Last Update : 12-Dec-2011,Monday
 
ખોલવડના વેપારીની હાથ-પગ બાંધી ફાંસો આપેલી લાશ મળી

 

તેલના વેપારી મોહિત શાહને સવારે ત્રણ વ્યક્તિ રૃા.૧૦ લાખનું પેમેન્ટ આપી ગયા હતા ઃ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ આદરી
બારડોલી, રવિવાર
કામરેજ તાલુકાના નવાગામ ખાતે ઉદ્યોગનગરમાં તેલનો વેપાર કરતા ખોલવડના વેપારીની હાથ-પગ પ્લાસ્ટીકની દોરી વડે બાંધી ગળે ફાંસો આપેલી સ્થિતિમાં રાત્રે લાશ મળી આવતાં ચકચાર મચી છે. પોલીસે અજાણ્યા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જો કે હત્યા કે આત્મહત્યા અંગે પોલીસ તપાસમાં મુઝવણ ઊભી થવા પામી છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ કામરેજ તાલુકાના ખોલવડ ગામે સૃષ્ટિ કોમ્પલેક્ષમાં રહેતા મોહિત હેમેન્દ્રભાઇ શાહ (ઉ.વ.૨૭, મૂળ રહે. લીમડી, જિ. સુરેન્દ્રનગર)ના નવાગામ ઉદ્યોગનગર ખાતે ખાતા નં.૨૨માં પામોલીન તેલનો વેપાર કરતો હતો. ગતરોજ રાત્રીના ૮ વાગ્યાના સુમારે ઉદ્યોગનગર પ્લોટ નં. ૨૩માં આવેલા પતરાના શેડમાં મોહિત શાહની હાથ અને પગ પ્લાસ્ટીકની દોરી વડે બાંધી દઇ નાયલોનની દોરી વડે ફાંસો આપી હત્યા કરેલી હાલતમાં લાશ નજરે પડતાં અરવિંદભાઇ વ્યાસે કામરેજ પોલીસને જાણ કરતાં ઇનચાર્જ પીઆઇ એલ.જે. સોલંકી ઘટના સ્થળે દોડી ગયા હતા. બાદમાં શખ્સે કોઇ અગમ્ય કારણસર મોહિત શાહની હત્યા કરી હોવાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
મરનાર મોહિત શાહની લાશનું પી.એમ. કરતા પ્રાથમિક તબક્કે ગળા ફાંસો લાગવાથી મોત નીપજવાનું જણાય છે. પોલીસે નિવેદનો નોંધવા અને હત્યા અંગેની પૂછપરછ કરતાં હાલ તુરત હત્યા કે આત્મહત્યા તે અંગે કોઇ સ્પષ્ટતા થઇ શકી નથી. મરનારના હાથ પગ પ્લાસ્ટીકની દોરી વડે બાંધેલા હોવાથી હત્યા થઇ હોવાની શક્યતા પ્રબળ બની રહી છે. હાલ પોલીસ હત્યા કે આત્મહત્યા તેની મુંઝવણ સાથે તપાસ ચલાવી રહી છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળેલી વિગતો મુજબ ગતરોજ સવારે ૧૦ વાગે મોહિત શાહને ત્રણ વ્યક્તિ રૃા.૧૦ લાખનું તેલનું પેમેન્ટ આપી ગયા હતા. સાંજે ૪ વાગે મોહિત કામ અર્થે ઘરે ગયો અને બાદમાં ૫-૩૦ વાગ્યાના સુમારે પાછો ધંધાના સ્થળે આવ્યો હતો. બાદમાં તેની હાથ-પગ બાંધી ફાંસો આપેલી હાલતમાં લાશ મળી આવી હતી.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમેરિકામાં હેલિકોપ્ટર તૂટી પડતાં ભારતીય દંપતિ સહિત પાંચના મોત
અમેરિકાએ શમ્સી એરબેઝ ખાલી કરી પાકિસ્તાનને સોંપ્યો
રશિયાના રાષ્ટ્રપતિ મેડવેડેવનો મતદાન-ગેરરીતિની તપાસનો હુકમ
પાકિસ્તાનમાં લાદેનની પત્ની ભૂખ હડતાળ ઉપર
વિશ્વના દેશોને વિકાસ પ્રેરક નીતિઓ માટે ભારતનો અનુરોધ
વડાપ્રધાન મનમોહનસિંહનું કોઈ સાંભળતું નથી ઃ અણ્ણા
તમિળનાડુમાં મુલ્લાપેરિયાર ડેમ વિવાદ વકર્યો ઃ કેરળમાં તંગદીલી
શહેરની હોસ્પિટલોમાં આગની હોનારતો ટાળવા 'ફાયર ટાવર' ઊભા કરવાનું ફરજિયાત બનાવાશે
આકરી સજાથી બચવા ત્રણ આરોપીએ સ્વેચ્છાએ કબૂલાતનામું નોંધાવ્યું
દાદર ચોપાટી ખાતે બુધવારે ભવ્ય ગણેશદ્વારનું ઉદ્ઘાટન
નકલી સોનું પધરાવવા આવેલા પાંચ ભેજાબાજો ઝડપાયા
ગેપીલના સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધાવવા ૨૪ કલાકનું અલ્ટીમેટમ
દ્વારકામાં નાયબ મામલતદાર સહિત નવ સામે જમીન કૌભાંડની ફરિયાદ
ટેમ્પો પલટી ખાતા આઠ મુંગા પશુના અરેરાટીભર્યા મોત
ભારતે આખરી વન ડેમાં વિન્ડિઝને હરાવીને ૪-૧થી શ્રેણી જીતી
આઇપીએલ-૫માં નવ ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે કુલ ૭૬ મેચો રમાશેઃ શુક્લા
પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટમાં બાગ્લાદેશ પર પરાજયનું સંકટ
સ્પેનને હરાવીને ઓસ્ટ્રેલિયાએ હોકીની ચેમ્પિયન્સ ટ્રોફી જીતી

આખરી ટેસ્ટમાં ૨૪૧ના પડકાર સામે ઓસ્ટ્રેલિયાના વિના વિકેટે ૭૨ રન

ઇવેન્ટફૂલ સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૮૮૮થી ૧૬૫૪૪, નિફ્ટી ૪૭૬૬થી ૪૯૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આગળ વધતો ઘટાડોઃ બે દિવસમાં ભાવો ઊંચેથી રૃ.૨૨૦ તૂટયા
અમેરિકાનો 'સોયા' રિપોર્ટ નબળો આવતાં શિકાગો વાયદામાં પડેલા ગાબડાં
નવેમ્બર માસમાં રબરના ઉત્પાદનમા ૪.૩% નો વધારો
દેશના હૂંડિયામણના અનામત ભંડોળમાં નોંધાયેલો વધારો
અઘરી ભૂમિકાઓ ભજવ્યા પછી હવે વિદ્યા બાલન બ્રેક લેવાની તૈયારીમાં
આમિર ખાન અને કિરણ રાવે તેમના પુત્રનું નામ આઝાદ રાવ ખાન રાખ્યું
અભિનયના શહેનશાહ દિલીપકુમારને ભારત-રત્ન એનાયત કરો ઃ મહેશ ભટ્ટ
ફિલ્મના મ્યુઝિક લોન્ચ વખતે સ્ટેજ પર કલાકારોએ દિલધડક સ્ટંટ દ્રશ્યો ભજવ્યા
કરણ જોહરની ફિલ્મના ફર્સ્ટ લુકમાં કરીનાના કપડાની ડિઝાઇન રિયા કપૂરે કરી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved