Last Update : 12-Dec-2011,Monday
 
દિયોદરમાં પાંચ વર્ષ પછી સદસ્યોને મતદારો યાદ આવ્યા

 

ગ્રામ પંચાયતની ચૂંટણીના જાહેરનામા બાદ

સદસ્યોએ આપેલા વચનો તેમજ ગટર લાઈન, પીવાનું પાણી અને ગંદકીના પ્રશ્નો ઠેરના ઠેર
દિયોદર, તા. ૧૧
દિયોદરમાં ગત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉત્તમ પ્રાથમિક સુવિધાઓ આપવાની મોટા ઉપાડે કરાયેલ જાહેરાતો તેમજ વચનો આપી ચુંટાયેલા સદસ્યો તેમજ સત્તાધીશો સમય વિતતા વચનો પણ વીસરી ગયેલ. જેથી પાંચ વર્ષના આ કાર્યકાળ દરમ્યાન પ્રજાના પ્રશ્નોનાનિરાકરણ આવવાને બદલે ઠેરના ઠેર રહેવા પામ્યા છે.
ત્યારે પ્રજાના પ્રશ્નોની ઉપેક્ષા તેમજ વાચા આપવામાં નિષ્ફળ રહેલા સદસ્યોને હવે ચૂંટણીઓ આવતા મતદારોની યાદ તાજી થતા મતદારોએ નિષ્ફળ સદસ્યોને પરચો બતાડવાના મુડમાં જણાઈ રહી છે.
દિયોદરમાં પીવાના પાણી, ગટર લાઈન તેમજ ગંદકીના પ્રશ્ન પ્રજાજનો માટે ભારે હાલાકીરૃપ બની રહ્યા હતા ત્યારે ગત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રજાને નડતરરૃપ આ પ્રશ્નોના નિવારણના સ્વપ્નો મતદારોને બતાવી ચુંટાયેલ સત્તાધીશો તેમજ સદસ્યોએ મતદારોને આપેલ વચનો તેમજ તેઓની ફરજો સમય વીતતા વીસરી ગયેલ. જેથી મતદારોના પીવાના પાણીના, ગંદા પાણીની ગટરો ઉભરાઈ જવાના તેમજ સ્વચ્છ ગામ માટે સરકાર તરફથી અઢળક અપાયેલ નાણાનો ખર્ચ કરવા છતાંય પાણી, ગટર તેમજ ગંદકીના પ્રશ્નો ઠેરના ઠેર રહેવા પામ્યા છે. મતદારોના આ પ્રશ્ને સરકારે જાગૃતિ દાખવી નગરમાં બોર બનાવ્યા. પરંતુ પંચાયતના અણઘડ આયોજનને લીધે મોટાભાગના વિસ્તારો પાણીથી પણ વંચિત રહ્યા.
પાણીની પાઈપલાઈનમાં ગટરના ગંદા પાણી જવાના બનાવો સામાન્ય બની ગયા તેમજ પ્રાથમિક શાળાઓ તરફ જતા માર્ગો ગંદકીથી ખદબદી રહેવાના ગંભીર પ્રશ્નો બાબતે રજુઆતો કરવા છતાંય પંચાયતના બહેરા કાનેમતદારોના પ્રશ્નોનો અવાજ ન પહોંચ્યો પરંતુ સદસ્યો પણ પ્રજાના આ પ્રશ્નોને વાચા આપવામાં નિષ્ફળ રહ્યા. અરે વાચા આપવાની વાત તો દુર રહી. મતદારોની રજુઆતોમાં પણ સુર પુરાવ્યો નથી કે દર મહિને મળતી ગ્રામ પંચાયતની મિટીંગમાં પુરેપુરી હાજરી પણ આપી નથી. તો પછી મિટીંગમાં લેવાતા પંચાયતના ખર્ચાઓનો હિસાબની તો ક્યાંથી ખબર હોય ? પંચાયતમાં સદસ્યો માત્ર સ્ટેટસ સીમ્બોલ માટે ચૂંટણી લડતા હોવાનું બહાર આવી રહ્યું છે.
પ્રજાના પ્રશ્નોને વાચા આપવા કે નિવારણમાં તેઓને ફુરસદ કે પછી રસ જ નહીં હોવાનું આ કાર્યકાળ દરમ્યાન મતદારોને મહેસુસ થઈ રહ્યું છે. ત્યારે નગરમાં તાજેતરમાં થયેલા રોડોની કામગીરી, ગટરલાઈન તેમજ પીવાના પાણીની કામગીરીમાં પણ ભારે ગેરરીતિની બુમો ઉઠવા પામી છે. ત્યારે પ્રજાની આ રજુઆતો પંચાયત સાંભળતી નથી. જેથી આ ચૂંટણીમાં પ્રજાનો દબાયેલો અવાજનો પરચો સત્તાધીશો તેમજ સદસ્યોને બતાવવા મતદારો મક્કમ હોવાનું જણાઈ રહ્યું છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમેરિકામાં હેલિકોપ્ટર તૂટી પડતાં ભારતીય દંપતિ સહિત પાંચના મોત
અમેરિકાએ શમ્સી એરબેઝ ખાલી કરી પાકિસ્તાનને સોંપ્યો
રશિયાના રાષ્ટ્રપતિ મેડવેડેવનો મતદાન-ગેરરીતિની તપાસનો હુકમ
પાકિસ્તાનમાં લાદેનની પત્ની ભૂખ હડતાળ ઉપર
વિશ્વના દેશોને વિકાસ પ્રેરક નીતિઓ માટે ભારતનો અનુરોધ
વડાપ્રધાન મનમોહનસિંહનું કોઈ સાંભળતું નથી ઃ અણ્ણા
તમિળનાડુમાં મુલ્લાપેરિયાર ડેમ વિવાદ વકર્યો ઃ કેરળમાં તંગદીલી
શહેરની હોસ્પિટલોમાં આગની હોનારતો ટાળવા 'ફાયર ટાવર' ઊભા કરવાનું ફરજિયાત બનાવાશે
આકરી સજાથી બચવા ત્રણ આરોપીએ સ્વેચ્છાએ કબૂલાતનામું નોંધાવ્યું
દાદર ચોપાટી ખાતે બુધવારે ભવ્ય ગણેશદ્વારનું ઉદ્ઘાટન
નકલી સોનું પધરાવવા આવેલા પાંચ ભેજાબાજો ઝડપાયા
ગેપીલના સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધાવવા ૨૪ કલાકનું અલ્ટીમેટમ
દ્વારકામાં નાયબ મામલતદાર સહિત નવ સામે જમીન કૌભાંડની ફરિયાદ
ટેમ્પો પલટી ખાતા આઠ મુંગા પશુના અરેરાટીભર્યા મોત
ભારતે આખરી વન ડેમાં વિન્ડિઝને હરાવીને ૪-૧થી શ્રેણી જીતી
આઇપીએલ-૫માં નવ ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે કુલ ૭૬ મેચો રમાશેઃ શુક્લા
પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટમાં બાગ્લાદેશ પર પરાજયનું સંકટ
સ્પેનને હરાવીને ઓસ્ટ્રેલિયાએ હોકીની ચેમ્પિયન્સ ટ્રોફી જીતી

આખરી ટેસ્ટમાં ૨૪૧ના પડકાર સામે ઓસ્ટ્રેલિયાના વિના વિકેટે ૭૨ રન

ઇવેન્ટફૂલ સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૮૮૮થી ૧૬૫૪૪, નિફ્ટી ૪૭૬૬થી ૪૯૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આગળ વધતો ઘટાડોઃ બે દિવસમાં ભાવો ઊંચેથી રૃ.૨૨૦ તૂટયા
અમેરિકાનો 'સોયા' રિપોર્ટ નબળો આવતાં શિકાગો વાયદામાં પડેલા ગાબડાં
નવેમ્બર માસમાં રબરના ઉત્પાદનમા ૪.૩% નો વધારો
દેશના હૂંડિયામણના અનામત ભંડોળમાં નોંધાયેલો વધારો
અઘરી ભૂમિકાઓ ભજવ્યા પછી હવે વિદ્યા બાલન બ્રેક લેવાની તૈયારીમાં
આમિર ખાન અને કિરણ રાવે તેમના પુત્રનું નામ આઝાદ રાવ ખાન રાખ્યું
અભિનયના શહેનશાહ દિલીપકુમારને ભારત-રત્ન એનાયત કરો ઃ મહેશ ભટ્ટ
ફિલ્મના મ્યુઝિક લોન્ચ વખતે સ્ટેજ પર કલાકારોએ દિલધડક સ્ટંટ દ્રશ્યો ભજવ્યા
કરણ જોહરની ફિલ્મના ફર્સ્ટ લુકમાં કરીનાના કપડાની ડિઝાઇન રિયા કપૂરે કરી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved