Last Update : 13-Dec-2011,Tuesday
 
ઔદ્યોગિક મંદી શરૃઃ ૫.૧ ટકા નેગેટીવ આઈઆઈપી પાછળ શેરોમાં કડાકોઃ સેન્સેક્ષ ૩૪૩ પોઈન્ટ તૂટી ૧૫૮૭૦
 
યુરો ઝોનના દેશોને મૂડી'ઝ ડાઉનગ્રેડ કરશેઃ ડોલર ઉછળીને રૃ.૫૨.૮૪ થયો

ટેલીકોમ કૌભાંડમાં સીબીઆઈની નવી ચાર્જશીટઃ નિફટી ૪૮૦૦ની સપાટી ગુમાવી મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ, ઓઈલ- ગેસ શેરોમાં ગાબડાં
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, સોમવાર
આર્થિક પરિબળો ભારતને ભીંસમાં લાવતા જઈ હવે ઓક્ટોબર ૨૦૧૧ મહિના માટેનો ઔદ્યોગિક ઉત્પાદન વૃધ્ધિનો (આઈઆઈપી) આંક ૫.૧ ટકા નેગેટીવ વૃધ્ધિનો નોંધાતા અને બે વર્ષમાં પ્રથમ વખત ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો થતાં અને ડોલર સામે રૃપિયો સતત નબળો પડી ૫૨.૬૨/૬૩ ની આંબી જતાં તેમજ રાજકીય મોરચે અનિશ્ચિતતા- અસ્થિરતાના વાતાવરણમાં હવે ટેલીકોમ કૌભાંડમાં નવા ફણગાં ફૂંટતા જઈ ૩જી સ્પેકટ્રમ કૌભાંડમાં સીબીઆઈએ નવી ચાર્જશીટ ફાઈલ કરી એસ્સાર ગુ્રપને સપાચામાં લેતા શેરોમાં સાર્વત્રિક ધૂમ વેચવાલીએ સેન્સેક્ષ ૧૬૦૦૦ની અને નિફટી ૪૮૦૦ની સપાટી ગુમાવી દીધી હતી. આઈઆઈપી વૃધ્ધિન નબળા આંક પૂર્વે આજે એશીયાના અન્ય બજારોની મજબૂતી પાછળ મુંબઈ શેરબજારોમાં ટ્રેડીંગનો આરંભ પોઝિટીવ થયો હતો. રૃપિયા સામે ડોલર ઉછળીને રૃ.૫૨.૮૫ થઈ રૃ.૫૨.૭૮/૭૯ની ઊંચાઈએ પહોંચતા આઈટી- સોફટવેર, નિકાસકાર કંપનીઓના ફાયદાના અંદાજોએ આઈટી શેરો વિપ્રો, ઈન્ફોસીસ, ટીસીએસ, ભારતી એરટેલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહિતમાં આર્કષણે સેન્સેક્ષ આગલા બંધ ૧૬૨૧૩.૪૬ સામે ૧૬૩૫૪.૯૬ મથાળે ખુલીને એક તબક્કે ૧૪૬.૮૬ પોઈન્ટ વધીને ઉપરમાં ૧૬૩૬૦.૩૨ સુધી પહોંચ્યો હતો. પરંતુ વધ્યા મથાળે આઈઆઈઆઈના નબળા આંક પાછળ એફઆઈઆઈ- વિદેશી ફંડોની પાવર- કેપિટલ ગુડઝ શેરો એનટીપીસી, લાર્સન, ટાટા પાવર, જયપ્રકાશ એસોસીયેટસ સાથે મેટલ શેરો હિન્દાલ્કો, જિન્દાલ સ્ટીલ, સ્ટરલાઈટ ઈન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલમાં મોટાપાયે વેચવાલી સાથે યુરો ઝોનના દેશોમાં રેટીંગ મૂડીઝ દ્વારા ડાઉન ગ્રેડના સંકેત યુરોપના બજારો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી સહિતમાં હેમરીંગ થતા અને છેલ્લે ટુ-જી કૌભાંડમાં સીબીઆઈએ નવી ચાર્જશીટ ફાઈલ કરતા ભારતી એરટેલ સહિતના ટેલીકોમ શેરોમાં ગાબડાં પડતાં સેન્સેક્ષ જોતજોતામાં વધ્યા મથાળેથી ૪૨૦.૩૬ પોઈન્ટ અને આગલા બંધથી ૩૭૩.૫૦ પોઈન્ટ તૂટીને નીચામાં ૧૫૮૩૯.૯૬ સુધી ખાબકી જઈ અંતે ૩૪૩.૧૧ પોઈન્ટ તૂટીને ૧૫૮૭૦.૩૫ બંધ રહ્યો હતો. આમ સેન્સેક્ષ ૨૫, નવેમ્બર, ૨૦૧૧ના બાદની નીચી સપાટીએ રહ્યો હતો.
નિફટીએ ૪૮૦૦ની સપાટી ગુમાવી નીચામાં ૪૭૫૫ઃ હવે નીચામાં ૪૬૮૫ સર્પોટ
એનએસઈનો નિફટી સ્પોટ ઈન્ડેક્ષ આગલા બંધ ૪૮૭૭.૭૦ સામે ૪૯૦૬.૮૫ ખુલી આરંભમાં આઈટી શેરો વિપ્રો, ઈન્ફોસીસ, ટીસીએસ, એચસીએલ ટેકનોલોજી સહિતમાં આર્કષણે ઉપરમાં ૪૯૧૦.૨૫ સુધી પહોંચ્યો હતો. પરંતુ આ ઉછાળો સવારે પોણા કલાકમાં જ ધોવાઈ જઈ પાવર- કેપિટલ ગુડઝ, મેટલ શેરો, સ્ટેટ બેંક, રિલાયન્સ પીએનબી, ભારતી એરટેલ સહિતમાં ધૂમ વેચવાલીએ એક તબક્કે નીચામાં ૪૭૫૫.૫૫ સુધી ખાબકી જઈ અંતે ૧૦૨.૧૦ પોઈન્ટ તૂટીને ૪૭૬૪.૬૦ બંધ રહ્યો હતો. નિફટી બેઝડ હવે નીચામાં નજીકનું સર્પોટ ૪૬૭૫ હોવાના અને આ લેવલ તૂટતા ૪૫૬૫ સુધીના કડાકાનું ધ્યાન અમુક વર્ગ મૂકી રહ્યો હતો.
નિફટી ૪૭૦૦નો પુટ ૬૬.૫૫થી ઉછળીને ૯૩.૭૦ઃ ૪૫૦૦નો પુટ ૨૮.૮૫થી ઉછળીને ૩૭.૬૦ બોલાયા
ડેરીવેટીવ્ઝમાં નિફટી બેઝડ હેજફંડો એફઆઈઆઈના વધતા હેમરીંગ સાથે આજે નિફટી ડિસેમ્બર ફયુચર ૫૦૯૯૪૦ કોન્ટ્રેક્ટસમાં રૃ.૧૨૨૯૭.૪૮ કરોડના ટર્નઓવરે ૪૮૮૫.૯૦ સામે ૪૯૧૨ ખુલી ઉપરમાં ૪૯૧૫ થઈ નીચામાં ૪૭૬૨ સુધી પટકાઈ અંતે ૪૭૬૯ બોલાતો હતો. નિફટી ૪૭૦૦નો પુટ ૪૮૬૮૫૩ કોન્ટ્રેક્ટસમાં રૃ.૧૧૬૩૧.૬૯ કરોડના ટર્નઓવરે ૬૬.૫૫ સામે ૫૫.૯૦ ખુલી નીચામાં ૫૧.૧૫થી ઉપરમાં ૯૩.૭૦ સુધી જઈ છેલ્લે ૯૧ બોલાતો હતો. નિફટી ૪૫૦૦નો પુટ ૨૮.૮૫ સામે ૨૨ ખુલી નીચામાં ૨૧થી ઉપરમાં ૩૭.૬૦ સુધી જઈ છેલ્લે ૩૬.૫૦ બોલાતો હતો.
બેંક નિફટી ફયુચર ૮૯૪૫ થઈ તૂટીને ૮૫૦૦ઃ ૫૫૦૦નો નિફટી કોલ ૪ થઈ ૧.૮૦
નિફટી ૪૨૦૦ના પુટમાં પણ વધેલા સળવળાટે ૭૫૬૨૫ કોન્ટ્રેક્ટસમાં રૃ.૧૫૯૦.૪૩ કરોડના ટર્નઓવરે ૮ સામે ૬ ખુલી નીચામાં ૪.૫૫થી ઉપરમાં ૮.૫૦ થઈ છેલ્લે ૭.૧૫ બોલાતો હતો. નિફટી ૪૯૦૦નો કોલ ૫૨૫૪૪૦ કોન્ટ્રેક્ટસમાં રૃ.૧૩૦૯૧.૯૪ કરોડના ટર્નઓવરે ૧૨૨.૨૦ સામે ૧૩૨ ખુલી ઉપરમાં ૧૩૬.૪૦ થઈ નીચામાં ૫૯ સુધી ગબડી જઈ છેલ્લે ૬૩ બોલાતો હતો. નિફટી ૫૦૦૦નો કોલ ૭૮.૫૫ સામે ૮૫ ખુલી ઉપરમાં ૯૦થી નીચામાં ૩૨.૮૫ સુધી જઈ છેલ્લે ૩૫.૪૦ બોલાતો હતો. નિફટી ૫૫૦૦નો કોલ ૩.૫૦ સામે ૪ ખુલી ઉપરમાં ૪.૫૦ થઈ નીચામાં ૧.૬૫ સુધી જઈને છેલ્લે ૧.૭૦ બોલાતો હતો. બેંક નિફટી ડિસેમ્બર ફયુચર ૮૮૪૩.૨૫ સામે ૮૯૦૦ ખુલી ઉપરમાં ૮૯૪૫.૭૫ થઈ નીચામાં ૮૫૦૦ સુધી ગબડી છેલ્લે ૮૫૦૧.૨૦ હતો.
ઔદ્યોગિક ઉત્પાદન વૃધ્ધિ ઓક્ટોબરમાં ૫.૧ ટકા નેગેટીવઃ મોટી મંદીના એંધાણે શેરોમાં ગાબડાં
ઔદ્યોગિક ઉત્પાદન વૃધ્ધિનો (આઈઆઈપી) આંક ઓક્ટોબર ૨૦૧૦ના ૧૧.૩ ટકાની વૃધ્ધિની તુલનાએ ઓક્ટોબર ૨૦૧૧માં નેગેટીવ ૫.૧ ટકા અત્યંત નબળો જાહેર થતાં જૂન ૨૦૦૯ના ૧.૮ ટકા નેગેટીવ બાદ પ્રથમ વખત નેગેટીવ નોંધાતા આજે શેરોમાં સાર્વત્રિક કડાકો બોલાયો હતો. મેન્યુફેકચરીંગ ક્ષેત્રે વૃધ્ધિ ૨.૪ ટકાની પોઝિટીવ વૃધ્ધિની તુલનાએ ૬ ટકા નેગેટીવ, માઈનીંગ ઉત્પાદન વૃધ્ધિ ૫.૬ ટકાની તુલનાએ ૭.૨ ટકા ઘટાડો નોંધાયો છે.
ડોલર રૃ.૫૨.૭૮ની ઊંચાઈએઃ ક્રુડ આયાત બિલ વધશેઃ રિઝર્વ બેંક સીઆરઆર નહીં ઘટાડે?
આઈઆઈપી વૃધ્ધિના નબળા આંક સાથે હવે રૃપિયા સામે ડોલર ફરી તેજીના નવા રાઉન્ડમાં એફઆઈઆઈ શેરોમાં વેચવાલી વચ્ચે રૃ.૫૨.૮૫ થઈ છેલ્લે ૫૨.૭૮ રહેતા હવે ક્રુડ ઓઈલ બિલમાં ફરી મોટી વૃધ્ધિ સાથે કાચામાલોની આયાત મોંઘી બનવાના જોખમે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા શુક્રવારે સીઆરઆરમાં ઘટાડાની શક્યતા ઓછી થતાં બેંકિંગ, મેટલ, ઓટો, પાવર શેરોમાં ગાબડાં પડયા હતા.
મેન્યુફેકચરીંગ ક્ષેત્રે ૬ ટકા નેગેટીવ વૃધ્ધિઃ મેટલ ઈન્ડેક્ષમાં ૪૩૨ પોઈન્ટનું ગાબડું ઃ જિન્દાલ શેરોમાં કડાકો
આઈઆઈપી વૃધત્ધિ નેગેટીવ નોંધાતા એમાં મેન્યુફેકચરીંગ ક્ષેત્રે ૬ ટકાની નેગેટીવ વૃધ્ધિ અને ડોલરની મજબૂતીએ કાચામાલના ભાવ વધવાના વિપરીત પરિબળો સાથે યુરો ઝોનના દેશોના રેટીંગને મૂડી'ઝ દ્વારા ડાઉનગ્રેડની ચેતવણીએ લંડન મેટલ એક્ષચેન્જમાં નરમાઈ પાછળ મેટલ શેરોમાં ફંડો ધૂમ વેચવાલી રહ્યા હતા. હિન્દાલ્કો રૃ.૮.૪૦ તૂટીને રૃ.૧૨૩.૫૫, જિન્દાલ સ્ટીલ રૃ.૨૭.૩૦ તૂટીને રૃ.૫૦૩.૫૦, સ્ટરલાઈટ ઈન્ડસ્ટ્રીઝ રૃ.૩.૨૦ તૂટીને રૃ.૯૮.૨૦, ટાટા સ્ટીલ રૃ.૧૨.૫૦ તૂટીને રૃ.૩૮૫.૭૫, જેએસડબલ્યુ સ્ટીલ રૃ.૩૫.૬૫ તૂટીને રૃ.૫૫૧.૮૫, એનએમડીસી રૃ.૮.૦૫ ઘટીને રૃ.૧૬૯.૧૫, સેસાગોવા રૃ.૩.૪૦ ઘટીને રૃ.૧૭૧.૬૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્ષ ૪૩૧.૫૮ પોઈન્ટ તૂટીને ૯૯૮૮.૭૨ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ ઉત્પાદનમાં ૨૫.૫ ટકા ઘટાડોઃ અરીવા, બીજીઆર, એબીબી, પુંજલોઈડ તૂટયા
કેપિટલ ગુડઝ ક્ષેત્રે ઓક્ટોબર ૨૦૧૧માં ઉત્પાદનમાં ઓક્ટોબર ૨૦૧૦ની તુલનાએ ૨૫.૫ ટકાનો ઘટાડો- નેગેટીવ વૃધ્ધિ નોંધાતા કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોની ઓલરાઉન્ડ વેચવાલી નીકળી હતી. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્ષ ૨૨૯.૪૦ પોઈન્ટ તૂટીને ૯૧૬૫.૪૭ રહ્યો હતો. બીજીઆર એનર્જી રૃ.૧૫.૯૫ તૂટીને રૃ.૨૨૧.૪૦, અરીવા ટી એન્ડ ડી રૃ.૧૦.૭૫ તૂટીને રૃ.૧૮૯.૯૫, પુંજ લોઈડ રૃ.૨.૪૦ તૂટીને રૃ.૪૫.૨૦, લક્ષ્મી મશીન રૃ.૭૮.૨૦ ઘટીને રૃ.૧૬૫૦.૧૦, બીઈએમએલ રૃ.૨૦.૫૫ ઘટીને રૃ.૪૮૪.૧૫, ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ રૃ.૪.૫૫ ઘટીને રૃ.૧૨૧.૨૫, લાર્સન રૃ.૩૨.૧૫ ઘટીને રૃ.૧૧૯૪.૮૫, ભેલ રૃ.૬.૫૫ ઘટીને રૃ.૨૫૭.૫૫, સિમેન્સ રૃ.૯.૦૫ ઘટીને રૃ.૬૮૦.૬૫ રહ્યા હતા.
ટાટા પાવર રૃ.૬ તૂટીને રૃ.૮૯, પીટીસી રૃ.૪૬, જીએમઆર ઈન્ફ્રા. રૃ.૧૮, એબીબી રૃ.૫૮૭
પાવર શેરોમાં ટાટા પાવર રૃ.૬.૧૫ તૂટીને રૃ.૮૯.૧૦, લેન્કો ઈન્ફ્રા. રૃ.૧૦.૯૫, પીટીસી ઈન્ડિયા રૃ.૧.૮૫ તૂટીને રૃ.૪૬.૮૫, જીએમઆર ઈન્ફ્રા. રૃ.૧૮.૦૫, ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ રૃ.૪.૫૫ ઘટીને રૃ.૧૨૧.૨૫, એબીબી રૃ.૧૯.૪૦ ઘટીને રૃ.૫૮૬.૭૦, રિલાયન્સ પાવર રૃ.૨.૭૦ ઘટીને રૃ.૮૧.૮૫, સુઝલોન એનર્જી રૃ.૨૧.૭૦, જેએસડબલ્યુ એનર્જી રૃ.૪૨.૩૫, એનએચપીસી રૃ.૨૧.૫૫, અદાણી પાવર રૃ.૧.૪૦ ઘટીને રૃ.૭૨.૯૫, એનટીપીસી રૃ.૩ ઘટીને રૃ.૧૬૩.૧૫, રિલાયન્સ ઈન્ફ્રા. રૃ.૨.૭૫ ઘટીને રૃ.૩૮૫.૧૫, આરઈસી રૃ.૧૩.૨૦ તૂટીને રૃ.૧૭૧.૭૫, પાવર ફાઈનાન્સ રૃ.૧૩.૩૦ ઘટીને રૃ.૧૪૯.૨૫, એનએચપીસી રૃ.૨૧.૫૫ રહ્યા હતા.
ઔદ્યોગિક મંદીની શરૃઆતે હવે લોન ડીફોલ્ટરો વધશેઃ સ્ટેટ બેંક, આઈડીબીઆઈ, આઈસીઆઈસીઆઈ તૂટયા
ઔદ્યોગિક મહામંદીના એંધાણે હવે કોર્પોરેટ ક્ષેત્રે લોન ડીફોલ્ટરોની સંખ્યા વધવાના અને બેંકોની એનપીએમાં વર્ષ ૨૦૧૨માં જંગી વધારો થવાની શક્યતાએ બેંકિંગ શેરોમાં ફંડો- ઈન્વેસ્ટરોની ધૂમ વેચવાલી થઈ હતી. સ્ટેટ બેંક રૃ.૯૦.૮૫ તૂટીને રૃ.૧૭૭૩.૧૦, આઈડીબીઆઈ બેંક રૃ.૪.૨૦ તૂટીને રૃ.૮૮.૫૦, યુનીયન બેંક રૃ.૭.૯૫ ઘટીને રૃ.૨૦૬.૦૫, આઈસીઆઈસીઆઈ બેંક રૃ.૨૩.૯૫ તૂટીને રૃ.૭૦૭.૬૦, એચડીએફસી બેંક રૃ.૧૨.૯૦ ઘટીને રૃ.૪૩૧.૯૦, પીએનબી રૃ.૨૬.૭૦ ઘટીને રૃ.૮૯૯.૩૦, કેનરા બેંક રૃ.૧૧.૯૦ ઘટીને રૃ.૪૨૦.૩૫, બેંક ઓફ ઈન્ડિયા રૃ.૮.૧૦ ઘટીને રૃ.૩૨૯.૨૫, એકસીસ બેંક રૃ.૨૧.૩૫ ઘટીને રૃ.૯૭૦.૧૦, અલ્હાબાદ બેંક રૃ.૬.૬૫ ઘટીને રૃ.૧૫૦.૮૫ રહ્યા હતા.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૃ.૨૮ તૂટીને રૃ.૭૨૭ઃ ટુ-જી કૌભાંડમાં સીબીઆઈની નવી ચાર્જશીટઃ એસ્સાર ઓઈલ રૃ.૭ તૂટયો
ઓઈલ- ગેસ શેરોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ડાઉનગ્રેડ સાથે રૃ.૨૭.૫૫ તૂટીને રૃ.૭૨૭.૯૦, ટુ-જી સ્પેકટ્રમ કૌભાંડમાં સીબીઆઈએ નવી ચાર્જશીટ ફાઈલ કરી એસ્સાર ગુ્રપને સપાટામાં લેતાં અસ્સાર ઓઈલ રૃ.૭.૩૦ તૂટીને રૃ.૫૯.૭૫, પેટ્રોનેટ એલએનજી રૃ.૫.૫૫ ઘટીને રૃ.૧૫૩.૩૫, ઓઈલ ઈન્ડિયા રૃ.૩૬.૩૫ ઘટીને રૃ.૧૧૪૯.૨૫, એચપીસીએલ રૃ.૮.૧૫ ઘટીને રૃ.૨૮૫.૭૦, બીપીસીએલ રૃ.૧૨.૯૦ ઘટીને રૃ.૫૪૦.૨૫, કેઈર્ન ઈન્ડિયા રૃ.૫.૮૫ ઘટીને રૃ.૩૦૧.૮૫ રહ્યા હતા.
ડોલર રૃ.૫૨.૮૪ થઈ રૃ.૫૨.૭૮, આઈટી શેરોમાં આર્કષણઃ વિપ્રો, ઈન્ફોસીસ, ટીસીએસ વધ્યા
રૃપિયા સામે ડોલર ઉછળીને રૃ.૫૨.૮૪ થઈ અંતે રૃ.૫૨.૭૮ રહેતાં આઈટી- સોફટવેર શેરોમાં આર્કષણે વિપ્રો રૃ.૧૦.૩૫ વધીને રૃ.૪૧૪.૫૫, ઈન્ફોસીસ રૃ.૨૫.૧૦ વધીને રૃ.૨૭૩૧.૨૫, ટીસીએસ રૃ.૮.૨૦ વધીને રૃ.૧૧૭૯,૯૦, એચસીએલ ટેકનો રૃ.૨.૫૦ વધીને રૃ.૪૧૦.૫૫, પટની કોમ્પ્યુટર રૃ.૨.૩૫ વધીને રૃ.૪૪૭.૯૫ રહ્યા હતા.
ઔદ્યોગિક મંદીએ ઓટો શેરોમાં ગાબડાં ઃ અપોલો ટાયર્સ, ભારત ફોર્જ, મારૃતી, બજાજ તૂટયા
મોટી ઔદ્યોગિક મંદીના એંધાણે ઓટો શેરોમાં પણ વેચવાલીએ અપોલો ટાયર્સ રૃ.૪.૫૦ તૂટીને રૃ.૬૦.૯૫, ભારત ફોર્જ રૃ.૯.૮૫ તૂટીને રૃ.૨૫૩.૧૦, હીરો મોટોકોર્પ રૃ.૫૮.૪૫ ઘટીને રૃ.૧૯૭૪.૬૫, ટાટા મોટર્સ રૃ.૫.૨૦ ઘટીને રૃ.૧૭૭.૭૫, મહિન્દ્રા રૃ.૧૯.૭૦ ઘટીને રૃ.૬૮૪.૦૫, મારૃતી રૃ.૨૭.૪૫ ઘટીને રૃ.૯૫૮.૨૫, બજાજ ઓટો રૃ.૪૧ ઘટીને રૃ.૧૬૩૨.૩૦ રહ્યા હતા.
એફઆઈઆઈની રૃ.૪૨૮ કરોડની વેચવાલીઃ ૨૪૧ શેરોમાં મંદીની સર્કિટઃ ૧૯૪૩ શેરો ઘટયા
એફઆઈઆઈ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે સોમવારે કેશ સેગ્મેન્ટમાં રૃ.૪૨૮.૩૦ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃ.૧૫૨૨.૦૮ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃ.૧૯૫૦.૩૮ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. જ્યારે ડીઆઈઆઈ- સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃ.૧૬૬.૨૯ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૬૨ સ્ક્રીપમાંથી ઘટનારની સંખ્યા ૧૯૪૩ અને વધનારની ૭૯૮ રહી હતી. ૨૪૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૨૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ હતી.
યુરોપમાં ૨૫થી ૯૧ પોઈન્ટની નરમાઈઃ મૂડીઝ યુરોપના દેશોના રેટીંગ ડાઉનગ્રેડ કરશે
શેરોમાં ધૂમ વેચવાલીએ આજે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓના શેરોમાં રોકાણકારોની સંપત્તિ- માર્કેટ કેપિટલાઈઝેશનમાં વધુ રૃ.૧.૧૭ લાખ કરોડનું ધોવાણ થઈ અંતે રૃ.૫૫.૭૦ લાખ કરોડ માર્કેટ કેપ. રહ્યું હતું. એશીયાના અન્ય દેશોના બજારોમાં જાપાનનો નિક્કી ઈન્ડેક્ષ ૧૧૭.૩૬ પોઈન્ટ વધીને ૧૮૬૫૩.૮૨, હોંગકોંગનો હેંગસેંગ ૧૦.૫૭ પોઈન્ટ ઘટીને ૧૮૫૭૫.૭૦, ચીનનો સાંઘાઈ કોમ્પોઝિટ ૨૩.૭૨ પોઈન્ટ ઘટીને ૨૨૯૧.૫૪, તાઈવાન ૫૫.૭૪ પોઈન્ટ વધીને ૬૯૪૯.૦૪ રહ્યા હતા. યુરોપમાં ૨૫થી ૯૧ પોઈન્ટની નરમાઈ હતી.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો ભ્રષ્ટાચારનો ઃ બીબીસીનું સર્વેક્ષણ
અમેરિકી વિમાનોને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ બંધ થશે
માનવ જીવનમાં ૫૦ પ્રવૃત્તિઓને ટેકનોલોજીએ તદ્દન બદલી નાખી
ભારતના કેન્દ્રીય પ્રધાનોને મળ્યાનો ISI એજન્ટ ફોઈનો દાવો
ભુટ્ટો પરિવારમાં મતભેદો સર્જાયા હોવાના અહેવાલો
ભારતીય ટીમ ઇતિહાસ રચવાના આત્મવિશ્વાસ સાથે ઓસ્ટ્રેલિયા જવા રવાના
ઓસ્ટ્રેલિયા તેની ભૂમિ પર ૨૬ વર્ષ બાદ ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ હાર્યું
વિવાદિત વર્લ્ડ સિરિઝ હોકી ૨૯મી ફેબુ્રઆરી સુધી સ્થગિત
ઓસ્ટ્રેલિયન સ્પિનર વોર્ન કુકિંગ કરતા દાઝ્યો

નેશનલ ક્રિકેટ એકેડમીના ચેરમેન તરીકે કુમ્બલેએ રાજીનામું આપ્યું

રોશન પરિવારે તેમની ફિલ્મનો મુહૂર્ત શોટ પ્રિયંકા અલ્વા પાસે કરાવ્યો
'તનુ વેડ્સ મનુ'ની સિકવલમાં કંગના રાણાવત ડબલ રોલ ભજવશે
અભય દેઓલ સાથે તેને નહીં પણ તેના પિતાને મતભેદ થયો હોવાનો સોનમનો દાવો
સંજય દત્ત, હૃતિક, નેહા ધૂપિયા, નિખિલ દ્વિવેદી અને મિલન લુથરિયા લપેટમાં
ઔદ્યોગિક મંદી શરૃઃ ૫.૧ ટકા નેગેટીવ આઈઆઈપી પાછળ શેરોમાં કડાકોઃ સેન્સેક્ષ ૩૪૩ પોઈન્ટ તૂટી ૧૫૮૭૦
સોેનામાં આગળ વધતી મંદી ઃ વિશ્વ બજારમાં ૧૭૦૦ ડોલરની સપાટી તૂટી
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ ડેઈલી રિપોર્ટ...
સાંભળ્યું છે કે...
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ
અણ્ણા ઉત્તર પ્રદેશમાં આવી તો જુએ ઃ કોંગ્રેસ નેતા બેનીપ્રસાદ
તીવ્ર પ્રતિભાવ નહીં આપવા રીઝર્વ બેંકને અર્થશાસ્ત્રીઓની સલાહ
ફોર્ચ્યુનની વાર્ષિક યાદીમાં આઈઓસી દેશની સૌથી મોટી કંપની
૨૦મીએ લોકસભામાં બિલ વડા પ્રધાનનું પદ લોકપાલ હેઠળ લાવવા સંકેત
નકારાત્મક ઔદ્યોગિક વિકાસદર ખરેખર ચિંતાનો વિષય ઃ સી.આઈ.આઈ.
સાબરકાંઠા બેંકની મોડાસા શાખાના કર્મચારીઓએ સ્ટેટબેંકમાંથી વધારે આવેલા રૃપિયા ૧૦ લાખ પરત કર્યા
કાઢી મુકાયેલા ટેકનિશિયને બે કારીગરોની હત્યા કરી
લગ્નની ખુશાલીમાં જાનૈયાઓનો ગોળીબાર ઃ કન્યાના કાકાને ઇજા
જમાલપુરમાં ગેરકાયદે બંધાતા ૧૬ ફ્લેટ તોડી પડાયા
સટ્ટાના પૈસા ચૂકવવા ન પડે એટલે બે યુવાનનું અપહરણ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved