Last Update : 13-Dec-2011,Tuesday
 
સાત સ્વનિર્ભર કોલેજો પાસેથી વાર્ષિક ડેવલપમેન્ટ ફંડ વસુલાશે

 

ગુજરાત યુનિ.ની સીન્ડીકેટની બેઠકમાં નિર્ણય

અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટીમાં આજે મળેલી સીન્ડીકેટની બેઠકમા કેટલાક મુદ્દાઓ પર ભારે ચર્ચા વિચારણા થયા બાદ મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા હતા. જેમાં અગાઉ મંજુરી અપાયેલી સ્વનિર્ભર કોલેજોના વિદ્યાર્થીઓની પરીક્ષાથી લઇને તમામ કામનું ભારણ યુનિવર્સિટી પડે છે પરંતુ ફી સહિતની આવક કોલેજ સંચાલકો લઇ જતાં હોવાથી યુનિવર્સિટીએ માત્ર મફતમાં મજુરી કરવી પડતી હોવાની સભ્યોની રજૂઆત બાદ તમામ સ્વનિર્ભર કોલેજો પાસેથી ડેવલપમેન્ટ ફંડ લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું.ડિસેમ્બર અંત અને જાન્યુઆરીના પ્રારંભમા જયારે રાજયપાલની મંજુરી મળે ત્યારે કોન્વોકેશનનું આયોજન કરવાનું પણ નક્કી કરાયું હતું.
રાજયપાલનો સમય મળે ત્યારે કોન્વોકેશન યોજાશે ઃ ખોટી રીતે પ્રમોશન અપાયેલા અધિકારી પાસેથી ૭ લાખની રીકવરી
પ્રાપ્ત વિગતો અનુસાર યુનિવર્સિટીમાં સાડા પાંચ મહિના પછી બોલાવવામાં આવેલી સીન્ડીકેટની બેઠક સામે સભ્યોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. સ્વનિર્ભર કોલેજો દરવર્ષે વિદ્યાર્થીઓને પ્રવેશ આપીને તેની ફી અને કેટલીક કોલેજો પ્રવેશમાં પણ ડોનેશન લઇને લાખો રૃપિયાની કમાણી કરતી હોવાછતાં યુનિવર્સિટીને કોઇ રકમ આપતી નથી. જેના કારણે નિભાવખર્ચ પરવડતો ન હોવાથી હવે પછી દરવર્ષે કોલેજદીઠ ૫ થી ૭ લાખ રૃપિયાનો ડેવલપમેન્ટ ફંડ વસુલવાનું નક્કી કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત કલીનીકલ રીસર્ચ ભવન બનાવવા માટે ૫૦ લાખ રૃપિયાનો ખર્ચ સીન્ડીકેટ દ્વારા મંજુર કરવામાં આવ્યો હતો.કોમ્પ્યુટર ઓન વ્હીલ (કાઉ) કે જેમા વિદ્યાર્થીઓને ગમે તે સ્થળે ગમે ત્યારે કોમ્પ્યુટર શીખવવાની વ્યવસ્થા કરવા માટે સંસદસભ્ય દ્વારા ગ્રાન્ટ આપવામા આવી હતી તે સ્વીકારીને આગામી દિવસોમાં ૨૦ કોમ્પ્યુટર ધરાવતી વાન શરૃ કરવાનું નક્કી કરાયું હતુ.ંયુનિવર્સિટીના તમામ ભવનોમાં આગામી દિવસોમાં આગજન્ય બનાવો સામે સુરક્ષા પુરી પાડવા માટે ફાયર સેફ્ટી નાંખવાનું નક્કી કરવામાં આવ્યું હતુ.ં અત્યાર સુધીમાં કોન્વોકેશનનું આયોજન ન કરાતાં અનેક વિદ્યાર્થીઓએ ભારે મુશ્કેલી ભોગવવી પડી હોવાની સભ્યોની રજૂઆત બાદ ડિસેમ્બરના અંત અથવા તો જાન્યુઆરીના પ્રારંભમાં જયારે રાજયપાલની મંજુરી મળે ત્યારે કોન્વોકેશનનું આયોજન કરવાનું નક્કી કરાયું હતું. યુનિવર્સિટીના એક અધિકારીને ખોટી રીતે પ્રમોશન આપીને આસી.રજીસ્ટ્રાર બનાવી દેવાયા હતા. જેમાં તપાસ સમિતિની ભલામણ બાદ ડીગ્રેડ કરીને હાલ સેક્શન અધિકારી બનાવી દેવાયા છે. જો કે, તેમની પાસેથી અંદાજે ૭ લાખ રૃપિયાની રીકવરી કરવાનું બેઠકમાં નક્કી કરાયું હતું. આ સિવાય આર્ટસ,કોમર્સ સાયન્સમાં સેમેસ્ટર સીસ્ટમની પ્રેક્ટીકલ ફીમાં ૧૦૦ રૃપિયા ઘટાડો કરવાનું પણ નક્કી કરાયું હતુ.

એકેડેમિક કરતાં વધુમાં વધુ કન્ટ્ર્ક્શનનાં કામો મંજુરી માટે !
અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટીની સીન્ડીકેટની બેઠકમાં છેલ્લા કેટલાય સમયથી મોટાભાગના સભ્યો કોઇપણ પ્રકારની પૂર્વ તૈયારી કર્યા વિના આવતાં હોય છે. પુરતી માહિતીના અભાવે વિરોધ કે સમર્થન બન્ને પૈકી શું કરવું તેની મોટાભાગના સભ્યોને ખબર પડતી નથી. સામાન્ય રીતે એકેડેમિક વર્ક એટલે કે રીસર્ચ પ્રોજેક્ટ ઉપરાંત વિદ્યાર્થીઓને લગતાં કામો અંગે રજૂઆત કરવાના બદલે છેલ્લા કેટલાય સમયથી સીન્ડીકેટની બેઠકમાં મોટાભાગે કન્ટ્રક્શનને લગતાં કામો મંજુરી માટે મુકવામાં આવતાં હોય છે.

ગુજરાત યુનિ.ના કન્વેન્શન હૉલમાં વિવિધ કામો માટે
કન્સલ્ટન્ટે ખોટા અંદાજો આપી યુનિ.ને ખાડામાં ઉતાર્યાનો આક્ષેપ
બેઠકમાં ભારે હોબાળા બાદ આગામી દિવસમાં કન્સલ્ટન્ટને રૃબરૃમાં બોલાવીને ખુલાસો પૂછવાની બાંયેધરી
અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટીની સીન્ડીકેટની બેઠકમાં આજે કન્વેન્શન હોલ ભાડે આપવામાં અને સમારકામ કરવામાં મોટાપાયે ગેરરીતિ ચાલતી હોવાના આક્ષેપો સીન્ડીકેટ સભ્યો દ્વારા કરવામાં આવ્યા હતા.તાજેતરમાં હોલમાં કાર્પેટ પાથરવા માટે અંદાજિત ભાવો ૧ કરોડ નક્કી કરાયા હતા. જો કે,ટેન્ડરમાં માત્ર ૪૫ લાખના ભાવો આવ્યા હતા. આમ,અનેક કામોમાં ખોટા અંદાજો મારીને કન્સલ્ટન્ટે યુનિવર્સિટીને કરોડો રૃપિયાના ખાડામાં ઉતારી હોવાના આક્ષેપો બેઠકમાં સભ્યોએ કર્યા હતા.
યુનિવર્સિટીનો કન્વેન્શન હોલ તૈયાર થયો ત્યારથી એક યા બીજી રીતે વિવાદમાં રહેતો આવ્યો છે. આજે મળેલી સીન્ડીકેટની બેઠકમાં સભ્ય મનીશ દોશીએ હોલના રીપેરીંગથી લઇને નવા કામકાજમાં મોટાપાયે ગેરરીતિ થતી હોવાના આક્ષેપો કર્યા હતા. બેઠકમાં સભ્યએ કહ્યું કે હોલમાં કાર્પેટ પાથરવા માટે ૧ કરોડનો ખર્ચ નક્કી થયો હતો. જેમાં ટેન્ડર મંગાવવામાં આવતાં માત્ર ૪૫ લાખના ટેન્ડર આવ્યા હતા. આજ રીતે ઇન્ડિયન બનાવટની કાર્પેટ માટે ૪૫ લાખનો ખર્ચ નક્કી કરાયો પણ માત્ર ૨૬ લાખના ટેન્ડર આવ્યા હતા. સામાન્ય રીતે અંદાજિત ખર્ચ કરતાં ૧૦ થી ૧૫ ટકાના ફેરમા ટેન્ડરો આવતાં હોય છે. ખોટા અંદાજો મારીને યુનિવર્સિટીને ખાડામાં ઉતારવા બદલ કન્સલ્ટન્ટ સામે પગલાં લેવાની માંગણી કરવામાં આવી હતી. ટેન્ડર ભરનારા પણ પોતાના મળતિયાઓ હોવાથી કન્સલ્ટન્ટ બન્ને બાજુ ફાયદો મેળવીને યુનિવર્સિટીને કરોડોનો ચુનો લગાવતાં હોવાના આક્ષેપો બાદ આગામી દિવસોમાં કન્સલ્ટન્ટને બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. -

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો ભ્રષ્ટાચારનો ઃ બીબીસીનું સર્વેક્ષણ
અમેરિકી વિમાનોને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ બંધ થશે
માનવ જીવનમાં ૫૦ પ્રવૃત્તિઓને ટેકનોલોજીએ તદ્દન બદલી નાખી
ભારતના કેન્દ્રીય પ્રધાનોને મળ્યાનો ISI એજન્ટ ફોઈનો દાવો
ભુટ્ટો પરિવારમાં મતભેદો સર્જાયા હોવાના અહેવાલો
ભારતીય ટીમ ઇતિહાસ રચવાના આત્મવિશ્વાસ સાથે ઓસ્ટ્રેલિયા જવા રવાના
ઓસ્ટ્રેલિયા તેની ભૂમિ પર ૨૬ વર્ષ બાદ ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ હાર્યું
વિવાદિત વર્લ્ડ સિરિઝ હોકી ૨૯મી ફેબુ્રઆરી સુધી સ્થગિત
ઓસ્ટ્રેલિયન સ્પિનર વોર્ન કુકિંગ કરતા દાઝ્યો

નેશનલ ક્રિકેટ એકેડમીના ચેરમેન તરીકે કુમ્બલેએ રાજીનામું આપ્યું

રોશન પરિવારે તેમની ફિલ્મનો મુહૂર્ત શોટ પ્રિયંકા અલ્વા પાસે કરાવ્યો
'તનુ વેડ્સ મનુ'ની સિકવલમાં કંગના રાણાવત ડબલ રોલ ભજવશે
અભય દેઓલ સાથે તેને નહીં પણ તેના પિતાને મતભેદ થયો હોવાનો સોનમનો દાવો
સંજય દત્ત, હૃતિક, નેહા ધૂપિયા, નિખિલ દ્વિવેદી અને મિલન લુથરિયા લપેટમાં
ઔદ્યોગિક મંદી શરૃઃ ૫.૧ ટકા નેગેટીવ આઈઆઈપી પાછળ શેરોમાં કડાકોઃ સેન્સેક્ષ ૩૪૩ પોઈન્ટ તૂટી ૧૫૮૭૦
સોેનામાં આગળ વધતી મંદી ઃ વિશ્વ બજારમાં ૧૭૦૦ ડોલરની સપાટી તૂટી
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ ડેઈલી રિપોર્ટ...
સાંભળ્યું છે કે...
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ
અણ્ણા ઉત્તર પ્રદેશમાં આવી તો જુએ ઃ કોંગ્રેસ નેતા બેનીપ્રસાદ
તીવ્ર પ્રતિભાવ નહીં આપવા રીઝર્વ બેંકને અર્થશાસ્ત્રીઓની સલાહ
ફોર્ચ્યુનની વાર્ષિક યાદીમાં આઈઓસી દેશની સૌથી મોટી કંપની
૨૦મીએ લોકસભામાં બિલ વડા પ્રધાનનું પદ લોકપાલ હેઠળ લાવવા સંકેત
નકારાત્મક ઔદ્યોગિક વિકાસદર ખરેખર ચિંતાનો વિષય ઃ સી.આઈ.આઈ.
સાબરકાંઠા બેંકની મોડાસા શાખાના કર્મચારીઓએ સ્ટેટબેંકમાંથી વધારે આવેલા રૃપિયા ૧૦ લાખ પરત કર્યા
કાઢી મુકાયેલા ટેકનિશિયને બે કારીગરોની હત્યા કરી
લગ્નની ખુશાલીમાં જાનૈયાઓનો ગોળીબાર ઃ કન્યાના કાકાને ઇજા
જમાલપુરમાં ગેરકાયદે બંધાતા ૧૬ ફ્લેટ તોડી પડાયા
સટ્ટાના પૈસા ચૂકવવા ન પડે એટલે બે યુવાનનું અપહરણ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved