Last Update : 12-Dec-2011,Monday
 
વ્યારા રેફરલનો ખાડે ગયેલો વહીવટ ઃ ૧૮ કલાકે પીએમ થયું
 
શુક્રવારે સાંજે ૬-૩૦ વાગે આવેલી ૫૦ વર્ષના જશવંતભાઇની લાશનો કબ્જો પરિવારજનોને શનિવારે બપોરે ૧૨ વાગે મળ્યો
વ્યારા, રવિવાર
વ્યારા રેફરલ હોસ્પિટલમાં શુક્રવારે સાંજે ઝેરી દવા પીને મોતને ભેટેલા આધેડની લાશને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવી હતી પરંતુ ફરજ પરના મહિલા તબીબ પી.એમ. કરવાની ઘસીને ના પાડતા મૃતકના પરિવારને શુક્રવારે સાંજથી માંડી શનિવાર બપોર સુધી (૧૮ કલાક સુધી) પોતાના પરિજનની લાશનો કબ્જો લેવા માટે બેસી રહેવું પડયું હતું. વ્યારા રેફરલમાં ડયૂટી બદલાયા બાદ આવેલા અન્ય મહિલા તબીબે શનિવારે વહેલી સવારે પણ લાશનું પોસ્ટમોર્ટમ ન કરતા પરિવારજનોએ રેફરલના મહિલા તબીબોની મરી પરવારેલી માનવતાને કારણે ભારે હાલાકી વેઠવી પડી હતી.
વ્યારાના સરૈયા ગામે રહેતા ૫૦ વર્ષીય જશવંતભાઇ હરીભાઇ સોલંકીએ શુક્રવારે આંતરિક ઘરના કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જેઓને વ્યારાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડતા બપોરે ૩-૪૫ કલાકે તેઓનું મોત થયું હતું. મરનારના પરિવારને સમયસર તેની લાશ મળી જાય તે માટે પોલીસે ઇન્કવેસ (પંચનામું) તૈયાર કરી વ્યારા રેફરલ હોસ્પિટલમાં સાંજે ૬-૩૦ કલાકે મૃતકની બોડી લઇ આવી હતી પરંતુ ફરજ પરના મહિલા મેડીકલ ઓફિસર ડૉ. રાજલબેન ચૌધરીએ સાંજ થઇ હોવાથી પી.એમ. કરવાનો નન્નો ભણી દીધો હતો. ત્યારબાદ રાત્રે ૮-૦૦ કલાકે તેઓની ડયુટી બદલાયા પછી ફરજ પર શનિવારે સવારે ૮-૦૦ કલાક સુધી હાજર રહેલા અન્ય મહિલા મેડીકલ ઓફિસર ડૉ. જયશ્રીબેન ચૌધરીએ પણ વહેલી સવારે પી.એમ. થઇ શકતું હોવા છતાં, તે અંગે કોઇ કાર્યવાહી કરી ન હતી. આમ બંને મહિલા મેડીકલ ઓફિસરોએ મૃતક પરિવારજનોની લગીરે પરવાહ કર્યા વગર માનવતા મરી પરવારી હોય તેવી વર્તણૂંક કરતા મૃતકના પરિવારો હોસ્પિટલની કામગીરીથી દુઃખી થયા હતા. આ આધેડની લાશનું પોસ્ટમોર્ટમ ઠેઠ શનિવારે સવારે ફરજ પર આવેલા અન્ય એક મેડીકલ ઓફિસરે સવારે ૧૦ વાગે કરતા પરિવારજનોને લાશનો કબ્જો ઠેઠ શનિવારે બપોરે ૧૨ કલાકે એટલે કે ૧૮ કલાક પછી મળ્યો હતો. આ ઘટનાની જાણ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. નૈતિક ચૌધરીને પણ શનિવારે સવારે જ થઇ હતી ત્યારે માનવતાને પણ લજવે એવી કામગીરી કરતા ડૉકટરો સામે જો પગલાં નહીં લેવાય તો વારંવાર આવી ઘટનાઓ બનતી જ રહેશે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમેરિકામાં હેલિકોપ્ટર તૂટી પડતાં ભારતીય દંપતિ સહિત પાંચના મોત
અમેરિકાએ શમ્સી એરબેઝ ખાલી કરી પાકિસ્તાનને સોંપ્યો
રશિયાના રાષ્ટ્રપતિ મેડવેડેવનો મતદાન-ગેરરીતિની તપાસનો હુકમ
પાકિસ્તાનમાં લાદેનની પત્ની ભૂખ હડતાળ ઉપર
વિશ્વના દેશોને વિકાસ પ્રેરક નીતિઓ માટે ભારતનો અનુરોધ
વડાપ્રધાન મનમોહનસિંહનું કોઈ સાંભળતું નથી ઃ અણ્ણા
તમિળનાડુમાં મુલ્લાપેરિયાર ડેમ વિવાદ વકર્યો ઃ કેરળમાં તંગદીલી
શહેરની હોસ્પિટલોમાં આગની હોનારતો ટાળવા 'ફાયર ટાવર' ઊભા કરવાનું ફરજિયાત બનાવાશે
આકરી સજાથી બચવા ત્રણ આરોપીએ સ્વેચ્છાએ કબૂલાતનામું નોંધાવ્યું
દાદર ચોપાટી ખાતે બુધવારે ભવ્ય ગણેશદ્વારનું ઉદ્ઘાટન
નકલી સોનું પધરાવવા આવેલા પાંચ ભેજાબાજો ઝડપાયા
ગેપીલના સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધાવવા ૨૪ કલાકનું અલ્ટીમેટમ
દ્વારકામાં નાયબ મામલતદાર સહિત નવ સામે જમીન કૌભાંડની ફરિયાદ
ટેમ્પો પલટી ખાતા આઠ મુંગા પશુના અરેરાટીભર્યા મોત
ભારતે આખરી વન ડેમાં વિન્ડિઝને હરાવીને ૪-૧થી શ્રેણી જીતી
આઇપીએલ-૫માં નવ ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે કુલ ૭૬ મેચો રમાશેઃ શુક્લા
પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટમાં બાગ્લાદેશ પર પરાજયનું સંકટ
સ્પેનને હરાવીને ઓસ્ટ્રેલિયાએ હોકીની ચેમ્પિયન્સ ટ્રોફી જીતી

આખરી ટેસ્ટમાં ૨૪૧ના પડકાર સામે ઓસ્ટ્રેલિયાના વિના વિકેટે ૭૨ રન

ઇવેન્ટફૂલ સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૮૮૮થી ૧૬૫૪૪, નિફ્ટી ૪૭૬૬થી ૪૯૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આગળ વધતો ઘટાડોઃ બે દિવસમાં ભાવો ઊંચેથી રૃ.૨૨૦ તૂટયા
અમેરિકાનો 'સોયા' રિપોર્ટ નબળો આવતાં શિકાગો વાયદામાં પડેલા ગાબડાં
નવેમ્બર માસમાં રબરના ઉત્પાદનમા ૪.૩% નો વધારો
દેશના હૂંડિયામણના અનામત ભંડોળમાં નોંધાયેલો વધારો
અઘરી ભૂમિકાઓ ભજવ્યા પછી હવે વિદ્યા બાલન બ્રેક લેવાની તૈયારીમાં
આમિર ખાન અને કિરણ રાવે તેમના પુત્રનું નામ આઝાદ રાવ ખાન રાખ્યું
અભિનયના શહેનશાહ દિલીપકુમારને ભારત-રત્ન એનાયત કરો ઃ મહેશ ભટ્ટ
ફિલ્મના મ્યુઝિક લોન્ચ વખતે સ્ટેજ પર કલાકારોએ દિલધડક સ્ટંટ દ્રશ્યો ભજવ્યા
કરણ જોહરની ફિલ્મના ફર્સ્ટ લુકમાં કરીનાના કપડાની ડિઝાઇન રિયા કપૂરે કરી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved