Last Update : 12-Dec-2011,Monday
 
ઉંઝાના અપહરણ-લૂંટ કેસનો રીઢો આરોપી સુરતથી ઝડપાયો

 

સુરતમાં રહીને નોકરી કરતા વિશાલ પટેલે ૧૨ દિવસ પહેલાં સાગરિતો સાથે મળી વેપારી ધર્મેશ પટેલનું સુમોમાં અપહરણ કર્યું હતું
(પ્રતિનિધિ દ્વારા) સુરત, રવિવાર
મહેસાણાના ઉનાવા હાઇવે પર બાર દિવસ અગાઉ અપહરણ કરી રૃ।. ૧૦ લાખની ખંડણી માંગવાના કેસમાં સંડોવાયેલો અને નાસતો - ફરતો રીઢો ગુનેગાર વિશાલ પટેલ આજે સુરત ક્રાઇમ બ્રાંચના હાથે ઝડપાઇ ગયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આજે બપોરે ક્રાઇમ બ્રાંચની ટીમ ધાડ, લૂંટના બનતા ગુનાઓ અટકાવવા માટે રાંદેરરોડ પર પેટ્રોલીંગમાં હતી, તે વખતે અડાજણ ધનમોરા કોમ્પલેકસ પાસે અપહરણ-લૂંટના ગુનાનો આરોપી વિશાલ જયંતિભાઇ પટેલ (ઉ.વ. ૩૩, રહે. ૪૦૧, અભિનંદન એપાર્ટમેન્ટ, કુબેરનગર-૧, મૂળ- ટુંડાવ તા. ઉંઝા, જી. મહેસાણા) ફરી રહ્યો છે એવી બાતમી ક્રાઇમ બ્રાંચના વાલજી હડીયા અને મનોજ પાટીલને મળતાં તુરંત રેડ પાડીને વિશાલને ઝડપી પાડયો હતો.
વિશાલની ક્રાઇમ બ્રાંચે પૂછપરછ કરતાં ચોંકાવનારી માહિતી આપી હતી કે, સુરતમાં છેલ્લા ત્રણ મહિનાથી રહે છે. અહીંયા ઓટોપાર્ટસની દુકાનમાં ઉઘરાણી કલાર્કની નોકરી કરે છે. સાથે જ ૧૨ દિવસ અગાઉ સાગરિત શિવા ચૌધરી અને મયુર ચૌધરી સાથે મહેસાણાના ઉનાવા હાઇવે મીરાદાતાર દરગાહ પાછળ પડી ગામ જવાના રોડ ઉપરથી વેપારી ધર્મેશ પટેલનું બપોરના સમયે સુમો ગાડીમાં અપહરણ કરી રૃ।. ૧૦ લાખની ખંડણી માંગી હતી. બાદમાં રૃ।. ૮૦,૦૦૦ની લૂંટ ચલાવી તેને છોડી દીધો હતો. આ ગુનામાં ઉંઝા પોલીસ ચોપડે વોન્ટેડ હતો અને સુરતમાં નોકરી છોડીને આ ગુનાહિત કાવતરૃ રચવા ગયો હતો અને પાછો સુરત આવી નોકરીમાં જોડાઇ ગયો હતો.
ક્રાઇમ બ્રાંચના સૂત્રોના જણાવ્યા મુજબ અઢી-ત્રણ વર્ષ અગાઉ ઉંઝાના સરદાર કોમ્પલેકસના બુટ-ચપ્પલના વેપારી રમેશ પટેલનું અપહરણ કરી લૂંટ ચલાવી હતી અને ઉંઝાના જ તોરલવાડી માતા મંદિર નજીકના ગીતા ઇલેકટ્રીકસના દુકાનદાર ડાહ્યાભાઇનું અપહરણ કરવાના ગુનામાં તે વોન્ટેડ છે.

 
 
 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમેરિકામાં હેલિકોપ્ટર તૂટી પડતાં ભારતીય દંપતિ સહિત પાંચના મોત
અમેરિકાએ શમ્સી એરબેઝ ખાલી કરી પાકિસ્તાનને સોંપ્યો
રશિયાના રાષ્ટ્રપતિ મેડવેડેવનો મતદાન-ગેરરીતિની તપાસનો હુકમ
પાકિસ્તાનમાં લાદેનની પત્ની ભૂખ હડતાળ ઉપર
વિશ્વના દેશોને વિકાસ પ્રેરક નીતિઓ માટે ભારતનો અનુરોધ
વડાપ્રધાન મનમોહનસિંહનું કોઈ સાંભળતું નથી ઃ અણ્ણા
તમિળનાડુમાં મુલ્લાપેરિયાર ડેમ વિવાદ વકર્યો ઃ કેરળમાં તંગદીલી
શહેરની હોસ્પિટલોમાં આગની હોનારતો ટાળવા 'ફાયર ટાવર' ઊભા કરવાનું ફરજિયાત બનાવાશે
આકરી સજાથી બચવા ત્રણ આરોપીએ સ્વેચ્છાએ કબૂલાતનામું નોંધાવ્યું
દાદર ચોપાટી ખાતે બુધવારે ભવ્ય ગણેશદ્વારનું ઉદ્ઘાટન
નકલી સોનું પધરાવવા આવેલા પાંચ ભેજાબાજો ઝડપાયા
ગેપીલના સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધાવવા ૨૪ કલાકનું અલ્ટીમેટમ
દ્વારકામાં નાયબ મામલતદાર સહિત નવ સામે જમીન કૌભાંડની ફરિયાદ
ટેમ્પો પલટી ખાતા આઠ મુંગા પશુના અરેરાટીભર્યા મોત
ભારતે આખરી વન ડેમાં વિન્ડિઝને હરાવીને ૪-૧થી શ્રેણી જીતી
આઇપીએલ-૫માં નવ ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે કુલ ૭૬ મેચો રમાશેઃ શુક્લા
પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટમાં બાગ્લાદેશ પર પરાજયનું સંકટ
સ્પેનને હરાવીને ઓસ્ટ્રેલિયાએ હોકીની ચેમ્પિયન્સ ટ્રોફી જીતી

આખરી ટેસ્ટમાં ૨૪૧ના પડકાર સામે ઓસ્ટ્રેલિયાના વિના વિકેટે ૭૨ રન

ઇવેન્ટફૂલ સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૮૮૮થી ૧૬૫૪૪, નિફ્ટી ૪૭૬૬થી ૪૯૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આગળ વધતો ઘટાડોઃ બે દિવસમાં ભાવો ઊંચેથી રૃ.૨૨૦ તૂટયા
અમેરિકાનો 'સોયા' રિપોર્ટ નબળો આવતાં શિકાગો વાયદામાં પડેલા ગાબડાં
નવેમ્બર માસમાં રબરના ઉત્પાદનમા ૪.૩% નો વધારો
દેશના હૂંડિયામણના અનામત ભંડોળમાં નોંધાયેલો વધારો
અઘરી ભૂમિકાઓ ભજવ્યા પછી હવે વિદ્યા બાલન બ્રેક લેવાની તૈયારીમાં
આમિર ખાન અને કિરણ રાવે તેમના પુત્રનું નામ આઝાદ રાવ ખાન રાખ્યું
અભિનયના શહેનશાહ દિલીપકુમારને ભારત-રત્ન એનાયત કરો ઃ મહેશ ભટ્ટ
ફિલ્મના મ્યુઝિક લોન્ચ વખતે સ્ટેજ પર કલાકારોએ દિલધડક સ્ટંટ દ્રશ્યો ભજવ્યા
કરણ જોહરની ફિલ્મના ફર્સ્ટ લુકમાં કરીનાના કપડાની ડિઝાઇન રિયા કપૂરે કરી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved