Last Update : 13-Dec-2011,Tuesday
 
સાંભળ્યું છે કે...

 

સેબીની શંકા... તપાસ વાત મહત્ત્વની છે
અમદાવાદ, સોમવાર
શેરબજાર અને શંકા. આ બે શબ્દને લહેણું હોય તેમ જણાય છે. બજાર અથવા તો કોઈ શેર ઝડપથી સુધરે તો પણ શંકા ઉદ્ભવે, અને જો ઝડપથી તુટે તો પણ શંકા ઉદ્ભવે. આમ, આ બે એકબીજા સાથે સંકળાયેલા શબ્દો છે અને ઘણા કિસ્સામાં આપણે જોયું છે કે શંકા આગળ જતા વાસ્તવિકતામાં પરિણમી છે.
તાજેતરમાં આવી જ એક ઘટનાએ આકાર લીધો છે. માર્કેટ રેગુલેટર સિક્યોરીટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા તાજેતરમાં કેટલાક કંપનીઓના પ્રમોટરો, કેટલાક શેર દલાલ તેમજ કેટલાક મર્ચન્ટ બેંકરોની કામગીરીની તપાસ કરી રહી હોવાના અહેવાલો સાંપડે છે. સેબીને એવી શંકા છે કે છેલ્લા કેટલાક સમયમાં લિસ્ટેડ થયેલી નવી કંપનીઓ તેમજ વિદેશમાંતી લોન લેનારી કંપનીઓના શેરોના ભાવ સાથે ચેડા થયા છે.
આ પ્રકારના એટલે કે નવા લિસ્ટેડ થયેલા એટલે કે આઈપીઓ લાવ્યા પછી શેરબજારમાં લિસ્ટિંગ મેળવનાર કંપનીઓના શેરમાં વિતેલા વર્ષ દરમિયાન ખૂબ મોટી ઉથલપાથલ જોવા મળી છે. લિસ્ટિંગ વખતે ઇન્ટ્રાડે હાઈ સપાટીથી અથવા તો તે દિવસની બંધ સપાટીથી આવાં શેરોના ભાવમાં પ્રચંડ ગાબડા નોધાતા રોકાણકારોની મહામુલી મુડીનું પતન થઈ જવા પામ્યું છે. સેબીને એવી શંકા છે કે આવી કંપનીના પ્રમોટરો, દલાલો તેમજ મર્ચન્ટ બેંકરોની કાર્ટેલ થકી આ 'ગેમ' રમાઈ હોય. આ અતિ જોખમી ગેમના કારણે રોકાણકારો બજારમાંથી અદ્રશ્ય થઈ ગયા છે તે જગજાહેર બાબત છે. તેમજ આ મુદ્દાને લઈને રોકાણકારોની મળેલી ફરિયાદોને લઈને સેબીએ આ તપાસ હાથ ધરી છે.
બીજો મુદ્દો છે વિદેશમાંથી લોન લેનાર કંપનીઓનો આ મુદ્દાને લઈને એટલે કે ઘરઆંગણાની પ્રતિકૂળતાઓના પગલે ચાલુ વર્ષે સંખ્યાબંધ કંપનીઓ દ્વારા વિદેશી લોન (ફોરેન કરન્સી કન્વર્ટિબલ બોન્ડ-્એફસીસીબી) લેવામાં આવી છે. સેબી દ્વારા વિદેશી લોનો લેનારી બીજી કેટલીક કંપનીઓના પ્રમોટરોની તેમની કંપનીના શેરોમાં ઈનસાઈડર ટ્રેડિંગમાં તેમની ભૂમિકાની તપાસ કરી રહી છે.
માર્કેટ રેગ્યુલેટરને મળેલી ફરિયાદો બાદ આ બે બાબતોને લઈને કંપનીના શેરોના ભાવની વદઘટની તપાસ કર્યા બાદ હવે આવી કંપનીઓના પ્રમોટરો, દલોલ અને બેંકરોની તપાસ કરીને ખોટી રીતે લાભ ઉઠાવ્યો છે કે નહીં તે અંગે ઉંડાણમાં ઉતરી રહી છે. ખરેખર, સેબીનું આ એક ઉમદા પગલું છે. રોકાણકારોની મહામુલી મુડીનું જતન કરવું એ પણ સરકારની ફરજનો એક ભાગ જ છે ને.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો ભ્રષ્ટાચારનો ઃ બીબીસીનું સર્વેક્ષણ
અમેરિકી વિમાનોને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ બંધ થશે
માનવ જીવનમાં ૫૦ પ્રવૃત્તિઓને ટેકનોલોજીએ તદ્દન બદલી નાખી
ભારતના કેન્દ્રીય પ્રધાનોને મળ્યાનો ISI એજન્ટ ફોઈનો દાવો
ભુટ્ટો પરિવારમાં મતભેદો સર્જાયા હોવાના અહેવાલો
ભારતીય ટીમ ઇતિહાસ રચવાના આત્મવિશ્વાસ સાથે ઓસ્ટ્રેલિયા જવા રવાના
ઓસ્ટ્રેલિયા તેની ભૂમિ પર ૨૬ વર્ષ બાદ ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ હાર્યું
વિવાદિત વર્લ્ડ સિરિઝ હોકી ૨૯મી ફેબુ્રઆરી સુધી સ્થગિત
ઓસ્ટ્રેલિયન સ્પિનર વોર્ન કુકિંગ કરતા દાઝ્યો

નેશનલ ક્રિકેટ એકેડમીના ચેરમેન તરીકે કુમ્બલેએ રાજીનામું આપ્યું

રોશન પરિવારે તેમની ફિલ્મનો મુહૂર્ત શોટ પ્રિયંકા અલ્વા પાસે કરાવ્યો
'તનુ વેડ્સ મનુ'ની સિકવલમાં કંગના રાણાવત ડબલ રોલ ભજવશે
અભય દેઓલ સાથે તેને નહીં પણ તેના પિતાને મતભેદ થયો હોવાનો સોનમનો દાવો
સંજય દત્ત, હૃતિક, નેહા ધૂપિયા, નિખિલ દ્વિવેદી અને મિલન લુથરિયા લપેટમાં
ઔદ્યોગિક મંદી શરૃઃ ૫.૧ ટકા નેગેટીવ આઈઆઈપી પાછળ શેરોમાં કડાકોઃ સેન્સેક્ષ ૩૪૩ પોઈન્ટ તૂટી ૧૫૮૭૦
સોેનામાં આગળ વધતી મંદી ઃ વિશ્વ બજારમાં ૧૭૦૦ ડોલરની સપાટી તૂટી
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ ડેઈલી રિપોર્ટ...
સાંભળ્યું છે કે...
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ
અણ્ણા ઉત્તર પ્રદેશમાં આવી તો જુએ ઃ કોંગ્રેસ નેતા બેનીપ્રસાદ
તીવ્ર પ્રતિભાવ નહીં આપવા રીઝર્વ બેંકને અર્થશાસ્ત્રીઓની સલાહ
ફોર્ચ્યુનની વાર્ષિક યાદીમાં આઈઓસી દેશની સૌથી મોટી કંપની
૨૦મીએ લોકસભામાં બિલ વડા પ્રધાનનું પદ લોકપાલ હેઠળ લાવવા સંકેત
નકારાત્મક ઔદ્યોગિક વિકાસદર ખરેખર ચિંતાનો વિષય ઃ સી.આઈ.આઈ.
સાબરકાંઠા બેંકની મોડાસા શાખાના કર્મચારીઓએ સ્ટેટબેંકમાંથી વધારે આવેલા રૃપિયા ૧૦ લાખ પરત કર્યા
કાઢી મુકાયેલા ટેકનિશિયને બે કારીગરોની હત્યા કરી
લગ્નની ખુશાલીમાં જાનૈયાઓનો ગોળીબાર ઃ કન્યાના કાકાને ઇજા
જમાલપુરમાં ગેરકાયદે બંધાતા ૧૬ ફ્લેટ તોડી પડાયા
સટ્ટાના પૈસા ચૂકવવા ન પડે એટલે બે યુવાનનું અપહરણ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved