Last Update : 12-Dec-2011,Monday
 
પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર ન થતાં કચવાટ
 
ઉત્તર ગુજરાતની કોલેજોમાં

બાયડ, તા. ૧૧
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ સેમેસ્ટર સીસ્ટમનો પ્રથમ વર્ષમાં કોઈ પણ પૂર્વ તૈયારી વિના રાતોરાત અમલ તો કરી દીધો પણ કોલેજોને અને વિદ્યાર્થીઓને સીસ્ટમની અપૂરતી સમજ અને અધકચરી માહિતીના કારણે ઉત્તર ગુજરાતની કોલેજોમાં દિવાળી બાદ શૈક્ષણિક કાર્ય ખોરવાઈ ગયું છે. કોલેજોમાં પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા શરૃ થવામાં માત્ર એક અઠવાડિયું બાકી છતાં હજાુ સુધી પરીક્ષાનો વિષયવાર કાર્યક્રમ જાહેર નહિ થતાં વિદ્યાર્થી આલમ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.
ઉત્તર ગુજરાતમાં દોઢ સો ઉપરાંત કોલેજોનો વહીવટ સંભાળતી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો વહીવટ છેલ્લા કેટલાંક મહિનાઓથી ખાડે ગયો છે. ખાસ કરીને રાતોરાત અમલી કરેલા સેમેસ્ટર સીસ્ટમને કારણે કોલેજોનું શૈક્ષણિક કાર્ય ખોરવાઈ ગયું છે. યુનિવર્સિટીએ કોલેજોને સેમેસ્ટર સીસ્ટમ અંગેની પુરતી અને સમયસર સમજ નહિ આપવાને કારણે સમગ્ર વ્યવસ્થા પડી ભાંગી છે. દિવાળી વેકેશન બાદ દોઢેક મહિના જેટલો સમય પસાર થવા છતાં કેટલીય કોલેજોમાં શૈક્ષણિક કાર્ય આજદિન સુધી રાબેતા મુજબ થયું નથી. આ પ્રકારની અસરો કેમ પડી તે બાબતે તપાસ કરતાં યુનિવર્સિટીએ પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા પહેલી ડિસેમ્બરની આસપાસ લેવાની જાહેરાત કરી હતી પરંતુ પેપર સેટીંગ બાબતે યુનિવર્સિટીની કોઈ પૂર્વ તૈયારી નહિ થઈ હોવાને યુનિવર્સિટીએ પરીક્ષા તારીખ લંબાવીને ૧૯ ડિસેમ્બર જાહેર કરતાં કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનું બીજા સેમેસ્ટરનું શૈક્ષણિક કાર્ય ખોરવાઈ ગયું અને તેની બીજી અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય ઉપર પડતા કોલેજોમાં વેકેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
આ ઉપરાંત પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાનો વિષય દીઠ કાર્યક્રમ માત્ર સાતેક દિવસનો સમય બાકી હોવા છતાં જાહેર નહિ થતાં દરરોજ વિદ્યાર્થીઓ કોલેજના ધક્કા ખાઈ પાછા જઈ રહ્યાં છે. પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા આ મહિનાના અંતે પૂર્ણ થયા બાદ પણ બીજી સેમેસ્ટરનું શૈક્ષણિક કાર્ય ક્યારથી શરૃ થશે તે બાબતે પણ કોઈ સ્પષ્ટ સૂચનાઓ નહિ હોવાથી શૈક્ષણિક વર્તુળોમાં ભારે અસમંસજ ઉભી થઈ છે. યુનિવર્સિટીના મુખ્ય વહીવટકર્તા કુલપતિ તથા રજીસ્ટ્રારને પણ આ બાબતે જાણે લશ્કર ક્યાં લડી રહ્યું છે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. પ્રાધ્યાપકો દ્વારા ઘણીવાર રજૂઆતો કરવા છતાં યોગ્ય જવાબો નહિ મળવાને કારણે હેરાન પરેશાન છે. પ્રથમ સેમેસ્ટરમાં ચલો કોલેજના ફલોપ શો જેવા કાર્યક્રમોને કારણે શૈક્ષણિક કાર્ય ખોરવાયું હતું અને બીજા સેમેસ્ટરમાં સમયસર પરીક્ષાઓ લેવાના નિર્ણયના અભાવને કારણે શૈક્ષણિક કાર્ય ખોરવાતાં વિદ્યાર્થી આલમને શિક્ષણનું ભારે નુકશાન થઈ રહ્યું છે. દિવાળી બાદ સતત વેકેશન જેવા માહોલને કારણે પ્રાધ્યાપકોને પણ જલસા પડયા હોય તેવું જોવા મળી રહ્યું છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમેરિકામાં હેલિકોપ્ટર તૂટી પડતાં ભારતીય દંપતિ સહિત પાંચના મોત
અમેરિકાએ શમ્સી એરબેઝ ખાલી કરી પાકિસ્તાનને સોંપ્યો
રશિયાના રાષ્ટ્રપતિ મેડવેડેવનો મતદાન-ગેરરીતિની તપાસનો હુકમ
પાકિસ્તાનમાં લાદેનની પત્ની ભૂખ હડતાળ ઉપર
વિશ્વના દેશોને વિકાસ પ્રેરક નીતિઓ માટે ભારતનો અનુરોધ
વડાપ્રધાન મનમોહનસિંહનું કોઈ સાંભળતું નથી ઃ અણ્ણા
તમિળનાડુમાં મુલ્લાપેરિયાર ડેમ વિવાદ વકર્યો ઃ કેરળમાં તંગદીલી
શહેરની હોસ્પિટલોમાં આગની હોનારતો ટાળવા 'ફાયર ટાવર' ઊભા કરવાનું ફરજિયાત બનાવાશે
આકરી સજાથી બચવા ત્રણ આરોપીએ સ્વેચ્છાએ કબૂલાતનામું નોંધાવ્યું
દાદર ચોપાટી ખાતે બુધવારે ભવ્ય ગણેશદ્વારનું ઉદ્ઘાટન
નકલી સોનું પધરાવવા આવેલા પાંચ ભેજાબાજો ઝડપાયા
ગેપીલના સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધાવવા ૨૪ કલાકનું અલ્ટીમેટમ
દ્વારકામાં નાયબ મામલતદાર સહિત નવ સામે જમીન કૌભાંડની ફરિયાદ
ટેમ્પો પલટી ખાતા આઠ મુંગા પશુના અરેરાટીભર્યા મોત
ભારતે આખરી વન ડેમાં વિન્ડિઝને હરાવીને ૪-૧થી શ્રેણી જીતી
આઇપીએલ-૫માં નવ ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે કુલ ૭૬ મેચો રમાશેઃ શુક્લા
પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટમાં બાગ્લાદેશ પર પરાજયનું સંકટ
સ્પેનને હરાવીને ઓસ્ટ્રેલિયાએ હોકીની ચેમ્પિયન્સ ટ્રોફી જીતી

આખરી ટેસ્ટમાં ૨૪૧ના પડકાર સામે ઓસ્ટ્રેલિયાના વિના વિકેટે ૭૨ રન

ઇવેન્ટફૂલ સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૮૮૮થી ૧૬૫૪૪, નિફ્ટી ૪૭૬૬થી ૪૯૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આગળ વધતો ઘટાડોઃ બે દિવસમાં ભાવો ઊંચેથી રૃ.૨૨૦ તૂટયા
અમેરિકાનો 'સોયા' રિપોર્ટ નબળો આવતાં શિકાગો વાયદામાં પડેલા ગાબડાં
નવેમ્બર માસમાં રબરના ઉત્પાદનમા ૪.૩% નો વધારો
દેશના હૂંડિયામણના અનામત ભંડોળમાં નોંધાયેલો વધારો
અઘરી ભૂમિકાઓ ભજવ્યા પછી હવે વિદ્યા બાલન બ્રેક લેવાની તૈયારીમાં
આમિર ખાન અને કિરણ રાવે તેમના પુત્રનું નામ આઝાદ રાવ ખાન રાખ્યું
અભિનયના શહેનશાહ દિલીપકુમારને ભારત-રત્ન એનાયત કરો ઃ મહેશ ભટ્ટ
ફિલ્મના મ્યુઝિક લોન્ચ વખતે સ્ટેજ પર કલાકારોએ દિલધડક સ્ટંટ દ્રશ્યો ભજવ્યા
કરણ જોહરની ફિલ્મના ફર્સ્ટ લુકમાં કરીનાના કપડાની ડિઝાઇન રિયા કપૂરે કરી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved