Last Update : 12-Dec-2011,Monday
 
 
ભારતે આખરી વન ડેમાં વિન્ડિઝને હરાવીને ૪-૧થી શ્રેણી જીતી

 

તિવારીના ૧૦૪ ઃ જાડેજાની ૩ અને પઠાણ-મિથુનની ૨-૨ વિકેટ

૨૬૮ના પડકાર સામે વિન્ડિઝ ૨૩૩માં ઓલઆઉટ ઃ પોલાર્ડની ૪ ચોગ્ગા અને ૧૦ છગ્ગા સાથેની ૧૧૯ રનની લડાયક ઇનિંગ

ચેન્નઇ,તા.૧૧
ભારતે મનોજ તિવારીની ૧૦૪ રનની ઇનિંગ બાદ જાડેજા (૩ વિકેટ)ની કાતિલ સ્પિન બોલિંગને સહારે આખરી વન ડેમાં વિન્ડિઝને ૩૪ રનથી હરાવીને શ્રેણી ૪-૧થી જીતી લીધી હતી. આખરી અને ઔપચારિક વન ડેમાં જીતવા માટેના ૨૬૮ રનના પડકારનો પીછો કરતાં પોલાર્ડે ૧૦ છગ્ગા અને ૪ ચોગ્ગા સાથે ૧૦૯ બોલમાં ૧૧૯ રન ફટકારતાં મુકાબલો રસપ્રદ બન્યો હતો. જો કે નિયમિત અંતરે વિકેટ ગુમાવવાના કારણે વિન્ડિઝ ૨૩૩ રનમાં ઓલઆઉટ થઇ ગયું હતુ. ઇરફાન પઠાણ તેની પુનરાગમન વન ડેમાં પહેલા જ બોલે સિમોન્સને આઉટ કર્યો હતો. જે પછી તેણે પોવેલને પેવેલિયન ભેગો કર્યો હતો.
પાંચ વન ડેની શ્રેણી ભારતે ૪-૧થી જીતી લીધી હતી. અગાઉ કેપ્ટન સેહવાગને આરામ અપાતા ગંભીરને કેપ્ટન્સી સોંપવામાં આવી હતી. પાંચમી અને ઔપચારિક વન ડેમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. જો કે મેચની પ્રથમ ઓવરમાં જ રોચે બીજા બોલે રહાનેને (૦) અને ત્રીજા બોલે પાર્થિવ પટેલ (૦)ને આઉટ કરતાં ભારતનો સ્કોર ૨ વિકેટે ૧ રન થઇ ગયો હતો.
જો કે ભારતીય ઇનિંગને સંભાળતા કેપ્ટન ગંભીર અને શ્રેણીમાં પ્રથમ વખત તક મેળવનારા બંગાળના બેટસમેન મનોજ તિવારીએ ૮૩ રનની ભાગીદારી નોંધાવી હતી. માર્ટિને ભારતીય કેપ્ટન ગંભીરને ૩૧ રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કરી દીધો હતો.
કારકિર્દીની છઠ્ઠી વન ડે રમી રહેલા તિવારીએ ભારે જવાબદારી સાથે બેટિંગ કરતાં કેટલાક દર્શનીય શોટ્સ ફટકાર્યા હતા ભારતને સન્માનજનક સ્કોર તરફ અગ્રેસર કર્યું હતુ. તિવારીએ ૧૨૬ બોલમાં ૧૦ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૧૦૪ રન ફટકાર્યા હતા. તેણે અને કોહલીએ ચોથી વિકેટની ભાગીદારીમાં ૧૧૭ રન જોડયા હતા. તિવારીનો આ મેચ પહેલાનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સર્વોચ્ચ સ્કોર ૨૪ જ રનનો હતો. જો કે તેણે પોતાને મળેલી તકનો ભરપૂર લાભ ઉઠાવતા નોંધપાત્ર બેટિંગ કરતાં ચોગ્ગા ફટકાર્યા હતા.
કોહલીએ પણ ફરી એક વખત યાદગાર ઇનિંગ રમતાં ૮૫ બોલમાં ૫ ચોગ્ગા સાથે ૮૦ રન કર્યા હતા. આ સાથે કોહલી વન ડેમાં ચાલુવર્ષે સૌથી વધુ રન કરનારો બેટ્સમેન બની ગયો હતો. કોહલીએ ૨૦૧૧માં ૩૪ વન ડેની ૩૪ ઇનિંગમાં ૧૩૮૧ રન ફટકાર્યા હતા. તેની આ વર્ષની રન સરેરાશ ૪૭.૬૨ રનની છે અને તે ૪ સદી અને ૮ અડધી સદીઓ નોંધાવી ચુક્યો છે.
તિવારીને ઇજાના કારણે મેદાન છોડવું પડયું હતુ. અને તે ૧૦૪ રને રિટાયર્ડ હર્ટ થયો હતો. રોહિત શર્મા આક્રમક બેટિંગ કરવા જતાં ૨૧ રને આઉટ થયો હતો. વિન્ડિઝના બોલરોએ આખરી ઓવરોમાં પ્રભાવક દેખાવ કરતાં ભારતને ૨૬૭ના સ્કોર સુધી સિમિત રાખ્યું હતુ.
ભારત

-

રન

બોલ

ગંભીર એલબી બો.માર્ટિન

૩૧

૪૧

રહાને એલબી બો.રોચ

૦૦

૦૧

પી.પટેલ બો.રોચ

૦૦

૦૧

તિવારી રિટાયર્ડ હર્ટ

૧૦૪

૧૨૬

૧૦

કોહલી કો.સેમ્યુઅલ્સ બો.માર્ટિન

૮૦

૮૫

રોહિત બો.નારિન

૨૧

૨૬

રૈના અણનમ

૧૬

૧૨

ઇરફાન રન આઉટ

૦૪

૧૦

વધારાના (લેગબાય ૬,

 

 

 

 

વાઇડ ૩, નોબોલ ૨)

૧૧

 

 

 

કુલ ૫૦ ઓવરમાં ૬ વિકેટે

૨૬૭

 

 

 

વિકેટનો ક્રમ ઃ ૧-૧ (રહાને ૦.૨), ૨-૧ (પી.પટેલ ૦.૩), ૩-૮૪ (ગંભીર ૧૮.૬), ૩-૨૦૧* (તિવારી, રિટાયર્ડ નોટઆઉટ ૩૭.૫), ૪-૨૪૧ (કોહલી ૪૫.૧), ૫-૨૫૦ (રોહિત ૪૬.૬), ૬-૨૬૭ (પઠાણ ૪૯.૬).
બોલિંગ ઃ રોચ ૮-૦-૪૬-૨, રસેલ ૬-૦-૩૧-૦, નારિન ૧૦-૧-૪૧-૧, સેમી ૫-૦-૨૮-૦, માર્ટિન ૧૦-૦-૪૭-૨, સેમ્યુઅલ્સ ૯-૦-૫૪-૦, પોલાર્ડ ૨-૦-૧૪-૦.
વિન્ડિઝ

-

રન

બોલ

સિમોન્સ એલબી બો.પઠાણ

૦૦

૦૧

પોવેલ બો.પઠાણ

૧૫

૧૬

સેમ્યુઅલ્સ કો.પટેલ બો.મિથુન

૦૬

૧૧

મોહમ્મદ એલબી બો.મિથુન

૦૨

૨૧

રામદિન એલબી બો.જાડેજા

૧૪

૨૦

પોલાર્ડ કો. રહાને બો.રૈના

૧૧૯

૧૦૯

૧૦

પોવેલ રનઆઉટ

૫૩

૪૨

સેમી કો.રહાને બો.જાડેજા

૦૩

૧૪

નારિન બો.આર.શર્મા

૦૮

૧૫

રોચ બો.જાડેજા

૦૦

૧૫

માર્ટિન અણનમ

૦૦

૦૦

વધારાના (લેગબાય ૨, વાઇડ ૧૧)

૧૩

 

 

 

કુલ ૪૪.૧ ઓવરમાં ઓલઆઉટ

૨૩૩

 

 

 

ાં ઓલઆઉટ ૨૩૩
વિકેટનો ક્રમ ઃ ૧-૦ (સિમોન્સ ૦.૧), ૨-૨૩ (પોવેલ ૪.૧), ૩-૨૯ (સેમ્યુઅલ્સ ૫.૧), ૪-૩૬ (મોહમ્મદ ૯.૪), ૫-૭૮ (રામદિન ૧૫.૫), ૬-૧૬૭ (રસેલ ૨૮.૬), ૭-૧૮૧ (સેમી ૩૨.૩), ૮-૧૯૫ (નારિન ૩૬.૫), ૯-૨૧૩ (રોચ ૪૦.૬), ૧૦-૨૩૩ (પોલાર્ડ ૪૪.૧).
બોલિંગ ઃ પઠાણ ૯-૧-૪૨-૨, મિથુન ૭-૧-૩૨-૨, રૈના ૬.૧-૦-૨૪-૧, જાડેજા ૧૦-૦-૬૨-૩, આર.શર્મા ૧૦-૦-૪૫-૧, તિવારી ૧-૦-૧૫-૦, કોહલી ૧-૦-૧૧-૦.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમેરિકામાં હેલિકોપ્ટર તૂટી પડતાં ભારતીય દંપતિ સહિત પાંચના મોત
અમેરિકાએ શમ્સી એરબેઝ ખાલી કરી પાકિસ્તાનને સોંપ્યો
રશિયાના રાષ્ટ્રપતિ મેડવેડેવનો મતદાન-ગેરરીતિની તપાસનો હુકમ
પાકિસ્તાનમાં લાદેનની પત્ની ભૂખ હડતાળ ઉપર
વિશ્વના દેશોને વિકાસ પ્રેરક નીતિઓ માટે ભારતનો અનુરોધ
વડાપ્રધાન મનમોહનસિંહનું કોઈ સાંભળતું નથી ઃ અણ્ણા
તમિળનાડુમાં મુલ્લાપેરિયાર ડેમ વિવાદ વકર્યો ઃ કેરળમાં તંગદીલી
શહેરની હોસ્પિટલોમાં આગની હોનારતો ટાળવા 'ફાયર ટાવર' ઊભા કરવાનું ફરજિયાત બનાવાશે
આકરી સજાથી બચવા ત્રણ આરોપીએ સ્વેચ્છાએ કબૂલાતનામું નોંધાવ્યું
દાદર ચોપાટી ખાતે બુધવારે ભવ્ય ગણેશદ્વારનું ઉદ્ઘાટન
નકલી સોનું પધરાવવા આવેલા પાંચ ભેજાબાજો ઝડપાયા
ગેપીલના સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધાવવા ૨૪ કલાકનું અલ્ટીમેટમ
દ્વારકામાં નાયબ મામલતદાર સહિત નવ સામે જમીન કૌભાંડની ફરિયાદ
ટેમ્પો પલટી ખાતા આઠ મુંગા પશુના અરેરાટીભર્યા મોત
ભારતે આખરી વન ડેમાં વિન્ડિઝને હરાવીને ૪-૧થી શ્રેણી જીતી
આઇપીએલ-૫માં નવ ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે કુલ ૭૬ મેચો રમાશેઃ શુક્લા
પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટમાં બાગ્લાદેશ પર પરાજયનું સંકટ
સ્પેનને હરાવીને ઓસ્ટ્રેલિયાએ હોકીની ચેમ્પિયન્સ ટ્રોફી જીતી

આખરી ટેસ્ટમાં ૨૪૧ના પડકાર સામે ઓસ્ટ્રેલિયાના વિના વિકેટે ૭૨ રન

ઇવેન્ટફૂલ સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૮૮૮થી ૧૬૫૪૪, નિફ્ટી ૪૭૬૬થી ૪૯૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આગળ વધતો ઘટાડોઃ બે દિવસમાં ભાવો ઊંચેથી રૃ.૨૨૦ તૂટયા
અમેરિકાનો 'સોયા' રિપોર્ટ નબળો આવતાં શિકાગો વાયદામાં પડેલા ગાબડાં
નવેમ્બર માસમાં રબરના ઉત્પાદનમા ૪.૩% નો વધારો
દેશના હૂંડિયામણના અનામત ભંડોળમાં નોંધાયેલો વધારો
અઘરી ભૂમિકાઓ ભજવ્યા પછી હવે વિદ્યા બાલન બ્રેક લેવાની તૈયારીમાં
આમિર ખાન અને કિરણ રાવે તેમના પુત્રનું નામ આઝાદ રાવ ખાન રાખ્યું
અભિનયના શહેનશાહ દિલીપકુમારને ભારત-રત્ન એનાયત કરો ઃ મહેશ ભટ્ટ
ફિલ્મના મ્યુઝિક લોન્ચ વખતે સ્ટેજ પર કલાકારોએ દિલધડક સ્ટંટ દ્રશ્યો ભજવ્યા
કરણ જોહરની ફિલ્મના ફર્સ્ટ લુકમાં કરીનાના કપડાની ડિઝાઇન રિયા કપૂરે કરી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved