Last Update : 13-Dec-2011,Tuesday
 

અઠવાડિક ભવિષ્ય તા. ૧૧-૧૨-૨૦૧૧ રવિવારથી તા.૧૭ -૧૨-૨૦૧૧ શનિવાર સુધી

મેષ (અ. લ. ઇ.)
આપે આ સપ્તાહ શાંતિથી પસાર કરી લેવું જરૂરી રહેશે. શારીરિક માનસિક અસ્વસ્થતા, આકસ્મિક ચંિતા ઉપાધિથી, વાહનથી સંભાળવું પડે. પુત્ર- પૌત્રાદિકના પ્રશ્નમાં, શેરોના કામકાજમાં, નાણાંકીય પ્રશ્નમાં તેમજ સરકારી, રાજકીય, કાનુની પ્રશ્નમાં, નોકરી- ધંધામાં નાની મોટી કોઈ ને કોઈ ચંિતા- ઉપાધિ- ખર્ચ દોડધામમાં સંભાળવું તા. ૧૧ ડિસે. રવિ- સગા- સંબંધી મિત્રવર્ગને મળવાનું થાય, બહાર જવાનું થાય, ૧૨ સોમ- નોકરી- ધંધાના કામની વ્યસ્તતા ચંિતા રહે, ૧૩ મંગળ- બપોર પછી ચંિતા- ઉશ્કેરાટ, બેચેની અનુભવો, ૧૪ બુધ - આકસ્મિક ચંિતા ઉપાધિ- પરેશાની, ૧૫ ગુરૂ- તન, મન, ધન, વાહનથી, ચંિતા ઉપાધિથી શાંતિ જણાય નહીં, ૧૬ શુક્ર- આજનો દિવસ આપે શાંતિથી પસાર કરવો પડે, ૧૭ શનિ- ચંિતા- વ્યથા મુશ્કેલી હળવી થવાની શરુઆત થાય.

 

વૃષભ (બ. વ. ઉ.)
તા. ૧૬ ડિસેમ્બરથી ધનારક- કમુરતાની શરુઆત થશે આપને આ સપ્તાહ જેમ જેમ પસાર થાય તેમ તેમ હૃદય- મનની વ્યગ્રતા, ચંિતા, શારીરિક, માનસિક અસ્વસ્થતા અનુભવાય, શરદી- કફ- ખાંસી અસ્થમા શ્વાસની તકલીફ, બી.પી.ની વધઘટથી સંભાળવું પડે. મકાન, જમીન, ઘર, પરિવાર, વાહનના પ્રશ્નમાં ચંિતા, ખર્ચ, દોડધામ અનુભવાય. વિવાદજન્ય પ્રશ્નમાં, સરકારી, રાજકીય, ખાતાકીય, કાનૂની પ્રશ્નમાં સંભાળવું જેમનો ધંધો, મકાન બાંધકામ, જમીનનો, ઘઉં, અનાજ, તેલ, કઠોળ, શાકભાજી, દૂધ, મીઠાઈનો હોય તેમને ધંધાકીય રીતે નાણાંકીય રીતે મુંઝવણ વધતી જાય.તા. ૧૧ ડિસે. રવિ- વિલંબમાં પડેલ કામ ઉકેલાય, ૧૨ સોમ- નોકરી- ધંધાના કામની વ્યસ્તતા રહે, ૧૩ મંગળ - કામકાજમાં ઘ્યાન આપી શકો, ૧૪ બુધ- ધર્મકાર્ય થાય, આત્મસ્ફૂરણા થાય, ૧૫ ગુરૂ- બજારોની વધઘટમાં ઘ્યાન રાખવું, ૧૬ શુક્ર- આકસ્મિક ચંિતા- ઉપાધિ, ૧૭ શનિ હૃદય-મનને શાંતિ, રાહત જણાય નહીં.

 

મિથુન (ક. છ. ઘ.)
આપના રોજીંદા કામકાજમાં તેમજ અન્ય વધારાના કામમાં ઘ્યાન આપી શકો. સગા- સંબંધી મિત્રવર્ગના કામની ચંિતા, દોડધામમાં રાહત હળવાશ અનુભવો, પુત્ર- પૌત્રાદિકના, પત્નીના કામમાં ઘ્યાન આપી શકો પરદેશમાં રહેતા સગા- સંબંધી, પુત્ર- પૌત્રાદિકને મળવાનું થાય, અથવા તેમના આગમનના સમાચારથી આનંદ અનુભવાય. ધંધામાં વધારો થાય, આવક થાય, સિઝનલ ધંધામાં સાનુકૂળતા રહે, નોકરીમાં યશ, સફળતા મળે, ઉપરી અધિકારી, સહકાર્યકરથી ચંિતા, મુંઝવણ ઓછી થાય, સ્થળ, ફેરફારી, બઢતીના પ્રયત્નોમાં સાનુકૂળ, તા. ૧૧ ડિસે. રવિ- વિચારોની દ્વિધા રહે, ૧૨ સોમ- નોકરી- ધંધાનું કામ ચંિતા રખાવે, ૧૩ મંગળ- જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ હળવાશ થતી જાય, ૧૪ બુધ - આનંદ ઉત્સાહ રહે, ધર્મકાર્ય થાય, ૧૫ ગુરૂ- નોકરી- ધંધાના કામમાં ફાયદો, લાભ જણાય, ૧૬ શુક્ર- વિવાદ, આક્ષેપ, અપયશથી સંભાળવું, ૧૭ શનિ- યાત્રા- પ્રવાસ, મુલાકાત, બહાર જવાનું થાય.

 

કર્ક (ડ. હ.)
આપની ચંિતા- વ્યથામાં હળવાશ, રાહત અનુભવતા જાવ. પુત્ર- પૌત્રાદિકની ચંિતા ઉકેલાય શેરોના નોકરી- ધંધાના, ઘર પરિવારના કામમાં ઘ્યાન આપી શકો પરંતુ સંયુક્ત પરિવાર, કુટુંબના મકાન, મીલ્કત, ધંધાના પ્રશ્નમાં, મિત્રવર્ગના વ્યવહાર, સંબંધમાં, નિકટતામાં ચંિતા- મુશ્કેલીની શરુઆત થતી જણાય. સાંસારિક જીવનમાં ચંિતા, વિવાદ- બીમારીના કારણે હૃદય મનને ઉદ્વેગ રહે, સ્થળ- સ્થાનની ફેરફારીના સંજોગો સર્જાતા જાય જેમને દેવાની પરિસ્થિતિ હોય તેમને શનિની નાની પનોતીની પ્રતિકૂળ અસરોથી મુંઝવણ મુશ્કેલી વધતી જાય. તા. ૧૧ ડિસે રવિ- ચંિતા, વધારાનો ખર્ચ, ૧૨ સોમ- નોકરી- ધંધાના કામમાં માનસિક પરિતાપ રહે, ૧૩ મંગળ- વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપવું પડે, ૧૪ બુધ- રોજીંદા કામકાજમાં ધર્મકાર્યમાં ઘ્યાન આપી શકો, ૧૫ ગુરૂ આનંદ રહે, હૃદય- મનની પ્રસન્નતા રહે, ૧૬ શુક્ર- ઉતાવળિયો કોઈ નિર્ણય કરવો નહીં, ૧૭ ચંિતા- વ્યથા હળવી થાય, કામકાજમાં રાહત રહે.

 

સંિહ (મ. ટ.)
આપે આ સપ્તાહ શાંતિથી પસાર કરી લેવું નોકરી- ધંધાના, ઘર- પરિવારના, મકાન, જામીન, વાહનના પ્રશ્નમાં ઉતાવળિયો કોઈ નિર્ણય કરવો નહીં. ગુસ્સો કરવો નહીં. સીઝનલ બીમારીથી, વાયરલ ઇન્ફેક્શન, ચક્કર, વર્ટીગોથી સંભાળવું, ધર્મકાર્ય, વ્યવહારિક, સામાજિક, કૌટુંબિક કામ કરો પરંતુ એકાગ્રતા જળવાય નહીં, કામ કરવા ખાતર કરતા હોવ તેમ લાગે, માતા પિતા, સાસુ- સસરાને, વડીલ વર્ગને બીમારી- ચંિતાનું આવરણ આવ જાય. નોકરીમાં જવાબદારીવાળા કામની ચંિતા, આકસ્મિક ઉપાધિના કારણે આપ શાંતિથી ઉંઘી શકો નહીં. તા. ૧૧ ડિસે રવિ. - પુત્ર- પૌત્રાદિકના કામમાં ઘ્યાન આપી શકો, ૧૨ સોમ- નોકરી ધંધાના કામની વ્યસ્તતા રહે, ૧૩ મંગળ- સાંજ પછી ચંિતા વ્યગ્રતા, ૧૪ બુધ - નોકરી- ધંધામાં ચંિતા- વ્યગ્રતા ઉચાટ જણાય, ૧૫ ગુરૂ- તન- મન- ધન વાહનથી સંભાળવું, ૧૬ શુક્ર - મૌન રાખી, શાંતિથી દિવસ પસાર કરવો, ૧૭ શનિ- હૃદય-મનની વ્યગ્રતા ઓછી થાય, શાંતિ જણાય.

 

કન્યા (પ. ઠ. ણ.)
તા. ૧૬ ડિસેમ્બરથી ધન સક્રાંતિનો પ્રારંભ થતા આપને આગામી ત્રીસ દિવસ આધિ વ્યાધિ ઉપાધિના જણાય એક ચંિતા- મુંઝવણ મુશ્કેલી હોય એટલામાં અન્ય ચંિતા- મુંઝવણ, મુશ્કેલી આવી જાય. નોકરી- ધંધાના ઘર, પરિવાર, મકાન, મિલ્કતના કુટુંબના પ્રશ્નમાં, સરકારી રાજકીય, કાનૂની પ્રશ્નમાં, પોલીસ કાર્યવાહીમાં માલિક ભાડુઆતના પ્રશ્નમાં, ધર્મસંસ્થા કે સામાજિક ટ્રસ્ટના જવાબદારીવાળા કામમાં આપ મુશ્કેલી અનુભવતા હોવ તેમ લાગે, ઇર્ષા, અદેખાઈ ખટપટ વિવાદ કરનાર આપને પરેશાન કરવાનો પ્રયત્ન કરે, આપ પરેશાની ભોગવો પરંતુ છેવટે તમારો વિજય થાય.ેતા. ૧૧ ડિસે., રવિ- હૃદય-મન વ્યગ્ર રહ્યા કરે, ૧૨ સોમ- નોકરી- ધંધાના ઘર- પરિવારના પ્રશ્નમાં જાગૃતિ રાખવી, ૧૩ મંગળ- બપોર પછી હળવાશ, રાહત થતા જાય, ૧૪ બુધ- હળવાશ રાહત અનુભવો, કામ ઉકેલાય, ૧૫ ગુરૂ- કામકાજમાં સાનુકૂળતા, પ્રગતિ, ૧૬ શુક્ર- ધન સંક્રાંતિનો પ્રારંભ ચંિતા- ઉચાટ રખાવે, ૧૭ શનિ આકસ્મિક ખર્ચ- ચંિતા બંધન દોડધામ જણાય.

 

તુલા (ર. ત.)
આપના કામની સફળતા પ્રગતિથી આનંદ અનુભવો, ધર્મકાર્ય, આત્મસ્ફૂરણા, આઘ્યાત્મિકતામાં વધારો થાય, દેશ- પરદેશના કામકાજમાં નોકરી ધંધાના કામમાં પ્રગતિ જણાય, ધંધામાં આવક થાય, સીઝનલ ધંધો મેળવવામાં, કમિશન, કન્સલ્ટન્સીના કામમાં સાનુકૂળતા રહે, રસકસના અનાજ, કરિયાણાના તેલના ખાણીપીણીના મોજશોખને લગતી ચીજવસ્તુઓમાં, કાગળ, કાપડ પ્રિન્ટીગના ધંધામાં આવક થાય, નાણાં છૂટા થાય, પરંતુ કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં, કાન ભંભેરણીથી કાચા કાનથી તમે પોતે મુશ્કેલીમાં મુકાવ તા. ૧૧ ડિસે.રવિ કામકાજમાં સાનુકૂળતા, પ્રવાસ, મુલાકાતથી આનંદ, ૧૨ સોમ- નોકરી- ધંધાના કામમાં પરદેશના બહારગામના કામમાં ઘ્યાન આપી શકો, ૧૩ મંગળ - યશ- સફળતા મળે, ૧૪ બુધ - ધર્મકાર્ય, આત્મસ્ફૂરણા, હૃદય- મનની પ્રસન્નતા રહે, ૧૫ ગુરૂ- નોકરી- ધંધાના કામમાં ઘ્યાન રાખવું, ૧૬ શુક્ર- બેંકના નાણાંની લેવડદેવડના કુટુંબ પરિવારના કામમાં જાગૃતિ રાખવી ૧૭ શનિ યશ- સફળતા, ફાયદો લાભ જણાય.

 

વૃશ્ચિક (ન. ય.)
આપની રાશિમાંથી સૂર્ય ૧૬મીએ ધન રાશિમાં પ્રવેશતા ધનારક કમુરતાની શરુઆત થશે અને શનિનીની મોટી પનોતીની પ્રતિકૂળ અસરોમાં આપને નોકરી- ધંધાના ઘર, પરિવાર, કુટુંબના પ્રશ્નમાં, સરકારી, રાજકીય, કાનુની પ્રશ્નમાં, નાણાંકીય પ્રશ્નમાં, દેવાની પરિસ્થિતિમાં દિવસ ઉગે ને એમ થાય કે આજનો દિવસ કેવો પસાર થશે ? આરોગ્યની અસ્વસ્થતા, સુસ્તી- બેચેની અનંિદ્રાના કારણે તમારા રોજીંદા કામકાજમાં વધારાના કામકાજમાં રૂકાવટ, મુશ્કેલી અનુભવો, સંતાનના વિદ્યા-ભણતર, વિવાહ લગ્નના પ્રશ્નમાં, સરકારી નોકરી હોય તેમણે ફરજ નિષ્ઠામાં ગાફેલ રહેવું નહીં. તા. ૧૧ ડિસે. રવિ- શારીરિક માનસિક વ્યથા, પીડા, ૧૨ સોમ આકસ્મિક ચંિતા ઉપાધિ પીડા, ૧૩ મંગળ- શાંતિ રાહત જણાય નહીં, ૧૪ બુધ - હળવાશ- રાહત છતાં બેચેની અનુભવો, ૧૫ ગુરૂ- યાત્રા પ્રવાસ મુલાકાતમાં નોકરી ધંધામાં ચંિતા- મુશ્કેલી છતાં કામ ઉકેલાય ૧૬ શુક્ર- આજથી ધનારક કમુરતા શરૂ થવાથી નાણાંકીય પ્રશ્નમાં સંભાળવું, ઘ્યાન રાખવું, ૧૭ શનિ- નોકરી- ધંધામાં ઘ્યાન આપી શકો, સિઝનલ ધંધો- આવક થાય.

 

ધન (ભ. ધ. ફ. ઢ.)
તા. ૧૬ ડિસેમ્બરથી સૂર્ય ધનરાશિમાં પ્રવેશતા આપને દેશ- પરદેશમા રહેતા સગા- સંબંધી મિત્રવર્ગના પ્રશ્ને ચંિતા- ખર્ચ વ્યસ્તતામાં વધારો થાય, પોતાના રોજીંદા કામમાં રૂકાવટ- મુશ્કેલી અનુભવો કારણ વગરનો ઉશ્કેરાટ- ગુસ્સો આવી જાય. વિવાહ- લગ્નના પ્રશ્નમાં, સામાજિક પ્રશ્નમાં ઘર- પરિવારમાં આપને ચંિતા- મુંઝવણ રહે. પરંતુ આકસ્મિક અશક્ય કામ શક્ય બનવાના સંજોગો સર્જાય. નોકરી- ધંધાના કામમાં વ્યસ્તતા છતાં સફળતા- પ્રગતિ જણાય, માન- સન્માન મેળવી શકો. ઉશ્કેરાટ- ગુસ્સો કરવો નહીં, તા. ૧૧ ડિસે. રવિ- પત્ની સંતાન, પરિવારના કામની વ્યસ્તતા રહે, ૧૨ સોમ - નોકરી- ધંધાના કામમાં ઘ્યાન આપી શકો, ૧૩ મંગળ - જેમ જેમ દિવસ ઢળતો જાય તેમ તેમ તમારી ચંિતા- બેચેની વધતી જાય, ૧૪ બુધ- તન- મન- ધનથી વાહનથી સંભાળવું, ૧૫ ગુરૂ- સરકારી- રાજ્ય કાનુની કામકાજમાં નોકરી- ધંધામાં ચંિતા- મુશ્કેલી, ૧૬ શુક્ર શાંતિથી દિવસ પસાર કરી લેવો, ૧૭ શનિ- આનંદ ઉત્સાહ રહે, આકસ્મિક રીતે કોઈને મળવાનું થાય.

 

મકર (ખ. જ.)
તા. ૧૬ ડિસેમ્બરથી ધન સંક્રાંતિનો પ્રારંભ થવાથી આગામી એક મહિનો નાણાંકીય ચંિતા- ખર્ચ વ્યય મુંઝવણ અનુભવાય, વધારાનો ખર્ચ આવી જાય તે સિવાય સરકારી- રાજકીય- કાનુની- પોલીસ કાર્યવાહી બંધન નોકરી- ધંધાના પ્રશ્ને, મકાન- જમીન મિલ્કત વાહનના કારણે, સગા- સંબંધી મિત્રવર્ગના કારણે અનુભવતા હોવ તેમ જણાય. ભાગીદારીવાળા ધંધામાં વિશેષ તકલીફની શરુઆત થાય. જમીન- મિલ્કતમાં કન્સ્ટ્રક્શનમાં મુડીરોકાણ કરનારની ઉંઘ હરામ થતી જણાય. શેરોમાં, ધાતુમાં, તેલમાં, ઘઉંમાં નાણાંકીય રોકાણ કરેલું હોય કે કરવાનું હોય તેમને ચંિતા વધતી જાય. સંગઠન એકમ રચી ધંધો કરનાર વ્યક્તિઓના નાણાં ડૂબી જાય. ૧૧ ડિસે. રવિ- વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપવું પડે, ૧૨ સોમ- નોકરી- ધંધામાં કામની વ્યસ્તતા રહે, ૧૩ મંગળ - બપોર પછી કામકાજની સાનુકૂળતા, ૧૪ બુધ - આત્મસ્ફૂરણા થાય, ૧૫ ગુરૂ કામકાજમાં સાનુકૂળતા, ૧૬ શુક્ર- આકસ્મિક ચંિતા, ૧૭ શનિ- તન- મન- ધન વાહનથી સંભાળવું.

 

કુંભ (ગ. શ. સ. ષ.)
આપના રોજીંદા કામકાજમાં, વધારાના કામકાજમાં વ્યસ્ત રહેવાનું થાય, વ્યવહારિક, સામાજિક કામ અંગે નિકટના સ્વજન- સ્નેહી મિત્રવર્ગને મળવાનું થાય, નોકરી- ધંધાના કામમાં સાનુકૂળતા રહે, કાગળ, કાપડ, પ્રિન્ટીંગના ધંધામાં કામની વ્યસ્તતા રહે, સરકારી, કરારી ધંધામાં હરિફ વર્ગનો સામનો કરવો પડે, આકસ્મિક ધંધો મળે, કમિશનનું કામ મળે, ભાગીદારીવાળા ધંધામાં મુશ્કેલી હળવી થાય, નોકરીમાં સ્થળાંતરના કારણે, કામની ફેરફારી, જવાબદારીના કારણે ઘર, પરિવાર, સંતાનમાં ઘ્યાન આપી શકાય નહિ. તા. ૧૧ ડિસે રવિ- વધારાા કામકાજમાં સાનુકૂળતા, ૧૨ સોમ- નોકરી ધંધાના કામની વ્યસ્તતા રહે, ૧૩ મંગળ - વિલંબમાં પડેલ કામમાં ઘ્યાન આપવું પડે, ૧૪ બુધ - આનંદ ઉત્સાહ રહે, ૧૫ ગુરૂ- નોકરી ધંધાના કામમાં ઘ્યાન આપી શકો, ૧૬ શુક્ર- ઉતાવળ, ઉશ્કેરાટ, ગુસ્સો કરવો નહીં, ૧૭ શનિ કામકાજમાં સફળતા, ફાયદો, લાભ જણાય.

 

મીન (દ. ચ. ઝ. થ.)
આપને શનિની નાની પનોતીની પ્રતિકૂળ અસરો નોકરી- ધધાના કામકાજમાં જણાય, નાની મોટી ચંિતા, રૂકાવટના કારણે સમયસર કામ ઉકેલાય નહીં ઉપરીવર્ગ, સહકાર્યકર વર્ગથી મુશ્કેલી- મુંઝવણ અનુભવો તમારી ભૂલના કારણે સ્વભાવ- વ્યવહાર- વર્તન નિર્ણયના કારણે વઘુ મુશ્કેલીમાં આવતા જાવ. ે સગા- સંબંધી મિત્રવર્ગથી તકલીફ અનુભવાય, પુત્ર- પૌત્રાદિકના પ્રશ્નમાં ચંિતા રહે, શારીરિક માનસિક શ્રમ- થાક કંટાળો બેચેની સુસ્તી, અનુભવતા હોય તેમ લાગે. તા. ૧૧ ડિસે. રવિ- અન્યના કારણે ચંિતા- ઉચાટ ખર્ચ, ૧૨ સોમ ઘર- પરિવારના કામકાજમાં સંભાળવું પડે, ૧૩ મંગળ- સાંજ સુધી શાંતિથી સમય પસાર કરવો, ૧૪ બુધ - કામકાજમાં પ્રગતિ ચંિતા, ૧૫ ગુરૂ- નોકરી ધંધાના કામમાં વ્યસ્તતા રહે, ૧૬ શુક્ર- ચંિતા- વ્યથા- બેચેની અનુભવો, ૧૭ શનિ- આકસ્મિક ચંિતા ઉપાધિ પછી રાહત થાય.

 

[Top]
 
 
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved