Last Update : 13-Dec-2011,Tuesday
 

સોેનામાં આગળ વધતી મંદી ઃ વિશ્વ બજારમાં ૧૭૦૦ ડોલરની સપાટી તૂટી

 

ચાંદીમાં પણ ઘટાડો ઃ જો કે ડોલરમાં તેજી આવતાં ઝવેરી બજારમાં ભાવ ઘટાડો મર્યાદિત રહ્યો
(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,સોમવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે સોનામાં પ્રત્યાઘાતી ઘટાડો આગળ વધતાં ભાવો ૧૦ ગ્રામના વધુ રૃ.૧૯૦થી ૧૯૫ તૂટયા હતા. ચાંદીના ભાવોમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવો રૃ.૫૯૫ ઘટી કિલોના ફરી રૃ.૫૬૦૦૦ની અંદર ઉતરી ગયા હતા. સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૨૮૯૧૫ વાળા રૃ.૨૮૭૫૫ ખુલી રૃ.૨૮૭૨૦ બંધ રહ્યા હતા જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૨૯૦૪૦ વાળા રૃ.૨૮૮૮૦ ખુલી રૃ.૨૮૮૫૦ રહ્યા હતા. ચાંદી ૯૯૯ના ભાવો કિલોના રૃ.૫૬૨૫૦ વાળા રૃ.૫૫૮૦૦ ખુલી રૃ.૫૫૬૫૫ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ૧૭૧૬થી ૧૭૧૭ ડોલર વાળા આજે તૂટીને ૧૭૦૦ ડોલરની અંદર ઉતરી ૧૬૭૬.૫૦ થઈ સાંજે ૧૬૮૧.૩૦ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજારમાં સોના પાછળ આજે ચાંદીના ભાવો ૩૨.૨૬ ડોલર વાળા આજે ઘટીને ૩૧.૨૧થી ૩૧.૨૨ ડોલર થઈ સાંજે ૩૧.૩૪ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજાર તૂટી જતાં ઘરઆંગણે પણ સોના-ચાંદીમાં હાજર બજારમાં વેચનારા વધુ અને લેનારા ઓછા રહ્યા હતા. જો કે આજે રૃપિયા સામે ડોલરના ભાવો વધી જતાં સોના-ચાંદીની આયાત પડતરમાં ઘટાડો તેટલા પ્રમાણમાં મર્યાદિત રહ્યો હતો અને ભાવોમાં ઘટાડો તેટલા પ્રમાણમાં સિમિત રહ્યો હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. મુંબઈ બજારમાં ચાંદીના ભાવો સાંજે રૃ.૫૫૬૦૦થી ૫૫૬૫૦ તથા કેશમાં રૃ.૫૫૪૦૦થી ૫૫૪૫૦ રહ્યા હતા. મુંબઈમાં ડોલરના ભાવો રૃ.૫૨.૦૩ વાળા આજે ઉછળી રૃ.૫૨.૮૩થી ૫૨.૮૪ રહ્યા હતા.
કોપરમાં પીછેહઠ ઃ લંડનમાં એલ્યુ.નો સ્ટોક બે દિવસમાં ૧ લાખ ૭૦ હજાર ટન વધ્યો!
મુંબઈ ધાતુ બજારમાં આજે કોપર, નિકલ તથા જસતના ભાવો ઘટાડા પર રહ્યા હતા જયારે સીસાના ભાવો વધી આવ્યા હતા. અન્ય ધાતુઓ અથડાતી રહી હતી. હાજર બજારમાં આજે ભાવો કિવ.દીઠ કોપર વાયર બારના રૃ.૧૦૦ ઘટી રૃ.૪૭૭૦૦ રહ્યા હતા જયારે કોપર સ્ક્રેપ અને બ્રાસ સ્ક્રેપના ભાવો જાતવાર રૃ.૧૦૦થી ૪૦૦ નરમ રહ્યા હતા. લંડન મેટલ એક્સ.માં આજે કોપરનો સ્ટોક ૫૦૦ ટન ઘટયો હતો. અને ત્યાં ૩ મહિનાના ભાવો ઘટી ૭૬૨૫ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં આજે નિકલના ભાવો કિવ.દીઠ રૃ.૫૦૦ ઘટી રૃ.૧૦૯૫૦૦ અને જસતના રૃ.૧૦૦ ઘટી રૃ.૧૨૭૦૦ રહ્યા હતા જયારે ટીનના ભાવો રૃ.૧૩૩૫૦૦, એલ્યુ.ના ઈન્ગોટના રૃ.૧૩૦૦૦, સ્ક્રેપના રૃ.૧૦૮૦૦ના મથાળે ટકેલા રહ્યા હતા. સીસાના ભાવો રૃ.૧૦૦ વધી રૃ.૧૧૫૦૦ રહ્યા હતા. લંડન એક્સ.માં આજે ૩ મહિનાના ભાવો ટીનના ૧૯૮૫૦ ડોલર, નિકલના ૧૮૧૭૩ ડોલર, એલ્યુ.ના ૨૦૨૮ ડોલર, જસતના ૧૯૭૪ ડોલર તથા સીસાના ૨૧૧૭ ડોલર રહ્યાના સમાચારો હતા, ત્યાં આજે ટીનનો સ્ટોક ૭૫ ટન, સીસાનો ૧૪૦૦ ટન, જસતનો ૨૧૦૦ ટન ઘટયો હતો જયારે નિકલનો સ્ટોક આજે ત્યાં ૨૮૨ ટન તથા એલ્યુ.નો ૧૨૬૬૫૦ ટન વધ્યાના સમાચારો હતા. ત્યાં બે દિવસમાં એલ્યુ.નો સ્ટોક આશરે ૧ લાખ ૭૦ હજાર ટન જેટલો વધ્યાના સમાચારો હતા.
ખાંડમાં માંગ વધતાં ભાવોમાં આગેકૂચ ઃ વિશ્વમાં કુલ ઉત્પાદન ૧૭૪૧ લાખ ટન અંદાજાયું
નવી મુંબઈ ખાંડ બજારમાં આજે માંગ સારી રહેતાં ભાવો ઉંચા બોલાઈ રહ્યા હતા, ભાવો કિવ.ના રૃ.૫થી ૧૦ વધ્યા હતા. હાજર ભાવો રૃ.૩૦૪૧થી ૩૧૧૫ તથા સારાના રૃ.૩૧૩૧થી ૩૨૫૨ રહ્યા હતા જયારે નાકાના ભાવો રૃ.૨૯૮૦થી ૩૦૨૦ તથા સારાના રૃ.૩૦૮૦થી ૩૧૭૦ રહ્યા હતા. મોડી સાંજે નાકાના ભાવો રૃ.૨૯૮૦થી ૩૦૮૦ તથા સારાના રૃ.૩૦૮૫ થી ૩૧૪૫ આસપાસ આસપાસ બોલાઈ રહ્યા હતા અને મિલો પર છેલ્લે ભાવો નાકાના ભાવોથી રૃ.૯૦ જેટલા નીચા રહ્યાના સમાચારો હતા. દરમિયાન, વૈશ્વિક સુગર તજજ્ઞા કિંગ્સ મેનના જણાવ્યા મુજબ ભારતમાં નવા ખાંડ વર્ષમાં ઉત્પાદન ૨૫૫ લાખ ટનનું થવાની શક્યતા છે. અગાઉ આ અંદાજો ૨૬૦ લાખ ટનનો બતાવાતો હતો. ભારતમાં વાર્ષિક વપરાશ ૨૨૫.૫૦ લાખ ટન થવાની શક્યતા બતાવાઈ છે. વૈશ્વિક સ્તરે ખાંડમાં કુલ ઉત્પાદન નવી મોસમમાં ૧૭૪૧.૨૦ લાખ ટન થવાની શક્યતા છે. ચીન, બ્રાઝીલ, યુરોપના દેશો, વિયેતનામ વિ.માં ખાંડના ઉત્પાદનનો અંદાજો ઉંચો મૂકાયો છ.ે અમેરિકા અને ઈન્ડોનેશિયામાં ઉત્પાદનનો અંદાજો ઘટાડાયો છે.
રૃમાં ચીનની માંગ વધતાં રતલદીઠ ૯૧ સેન્ટમાં નિકાસ કામકાજો થયા
સુતર (કોટન યાર્ન)માં પણ ચીનની વધેલી પૂછપરછો ઃ ઘરઆંગણે હાથ પર સ્ટોક વધારવા મિલો હવે
રૃ લેવા નિકળે એવી શક્યતા
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૧૨
મુંબઈ રૃ બજારમાં આજે ભાવો ઘટયા મથાળે અથડાતા રહ્યા હતા. વિવિદ ઉત્પાદક મથકોએ હવે આવકો વધવા માંડતાં આજે ૧ લાખ ૬૫થી ૭૦ હજાર ગાંસડી આવકો ઓલ ઈન્ડિયા સ્ટરે આવ્યાના સમાચારો હતા. ગુજરાત બાજુ સ્પોટ પર સંકર-૪ના ભાવો ર.૩૪૫૦૦થી ૩૫૦૦૦ આસપાસ રહ્યા હતા. મહારાષ્ટ્ર બાજુ ભાવો રૃ.૩૨૫૦૦થી ૩૩૦૦૦ આસપાસ રહ્યા હતા. નોર્થ બાજુ નરમાના ભાવો મણના જાતવાર નીચામાં રૃ.૩૨૬૦થી ૩૩૦૦ તથા ઉંચામાં રૃ.૩૪૨૦થી ૩૪૫૦ રહ્યાના સમાચારો હતા. દરમિયાન, મથકોએ આવકો વધવા ઉપરાંત સારા માલો આવતા થયા છે. ભારતના રૃમાં ચીનની માંગ વધી છે અને ૯૧ સેન્ટમાં નિકાસ વેપારો થયા છે. રૃપિયા સામે ડોલરના ભાવો વધી જતાં ભારતના રૃમાં હવે નિકાસમાંગ સારી રહેવાની આશા જાણકારો બતાવતા હતા.ચીનની પૂછપરછો સારી રહી છે. ભારતના સુતર (કોટન યાર્ન)માં પણ ચીન રસ બતાવી રહ્યું હોવાના નિર્દેશો હતા. ઘરઆંગણે મિલો હાલ રૃ.૭થી ૧૫ દિવસ ચાલે એટલો રૃનો સ્ટોક રાખી રહી છે અને હવે પછી મિલો દોઢથી બે મહિના ચાલે એટલો રૃનો સ્ટોક રાખવા પ્રયત્નો કરશે અને તેના પગલે મથકોએ રૃમાં મિલોની ખરીદી પણ વધવાની આશા જાણકારો બતાવી રહ્યા છે.
કપાસના ઉંચા ભાવો મેળવવા તાજેતરમાં સરકાર સમક્ષ માગણી થયા પછી આ પ્રશ્ને દિલ્હીમાં તાજેતરમાં મિટિંગ મળી હતી જેમાં કેન્દ્ર સરકારે ભારતના વિવિધ અગ્રણી પ્રતિનિધિઓ પાસેથી પાક, પુરવઠો, ખેડૂતોની માલ પર પક્કડની સ્થિતિ, માંગ, વપરાશ વિ.ની વિગતો મંગાવી છે. આ પછી સરકાર નિષ્કર્ષ પર આવે એવી શક્યતા છે. જો કે હાલ તુરત કેન્દ્ર સરકાર કપાસના ભાવો વધારવાનો નિર્ણય રાજ્ય સરકાર પર છોડે એવી શક્યતા છે. મહારાષ્ટ્ર સરકાર કદાચ ખેડૂતો માટે વિશિષ્ટ પેકેજ આપે તો નવાઈ નહિં એવું ચર્ચાઈ રહ્યું છે.
ખાદ્યતેલોમાં વિશ્વ બજારમાં કડાકો ઃ ઘરઆંગણે જો કે ડોલર વધતાં આયાત પડતર ઉંચી રહી
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે એરંડા વાયદા બજારમાં ભાવો બેતરફી સાંકડી વધઘટે અથડાતા રહ્યા હતા. મુંબઈ એરંડા માર્ચના ભાવો રૃ.૩૬૪૬ વાળા રૃ.૩૬૫૦ ખુલી નીચામાં રૃ.૩૬૩૬ રહ્યા પછી ઉંચામાં રૃ.૩૬૬૬ રહી છેલ્લે રૃ.૩૬૫૨ રહ્યા હતા. ૬૦ ટનના વેપારો થયા હતા જે શનિવારે ૮૦ ટનના થયા હતા, મુંબઈ હાજર એરંડાના ભાવો રૃ.૪૧૫૦ વાળા રૃ.૪૧૬૦ રહ્યા હતા જયારે દિવેલના હાજર ભાવો રૃ.૨ વધી કોમર્શિયલના રૃ.૮૬૨ તથા એફએસજીના રૃ.૮૭૨ રહ્યા હતા. એરંડાની આવકો આજે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ બાજુ મળીને ૭૫૦૦થી ૭૭૦૦ ગુણી આવી હતી અને ત્યાં મથકોએ હાજર એરંડાના ભાવો ગામડાના રૃ.૮૨૫થી ૮૨૭ રહ્યા હતા. રાજકોટ નવો વાયદો રૃ.૩૬૪૭ ખુલી છેલ્લે રૃ.૩૬૫૦ રહ્યો હતો. હૈદ્રાબાદ બાજુ આજે ૩૫૦૦થી ૩૭૦૦ ગુણીની આવકો વચ્ચે એરંડાના ભાવો રૃ.૩૬૩૦થી ૩૬૪૦ તથા દિવેલના રૃ.૮૧૮થી ૮૨૦ રહ્યા હતા, દરમિયાન, મલેશિયામાં આજે પામતેલનો વાયદો છેલ્લે ૮૬ પોઈન્ટ માઈનસમાં રહ્યાના સમાચારો હતા જયારે શિકાગો સોયાતેલ વાયદાનું પ્રાજેકશન આજે સાંજે ૫૧ પોઈન્ટ નરમ રહ્યું હતું. સયુએસડીએનો સોયા અંગેનો રિપોર્ટ ગયા સપ્તાહના અંત ભાગમાં મંદી દર્શક આવ્યો હતો અને એ વખતે શુક્રવારે ઓવરનાઈટ શિકાગો વાયદો ૮૬ પોઈન્ટ નરમ રહ્યો હતો. અને નરમાઈ આગળ વધી હતી, દરમિયાન, ઈન્દોર સોયાતેલ વાયદો આજે છેલ્લે રૃ.૬૫૦.૬૦ રહ્યો હતો. વિશ્વ બજાર નરમ રહેવા છતાં મુંબઈમાં આજે રૃપિયા સામે ડોલરના ભાવો ઉછળતાં આયાત પડતરો ઉંચી જળવાઈ રહી હતી. મુંબઈ હાજર બજારમાં આજે ભાવો પામતેલના રૃ.૫૮૦, સિંગતેલના રૃ.૮૮૫, સોયાતેલ રિફા.ના રૃ.૬૩૩, સનફલાવરના રૃ.૬૫૦, રિફા.ના રૃ.૭૧૦, કપાસિયા તેલના રૃ.૬૨૦, કોપરેલમાં રૃ.૮૨૦ રહ્યા હતા. મુંબઈ ખોળ બજારમાં આજે ભાવો અથડાતા રહ્યા હતા.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો ભ્રષ્ટાચારનો ઃ બીબીસીનું સર્વેક્ષણ
અમેરિકી વિમાનોને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ બંધ થશે
માનવ જીવનમાં ૫૦ પ્રવૃત્તિઓને ટેકનોલોજીએ તદ્દન બદલી નાખી
ભારતના કેન્દ્રીય પ્રધાનોને મળ્યાનો ISI એજન્ટ ફોઈનો દાવો
ભુટ્ટો પરિવારમાં મતભેદો સર્જાયા હોવાના અહેવાલો
ભારતીય ટીમ ઇતિહાસ રચવાના આત્મવિશ્વાસ સાથે ઓસ્ટ્રેલિયા જવા રવાના
ઓસ્ટ્રેલિયા તેની ભૂમિ પર ૨૬ વર્ષ બાદ ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ હાર્યું
વિવાદિત વર્લ્ડ સિરિઝ હોકી ૨૯મી ફેબુ્રઆરી સુધી સ્થગિત
ઓસ્ટ્રેલિયન સ્પિનર વોર્ન કુકિંગ કરતા દાઝ્યો

નેશનલ ક્રિકેટ એકેડમીના ચેરમેન તરીકે કુમ્બલેએ રાજીનામું આપ્યું

રોશન પરિવારે તેમની ફિલ્મનો મુહૂર્ત શોટ પ્રિયંકા અલ્વા પાસે કરાવ્યો
'તનુ વેડ્સ મનુ'ની સિકવલમાં કંગના રાણાવત ડબલ રોલ ભજવશે
અભય દેઓલ સાથે તેને નહીં પણ તેના પિતાને મતભેદ થયો હોવાનો સોનમનો દાવો
સંજય દત્ત, હૃતિક, નેહા ધૂપિયા, નિખિલ દ્વિવેદી અને મિલન લુથરિયા લપેટમાં
ઔદ્યોગિક મંદી શરૃઃ ૫.૧ ટકા નેગેટીવ આઈઆઈપી પાછળ શેરોમાં કડાકોઃ સેન્સેક્ષ ૩૪૩ પોઈન્ટ તૂટી ૧૫૮૭૦
સોેનામાં આગળ વધતી મંદી ઃ વિશ્વ બજારમાં ૧૭૦૦ ડોલરની સપાટી તૂટી
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ ડેઈલી રિપોર્ટ...
સાંભળ્યું છે કે...
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ
અણ્ણા ઉત્તર પ્રદેશમાં આવી તો જુએ ઃ કોંગ્રેસ નેતા બેનીપ્રસાદ
તીવ્ર પ્રતિભાવ નહીં આપવા રીઝર્વ બેંકને અર્થશાસ્ત્રીઓની સલાહ
ફોર્ચ્યુનની વાર્ષિક યાદીમાં આઈઓસી દેશની સૌથી મોટી કંપની
૨૦મીએ લોકસભામાં બિલ વડા પ્રધાનનું પદ લોકપાલ હેઠળ લાવવા સંકેત
નકારાત્મક ઔદ્યોગિક વિકાસદર ખરેખર ચિંતાનો વિષય ઃ સી.આઈ.આઈ.
સાબરકાંઠા બેંકની મોડાસા શાખાના કર્મચારીઓએ સ્ટેટબેંકમાંથી વધારે આવેલા રૃપિયા ૧૦ લાખ પરત કર્યા
કાઢી મુકાયેલા ટેકનિશિયને બે કારીગરોની હત્યા કરી
લગ્નની ખુશાલીમાં જાનૈયાઓનો ગોળીબાર ઃ કન્યાના કાકાને ઇજા
જમાલપુરમાં ગેરકાયદે બંધાતા ૧૬ ફ્લેટ તોડી પડાયા
સટ્ટાના પૈસા ચૂકવવા ન પડે એટલે બે યુવાનનું અપહરણ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved