Last Update : 13-Dec-2011,Tuesday
 
અમદાવાદના વેપારીઓના કેસ માટે કોફેપોસા બોર્ડની સૌપ્રથમ બેઠક

 

કસ્ટમડયુટીની ચોરીના ગુનામાં ધરપકડ બાદ

અમદાવાદ
કસ્ટમડયુટીની ચોરીના કેસમાં અમદાવાદના બે વેપારીઓ લીલારામ અરજણદાસ અશુદાની અને દિલીપ રતિલાલ ઢકનની ડીઆરઆઇ દ્વારા ધરપકડ થયા બાદ શનિવારે સૌપ્રથમ વખત કોફેપોસા બોર્ડની અગત્યની બેઠક યોજાઇ હતી. જેમાં આરોપીઓ વિરુદ્ધ લાગુ પાડવામાં આવેલા કોફેપોસાના કાયદાકીય મુદ્દે સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ,દિલ્હી હાઇકોર્ટ,નવી દિલ્હીના ચેરમેન જસ્ટિસ જી.એસ.સીસ્ટાની અને સભ્યો જસ્ટિસ વાલ્મીકી જે. મહેતા અને જસ્ટિસ એમ.એલ.મહેતાની બેન્ચ સમક્ષ ઝીણવટભરી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ડીઆરઆઇ અને આરોપીપક્ષની દલીલો-સુનાવણી પૂર્ણ થઇ જતાં કોફેપોસા બોર્ડ દ્વારા નવી દિલ્હીથી તેનો મહત્વનો ચુકાદો જાહેર કરવામાં આવશે.
ડીઆરઆઇ અને આરોપીપક્ષની દલીલો-સુનાવણી પૂર્ણ ઃ કોફેપોસા બોર્ડ ટૂંક સમયમાં ચુકાદો જાહેર કરશે
અમદાવાદના આ બંને વેપારીઓની ડીઆરઆઇ અમદાવાદ દ્વારા થોડા સમય પહેલાં કોફેપોસા હેઠળ ધરપકડ કરી સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યા હતા. અગાઉ કસ્મટ વિભાગે પણ અમદાવાદના વેપારી લીલારામ વિરુદ્ધ કસ્ટમ ડયુટીની ચોરી અંગેના કેસો કર્યા હતા અને તેમાં પણ લીલારામની ધરપકડ થઇ હતી પરંતુ પાછળથી જામીન પર છૂટયા બાદ પણ તેણે પોતાની આ ગુનાઇત પ્રવૃત્તિ ચાલુ રાખતાં આખરે ડીઆરઆઇએ કોફેપોસાનું શસ્ત્ર ઉગામ્યું હતું.
અમદાવાદ ડીઆરઆઇએ આ બંને વેપારીઓની કોફેપોસા હેઠળ ધરપકડ કરવા માટે નવી દિલ્હી ખાતે સેન્ટ્રલ ઇકોનોમીક ઇન્ટેલીજન્સ બ્યુરોના કોફેપોસા સેલમાં એક દરખાસ્ત મોકલી હતી. જેમાં આ બંને વેપારીઓ કસ્ટડયુટીની ચોરી કરવા ટેવાયેલ હોવાની સાથે સાથે તેઓ રીઢા ગુનેગાર હોવાથી કોફેપોસા હેઠળ ધરપકડની મંજૂરી માંગવામાં આવી હતી. કોફેપોસાના આસીસ્ટન્ટ ડાયરેકટર જનરલ સમીરકુમારે આ અંગેની જરુરી મંજૂરી આપતાં બંને વેપારીઓની કોફેપોસા અંતર્ગત ધરપકડ કરી હતી. ડીઆરઆઇએ દરખાસ્ત કરતી વખતે બંને વેપારીઓના ગુનાઇત ઇતિહાસ સહિતની જરુરી વિગતો રજૂ કરી હતી. અગાઉ ફેબુ્રઆરી-૨૦૧૧માં મુંદ્રા પોર્ટ ખાતે રેફ્રીજરેટરના કોમ્પ્રેશરમાં રુ.૪૨ લાખના મેમરીકાર્ડ છુપાવીને લાવવાના કેસમાં અમદાવાદની રોડેક્ષ ઇન્ટરનેશનલ કંપનીના માલિક દિલીપ રતિલાલ ઢકનની ધરપકડ કરી હતી અને તની પૂછપરછમાં લીલારામનું નામ પણ ખુલ્યું હતું.
શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલા સેન્ટ્રલ એકસાઇઝ ભવન ખાતે કોફેપોસા બોર્ડના ચેરમેન અને બે સભ્યો સમક્ષ આ કેસની સુનાવણી હાથ ધરાતાં આરોપીઓ તરફથી તેમના વકીલોએ બચાવ રજૂ કર્યો હતો, જયારે સામે ડીઆરઆઇ તરફથી એડીશનલ ડાયરેકટર જનરલ આર.કે.સીંગ અને ડેપ્યુટી ડાયરેકટર અક્ષય જોષીએ કેસ સંબંધી દલીલો રજૂ કરી હતી. બંને પક્ષોની દલીલો પૂર્ણ થયા બાદ હવે કોફેપોસા બોર્ડ દ્વારા આ અંગેનો ચુકાદો ટૂંક સમયમા જાહેર કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમકોર્ટે થોડા સમય પહેલા જ આપેલા એક ચુકાદામાં કસ્ટમ અને એકસાઇઝ એકટ હેઠળના ગુના નોન કોગ્નીઝેબલ અને જામીનલાયક હોવાનું ઠરાવતાં સેન્ટ્રલ એજન્સીઓ માટે કફોડી હાલત સર્જાઇ હતી. જેથી કરોડો રુપિયાની કસ્ટમ-એકસાઇઝ ડયુટી કરતાં ગુનેગારો સામે કડક હાથે કામ લેવા અને તેઓને જામીનનો ખોટો લાભ મળે નહી તે હેતુથી કોફેપોસા હેઠળ કડક કાર્યવાહીનું શસ્ત્ર ઉગામવાનો ગર્ભિત ઇશારો આપી દીધો છે!

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો ભ્રષ્ટાચારનો ઃ બીબીસીનું સર્વેક્ષણ
અમેરિકી વિમાનોને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ બંધ થશે
માનવ જીવનમાં ૫૦ પ્રવૃત્તિઓને ટેકનોલોજીએ તદ્દન બદલી નાખી
ભારતના કેન્દ્રીય પ્રધાનોને મળ્યાનો ISI એજન્ટ ફોઈનો દાવો
ભુટ્ટો પરિવારમાં મતભેદો સર્જાયા હોવાના અહેવાલો
ભારતીય ટીમ ઇતિહાસ રચવાના આત્મવિશ્વાસ સાથે ઓસ્ટ્રેલિયા જવા રવાના
ઓસ્ટ્રેલિયા તેની ભૂમિ પર ૨૬ વર્ષ બાદ ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ હાર્યું
વિવાદિત વર્લ્ડ સિરિઝ હોકી ૨૯મી ફેબુ્રઆરી સુધી સ્થગિત
ઓસ્ટ્રેલિયન સ્પિનર વોર્ન કુકિંગ કરતા દાઝ્યો

નેશનલ ક્રિકેટ એકેડમીના ચેરમેન તરીકે કુમ્બલેએ રાજીનામું આપ્યું

રોશન પરિવારે તેમની ફિલ્મનો મુહૂર્ત શોટ પ્રિયંકા અલ્વા પાસે કરાવ્યો
'તનુ વેડ્સ મનુ'ની સિકવલમાં કંગના રાણાવત ડબલ રોલ ભજવશે
અભય દેઓલ સાથે તેને નહીં પણ તેના પિતાને મતભેદ થયો હોવાનો સોનમનો દાવો
સંજય દત્ત, હૃતિક, નેહા ધૂપિયા, નિખિલ દ્વિવેદી અને મિલન લુથરિયા લપેટમાં
ઔદ્યોગિક મંદી શરૃઃ ૫.૧ ટકા નેગેટીવ આઈઆઈપી પાછળ શેરોમાં કડાકોઃ સેન્સેક્ષ ૩૪૩ પોઈન્ટ તૂટી ૧૫૮૭૦
સોેનામાં આગળ વધતી મંદી ઃ વિશ્વ બજારમાં ૧૭૦૦ ડોલરની સપાટી તૂટી
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ ડેઈલી રિપોર્ટ...
સાંભળ્યું છે કે...
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ
અણ્ણા ઉત્તર પ્રદેશમાં આવી તો જુએ ઃ કોંગ્રેસ નેતા બેનીપ્રસાદ
તીવ્ર પ્રતિભાવ નહીં આપવા રીઝર્વ બેંકને અર્થશાસ્ત્રીઓની સલાહ
ફોર્ચ્યુનની વાર્ષિક યાદીમાં આઈઓસી દેશની સૌથી મોટી કંપની
૨૦મીએ લોકસભામાં બિલ વડા પ્રધાનનું પદ લોકપાલ હેઠળ લાવવા સંકેત
નકારાત્મક ઔદ્યોગિક વિકાસદર ખરેખર ચિંતાનો વિષય ઃ સી.આઈ.આઈ.
સાબરકાંઠા બેંકની મોડાસા શાખાના કર્મચારીઓએ સ્ટેટબેંકમાંથી વધારે આવેલા રૃપિયા ૧૦ લાખ પરત કર્યા
કાઢી મુકાયેલા ટેકનિશિયને બે કારીગરોની હત્યા કરી
લગ્નની ખુશાલીમાં જાનૈયાઓનો ગોળીબાર ઃ કન્યાના કાકાને ઇજા
જમાલપુરમાં ગેરકાયદે બંધાતા ૧૬ ફ્લેટ તોડી પડાયા
સટ્ટાના પૈસા ચૂકવવા ન પડે એટલે બે યુવાનનું અપહરણ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved