Last Update : 13-Dec-2011,Tuesday
 
ઘરની સામે જ ચપ્પાના ૨૯ ઘા ઝીંકી યુવકની ક્રૂર હત્યા

 

અમદાવાદ
અમદાવાદના છેવાડે આવેલા લાંભા ગામના ઇન્દિરા નગરમાં રહેતા એક યુવકની લાશ આજે સવારે ચપ્પાના ૨૯ ઝીંકેલી હાલતમાં તેના જ ઘર સામેના ખેતરમાંથી મળી આવતા અરેરાટી વ્યાપી ગઇ હતી. અસલાલી પોલીસે આ અંગે અજાણ્યા શખ્સો વિરૃધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે હત્યા પ્રેમ પ્રકરણમાં થઇ હોવાની આશંકા પણ વ્યક્ત કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ઇન્દિરા નગર વિભાગ ૧માં ભાઇ-ભાભી સાથે રહેતા અને જમાલપુર શાક માર્કેટમાં મજૂરી કામ કરતો ગૌરાંગ અંબાલાલ પરમાર (ઉં.૨૫) શનિવારે સાંજે પાંચ વાગ્યાના અરસામાં ઘરેથી નોકરી પર જવાનું કહીને નીકળ્યો હતો. રવિવારે સવારે તેના ઘરથી આશરે ૩૦૦ મીટર દુર આવેલા એક ખુલ્લા ખેતરમા કોઇનો મૃતદેહ પડયો હોવાની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. તપાસ કરતા મૃતદેહ ગૌરાંગનો હોવાનું જાણવા મળ્યું હતુ.બીજી તરફ ઘટનાની જાણ થતા દોડી આવેલી અસલાલી પોલીસે મૃતક ગૌરાંગના ભાઇ હસમુખ પરમારની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો વિરૃધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસમાં પોલીસને ગૌરાંગના પેટના, છાતીના તથા પીઠના ભાગેથી ચપ્પાના ૨૯ ઘા મળી આવ્યાં હતા, તથા તેના બન્ને હાથોની નસ પણ કપાયેલી હોવાનું જાણવા મળ્યું હતુ.પોલીસે લાશને પી.એમ માટે મોકલી આપી એફ.એસ.એલ તથા ડોગ સ્કવોડની મદદથી તપાસ હાથ ધરી હતી. અસલાલી પોલીસે ગૌરાંગની પ્રેમ પ્રકરણમાં કોઇએ રાત્રી દરમ્યાન હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરી છે. જો કે હાલ તપાસ ચાલી રહી હોવાથી હત્યા પાછળનું ચોક્કસ કારણ અંગે પોલીસે કાંઇ પણ કહેવાનું ટાળ્યું હતુ.

 

'ઈસ્કોન બ્રિજ પાસે ખોદકામ દરમ્યાન વસ્તુ મળી છે'
'સોનાની ગીની'ની લાલચ આપી પાંચ લાખની ઠગાઈ
અમદાવાદ
ખોદકામ દરમ્યાન સોનાનો પૌરાણિક જથ્થો મળ્યો હોવાની વાત કરી ઠગ ટોળકી વધુ એક વ્યક્તિને ચૂનો ચોપડી ગઈ છે. બોપલ સર્કલ પર મેડિકલ સ્ટોર ધરાવતા યુવક સાથે રૃા. પાંચ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવાઈ છે.
મેડિકલ સ્ટોર્સના સંચાલકને વાતોમાં ભોળવી બે ગઠિયા એડવાન્સ લઈને રફૂચક્કર થયા
બોપલના સાશ્વત બંગલોમાં રહેતા હર્ષિલભાઈ વિનયભાઈ પટેલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમના વેલક્યોર ફાર્મસી નામના મેડિકલ સ્ટોર ઉપર દવા લેવા આવેલા બે શખ્સો પૈકી રમેશ નામના શખ્સે વાત કરી હતી કે- 'ઈસ્કોન બ્રિજ પાસે ખોદકામ દરમ્યાન વસ્તુ મળી છે, કોને આપું?' પહેલા દિવસે હર્ષિલભાઈએ વાતમાં ખાસ રસ લીધો નહોતો.
બીજા દિવસે આવી શખ્સોએ સોનાની એક ગિની આપી હતી. હર્ષિલભાઈએ સોની પાસે તપાસ કરાવતા સોનુ સાચું જણાયું હતું. અંદાજે બેથી ત્રણ કિલો સોનુ માત્ર સાત લાખમાં આપવાની વાતમાં હર્ષિલભાઈ આવી ગયા હતા. આ શખ્સોએ હર્ષિલભાઈને એસ.જી. હાઈવે ઉપર બોલાવીને રૃા. પાંચ લાખ એડવાન્સ લીધા હતા. બદલામાં, બે ગિની છૂટ્ટી અને થેલીમાં બીજી ગિની આપી હતી. ફરી તપાસ કરાવતાં બે ગિનીનું સોનુ સાચું અને બીજી ગિનીનું ખોટું નિકળ્યું હતું. વસ્ત્રાપુરના પી.આઈ. વાય.આર. ગામિતે જણાવ્યું કે, ઠગાઈના કિસ્સા અંગે તપાસ ચાલી રહી છે.
ઠગાઈનો બનાવ બોપલ સર્કલ પાસે બન્યો હોવાથી વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી બોપલ પોલીસને મોકલ્યો હતો. પરંતુ, અગાઉ અનેક વખત બન્યું છે તેમ રૃરલ પોલીસે તપાસ પરત કરી હતી. બોપલ પોલીસની આ નીતિના કારણે ફરિયાદ ત્રણ દિવસ સુધી અફળાતી રહી હતી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો ભ્રષ્ટાચારનો ઃ બીબીસીનું સર્વેક્ષણ
અમેરિકી વિમાનોને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ બંધ થશે
માનવ જીવનમાં ૫૦ પ્રવૃત્તિઓને ટેકનોલોજીએ તદ્દન બદલી નાખી
ભારતના કેન્દ્રીય પ્રધાનોને મળ્યાનો ISI એજન્ટ ફોઈનો દાવો
ભુટ્ટો પરિવારમાં મતભેદો સર્જાયા હોવાના અહેવાલો
ભારતીય ટીમ ઇતિહાસ રચવાના આત્મવિશ્વાસ સાથે ઓસ્ટ્રેલિયા જવા રવાના
ઓસ્ટ્રેલિયા તેની ભૂમિ પર ૨૬ વર્ષ બાદ ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ હાર્યું
વિવાદિત વર્લ્ડ સિરિઝ હોકી ૨૯મી ફેબુ્રઆરી સુધી સ્થગિત
ઓસ્ટ્રેલિયન સ્પિનર વોર્ન કુકિંગ કરતા દાઝ્યો

નેશનલ ક્રિકેટ એકેડમીના ચેરમેન તરીકે કુમ્બલેએ રાજીનામું આપ્યું

રોશન પરિવારે તેમની ફિલ્મનો મુહૂર્ત શોટ પ્રિયંકા અલ્વા પાસે કરાવ્યો
'તનુ વેડ્સ મનુ'ની સિકવલમાં કંગના રાણાવત ડબલ રોલ ભજવશે
અભય દેઓલ સાથે તેને નહીં પણ તેના પિતાને મતભેદ થયો હોવાનો સોનમનો દાવો
સંજય દત્ત, હૃતિક, નેહા ધૂપિયા, નિખિલ દ્વિવેદી અને મિલન લુથરિયા લપેટમાં
ઔદ્યોગિક મંદી શરૃઃ ૫.૧ ટકા નેગેટીવ આઈઆઈપી પાછળ શેરોમાં કડાકોઃ સેન્સેક્ષ ૩૪૩ પોઈન્ટ તૂટી ૧૫૮૭૦
સોેનામાં આગળ વધતી મંદી ઃ વિશ્વ બજારમાં ૧૭૦૦ ડોલરની સપાટી તૂટી
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ ડેઈલી રિપોર્ટ...
સાંભળ્યું છે કે...
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ
અણ્ણા ઉત્તર પ્રદેશમાં આવી તો જુએ ઃ કોંગ્રેસ નેતા બેનીપ્રસાદ
તીવ્ર પ્રતિભાવ નહીં આપવા રીઝર્વ બેંકને અર્થશાસ્ત્રીઓની સલાહ
ફોર્ચ્યુનની વાર્ષિક યાદીમાં આઈઓસી દેશની સૌથી મોટી કંપની
૨૦મીએ લોકસભામાં બિલ વડા પ્રધાનનું પદ લોકપાલ હેઠળ લાવવા સંકેત
નકારાત્મક ઔદ્યોગિક વિકાસદર ખરેખર ચિંતાનો વિષય ઃ સી.આઈ.આઈ.
સાબરકાંઠા બેંકની મોડાસા શાખાના કર્મચારીઓએ સ્ટેટબેંકમાંથી વધારે આવેલા રૃપિયા ૧૦ લાખ પરત કર્યા
કાઢી મુકાયેલા ટેકનિશિયને બે કારીગરોની હત્યા કરી
લગ્નની ખુશાલીમાં જાનૈયાઓનો ગોળીબાર ઃ કન્યાના કાકાને ઇજા
જમાલપુરમાં ગેરકાયદે બંધાતા ૧૬ ફ્લેટ તોડી પડાયા
સટ્ટાના પૈસા ચૂકવવા ન પડે એટલે બે યુવાનનું અપહરણ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved