Last Update : 12-Dec-2011,Monday
 

નકલી પોલીસ બની ટ્રક થોભાવી પણ અસલી પોલીસ આવી ગઇ

 

કામરેજમાં નવી પારડીમાં ત્રણ શખ્સોનું પરાક્રમ

ટ્રકમાં દારૃ હોવાનું કહી ચડેલા ત્રણ પૈકીના બે પોલીસ આવતા ભાગી ગયા જયારે એક પકડાયો ઃ પોલીસે લૂંટનો ગુનો નોંધ્યો
બારડોલી, રવિવાર
કામરેજ તાલુકાના નવી પારડી ગામની સીમમાં ને.હા.નં. ૮ પરથી કપાસ ભરીને પસાર થતી ટ્રકને ૨ મોટરસાયકલ પર આવેલા ૩ શખ્સોએ અટકાવીને પોલીસની ઓળખ આપી લૂંટ કરી હતી. જો કે, રાત્રિ પેટ્રોલીંગમાં નીકળેલી અસલી પોલીસ પહોંચી જતાં ૩માંથી ૨ શખ્સ ભાગી ગયા જયારે એકને ઝડપી પાડયો હતો. કામરેજ પોલીસે ટ્રકચાલકની ફરિયાદ લઇ પોલીસની ઓળખ આપી લૂંટ કરવાનો ગુનો નોંધી ભાગી ગયેલા બંને શખ્સોને પકડવાની કવાયત હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહારાષ્ટ્રથી ટ્રક (નં. આરજે-૦૭-બીબી- ૭૭૨૧)ના ચાલક રામચંદ્ર બદાના બિસ્નોઇ (રહે. જેગલા, બિકાનેર, રાજસ્થાન) કપાસ ભરીને મહેસાણાના કડી જવા માટે નીકળ્યો હતો. દરમિયાન ગત રાત્રિના ૧૧ વાગ્યાના સુમારે ને.હા.નં. ૮ પર કામરેજ નજીક આવેલા ચોર્યાસી ટોલનાકા પસાર થઇ અમદાવાદ તરફ આગળ જતા હતા. તે સમયે ૨ મોટરસાયકલ પર ૩ શખ્સો આવી ટ્રકચાલક રામચંદ્ર બિસ્નોઇને પોલીસ છીએ, ટ્રક ઉભી રાખો તમારી ટ્રકમાં દારૃનો જથ્થો ભરેલો છે, તેમ કહીને ટ્રક થોભાવીને ટ્રકમાં ચડી જઇ રામચંદ્ર બિસ્નોઇ પાસે બિલ્ટી સહિત કાગળો જોવા માંગ્યા હતા. તે સમયે જ જિલ્લા ટ્રાફિક પોલીસ રાત્રિ પેટ્રોલીંગમાં ને.હા.નં. ૮ પર આવતા પોલીસની ગાડી જોઇ ત્રણેય શખ્સો બિલ્ટીના કાગળોની ફાઇલ લઇ ભાગ્યા હતા. પોલીસે પીછથો કરતા સદ્નસીબે ૩માંથી ૧ શખ્સ લલિત નાથાલાલ મેવાડા (રહે. સુરત)નાને પોલીસે (સીતાનગર ચોકડી, વિવેકાનંદ સોસાયટી, પૂણાગામ, વરાછારોડ) દબોચી લીધો હતો.
પોલીસે લલિત મેવાડાની સઘન પૂછપરછ કરતા ભાગી ગયેલા વિમલ ગોવિંદભાઇ માળી અને નીતિન ઉર્ફે નૈનસી પટેલ (બંને રહે. સુરત) હતા. જેઓ બિલ્ટીના કાગળો સહિતની ફાઇલના કાગળો લઇ ગયા હતા. દરમિયાન કામરેજ પોલીસે ટ્રકચાલક રામચંદ્ર બિસ્નોઇની ફરિયાદ લઇ પોલીસની ઓળખ આપી લૂંટ કરવા અંગે ગુનો નોંધી લલિત મેવાડાની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમેરિકામાં હેલિકોપ્ટર તૂટી પડતાં ભારતીય દંપતિ સહિત પાંચના મોત
અમેરિકાએ શમ્સી એરબેઝ ખાલી કરી પાકિસ્તાનને સોંપ્યો
રશિયાના રાષ્ટ્રપતિ મેડવેડેવનો મતદાન-ગેરરીતિની તપાસનો હુકમ
પાકિસ્તાનમાં લાદેનની પત્ની ભૂખ હડતાળ ઉપર
વિશ્વના દેશોને વિકાસ પ્રેરક નીતિઓ માટે ભારતનો અનુરોધ
વડાપ્રધાન મનમોહનસિંહનું કોઈ સાંભળતું નથી ઃ અણ્ણા
તમિળનાડુમાં મુલ્લાપેરિયાર ડેમ વિવાદ વકર્યો ઃ કેરળમાં તંગદીલી
શહેરની હોસ્પિટલોમાં આગની હોનારતો ટાળવા 'ફાયર ટાવર' ઊભા કરવાનું ફરજિયાત બનાવાશે
આકરી સજાથી બચવા ત્રણ આરોપીએ સ્વેચ્છાએ કબૂલાતનામું નોંધાવ્યું
દાદર ચોપાટી ખાતે બુધવારે ભવ્ય ગણેશદ્વારનું ઉદ્ઘાટન
નકલી સોનું પધરાવવા આવેલા પાંચ ભેજાબાજો ઝડપાયા
ગેપીલના સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધાવવા ૨૪ કલાકનું અલ્ટીમેટમ
દ્વારકામાં નાયબ મામલતદાર સહિત નવ સામે જમીન કૌભાંડની ફરિયાદ
ટેમ્પો પલટી ખાતા આઠ મુંગા પશુના અરેરાટીભર્યા મોત
ભારતે આખરી વન ડેમાં વિન્ડિઝને હરાવીને ૪-૧થી શ્રેણી જીતી
આઇપીએલ-૫માં નવ ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે કુલ ૭૬ મેચો રમાશેઃ શુક્લા
પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટમાં બાગ્લાદેશ પર પરાજયનું સંકટ
સ્પેનને હરાવીને ઓસ્ટ્રેલિયાએ હોકીની ચેમ્પિયન્સ ટ્રોફી જીતી

આખરી ટેસ્ટમાં ૨૪૧ના પડકાર સામે ઓસ્ટ્રેલિયાના વિના વિકેટે ૭૨ રન

ઇવેન્ટફૂલ સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૮૮૮થી ૧૬૫૪૪, નિફ્ટી ૪૭૬૬થી ૪૯૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આગળ વધતો ઘટાડોઃ બે દિવસમાં ભાવો ઊંચેથી રૃ.૨૨૦ તૂટયા
અમેરિકાનો 'સોયા' રિપોર્ટ નબળો આવતાં શિકાગો વાયદામાં પડેલા ગાબડાં
નવેમ્બર માસમાં રબરના ઉત્પાદનમા ૪.૩% નો વધારો
દેશના હૂંડિયામણના અનામત ભંડોળમાં નોંધાયેલો વધારો
અઘરી ભૂમિકાઓ ભજવ્યા પછી હવે વિદ્યા બાલન બ્રેક લેવાની તૈયારીમાં
આમિર ખાન અને કિરણ રાવે તેમના પુત્રનું નામ આઝાદ રાવ ખાન રાખ્યું
અભિનયના શહેનશાહ દિલીપકુમારને ભારત-રત્ન એનાયત કરો ઃ મહેશ ભટ્ટ
ફિલ્મના મ્યુઝિક લોન્ચ વખતે સ્ટેજ પર કલાકારોએ દિલધડક સ્ટંટ દ્રશ્યો ભજવ્યા
કરણ જોહરની ફિલ્મના ફર્સ્ટ લુકમાં કરીનાના કપડાની ડિઝાઇન રિયા કપૂરે કરી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved