Last Update : 12-Dec-2011,Monday
 
નડિયાદ- મહુધાના ૧૬ કિ.મી.ના રસ્તા પર ગાંડા બાવળનો ત્રાસ
 

રસ્તા પર અનેક સ્થળે નમી પડેલા વૃક્ષોથી ગંભીર અકસ્માતોનો ભય
નડિયાદ,તા ૧૧
નડિયાદ થી મહુધાના આશરે ૧૬ કિલોમીટર લાંબા હાઈવે માર્ગ પર આસપાસના બાવળ સહિતના અન્ય વૃક્ષોની ડાળ જોખમરૃપ બને તે રીતે નમી પડી છે. વનવિભાગના સંબંધિત અધિકારીઓની બેદરકારી અને નિષ્કાળજી ના કારણે આ માર્ગ પરની જોખમી ડાળીઓને સમયસર કાપવામાં આવતી ન હોવાનું વાહનચાલકો તેમજ ગ્રામજનો જણાવી રહ્યા છે. નડિયાદ,મહુધા અને મહેમદાવાદ વગેરે સ્થળોએ વનવિભાગની રહેમ નજર હેઠળ ગેરકાયદેસર રીતે વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યુ છે, ત્યારે જોખમરૃપ એવા વૃક્ષોની ડાળીઓ કાપવામાં દાખવવામાં આવતી બેદરકારીના કારણે અકસ્માત થવાનો ભય વાહનચાલકોને સતાવે છે.
નડિયાદથી મહુધા વચ્ચેના અંદાજે ૧૬ કિલોમીટરના માર્ગને અડીને બાવળ, લીમડો, ગુલમ્હોર તથા ગાંડા બાવળના અનેક વૃક્ષો આવેલા છે. જે પૈકી મોટા ભાગના વૃક્ષોના ડાળ રસ્તાની સાઈડ પર નમી જતા તે જોખમરૃપ બન્યા છે. ઘણાં વૃક્ષો સૂકાઈ ગયા છે. આ માર્ગ પરના સૂકા અને લીલા વૃક્ષો પર વાંદરા જેવા પ્રાણીઓ રોજેરોજ કુદાકૂદ કરતા હોય છે.
આ ઉપરાંત થોડા-થોડા સમયે વૃક્ષો માટે હવામાન પણ મહત્વનો ભાગ ભજવે છે. આવા કારણોસર રોડ પર નમી પડેલા વૃક્ષની ડાળીઓ ગમે ત્યારે તૂટી પડે એવો ભય વાહન ચાલકોને સતાવે છે. આ માર્ગ પરથી રોજેરોજ ટુ, થ્રી અને ફોર વ્હીલના વાહનો મોટી સંખ્યામાં પસાર થાય છે . પંરતુ રોડને અડીને આવેલા અનેક વૃક્ષોની ડાળીઓ નમી પડી હોવાથી તે વાહન ચાલકો માટે જોખમકારક સાબિત થાય છે. ધણીવાર કેટલાક વૃક્ષોની ડાળીઓ તૂટી ને રોડ પર પડેલી હોય છે.
નડિયાદ કપડવંજ તેમજ અન્ય સ્થળોએ ધણીવાર કેટલાક વૃક્ષોની ડાળ રોડ પર પડવાથી ત્યાંથી પસાર થતા વાહનોમાં કોઈ જીવલેણ અથવા સામાન્ય અકસ્માતનો ભોગ બન્યા હોવાના બનાવો બન્યા છે.
આમ છતાં નડિયાદથી મહુધાના માર્ગ પર જોખમી બનેલા વૃક્ષોની ડાળીઓ કાપવામાં વનવિભાગના આરએફઓ સહિતના અન્ય સંબંધિત સત્તાઘીશો ધ્વારા બેદરકારી અને નિષ્કાળજી દાખવવામાં આવતી હોવાની રોષ વ્યક્ત થઈ રહ્યો છે. એક તરફ નડિયાદ, મહુધા અને મહેમદાવાદ વગેરે જેવા વિસ્તારોમાં ફળાઉ અને જલાઉ વૃક્ષોનું અનઅધુકૃત રીતે કટીંગ કરી તેના લાકડાની હેરફેર કરવામાં આવતી હોવાની ફરિયાદો વ્યાપક બની છે. તો બીજીબાજુ જરૃરી એવા વૃક્ષોની ડાળીઓ ન કાપી વનવિભાગ ધ્વારા ગુનાહિત બેદરકારી દાખવવામાં આવી રહી હોવાનું વાહન ચાલકો અને ગ્રામજનો જણાવે છે.

દોઢ- બે મહિનામાં વૃક્ષો કપાય તેવી શક્યતા
નડિયાદ, તા.૧૧
નડિયાદ થી મોડાસાનો માર્ગ ફોરલેન બનવાનો હોવાથી મહુધા ઉપરાંત આગળના માર્ગ થી આસપાસ ના વૃક્ષોને દોઢ-બે માસમાં કાપવામાં આવનાર છે, તેવું આધાર ભૂત સૂત્રોએ જણાવ્યુ છે જોકે રસ્તાનાં આ પ્રોજેક્ટનું કામ શરૃ થાય ત્યારે ખરૃ પણ અત્યારે તો હાઈવે માર્ગ પર લટકતી જોખમરૃપ ડાળીઓ કાપવામાં વનવિભાગ ઉદાસીનતા દાખવી રહ્યું છે. આ સંજોગોમાં કોઈ અકસ્માત થાય તો તેના માટે જવાબદાર કોમ? તેવા પ્રશ્નો લોકમાનસમાં ઉઠયાં છે.

અગાઉ ડાળીઓ કાપી હતી ઃ આરએફઓ
નડિયાદ, તા.૧૧
અમુક સમયે હાઈવે માર્ગની આસપાસની ડાળીઓ કાપવાની કામગીરી કરવામાં આવે છે, તેવું મહુધા વનવિભાગના આરએફઓ વાય.સી. પટેલે જણાવ્યું હતું. થોડા સમય પહેલાં કેટલીક ડાળીઓ કાપવામાં આળી હતી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમેરિકામાં હેલિકોપ્ટર તૂટી પડતાં ભારતીય દંપતિ સહિત પાંચના મોત
અમેરિકાએ શમ્સી એરબેઝ ખાલી કરી પાકિસ્તાનને સોંપ્યો
રશિયાના રાષ્ટ્રપતિ મેડવેડેવનો મતદાન-ગેરરીતિની તપાસનો હુકમ
પાકિસ્તાનમાં લાદેનની પત્ની ભૂખ હડતાળ ઉપર
વિશ્વના દેશોને વિકાસ પ્રેરક નીતિઓ માટે ભારતનો અનુરોધ
વડાપ્રધાન મનમોહનસિંહનું કોઈ સાંભળતું નથી ઃ અણ્ણા
તમિળનાડુમાં મુલ્લાપેરિયાર ડેમ વિવાદ વકર્યો ઃ કેરળમાં તંગદીલી
શહેરની હોસ્પિટલોમાં આગની હોનારતો ટાળવા 'ફાયર ટાવર' ઊભા કરવાનું ફરજિયાત બનાવાશે
આકરી સજાથી બચવા ત્રણ આરોપીએ સ્વેચ્છાએ કબૂલાતનામું નોંધાવ્યું
દાદર ચોપાટી ખાતે બુધવારે ભવ્ય ગણેશદ્વારનું ઉદ્ઘાટન
નકલી સોનું પધરાવવા આવેલા પાંચ ભેજાબાજો ઝડપાયા
ગેપીલના સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધાવવા ૨૪ કલાકનું અલ્ટીમેટમ
દ્વારકામાં નાયબ મામલતદાર સહિત નવ સામે જમીન કૌભાંડની ફરિયાદ
ટેમ્પો પલટી ખાતા આઠ મુંગા પશુના અરેરાટીભર્યા મોત
ભારતે આખરી વન ડેમાં વિન્ડિઝને હરાવીને ૪-૧થી શ્રેણી જીતી
આઇપીએલ-૫માં નવ ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે કુલ ૭૬ મેચો રમાશેઃ શુક્લા
પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટમાં બાગ્લાદેશ પર પરાજયનું સંકટ
સ્પેનને હરાવીને ઓસ્ટ્રેલિયાએ હોકીની ચેમ્પિયન્સ ટ્રોફી જીતી

આખરી ટેસ્ટમાં ૨૪૧ના પડકાર સામે ઓસ્ટ્રેલિયાના વિના વિકેટે ૭૨ રન

ઇવેન્ટફૂલ સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૮૮૮થી ૧૬૫૪૪, નિફ્ટી ૪૭૬૬થી ૪૯૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આગળ વધતો ઘટાડોઃ બે દિવસમાં ભાવો ઊંચેથી રૃ.૨૨૦ તૂટયા
અમેરિકાનો 'સોયા' રિપોર્ટ નબળો આવતાં શિકાગો વાયદામાં પડેલા ગાબડાં
નવેમ્બર માસમાં રબરના ઉત્પાદનમા ૪.૩% નો વધારો
દેશના હૂંડિયામણના અનામત ભંડોળમાં નોંધાયેલો વધારો
અઘરી ભૂમિકાઓ ભજવ્યા પછી હવે વિદ્યા બાલન બ્રેક લેવાની તૈયારીમાં
આમિર ખાન અને કિરણ રાવે તેમના પુત્રનું નામ આઝાદ રાવ ખાન રાખ્યું
અભિનયના શહેનશાહ દિલીપકુમારને ભારત-રત્ન એનાયત કરો ઃ મહેશ ભટ્ટ
ફિલ્મના મ્યુઝિક લોન્ચ વખતે સ્ટેજ પર કલાકારોએ દિલધડક સ્ટંટ દ્રશ્યો ભજવ્યા
કરણ જોહરની ફિલ્મના ફર્સ્ટ લુકમાં કરીનાના કપડાની ડિઝાઇન રિયા કપૂરે કરી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved