘમાંથી જગાડી પોલીસે અપહરણની ઘટના અંગે પૂછપરછ શરૃ કરી હતી. પરંતુ, બન્નેએ પહેલા તો આવી ઘટના બન્યાનો ઈન્કાર કર્યો હતો.
વસ્ત્રાપુરના પી.આઈ. મનોજ શર્માએ કહ્યું કે- બન્ને અપહૃતો નશો કરેલી હાલતમાં જણાયા હતા. બન્નેને પોલીસ સ્ટેશને લાવી દારૃબંધીના ભંગ બદલ ધરપકડ કરાઈ હતી. સવારે નશો ઉતર્યા પછી પૂછપરછ કરતાં બન્નેએ અપહરણ થયાની વાત સ્વિકારી હતી. મિલન બ્રહ્મભટ્ટે પોલીસને એમ જણાવ્યું કે, જમીનની દલાલીના કામમાં તે રાજુ ભરવાડને પણ ઓળખે છે. હું માગું છું તે ૫૦,૦૦૦ રૃપિયા આપવા ન પડે એટલે રાજુએ અપહરણ કરી માર માર્યો હતો તેવી કેફીયત મિલને આપી છે. જો કે, પોલીસને એવી વિગતો મળી છે કે- ક્રિકેટના સટ્ટાના પૈસા ચૂકવવા ન પડે એટલે અપહરણ કરી માર મરાયો હતો. રાજુ ભરવાડ અને ચાર સાગરિતો પકડાશે એટલે જમીનની દલાલીના પૈસાનો વિવાદ હતો કે સટ્ટાની લેવડદેવડમાં અપહરણ થયું? તે સ્પષ્ટ થશે.

મુક્ત થયેલો મિલન પોલીસને જોઈ મિત્ર કમલના ઘરે ગયો
* રાતે સવા બાર વાગ્યાના અરસામાં મિલન અને તેના મિત્ર કમલને ઈન્ડીકા કારમાં ઉઠાવી જવાયા હતા. પોલીસ દોડતી થઈ ત્યાં સુધીમાં બન્નેને માર મારી છોડી દેવાયા હતા. મિલન પોતાના ઘર, દિપ ટાવર ઉપર પહોંચ્યો ત્યારે પોલીસને જોઈ ડરી ગયો હતો. પોતે દારૃના નશામાં હોવાથી પકડાઈ જવાની બીકથી તે કમલના ઘરે જઈ ઉંઘી ગયો હતો.

જેમનું અપહરણ થયું તે બે યુવાનો પોલીસ લોકઅપમાં!
* જેમને ત્રણ-ત્રણ કલાક શોધતી રહી તે મિલન બ્રહ્મભટ્ટ અને કમલ ઝાને પોલીસે અપહરણકારો પકડાય તે પહેલાં જ લોકઅપમાં ધકેલી દીધાં છે. કારણ એ હતું કે, બન્ને અપહૃતો મિલન અને કમલ મળ્યાં ત્યારે દારૃનો નશો કરેલી હાલતમાં હતા. અપહરણ થયું હોવા છતાં પોલીસને ઉઠાં ભણાવવાનો પ્રયાસ કરતાં અપહૃતોએ નશો કર્યો હોવાથી પોલીસે દારૃબંધીનો કેસ કર્યો હતો.

મહેસાણાના મિલનની પ્રવૃત્તિથી દિપ ટાવરના રહીશો પરેશાન
* જેનું અપહરણ થયું તે મિલન બ્રહ્મભટ્ટથી દિપ એપાર્ટમેન્ટના રહીશો મિલનની પ્રવૃત્તિથી પરેશાન હતા. રાતે જ રહીશોએ પોલીસને રજૂઆત કરી કે, એકાદ વર્ષથી રહેતા મિલનની પ્રવૃત્તિઓ અસહ્ય હતી. આ બાબતે મકાનમાલિક મનિષભાઈ મંત્રીને રજૂઆત કરવામાં આવતા આગામી તા. ૧થી ફલેટ ખાલી કરવાનો હતો. એ પહેલાં જ શિષ્ટ વસ્તીવાળા એપાર્ટમેન્ટની ચર્ચા થાય તેવી ઘટના બનતાં આજે રાતે કમિટીની બેઠક યોજવામાં આવી હતી.

અપહરણકાર રાજુ ભરવાડ વગદાર નેતાનો સંબંધી છે
* પૈસા ન ચૂકવવા પડે એટલા માટે મનિષ અને કમલનું અપહરણ કરનાર પાંચ આરોપીઓ પૈકી રાજુ ભરવાડનું નામ પોલીસને મળ્યું છે. પોલીસને એવી વિગત પણ મળી છે કે, ચાણક્યપુરીમાં રહેતો રાજુ એક વગદાર પૂર્વ ધારાસભ્યનો પુત્ર છે. આ નેતા પોતાના માસા થતા હોવાના મદથી મિલનને પૈસા ન ચૂકવવા અપહરણ કરી ધમકાવવાનો માર્ગ રાજુએ અખત્યાર કર્યો હોવાનું પોલીસ કહે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો ભ્રષ્ટાચારનો ઃ બીબીસીનું સર્વેક્ષણ
અમેરિકી વિમાનોને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ બંધ થશે
માનવ જીવનમાં ૫૦ પ્રવૃત્તિઓને ટેકનોલોજીએ તદ્દન બદલી નાખી
ભારતના કેન્દ્રીય પ્રધાનોને મળ્યાનો ISI એજન્ટ ફોઈનો દાવો
ભુટ્ટો પરિવારમાં મતભેદો સર્જાયા હોવાના અહેવાલો
ભારતીય ટીમ ઇતિહાસ રચવાના આત્મવિશ્વાસ સાથે ઓસ્ટ્રેલિયા જવા રવાના
ઓસ્ટ્રેલિયા તેની ભૂમિ પર ૨૬ વર્ષ બાદ ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ હાર્યું
વિવાદિત વર્લ્ડ સિરિઝ હોકી ૨૯મી ફેબુ્રઆરી સુધી સ્થગિત
ઓસ્ટ્રેલિયન સ્પિનર વોર્ન કુકિંગ કરતા દાઝ્યો

નેશનલ ક્રિકેટ એકેડમીના ચેરમેન તરીકે કુમ્બલેએ રાજીનામું આપ્યું

રોશન પરિવારે તેમની ફિલ્મનો મુહૂર્ત શોટ પ્રિયંકા અલ્વા પાસે કરાવ્યો
'તનુ વેડ્સ મનુ'ની સિકવલમાં કંગના રાણાવત ડબલ રોલ ભજવશે
અભય દેઓલ સાથે તેને નહીં પણ તેના પિતાને મતભેદ થયો હોવાનો સોનમનો દાવો
સંજય દત્ત, હૃતિક, નેહા ધૂપિયા, નિખિલ દ્વિવેદી અને મિલન લુથરિયા લપેટમાં
ઔદ્યોગિક મંદી શરૃઃ ૫.૧ ટકા નેગેટીવ આઈઆઈપી પાછળ શેરોમાં કડાકોઃ સેન્સેક્ષ ૩૪૩ પોઈન્ટ તૂટી ૧૫૮૭૦
સોેનામાં આગળ વધતી મંદી ઃ વિશ્વ બજારમાં ૧૭૦૦ ડોલરની સપાટી તૂટી
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ ડેઈલી રિપોર્ટ...
સાંભળ્યું છે કે...
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ
અણ્ણા ઉત્તર પ્રદેશમાં આવી તો જુએ ઃ કોંગ્રેસ નેતા બેનીપ્રસાદ
તીવ્ર પ્રતિભાવ નહીં આપવા રીઝર્વ બેંકને અર્થશાસ્ત્રીઓની સલાહ
ફોર્ચ્યુનની વાર્ષિક યાદીમાં આઈઓસી દેશની સૌથી મોટી કંપની
૨૦મીએ લોકસભામાં બિલ વડા પ્રધાનનું પદ લોકપાલ હેઠળ લાવવા સંકેત
નકારાત્મક ઔદ્યોગિક વિકાસદર ખરેખર ચિંતાનો વિષય ઃ સી.આઈ.આઈ.
સાબરકાંઠા બેંકની મોડાસા શાખાના કર્મચારીઓએ સ્ટેટબેંકમાંથી વધારે આવેલા રૃપિયા ૧૦ લાખ પરત કર્યા
કાઢી મુકાયેલા ટેકનિશિયને બે કારીગરોની હત્યા કરી
લગ્નની ખુશાલીમાં જાનૈયાઓનો ગોળીબાર ઃ કન્યાના કાકાને ઇજા
જમાલપુરમાં ગેરકાયદે બંધાતા ૧૬ ફ્લેટ તોડી પડાયા
સટ્ટાના પૈસા ચૂકવવા ન પડે એટલે બે યુવાનનું અપહરણ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved