Last Update : 12-Dec-2011,Monday
 

શહેરની હોસ્પિટલોમાં આગની હોનારતો ટાળવા 'ફાયર ટાવર' ઊભા કરવાનું ફરજિયાત બનાવાશે

 

કોલકાતાની હોસ્પિટલની કરુણાંતિકાને પગલે

મુંબઈ,તા.૧૧
ગયા શુક્રવારે કોલકાતાની અદ્યતન સુવિધાસજ્જ હોસ્પિટલમાં લાગેલી આગમાં ૯૧ જણનાં મૃત્યુને પગલે આવી દુર્ઘટના મુંબઈમાં ન સરજાય તેની અગમચેતીરૃપે ફાયર બ્રિગેડ તથા મુંબઈ મહાનગરપાલિકા શહેરની હોસ્પિટલોની સલામતી માટે વધુ સુરક્ષિત ઉપાયો શોધી રહી છે.
૩૦ મીટર કે ૧૦ માળથી ઊંચી હોસ્પિટલનો દરેક માળ સાથે સમાંતરે જોડાયેલો રખાશે
એમાંની એક મહત્ત્વની ભલામણ અત્યારે શહેરી વિકાસ વિભાગ સમક્ષ પડી છે. આ ભલામણ મુજબ ૩૦ મીટરથી વધુ ઊંચી અથવા દસ માળથી ઉપરની તમામ હોસ્પિટલો માટે 'ફાયર ટાવર્સ' ફરજિયાત બાંધવા જોઈએ.
'નેશનલ બિલ્ડિંગ કોડ' અનુસાર બહુમાળી ઈમારતોમાં ફાયર ટાવરની સુવિધા, આગ કે અન્ય આફતો જેવી કટોકટીમાં બચવા માટેનો સૌથી સલામત માર્ગ મનાતો હોવાથી તે વિકલ્પ વધુ પસંદ કરાય છે. આવા ટાવરોની સંખ્યા, સ્થાન અને કદ મકાનની ઊંચાઈ તેમજ તેની સાથેના બીજા બચાવ-માર્ગોના આધારે નક્કી કરવામાં આવે છે.
આગને કે બીજા કોઈ હોનારતના સંજોગોમાં હોસ્પિટલના દર્દીઓને બચાવવાની કામગીરી સૌથી વધુ મુશ્કેલ હોવાનું સ્વીકારતાં ફાયર બ્રિગેડે એક પખવાડિયા અગાઉ ઉપરોક્ત ભલામણ શહેરી વિકાસ ખાતાને પાઠવી હતી.
ફાયર ટાવર મહત્ત્વનો છે કેમકે તેનાથી સમાંતર કે સપાટ માર્ગે બહાર નીકળવામાં (હોરિઝોન્ટલ એક્ઝિટમાં) સરળતા રહે છે. ૩૦ મીટરથી ઊંચા મકાનમાં, જ્યાં એક જ લિફ્ટ અને એક જ નિસરણી હોય ત્યાં ફાયર ટાવર બાંધવાનું ફરજિયાત કરાશે, જેમાં મકાનની એક ખાલી વિંગ હશે. હોસ્પિટલના દરેક માળ, ટાવર સાથે સમાંતરે જોડાયેલો હશે, જે પાંચ મીટરથી વધુ દૂર નહિ કરી શકશે. એકવાર દર્દીઓને ટાવરમાં ખસેડયા બાદ તેમને મકાનમાંથી સહીસલામત બહાર લાવી શકાશે, એમ ફાયર બ્રિગેડના એક અધિકારીએ કહ્યું તું.
આવા ટાવરો અગ્નિરોધક દીવાલોથી બાંધવા જોઈએ, જેમાં બહાર નીકળવાના દરવાજા સિવાય બીજા કોઈ માર્ગો ન હોય. ટાવરનાં પ્લેટફોર્મ, ઊતરવાની જમીન અને બાલ્કનીઓ સુધ્ધાં આગરોધક હોવાં જોઈએ. આવાં સમાંતર એક્ઝિટ વધુ આસાન અને સમયની બચત કરનારાં છે તેમજ ખાસ કરીને જે હોસ્પિટલોમાં પથારીવશ દર્દીઓ હોય તેને માટે વધુ લાભદાયી છે.
૧૯૯૧ના વિકાસ નિયંત્રક નિયમોમાં પાલિકાએ હોસ્પિટલના મકાન માટે ઊંચાઈનું કોઈ નિયંત્રણ લાદ્યું નહિ હોવાથી 'ફાયર ટાવર' ફરજિયાત કરવાની તાતી જરૃરત છે.
હકીકત એ છે કે શહેરમાં પાલિકાની કે.ઈ.એમ., સાયન અને નાયર હોસ્પિટલોમાં આગ બુઝાવવાનાં સાધનો, ધુમાડા શોધકો, પાણીનાં છંટકાવનાં સાધનો વગેરે તો છે. પરંતુ વરસોથી તેમની જાળવણી કે ચકાસણી કરાઈ નથી, જ્યારે રાજાવાડી, ભગવતી, ભાભા અને શતાબ્દી જેવી કામ કરતાં નથી. ઉપરાંત પાલિકાની કોઈ હોસ્પિટલમાં આગટાણે બહાર નીકળવાના રસ્તાનો નિર્દેશ કરતાં વ્યવસ્થિત સાઈનબોર્ડ પણ નથી. આગ બુઝાવવા માટે બિલ્ડિંગની છત પર કે ભોંયતળિયે કોઈ પાણીની અલગ ટાંકીઓ નથી. ઘણીખરી ખાનગી હોસ્પિટલોની માફક સાર્વજનિક હોસ્પિટલોમાં બે નિસરણીઓની સુવિધાનો નિયમ પળાતો નથી.
કોલકાતાની હોનારતથી હચમચી ઊઠેલી રાજ્ય સરકારે આવી અપૂરતી અનિવાર્ય સગવડોને કારણે મુંબઈ સહિત રાજ્યભરની ૨૦ હોસ્પિટલોમાં ફાયર ફાઈરિંગનાં સાધનોનું ઓડિટ કરવાની તાકીદે સૂચના કરી છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમેરિકામાં હેલિકોપ્ટર તૂટી પડતાં ભારતીય દંપતિ સહિત પાંચના મોત
અમેરિકાએ શમ્સી એરબેઝ ખાલી કરી પાકિસ્તાનને સોંપ્યો
રશિયાના રાષ્ટ્રપતિ મેડવેડેવનો મતદાન-ગેરરીતિની તપાસનો હુકમ
પાકિસ્તાનમાં લાદેનની પત્ની ભૂખ હડતાળ ઉપર
વિશ્વના દેશોને વિકાસ પ્રેરક નીતિઓ માટે ભારતનો અનુરોધ
વડાપ્રધાન મનમોહનસિંહનું કોઈ સાંભળતું નથી ઃ અણ્ણા
તમિળનાડુમાં મુલ્લાપેરિયાર ડેમ વિવાદ વકર્યો ઃ કેરળમાં તંગદીલી
શહેરની હોસ્પિટલોમાં આગની હોનારતો ટાળવા 'ફાયર ટાવર' ઊભા કરવાનું ફરજિયાત બનાવાશે
આકરી સજાથી બચવા ત્રણ આરોપીએ સ્વેચ્છાએ કબૂલાતનામું નોંધાવ્યું
દાદર ચોપાટી ખાતે બુધવારે ભવ્ય ગણેશદ્વારનું ઉદ્ઘાટન
નકલી સોનું પધરાવવા આવેલા પાંચ ભેજાબાજો ઝડપાયા
ગેપીલના સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધાવવા ૨૪ કલાકનું અલ્ટીમેટમ
દ્વારકામાં નાયબ મામલતદાર સહિત નવ સામે જમીન કૌભાંડની ફરિયાદ
ટેમ્પો પલટી ખાતા આઠ મુંગા પશુના અરેરાટીભર્યા મોત
ભારતે આખરી વન ડેમાં વિન્ડિઝને હરાવીને ૪-૧થી શ્રેણી જીતી
આઇપીએલ-૫માં નવ ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે કુલ ૭૬ મેચો રમાશેઃ શુક્લા
પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટમાં બાગ્લાદેશ પર પરાજયનું સંકટ
સ્પેનને હરાવીને ઓસ્ટ્રેલિયાએ હોકીની ચેમ્પિયન્સ ટ્રોફી જીતી

આખરી ટેસ્ટમાં ૨૪૧ના પડકાર સામે ઓસ્ટ્રેલિયાના વિના વિકેટે ૭૨ રન

ઇવેન્ટફૂલ સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૮૮૮થી ૧૬૫૪૪, નિફ્ટી ૪૭૬૬થી ૪૯૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આગળ વધતો ઘટાડોઃ બે દિવસમાં ભાવો ઊંચેથી રૃ.૨૨૦ તૂટયા
અમેરિકાનો 'સોયા' રિપોર્ટ નબળો આવતાં શિકાગો વાયદામાં પડેલા ગાબડાં
નવેમ્બર માસમાં રબરના ઉત્પાદનમા ૪.૩% નો વધારો
દેશના હૂંડિયામણના અનામત ભંડોળમાં નોંધાયેલો વધારો
અઘરી ભૂમિકાઓ ભજવ્યા પછી હવે વિદ્યા બાલન બ્રેક લેવાની તૈયારીમાં
આમિર ખાન અને કિરણ રાવે તેમના પુત્રનું નામ આઝાદ રાવ ખાન રાખ્યું
અભિનયના શહેનશાહ દિલીપકુમારને ભારત-રત્ન એનાયત કરો ઃ મહેશ ભટ્ટ
ફિલ્મના મ્યુઝિક લોન્ચ વખતે સ્ટેજ પર કલાકારોએ દિલધડક સ્ટંટ દ્રશ્યો ભજવ્યા
કરણ જોહરની ફિલ્મના ફર્સ્ટ લુકમાં કરીનાના કપડાની ડિઝાઇન રિયા કપૂરે કરી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved